Jivan Sangram - 7 in Gujarati Fiction Stories by Rajusir books and stories PDF | જીવન સંગ્રામ - 7

The Author
Featured Books
Categories
Share

જીવન સંગ્રામ - 7

પ્રકરણ - ૭


આગળ જોયું કે આનંદના લગ્ન કૌશલ સાથે નકી થાય છે. હવે આગળ

કૌશલ સુંદર, સુડોળ,૨૧વર્ષની સુશિક્ષિત છોકરી હતી.

આનંદ પણ ખૂબ ખુશ હતો.તે વિચારતો હતો કે મારા લગ્ન બાદ મારી પત્ની અને હું ખૂબ પ્રેમથી રહીશું. હું જે વૈદિક કાર્ય કરું છું તેમાં તે મને સાથ આપશે.મારા ઘર ને સારી રીતે સંભાળશે. ઘર ને મંદિરમાં ફેરવી નાખશે.આવા વિચારો કરતો અને રોમાંચકતા અનુભવતો.આનંદ આ ખુશીના સમાચાર પોતાના ગુરુને આપવા ત્યાં પહોંચે છે. અરવિંદ સર આનંદને જોઈને ખુશ થાય છે અને તેને પ્રેમ ભર્યો આવકાર આપે છે આનંદ આજે વળી મને યાદ કર્યો

આનંદ:- સર હું તમને ભૂલ્યો જ નથી તો પછી યાદ કરવાની વાત ક્યાં આવે. આજે તમને એક ખુશખબર આપવા આવ્યો છું.

અરવિંદ સર:- તારી સગાઈના ખુશ ખબરને.

આનંદ :- સર તમને કઈ રીતે ખબર પડી ?
અરવિંદ સર :- મારી પાસે પ્રશ્નનો જવાબ લેવા આવ્યો હતો તે પરથી..

આનંદ:- પણ તમે તો લગ્ન કરવાની ના પાડી હતી. તો પછી તમે કેમ વિચાર્યું કે મારા લગ્ન હમણાં છે.

અરવિંદ સર:- આનંદ આ પ્રશ્નના જવાબમાં એક બાજુ હું હતો અને બીજી બાજુ માં હતી. હવે ગુરુ અને મા આ બંનેમાં સંસારી પુરુષ માટે માં નું મહત્વ વધારે હોય છે . અને હોવું જ જોઈએ. કારણ કે તેના લીધે તો આપણે આ જગતમાં આવ્યા છીએ અને ગુરુ શિષ્ય બન્યા છીએ

આનંદ:- સર ખરેખર તમારી મહાનતાની કોઈ સીમા નથી.
અરવિંદ સર :હ મારા વખાણ કરવાનું રહેવા દે.

આનંદ :- ના સર વખાણ નથી કરતો . પણ આપણે કોઈ વ્યક્તિની વાત ન માનીએ તો તે વ્યક્તિને ખોટું લાગે અથવા દુઃખી થાય. પણ તમે તો તેમાં પણ આનંદ અનુભવો છો.

અરવિંદ સર:- સારું સારું તારા લગ્ન કોની સાથે થવાના છે ??

આનંદ :- (હસતા હસતા) છોકરી સાથે.....

અને બંને ખડખડાટ હસી પડે છે.
અરવિંદ સર વ્હ આનંદ આજે રોકાઈ જા સાંજે પ્રાર્થના બાદ ભાવિ શિક્ષકો સાથે ચર્ચા કરીશું.

આનંદ :- જેવી આપની આજ્ઞા સર.

રાત્રે ભોજન બાદ અરવિંદ સર અને આનંદ બધા તાલીમાર્થીઓ સાથે શિક્ષક અને સમાજ, શિક્ષણ અને રાજનીતિ ,આ બાબત ઉપર ખૂબ જ ચર્ચા કરે છે .અંતે આનંદ સવારે અરવિંદ સર ની રજા લઇ પોતાને ઘેર પહોંચે છે.

ઘેર પહોંચ્યા પછી પોતાની પિતાની બહુ જ યાદ આવે છે .કારણ કે આવા પ્રસંગે જો પિતા ની હાજરી હોય તો લગ્નની તૈયારી માટે આનંદે પોતે ઓછી જવાબદારીઓ વહન કરવાની હોય. પરંતુ અત્યારે તો પોતાના જ લગ્નની બધી જ જવાબદારીઓ પોતાને જ માથે લેવાની હોય, આનંદ લગ્નની તૈયારી કરવા લાગ્યો. બધાની ખુશીનો કોઈ પાર ન હતો. ખૂબ જ ધામધૂમથી આનંદના લગ્ન થયા. કૌશલ જેમ દુધમાં સાકર ભળી જાય તેમ આનંદના કુટુંબમાં ભળી ગઈ. આનંદ -કૌશલ અને યશોમતી ખૂબ જ પ્રેમથી રહેવા લાગ્યા.

આનંદ પોતાની ફરજ પર હાજર થઈ ગયો . આનંદ ગામમાં ,સમાજમાં સારા નરસા પ્રસંગો એ ગામ લોકોના ખભે ખભો મેળવીને કામ કરવા લાગ્યો. તે નોકરી સાથે સાથે સમાજ સેવા પણ કરવા લાગ્યો . અને તેના મનમાં સતત સમાજમાં પ્રસરી રહેલા દૂષણો , અંધશ્રદ્ધાઓ વિશે ચિંતા રહેતી . તે સતત સમાજમાં શાંતિ સ્થાપવાના વિચારો કરતો . ટૂંકમાં કહેવું હોય તો આનંદ સતત સમાજની ચિંતા કરતો.

આમ ને આમ દિવસો પસાર થવા લાગ્યા. થોડા સમય બાદ કૌશલે એક પુત્રરત્નને જન્મ આપ્યો . આનંદ - કૌશલ અને યશોમતીની ખુશી માં વધારો થયો . આનંદનું કુટુંબ સુખના દિવસો વિતાવવા લાગ્યા . પણ આનંદની ખુશી લાંબો સમય ટકી નહીં. એક દિવસ અચાનક આનંદને સમાચાર મળ્યા કે અરવિંદ સરની કાર નું એક્સિડન્ટ થયું છે અને તેને શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આનંદ પળનોય વિચાર કર્યા વિના સીધો હોસ્પિટલે પહોંચે છે. અરવિંદ સર ખૂબ જ ગંભીર રીતે ઘવાયા છે. ડોક્ટરોએ આશા છોડી દીધી છે. બધા તેમના ખાટલા ની આસપાસ બેઠા છે .આનંદ આવીને સરના પગ પાસે ઉભો રહે છે . એની નજર આનંદ પર પડતા મુખ મલકાવે છે અને જાણે તે આનંદની જ રાહ જોતા હોય તેમ એ મલકાતું મુખ કાયમ માટે મુરઝાઈ જાય છે. આનંદ ત્યાં જ ઢળી પડે છે. અરવિંદ સર ના અવસાનથી જાણે આનંદ પર આભ તૂટી પડ્યું . આનંદને થયું કે સર વગર જીવવું અશક્ય છે. પોતાના જીવન સંગ્રામમાં મુશ્કેલીના સમયમાં તે જતો માર્ગ બતાવતા . તેના વગર આ જીવન સંગ્રામ જીતવો અઘરો લાગશે. અને હાર હું સહી નહીં શકું. આવી અનેક દલીલો તે પોતે પોતાના જ મન સાથે કરવા લાગ્યો . અંતે બધી વિધી પતાવી તે પોતાના ગામમાં પાછો ફરે છે. પોતાના પિતાના અવસાન વખતે તેને આટલું દુઃખ નહોતું થયું, કારણ કે પોતાનું પિતાનું છત્ર વિખાઈ ગયું પણ ગુરુ રૂપી પીત્તા છત્ર બની ઊભા હતા. અને આજે તે પણ મને છોડી જતા રહ્યા. આનંદને ક્યાંય ચેન પડતો ન હતો. તેની નજર સમક્ષ અરવિંદ સર તેજસ્વી પ્રવચન આપતા હોય તેવા ભાસ થાય છે. નિશાળે જાય છે તો ત્યાં પણ અભ્યાસક્રમ કે બાળકોમાં ક્યાંય મન લાગતું નથી . તે રજા મૂકી ઘેર આવતો રહે છે. હવે શું કરવું કંઈ સૂઝતું નથી . પોતાની અંદર ઊભેલા દુઃખ ના છોડને ડામવાના ઘણા પ્રયત્નો કરે છે ,પણ તે તેમાં સફળ નથી થતો. અતિ વાચાળ આનંદ જાણે સાવ મુંગો બની ગયો હોય તેમ લાગતું હતું. એક દિવસ કૌટુંબિક લગ્ન પ્રસંગ હોય આનંદના બા, કૌશલ અને પુત્ર દીપ ત્યાં જાય છે. આનંદ નિશાળે જાય છે. ત્યાં ખુબ મથામણ કરે છે. પોતાના ચિત્તને અભ્યાસક્રમમાં પોરવવાની અને તેમાં તે થોડો ઘણો સફળ થયો . માંડ માંડ બાળકો સાથે તેનું મન લાગ્યું ત્યાં જ પાછા એક ખરાબ સમાચાર આનંદ મળે છે. એ ખરાબ સમાચાર હતા કૌશલ, યશોમતી અને દીપ જે બસમાં હતા તે બસ નું એક્સિડન્ટ થયું હતું. કેવડો મોટો આઘાત . એક તો આનંદ અરવિંદ સર ના અવસાનથી અડધો ભાંગી પડયો હતો અને તેમાં વળી ઘા પર મીઠું ભભરાવે તેવી અસહ્ય વેદના આનંદને થવા લાગી . સમાચાર ખાલી એકસીડન્ટ ના હોત તો સારું હતું .પણ તેમાં કૌશલ ,દિપ અને યશોમતી મૃત્યુ પામ્યા હતા . આ સમાચાર સાંભળતા જ આનંદ સાવ ભાંગી પડે છે .આનંદ ત્રણેની અંતિમ વિધિ પતાવે છે .આવા પ્રસંગે ગમે તેવો કઠોર માણસ પણ ભાંગી પડે . હવે આનંદને પોતાના જીવનમાં ચારે બાજુ અંધકાર દેખાવા લાગ્યો. એક પણ માર્ગ આવેલ નિરાશામાંથી ઉગરવાનો દેખાતો ન હતો. પણ તેને ક્યાં ખબર હતી કે જીવનમાં મોટી મુશ્કેલી કે આફત આવે ત્યારે આપણા જીવનમાં કંઈક ફેરફાર થવાનો હોય છે. મોટી મુશ્કેલીમાં માણસ પોતાનું શૌર્ય ,તેજસ્વિતા, અસ્મિતા ભુલવા લાગે છે. જો તેને આ વાતો કોઈ યાદ કરાવે તો પાછી આવી શકે છે . અને એટલે જ મહાપુરુષોએ કહ્યું છે કે ગમે તેવા દુઃખ કે આફત વખતે માણસે પોતાનો નિજ ધર્મ ન છોડવો જોઈએ . પણ આનંદથી તો બધું જ છૂટી ગયું . તે માનસિક રીતે ભાંગી પડ્યો હતો . તે સાવ એકલો થઈ ગયો હતો . તેને પોતાનું જીવન જીવવામાં કોઈ રસ હતો નહીં . તે નિશાળે જવાનું છોડી દે છે. હારેલો જુગારી બમણું રમે એવી સ્થિતિ આનંદની થઈ ગઈ . સદગુણો એક પછી એક છુટતા જતા હતા અને ખરાબ કુટેવો, વ્યસનો આનંદના જીવનમાં આવતા જતા હતા . માનસિક રીતે ભાંગી પડેલ માણસને પ્રેમ અને હૂંફ, પ્રોત્સાહન મળે તો જ તે બેઠો થઇ શકે . પરંતુ આનંદના ભાગ્યમાં પ્રેમ લખ્યો જ નહીં હોય. એને પ્રેમ અને હૂંફ, લાગણી ક્યાંથી મળે ? કારણ કે તેના બધા તો આ દુનિયામાંથી જતાં રહ્યાં હતાં . આવા સમયે સમાજની ફરજ બને છે કે આવા નિરાશ થયેલા માણસને પ્રેમ અને હૂંફ આપી પાછો તેની મૂળ સ્થિતિ એ લાવવો પણ આવી વાત સમાજ સમજેતો ને.

આમ ,સતત સમાજની પડખે ઉભો રહેનાર, સતત સમાજની ચિંતા કરનાર ,આનંદની ચિંતા કરનાર આજે કોઈ હતું નહીં . આનંદ મરવા વાકે જીવતો હોય તેવું લાગતું હતું . આનંદ નું જીવન અંધકારમય બની ગયું . તેની કાળજી લેનાર કોઈ ન હતું . આનંદ આખો દિવસ પોતાના ઘરની અંદર અંધકાર કરી અને પડ્યો રહેતો . જાણે કોઈ અઘોરી જંગલી માણસ હોય તે રીતે જીવન જીવતો હતો. અર્ધપાગલ જેવી જિંદગી આનંદ જીવી રહ્યો હતો..........




શું આનંદને ઉગારવા કોઈ આવશે ?????



શું આનંદ એ જ પરમાનંદ બનશે??????

જો હા તો કઈ રીતે????????

આ બધા જ પ્રશ્નોના જવાબ જાણવા વાંચતા રહો જીવન સંગ્રામ


આપને આ જીવન સંગ્રામ કેવી લાગી તેના પ્રતિભાવો અચૂક આપતા રહેશો જેથી મારા લેખન કાર્યને વધુ વેગ મળે

આપના સૂચનો હંમેશા આવકાર્ય રહેશે..........