Imagination world: Secret of the Megical biography - 8 in Gujarati Adventure Stories by Kuldeep Sompura books and stories PDF | કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - ૮

Featured Books
Categories
Share

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - ૮

અધ્યાય - 8


સવારે ઉઠીને બધા ફ્રેશ થાય છે.ક્રિશ પોતાની જાતે પ્રાઈમસ માં દુધ ગરમ કરે છે. અર્થ બારી પાસે ઉભો હતો જ્યારે વાતાવરણ ખુશનુમા છે. બારી માંથી મંદ મંદ પવન આવી રહ્યો છે અને અર્થ તેના વાળ સરખા કરી રહ્યો હતો. તે આજે પ્રથમ દિવસે સ્કુલ જવા તૈયાર હતો.

અર્થ: "શું તને જમવાનું બનાવતા પણ આવડે છે?"

ક્રિશ: "હા, થોડું થોડું.મને પણ પહેલા નહોતું આવડતું પણ કાયરા એ શીખવ્યું. પણ આપણે અહિયાં જમવાનું નથી બનાવવાનું હોતું તે રસોઈવાળા ભાઈ બનાવી આપે છે પણ તોય જો તમારે બનાવવું હોય તો તમારી મરજી. અમે ઘણી વાર જાતે બનાવીએ છીએ."

અર્થે કહ્યું "આ કાયરા કોણ છે?"

ક્રિશ: "તે અમારી સાથે ભણે છે તે આપણી દોસ્ત જ છે. કલાસમાં મળશે તે આપણને."

કરણ:"આપણે જવું જોઈએ નહીતો મોડું થઈ જશે."

ત્રણે જણ રૂમ બંધ કરીને પોતાની સ્કુલ તરફ જાવા માંડ્યા અને નદી ઉપર નો પુલ પાર કરીને તે સ્કુલે પહોંચ્યા. જયારે તે કલાસ માં બેઠા ત્યાં બીજા ઘણા ખરા બાળકો બેઠા હતા.ત્રણે પોતપોતાની જગ્યા પર બેસી ગયા જોકે અર્થ નવો હતો એટલે તે કરણની બાજુમાં બેસી ગયો.ત્યારે થોડીક જ વારમાં એક દાઢીવાળા, કદમાં મોટા અને વૃદ્ધ માણસ પ્રવેશે છે તે પ્રોફેસર છે. તેમનો આજે આ સત્ર નો પ્રથમ દિવસ હતો.તે કેટલા દિવસોથી રજા ઉપર હતા. તેઓ બોલે છે

"હેલો વિદ્યાર્થીઓ મારું નામ એડમ છે.તમારે આ વર્ષ માં ચાર વિષયો ભણવાના છે. આ વાત તો તમે જાણો જ છો. તે વિશે તમને કોઈ બીજા પ્રોફેસરે કીધું હશે પણ હું તમને ફરીથી કહી દઉં છું.અભ્યાસ અંગે સહેજપણ બાંધછોડ હું નહીં ચલાવી લઉં.ઉપરાંત તમે સર્વે પ્રથમ વર્ષ ના જાદુગરી ભણતા વિદ્યાર્થીઓ છો તેથી તમારે તો અભ્યાસ માં વધુ ધ્યાન રાખવાનું રહેશે.

તમારે આ વર્ષમાં જાદુગરી,ગુપ્તરહસ્યો,ભવિષ્ય, નિયમો વિશે ભણવાનું રહેશે અને હું તમને જાદુગરી વિશે ભણાવીશ.

વર્ષ માં બે પરીક્ષા લેવા માં આવશે એક ઉનાળામાં તથા એક શિયાળા માં તેમનું સમયપત્રક સત્તાવાર તમને જાહેર કરી દેશે. આ ઉપરાંત જાદુઈ સ્કુલ કેટલાક વર્ષો થી રમતગમત ને પણ વિશેષ ધ્યાન આપે છે.તથા દરેક વિદ્યાર્થી બીજા વર્ષ માં ઉડવાનું પણ શીખવામાં આવે છે તે પણ જાદુઈબુટ થી તથા મોટી ડાઈવ મારતા પણ શીખવામાં આવે છે."

લાંબા ભાષણ પછી તેમણે વિરામ લીધો અને ફરીથી બોલ્યા.

"તો હવે આપણે ભણવાનું શરૂ કરીએ.બધા જ વિદ્યાર્થીઓ પોતપોતાની બુક અને જાદુઈ મોજા લઈને આવે નહીતો કાલથી તેમને મારા કલાસ માં બેસવા દેવામાં આવશે નહીં.જો તમે પંચોતેર ટકા થી ઓછા કલાસ ભર્યા હશે તો તમને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે અને તમને સત્તાવાર તે વિષયમાં નાપાસ કરાશે.તો વાત કરીએ બેઝિક જાદુની જે જાદુ શીખવાનો એક પાયો છે."

પાછળ બે વિદ્યાર્થી હસી રહ્યા હતા.જેની પ્રો.એડમ ને ખબર પડી ગઈ અને તેમણે કહ્યું

"તમને કંઈ વાત ઉપર હસવું આવી રહ્યું છે હું પણ જાણી શકું?"

વ્રજ એ કહ્યું "માફ કરો સર હવે એવું નહીં થાય"

"હવે થશે તો મારા બે કલાસ સુધી તમને બાકાત રાખવામાં આવશે."

આમ આ કલાસ આવી જ રીતે લાતી ગયો અર્થને માજા આવી જોકે આ કલાસ માં તેઓ કંઈ ખાસ ભણ્યા ના હતા.

થોડીવાર માં રિશેષ પડી ત્યારે ત્રણ છોકરીઓ જેનું નામ કાયરા,સ્મૃતિ અને વરીના હતું.તે કરણ અને ક્રિશ પાસે આવી જોકે અર્થ પણ ત્યાં જ બેઠો હતો.કરણ અને ક્રિશે તેમને શુભસવાર કહ્યું અને તેમણે પણ સામેથી તેમને શુભસવાર કહ્યું અને ત્યારબાદ અર્થ જોડે મુલાકાત કરાવી અને અર્થ વિશે જણાવ્યું.કાયરા દેખાવ માં સુંદર અને હોંશિયાર હતી તે હંમેશા જુદા જુદા કપડાં પહેરવાની શોખીન હતી.તે અહીંયાંથી એટલેકે સ્કુલ થી બહુજ દૂર રહેતી હતી.તેનું ઘર સ્કુલના બીજા છેડે હતું ટ્રેનમાં પણ ત્યાં પહોંચતા ત્રણેક દિવસ લાગતા.તેના માતા પિતા એક વકીલ હતા તે જાદુગરોની કોર્ટમાં વકીલાત નું કામ કરતા જોકે તે તેટલા નામાંકિત નહતા કારણકે તે સારા માણસો હતા.તે હંમેશા સારા માણસોનો સાથ આપતા તેથી તે સારા માણસો વચ્ચે તેમનું ખૂબ નામ હતું અને કાયરા માં પણ તેમનાજ ગુણો આવ્યા હતા. જ્યારે સ્મૃતિ અને વરીના બંને સ્કુલ થી નજીક રહેતા હતા. તેમના માતાપિતા નામાંકિત અને ખૂબ અમીર હતા.પ્રિન્સિપાલ અલાઈવ પણ ઘણી વાર તેના માતા પિતા જોડે સલાહ લેવા આવતા હતા.

કાયરા,સ્મૃતિ અને વરીના ને થોડીવાર આશ્ચર્ય થયું.તેમણે પહેલી વાર કોઈ વાસ્તવિકતા નો માનવી જોયો હતો તેમને તે અંગે કંઇક જુદીજ માન્યતા બાંધી રાખી હતી તેમને તેવું હતું કે વાસ્તવિકતા નો માનવી જુદો જ દેખાય છે.જોકે તેવી માન્યતા બીજા ઘણા લોકો ને હતી પણ તે સર્વે જાણતા ના હતા કે અર્થ વાસ્તવિકતા માંથી આવ્યો છે.

કાયરા એ વાત પરથી ધ્યાન હટાવ્યું અને કહ્યું "શું આપડે ચોપડીઓ ની ગલી માંથી ચોપડી તથા જાદુઈમોજા લઈ આવવા છે?, સ્કુલ છૂટ્યા પછી સમય જ નથી મળતો. અને આજ આમ પણ કલાસ માં પ્રોફેસર પોતાનો પરિચય શિવાય કંઈ જ નવું નથી ભણાવતા આખરે દશેક દિવસ વીતી ગયા છે."

અર્થે કહ્યું "ઠીક છે આપણે જવું જોઈએ, જયારે સ્કુલમાં ભણવાનું શરૂ થશે ત્યારે તો સમયજ નહીં મળે."

બધા એ મળીને જવાનું નક્કી કર્યું પણ મુશ્કેલી હતી કે જવું કેવી રીતે.

સ્મૃતિ એ ઉપાય સુજવ્યો "અહીંયાંથી થોડે દુર એક રેલ્વે સ્ટેશન છે જે સીધા આપણને ચોપડીઓ ની ગલી ઉતારશે તેવું મને કહ્યું હતું મારા ભાઈએ તે અહીંયાંજ ભણતો હતો તે તો તમે જાણો જ છોને?"

કાયરા: "હા,તો કલાસ શરૂ થાય તે પહેલાં આપણે જતા રહેવું જોઈએ નહીતો કલાસ જબરદસ્તીથી જ ભરવો પડશે."

કલાસ શરૂ થાય તે પહેલા તે છ જણ સ્કુલની બહાર નીકળી ગયા અને તે આજુબાજુ ના ગીચ જંગલોની વચ્ચે જ્યાંથી અર્થ અને ત્રાટક આવ્યા હતા તે રસ્તે સીધા સીધા ચાલતા હતા. અર્થને તેથી આ રસ્તો જોયો હોય તેવું લાગતું હતું તે સીધા થોડેક દૂર વાતો કરતા કરતા ચાલતા હતા ત્યાર બાદ જંગલના એક કાચા રસ્તે વળી ગયા સ્મૃતિનું કહેવું હતું કે અહીંથી રેલ્વે સ્ટેશન ખુબજ નજીક હતું. પણ વરીના નું એવું કહેવું હતું કે આ પ્રતિબંધિત વિસ્તાર છે.તો પણ વહેલા પહોંચવાની ઉતાવળમાં તે જગ્યાએ વળી ગયા અને છ જણ તે કાચા રસ્તા ઉપર ચાલતા હતા.રસ્તો બહુ સુમશાન હતો.થોડીક દૂર પહોંચ્યા ત્યારે એક સિંહની ગર્જના સાંભળવા મળી ત્યાં દોડવું શક્ય ન હતું કાચા રસ્તા પર ખાડા બહુ હતા.છતાં હેમખેમ સ્ટેશન પહોંચી ગયા રેલવેસ્ટેશન તેટલું વિકસિત ના હતું માત્ર નાની એવી ટિકિટ બારી હતી અને ત્યાં બે બાંકડા બેસવા માટે હતા.કરણે છ ટિકિટ લઈ લીધી અને ત્યાં જ ટ્રેન આવી ગઈ. તે જે સ્ટેશન ઉતર્યા હતા ત્યાંથી ચોપડીઓની ગલી ખૂબ જ નજીક હતી.ચોપડીઓની ગલી ખૂબજ ભીડ વાળી જગ્યા હતી. ત્યાં અંદર પહોંચતાની સાથે બધાજ જોતા રહી ગયા ત્યાં બહુ લોકો ઘણીબધી સ્કૂલમાંથી જરૂરી સામાન ખરીદવા આવ્યા હતા.બધા જેમ જેમ અંદર ગયા ત્યારે નવી નવી વસ્તુઓ જોવા મળી જેમકે એક બુક ના આકારની ચોપડીઓ ની દુકાન હતી.ભીડમાં પણ ઘણા બધા નાના મોટા માણસો હતા.પણ મૂંઝવણ હતી કે બુક લેવી ક્યાંથી.?

સ્મૃતિ એ કહ્યું કે "બુક લેવા માટેની સૌથી શ્રેષ્ઠ જગ્યા છે "ઓલ્ડએસ્ટ બુક સ્ટોર" તેવું મારા ભાઈ એ જણાવ્યું હતું. આપણે ત્યાં જવું જોઈએ."

બીજી ઘણી દુકાનો હતી જેમ કે "ઓલ ઇન વન બુક સ્ટોર","સ્ટુડન્ટ બુક સ્ટોર" પણ સ્મૃતિના કહેવા મુજબ તેમને ત્યાં જવું ઠીક લાગ્યું.તે સૌથી છેલ્લી દુકાન હટી અને સૌથી જુની લાગતી દુકાન હતી. તે સિત્તેર વર્ષ જૂની હતી તેવું તે દુકાનની બહાર લખ્યું હતું જોકે સાચેજ તે દુકાન જુની લાગતી હતી. ત્યાં બહાર જુદાજુદા પોસ્ટર માર્યા હતા.બધાજ પોસ્ટર બોલતા હતા.આખું ગ્રુપ જ્યારે અંદર પ્રવેશ્યું ત્યારે એક પોસ્ટર બોલી ઉઠ્યું "ઓલ્ડએસ્ટ બુક સ્ટોર માં આપનું સ્વાગત છે." અંદર થોડીક ભીડ હતી તેથી ગ્રાહક ને પ્રવેશેલ જોઈને તે ઠીંગણો માણસ તેમની પાસે આવી જાય છે.તે નાના છોકરા જેવો લાગતો હતો પણ તેને મુછો હતી તેથી દેખાવમાં નાનો અને ઉંમર માં મોટો હતો.

તેણે વાત ની શરૂઆત કરતા કહ્યું "ઓલ્ડએસ્ટ બુક સ્ટોર માં આપનું સ્વાગત છે.તમને અહીંયા બધી જ બુક્સ મળી રહેશે. અત્યારે ખાસ ઓફર પણ છે તમે એક બુકસેટ લેશો તો તેની સાથે તમને મળશે એક ગમતી ફ્રી બુક."

વરીના રાજી થઈ જાય છે.

"તો હું તમને કઈ કઈ બુક્સ આપું."

કરણે તેમના વિષયો નું લિસ્ટ આપ્યું અને તે છ સેટ લાવવા કહ્યું.

વિષય ના નામ સાંભળીને તે ઠીંગણો માણસ બોલ્યો " તો તમે સર્વેપ્રથમ વર્ષ માં અભ્યાસ કરો છો, કંઈ સ્કુલમાં ભણો છો?"

ક્રિશે જવાબ આપતા કહ્યું "જાદુગરી વિદ્યા વિહાર"

"તે તો બહુજ જુની અને ઉમદા સ્કુલ છે ત્યાંથી ઘણા બધા શ્રેષ્ઠ જાદુગરો બહાર આવ્યા છે. ત્યાં ભણાવતા ઘણા બધા જાદુગરે લખેલી બુક્સ મારી પાસે અહીંયા પડેલી છે. તેનો ઇતિહાસ પણ બહુજ ઊંડો છે.હું તમને તમારા જ પ્રોફેસરે લખેલી શ્રેષ્ઠ બુક આપીશ."

ઠીંગણો માણસ અંદર બુક લેવા જાય છે અને તે રૂમ નો દરવાજો બંધ કરી દે છે. બીજા બધા માણસો ત્યાં બાજુના ટેબલ પર બુક લેતા હોય છે.

છ જણ અંદરો અંદર વાતો કરતા હોય છે.

અર્થે કહ્યું "આપણે જાદુઈ હાથમોજા લેવા ક્યાં જઈશું?"

સ્મૃતિ એ કહ્યું "તે પણ હું જાણું છું."

થોડીવાર બાદ ઠીંગણો માણસ બુકની વજનદાર થપ્પી લઈને આવતો હતો તેને ઊંચકવા માં તકલીફ પડી રહી હતી છતાંપણ તે પાડ્યા વગર તે ચોપડીઓ લઈ ને આવ્યો અને તે ટેબલ પર મૂકી અને થાક ખાય છે અને બાજુના માટલા માંથી પાણી પીવે છે.

"આ રહી બાળકો તમારી બુક્સ.આ બધી બુક્સ એક જ પ્રોફેસર એ લખી છે જે તમારી સ્કુલમાં જ ભણાવતા હતા.તેમનું નામ પ્રોફેસર અનંત હતું."

સ્મૃતિ એ સવાલ પૂછતાં કહ્યું "એટલે શું તે જીવિત નથી?"

"હા, લોકો તો એવું જ કહેછે કારણકે તે છેલ્લા દસ વર્ષ થી ગાયબ છે. તેમને છેલ્લે કોણે જોયા તેની પણ કોઈને ખબર નથી.તેથી લોકોએ તેમને મૃત્યુ ઘોષિત કરી દીધા છે."

આ ઉપરાંત વિદોષ અને તારીણી ની પણ લખેલી બુક પડેલી છે પણ તે નવા પ્રોફેસર છે તે તો અત્યારે પણ તમને ભણાવતા હશે.તેવું તે ઠીંગણા માણસે પૂછ્યું

પણ તેમાંથી કોઈ ખાસ તેમની વિશે જાણતું ના હતું કારણકે તે અત્યારે રજા ઉપર હતા.

બધા એ પોતપોતાની બુક બરોબર તપાસી લીધી.ત્યાર બાદ ઠીંગણો

માણસ બોલ્યો "હું બિલ બનાવીને તમારી સ્કુલ માં મોકલાવી દઉં છું.તમે એક પછી એક પોતપોતાનો પરિચય આપો જેથી હું બિલ બનાવી શકુ અને આપણી ઓળખાણ પણ થઈ જાય."

બધા એક પછી એક પોતપોતના નામ બોલેછે અને પોતાની ઓળખાણ આપે છે જ્યારે છેલ્લો વારો અર્થ નો હોય છે તેણે પોતાની વઓળખાણ આપતા બીજા કરતા કંઈક વધારે જ ઓછું કહ્યું પણ તેને પાસે ખાસ કંઈ કહેવા જેવું કશુંજ હતું નહીં.

તને કહ્યું "મારુ નામ અર્થ છે.હું વાસ્તવિકતા માંથી આવ્યો છું."

ઠીંગણો માણસ રાજી થઈ ગયો તેણે કહ્યું "તું વાસ્તવિકતા માંથી આવ્યો છે મેં વાસ્તવિકતા માંથી આવેલ પહેલો માણસ જોયો તને."

અર્થ અને સર્વે હસવા લાગ્યા.

"અમારી દુકાન ની પાછળ એક મોટો વાંચવાનો રૂમ પણ છે તમે ગમે ત્યારે વાંચ્વુ હોય તો આવી શકો છો."

સ્મૃતિ કહ્યું "અમે જરૂર આવીશું."

તે ઠીંગણા માણસે તેની કબાટ નીચેથી બુક્સ કાઢી અને તેને સર્વેને બતાવતા કહ્યું "આ રહી તમારી ફ્રી બુક્સ."

તેણે બધાને એક એક બુક્સ આપી જેમાં વરીનાને એક રહસ્યમય વાર્તાની બુક મળી જ્યારે સ્મૃતિ અને કાયરાને કાલ્પનિકતા ની દુનિયાનો ઇતિહાસ ની બુક મળી.કરણ અને ક્રિશ ને કોમિક બુક મળી જ્યારે છેલ્લે અર્થ ને પ્રોફેસર અનંત ની આત્મકથા મળી.

અને બુક્સ દેતા દેતા અર્થને કહ્યું "આ પ્રો.અનંત ની પોતાની ઓરીજીનલ કોપી છે તો તેને સાચવીને રાખજે બેટા તું બહુ નશીબદાર છે અને અગત્યની વાત કે આ છેલ્લીજ વધી છે." અર્થ આ સાંભળીને ખુશ થઈ ગયો.

તે સર્વે એ બુક્સ લઈને બહાર નીકળ્યા અને ત્યારબાદ સ્મૃતિ ના બતાવેલ જગ્યા એ ગયા.જ્યાં મોજાની દુકાન હતી.મોજાની દુકાન ભોંયરામાં હતી તે પણ એક ખૂણામાં.બધાજ સીડી ઉતરે છે અને દરવાજો ખોલે છે. ત્યારે એક ઘરડી પણ છતાંય તે સુંદર સ્ત્રી એ આવકાર આપ્યો.તેનું નામ શાલિની હતું. "જાદુઈમોજાની દુકાનમાં પધારવા બદલ આપનો આભાર."

કાયરા એ કહ્યું "અમારે જાદુઈ મોજા જોઈએ છીએ."

શાલિની: "હા, જરૂર આ જાદુઈમોજા ની જ દુકાન છે.સૌ પ્રથમ તમને જાદુઈમોજા વિશે ખબર છે?"

બધાએ નકારમાં માથું હલાવ્યું.

"જાદુઈમોજા એ દરેક જાદુગર નું વિભિન્ન અંગ કહી શકાય. જાદુઈમોજા તમારે પસંદ નથી કરવાના પણ તે તમને પસંદ કરશે કારણકે તે તમારી વિચારવાની ક્ષમતા અને તમારી યોગ્યતા પર આધાર રાખે છે.

ક્રિશ: "હું સમજ્યો નહીં."

"અહીં આવો બાળકો તમને જાદુઈમોજા નો ઉપયોગ તો સ્કુલમાં શીખવામાં આવશે પણ તમને યોગ્ય મોજા આપવા તે મારુ કામ છે."

બધાજ એક બ્લુ રંગ નું પાણી ભરેલું બહુ મોટા પાત્ર ની પાસે ઉભા રહી ગયા.

"બધા વારાફરતી પોતાનો હાથ પાણી માં નાખો."

ક્રિશ ડરી ને કહ્યું "હાથ.."

"ડર નહીં બેટા પાણી માં હાથ નાખી દે.મારી ઉપર વિશ્વાસ રાખ."

બધા વાર ફરતી પાણીમાં હાથ નાખે છે. ત્યારે બાદ બધાને હાથ લઈ લેવાની સૂચના મળી ને ત્યારબાદ એક પછી એક નામ શાલિની બોલી અને તેમ તેમ એક પછી એક તેમના હાથમાં મોજા આવી ગયા.

બધા ને આ નવું લાગ્યું અને શાલિની નો બધાએ આભાર માન્યો.

"બાળકો મારે દુકાન બંધ કરવાનો સમય થઈ ગયો છે.તો આપણે અહીંયાંથી વિદાઈ લઈએ."

ત્યારબાદ શાલિની ને વિદાય કહીને બધા જ બાળકો ફરીથી તે ચોપડીઓની ગલી માં આવી ગયા.સાંજ પણ પડી ગઈ હતી અને હજી પાછું છાત્રાલય પહોંચવાનું હતું.

કરણે કહ્યું "આપણે જલ્દી પહોંચવું પડશે નહીતો સ્કુલનો દરવાજો બંધ થઈ જશે અને મોડા પહોંચવાની સજા મળશે તે અલગ.

બધા જ તે વળતી ટ્રેનમાં પાછા આવી ગયા અને એક નિયમ તોડવાથી બચી ગયા.બધા જ છાત્રાલય પોતપોતાના રૂમમાં પહોંચી ગયા.આજ આખા દિવસની ભાગદોડ થી તે બધાજ સખત થાકી ગયા હતા અને તે આવીને જમ્યા બાદ સીધા સુઈ જ ગયા.


(ક્રમશ)

વધુ વાંચો આવતા અંકે...