Hasina - the lady killer - 12 in Gujarati Fiction Stories by Leena Patgir books and stories PDF | હસીના - the lady killer - 12

Featured Books
Categories
Share

હસીના - the lady killer - 12

આગલા ભાગમાં આપણે જોયુ કે જયરાજ અને નિખિલ જાસ્મીનના ઘેર જાય છે પણ નિરાશ થઈને પાછા ફરે છે, હસીના એના ખૂની ખેલમાં અનુષ્કાનો શિકાર કરવાની હોય છે, જયરાજને ચા પીતા અચાનક મગજમાં કંઈક ઝબકારો થાય છે અને એ કહે છે કે પડી ગઈ ખબર કે હસીના હવે કોનો શિકાર કરવાની છે? !!
હવે આગળ,

જયરાજ : ખબર પડી ગઈ મને કે હસીના હવે કોનો શિકાર કરવાની છે...
દિલીપ : અચ્છા સાહેબ કોનો કરવાની છે??
જયરાજ : અનુષ્કા... મારી ભાણીનું નામ પણ અનુષ્કા જ છે...
દિલીપ : (આશ્ચ્રર્ય સાથે )અરે સાહેબ શું બોલો છો, હસીના તમારી ભાણીને મારવાની છે??
જયરાજ : દિલીપ ડોબા મારી ભાણીને મારવાની વાત નથી કરતો હું, મારી ભાણીનું નામ પણ અનુષ્કા છે અને એ હજુ માંડ 10 વર્ષની છે, જયારે એ મને હમણાં છેલ્લે મળી હતી ત્યારે એણે મને એના નામ નો મતલબ કહ્યો હતો જેનો અર્થ થાય છે સુંદરતા, એટલે કે જે સુંદર છે....
હસીનાના લેટર મુજબ અનુષ્કા જ હોઈ શકે છે એનો નવો ટાર્ગેટ
એટલામાં મોહન આવે છે...

મોહન : જય હિન્દ સર
જયરાજ : જય હિન્દ, શું ખબર લાવ્યો એ કહે...
મોહન : સાહેબ નિખિલની ઓફિસ અને જે હોટેલ કહી હતી ત્યાં હું જઈ આવ્યો પણ એ લોકોની સીસીટીવી ફૂટેજ માં એ જ દિવસ ની ફૂટેજ ગાયબ છે જેની આપણે જરૂર છે,
જયરાજ : શું?? એવું કઈ રીતે બને??
મોહન : સાહેબ એવું એકજ રીતે બને અને એ છે હેકિંગ...
હેકરએ એ ફૂટેજ હેક કરી લીધી...
જયરાજ : એક કામ કર મોહન રાહુલને કહે કે જેણે પણ એ ફાઇલ્સ હેક કરી હોય એનું લોકેશન શોધે અને મોકલે, એ સિવાય નિખિલને અહીંયા બોલાઇને સ્કેટચ બનાવડાવો જાસ્મીનનો,
મોહન : હા સાહેબ, હું નીકળું છું, જય હિન્દ
જયરાજ : જય હિન્દ
દિલીપ : સાહેબ હવે જાસ્મિનને પકડવા કરતા આપણે આ અનુષ્કાને બચાવીએને? !!
જયરાજ : દિલીપ ચોરને પકડવો હોયને તો એને સીધા અને ઉલ્ટા બેઉ રસ્તે જઈને પકડવો પડે, સમજ્યો
દિલીપ : હા હો સાહેબ સમજી ગયો....
જયરાજ : સારુ જા અને રાજુને બોલાવ
દિલીપ : જી સાહેબ
આટલું કહીને દિલીપ જાય છે અને રાજુ અંદર આવે છે,
રાજુ : જય હિન્દ સાહેબ
જયરાજ : જય હિન્દ, તને કિશને કહેવાનું કીધું તું અભિનેત્રીઓ ને એ તે કહ્યું??
રાજુ : હા સાહેબ મેં નવી દરેક અભિનેત્રીને કહેવડાઈ દીધું
જયરાજ : સારુ હવે સાંભળ અનુષ્કા કરીને કઈ અભિનેત્રી છે એના વિશે તપાસ કર... કેમકે હસીના હવે અનુષ્કાને જ ટાર્ગેટ કરશે એમ કહીને જયરાજ જે એને ખબર પડી એ જણાવે છે,
રાજુ : હા સાહેબ તમે બરાબર કીધું હું હમણાં જ ખબર લાવું છું અનુષ્કા વિશે, જય હિન્દ
આટલું કહીને રાજુ નીકળી જાય છે,
જયરાજ એની પત્ની ઇશિતાને ફોન લગાવે છે...
ઇશિતા : બોલો શું કામ ફોન કર્યો??
જયરાજ : મારે આવતા હજુ ઘણું મોડું થશે એમ કહેવા ફોન કર્યો હતો...
ઇશિતા : સારુ તો કહી દીધું, તો ફોન રાખું હવે..
જયરાજ : હા સારુ

*******************

આ બાજુ અનુષ્કાના ફોન પર એક અજાણ્યો નંબર આવે છે,
અનુષ્કા : હેલો, કોણ??
ફોન કરનાર વ્યક્તિ : અનુ બેટા હું તારી મમ્મી બોલું છું, બેટા તારા પપ્પાને કોઈએ કિડનેપ કરી લીધા છે અને એણે એવું કીધું છે કે જો પોલીસને જાણ કરી તો એમને મારી નાખશે,
અનુષ્કા : મમ્મી તમે ડરશો નહીં, એમને શું જોઈએ છે એવું કીધું એમણે?? મતલબ કેટલા પૈસા કીધા એમણે??
ફોન કરનાર વ્યક્તિ : બેટા એણે તને આવવાનું કીધું છે 5 લાખ રૂપિયા લઈને,
અનુષ્કા : ઓક્કે મમ્મી ક્યાં આવવાનું કીધું છે?? એડ્રેસ આપો મને,
ફોન કરનાર વ્યક્તિ : હા બેટા એણે સાબરમતી આશ્રમના ગેટ પાસે આવાનું કીધું છે, અને હા બેટા એણે તારો ફોન બંધ કરવાનું કીધું છે, એ લોકો બધુંજ ધ્યાન રાખી રહ્યા છે એટલે તું તારો ફોન બંધ કરીને જજે હો બેટા અને આ વાત કોઈને પણ ના કરતી,
અનુષ્કા : હા મમ્મી તમે ચિંતા ના કરશો હું એકલી જ જઈને લઇ આવીશ પપ્પાને...
આટલું કહીને અનુષ્કા ફોન રાખે છે અને એનો મોબાઈલ બંધ કરીને પૈસા લેવા તિજોરી પાસે આવે છે, પૈસા બેગમાં લઇ એ એના ડ્રાઈવરને જોડે આવવાની ના કહીને પોતે જ નીકળી પડે છે એની મોતની તૈયારી કરવા....

******************
રાજુ : અંદર આવું સાહેબ??
જયરાજ : આવ આવ રાજુ
રાજુ : જય હિન્દ સાહેબ
જયરાજ : જય હિન્દ બોલ શું ખબર લાવ્યો છું??
રાજુ : સાહેબ અનુષ્કા નામની બે અભિનેત્રીઓ છે જેમાંની એક બાળ કલાકાર છે અનુષ્કા દવે અને એ એની એડ કરવા મુંબઈ ગઈ છે, જયારે બીજી અનુષ્કા છે અનુષ્કા લોખંડે જે બહુજ લોકપ્રિય છે અને મોડેલિંગનું પણ કામ કરે છે પણ સાહેબ એનો ફોન સતત બંધ જ આવી રહ્યો છે, મેં એના ઘરનું એડ્રેસ લઇ લીધું છે, મનોજ અને હું એના ઘેર જતા આવીએ ,
જયરાજ : હા જલ્દી જાઓ અને હા રસ્તામાં એના ફોનનું લોકેશન ચેક કરતા રહેજો, મને બહુ માથું ચઢ્યું છે તો હું ઘેર જઉં, પણ હા મને પળ પળ ની ખબર આપતાં રહેજો બરાબર
રાજુ : હા સાહેબ, જય હિન્દ
જયરાજ : જય હિન્દ
આટલું કહીને જયરાજ પણ ઉભો થઈને એના ઘેર જવા માટે એની બાઈક પાસે આવે છે જેની સીટ ઉપર એક સફેદ રંગનું કવર પડ્યું હોય છે,
જયરાજ આશ્ચ્રર્ય સાથે એ કવર હાથમાં લે છે અને એને ખોલીને કાગળ બહાર કાઢે છે અને વાંચવાનું ચાલુ કરે છે,
ડિયર જયુ,
તું અનુષ્કાને તો નહીંજ બચાવી શકે, પરમદિવસ ની હેડલાઈન હશે મસ્ત, વાંચવાનું ના ભૂલતો હો ને, અરે હા જો એક અંગત વાત કરવી હતી એટલે તો ખાસ આ કાગળ લખ્યો છે મેં, હું યાર શહેરની સફાઈ કરું છું એતો તને ખબર છે, પણ તારે પહેલા તારા ઘરમાં પણ કચરો છે એ જોવું જોઈતું તું, તારી ખુદની વાઈફ અત્યારે તારી જ પથારીમાં કોઈ પર પુરુષ સાથે પ્રણયલીલા રાચી રહી છે, વિશ્વાસ નથી આવતો નહીં મારી વાત પર, જો ખોટું બોલતી હોઉં તો જા જોઈ આવ તારા ઘરે,
જલ્દી મળશું.... જયુ
ફ્રોમ, હસીના
જયરાજ લેટરનો ડૂચો વાળીને સીધો એના ઘર તરફ જવા નીકળે છે...

********************

હસીનાએ સાચેમાં જયરાજને હકીકત કહી છે કે એને ગુમરાહ કર્યો છે?? શું અનુષ્કા હસીનાથી બચી શકશે?? ઇશિતાની બેવફાઈનો જયરાજ શું અંજામ આપશે?? જાણવા માટે વાંચતા રહો હસીના - the lady killer નો નવો ભાગ......