આપણે આગળ ના ભાગ માં જોયું કે અજ્ઞાતનાથ નંદિની ને જંગલ ના દૂર ના ભાગ માં લઈ જાય છે ,અને એ જગ્યા પર થયેલી વિચિત્ર ઘટના વિષે જણાવે છે ,અને પોતે એ પ્રલય માં થી કઈ રીતે બચી ગયા એ પણ જણાવે છે ,અજ્ઞાતનાથ ને જાણ થાય છે કે એ વિચિત્ર જગ્યા પર જ પૃથ્વી ને અંતિમ વાર નંદિની એ જોયો હતો ,જેથી એમને શંકા જતાં એ પહાડ માંથી નીકળેલા પથ્થર ના ટુકડા પાસે અજ્ઞાતનાથ નંદિની ને લઈ જાય છે ,નંદની ની શોધખોળ માં ચિંતિત વિશ્વા માટે નંદિની જમીન પર દિશાસૂચક રાખી દે છે,અવિનાશ ને ગુપ્ત વિભાગ માં એક પાણી ના મોટા ઘડા માં એ રહસ્યમય પુસ્તક દેખાય છે ,જેને સ્પર્શ કરવા જતાં એને જોરદાર ઝટકો લાગે છે અને તે બેહોશ થઈ જાય છે.
ક્રમશ : ...
બે પ્રહર બાદ અવિનાશ ને પુનઃ હોશ આવે છે , એ ફરી થી એ ઘડા ની પાસે ગયો ,અને એ ઘડા માં નઝર નાખી ને જોયું ,એ સમજી ગયો કે ....આ પુસ્તક કોઈ વિશિષ્ટ પ્રકાર ના જાદુ થી રક્ષયેલું છે ,જેથી ...માયા પૂર માંથી સમગ્ર જાદુ ખતમ થઈ ગયા હોવા છ્તા આ જાદુ હજુ પણ સુરક્ષિત છે.
અવિનાશ : આ જાદુ તોડવું મારા એકલા નું કામ નથી.આ રક્ષા કવચ અત્યંત શક્તિશાળી છે.
અવિનાશ ને અચાનક નીલાંજના એ કહેલાં શબ્દો યાદ આવ્યા કે જેની આત્મા શુદ્ધ હશે એ જ આ પુસ્તક નું રક્ષા કવચ તોડી શકશે.
અવિનાશ : અરે હા...... મારે અહી કોઈ એવા વ્યક્તિ ની જરૂર છે જેની આત્મા શુદ્ધ હોય , એજ વ્યક્તિ આ પુસ્તક આ ઘડા માંથી બહાર કાઢી શકશે.અને એવું વ્યક્તિ તો ફક્ત નંદિની છે ,મારે નંદિની ને અહી લાવવી પડશે .. હવે અહી સમય વ્યર્થ કરવાનો કોઈ મતલબ નથી ,એમ પણ ત્રીજો દિવસ શરૂ થઈ ગયો છે ...અને બધા એ મહેલ માં પરત આવી ચૂક્યા હશે,મારે મહેલ પહોચી જવું જોઈએ.
અવિનાશ એ ગુફા માંથી બહાર નીકળીને મહેલ તરફ જવા નીકળી ગયો.
અહી સ્વરલેખા અને વીરસિંઘ પણ કોઈ પણ સફળતા હાથ ના લગતા મહેલ તરફ વળ્યા,અને એ જ રીતે અંગદ ,મનસા અને આર્દ્રા પણ મહેલ તરફ નીકળવા કૂચ કરી ગયા.
અહી નંદની એ આંખો બંદ કરી એ પથ્થર પર હાથ મૂક્યો ત્યાં એક ધીમો અવાજ નંદિની ના કાન માં પડ્યો .....
નંદિની ......નંદિની ....
નંદિની એ તરત આંખો ખોલી દીધી ....
નંદીની એ તરત જ અજ્ઞાતનાથ તરફ જોયું
નંદિની : અજ્ઞાતનાથ જી .....આ મારો પૃથ્વી જ છે.
એના આંખ માં અશ્રુ હતા ,આજે વર્ષો બાદ એને એના પૃથ્વી ની ગુંજ સાંભળી.આ જોઈ અજ્ઞાતનાથ પણ પોતાની ભાવનાઓ રોકી શકયા નહીં.
નંદિની : પૃથ્વી ..હું જાણું છું ,,તું અંદર છે ...પરંતુ તને બહાર કેમ કરી ને લાવું એ સમજાતું નથી.
અજ્ઞાતનાથ : એ તો મને પણ સમજાતું નથી નંદિની ...વર્ષો થી આ શીલા એ એમ જ મારી પાસે છે,એવી જ મજબૂત રીતે, મે ઘણી વાર એનું રહસ્ય જાણવા માટે એને તોડવા નો પ્રયત્ન કર્યો છે,પરંતુ ....હું દરેક વખતે નાકામ રહ્યો છું.
નંદિની : મારો પૃથ્વી એક પથ્થર માં પરિવર્તિત થઈ ગયો છે ....યાતના સહન કરી રહ્યો છે અને હું મૂર્ખ ....શાંતિ થી બેસી રહી.
અજ્ઞાતનાથ : એમાં તારી કોઈ ભૂલ નથી નંદની ......એમાં કોઈ ની ભૂલ નથી ,બસ પરિસ્થિતી જ એવી હતી ,પરંતુ તારો પ્રેમ તને એની પાસે ખેંચી લાવ્યો ....એના થી સુંદર શું હોય શકે ?
અને આ પ્રેમ જ પૃથ્વી ને આ બંધન માંથી મુક્ત કરશે.
એટલું બોલતા પહેલા તો વિશ્વા અને અરુણરૂપા ત્યાં આવી પહોચ્યા , વિશ્વા એ અજ્ઞાતનાથ ને જોયા વગર જ એને નંદિની ના અપહરણ કર્તા સમજી ને એના પર હુમલો કરી દીધો.અને એમને ધરાશાયી કરી નાખ્યા.
નંદની એ જોયું અને તરત એ દોડી ને વિશ્વા પાસે પહોચી.
નંદિની : વિશ્વા ...એમને મુક્ત કર.... એ દુશ્મન નથી ... એ અજ્ઞાતનાથ છે.
નંદિની ના શબ્દો ....વિશ્વા ના કાન માં પડ્યા.એને પોતાની પકડ ઢીલી કરી ..અને દૂર ખસી ગઈ,નંદની એ અજ્ઞાતનાથ એ ઊભા કર્યા.
વિશ્વા : અજ્ઞાતનાથ ? આપ અહી ? આ હાલત માં ? મને ક્ષમા કરશો ...મને લાગ્યું કે ...
અજ્ઞાતનાથ : તને લાગ્યું કે મે નંદિની નું અપહરણ કર્યું ,અને અહી લઈ આવ્યો....
વિશ્વા : હા મને માફ કરો.પરંતુ ...
નંદિની : હું તને બધુ સમજવું છું....
નંદિની એ વિશ્વા અને અરુણરૂપા ને બધુ જ વિગતવાર સમજાવ્યું.
વિશ્વા ને જેવી જાણ થઈ કે આ પથ્થર જ પૃથ્વી છે ... એ ધીમે ધીમે એ પથ્થર પાસે પહોચી.....
એની આખો એના દર્દ થી છલકાઈ રહી હતી.
વિશ્વા એ પણ પથ્થર પર પોતાનો હાથ મૂક્યો.
અને અંદર થી અવાજ આવ્યો .....વિશ્વા ................
વિશ્વા એ તરત આંખો ખોલી દીધી.
વિશ્વા : નંદિની ..મારો ભાઈ જીવિત છે.મારો પૃથ્વી જીવિત છે.
નંદિની અને વિશ્વા એક બીજા ને ગળે લાગી ગયા.
નંદની : હા વિશ્વા ...પૃથ્વી આ પથ્થર માં જ છે ...પરંતુ એને આમાં થી મુક્ત કઈ રીતે કરીશું ?
વિશ્વા : જો કોઈ સાધારણ શીલા હોત તો ,માત્ર એક જ પ્રહાર થી તોડી નાખત , પરંતુ અંદર મારો પૃથ્વી છે.
થોડી વાર મૌન સાધ્યા બાદ અરુણ રૂપા બોલ્યા.
અરુણરૂપા : તું ચાહે તો પણ આ શીલા ને ના તોડી શકે વિશ્વા.
વિશ્વા : મતલબ ?
અરુણરૂપા : આ કોઈ સાધારણ શીલા નથી.આ શીલા પૃથ્વી નું શરીર છે જે પથ્થર સાથે સમાઈને એકરૂપ થઈ ચૂક્યું છે,અને તમને જે અવાજ સંભળાઈ રહ્યા છે તે બેશક પૃથ્વી ના જ અવાજ છે ,જે પૃથ્વી ના મન ના તાર થી જોડાયેલા છે ,એટ્લે માત્ર એના સાથે જોડાયેલા લોકોજ એ ધ્વનિ ના તરંગ સાંભળી શકે છે.
નંદિની : મતલબ કે પૃથ્વી એની મન ની ભાષા થી આપની સાથે વાત કરી રહ્યો છે ?
અરુણરૂપા : એમ ના કહી શકાય કે એ વાત કરી રહ્યો છે ,બસ એના મન ના ભાવ એક ધ્વનિ તરંગ બની ગુંજી રહ્યા છે.
વિશ્વા : તો હવે શું કરવું જોઈએ ?
અરુણરૂપા : જ્યાં સુધી મને લાગે છે ... પૃથ્વી એક અતિઊંડાણ વાળી સુષુપ્તાવસ્થા માં ચાલ્યો ગયો છે.
પૃથ્વી એક અત્યંત શક્તિશાળી vampire છે ,એટ્લે એ પ્રલય માં પણ પોતાના પ્રાણ બચાવી શક્યો ,પ્રલય તીવ્ર હોવા છતાં પૃથ્વી માં પંચમહાભૂત ની શક્તિ સમાહિત હતી.જેમાં પૃથ્વી મહાભૂત એ એની રક્ષા રૂપે એની ફરતે એક કવચ બનાવી દીધું.પરંતુ માયાપૂર માંથી સમગ્ર જાદુ નો નાશ થતાં ...બધી જ શક્તિઑ એ પંચમહાભૂત માં વિલીન થઈ ગઈ.
એ ઘટના થી પૃથ્વી ના પ્રાણ તો બચી ગયા પરંતુ ... એનું શરીર સુષુપ્ત અવસ્થા માં ચાલ્યું ગયું.
જેથી એ વર્ષો સુધી આ પથ્થર માં કેદ થઈ ગયો.
નંદિની : મતલબ કે પૃથ્વી ને એની સુષુપ્ત અવસ્થા માથી બહાર લાવવો પડશે.
વિશ્વા : હા એને સુષુપ્તાવસ્થા તૂટશે તો જ આ પથ્થર તૂટશે.
નંદિની કઈક વિચાર કરી રહી હતી .....
નંદિની : વિશ્વા ... તું પણ તો ઘણા વર્ષો સુધી સુષુપ્તાવસ્થા માં હતી...
વિશ્વા : હા નંદિની ....પરંતુ એતો મને મંત્ર થી એ અવસ્થા માં જબરદસ્તી મોકલવામાં આવી હતી ,અહી પૃથ્વી ની પરિસ્થિતી અલગ છે.
અરુણરૂપા : પરંતુ બની શકે કે ....જે રીતે તને એ અવસ્થા માંથી બહાર લાવ્યા પૃથ્વી પણ આવી જાય.
તું કઈ રીતે આવી હતી બહાર ?
વિશ્વા : જ્યાં સુધી મને યાદ છે ...રક્ત ની ગંધ અને સ્પર્શ થી હું પુનઃ જાગૃત થઈ હતી.
અરુણરૂપા : હા બિલકુલ ...પૃથ્વી પણ તો vampire છે , એ પણ ઘણા વર્ષો થી રક્ત ની પ્યાસ માં હશે ....મને લાગે છે કે રક્ત જ એની આ અવસ્થા તોડી શકશે.
વિશ્વા : હા પરંતુ ...અત્યારે કોઈ પ્રાણી નું રક્ત ક્યાથી મળશે ?
નંદની : હું આપીશ રક્ત ....
વિશ્વા : નહીં નંદિની ...બિલકુલ નહીં ......તારું રક્ત નું બલિદાન ના આપી શકું .
નંદિની : કેમ નહીં ? પૃથ્વી મારો પ્રાણ છે , એ મારી અધૂરી આત્મા છે ... આ શરીર પણ એનું છે અને એના માં રહેલી રક્ત ની દરેક બુંદ પણ.
વિશ્વા : તું સમજી નથી રહી નંદિની .....પૃથ્વી ફક્ત પ્રાણીઓ ના અમુક અંશ રક્ત નું જ પાન કરે છે , એ કોઈ મનુષ્ય નું રક્ત પાન ના કરી શકે .
નંદની : કેમ ?
વિશ્વા : કારણ કે ...જો કોઈ મનુષ્ય નું રક્ત એને ચાખ્યું તો ....બની શકે કે એ પુનઃ ......
નંદિની : પુનઃ શું વિશ્વા ?
વિશ્વા : એ પુનઃ આદમખોર બની શકે છે .
નંદની : હું પૃથ્વી ને જાણું છું ... એ આદમખોર ના બની શકે,અને અત્યારે બીજો કોઈ વિકલ્પ નથી વિશ્વા ,મારે જ રક્ત આપવું પડશે,તું નથી ઇચ્છતી કે પૃથ્વી આપની પાસે આવી જાય.
વિશ્વા : ઠીક છે .
નંદની : બસ તો હું જ રક્ત આપવા સજ્જ છું.
અજ્ઞાતનાથ : એક ક્ષણ થોભી જા નંદની ....
તું મારી પુત્રી સમાન છે ....તારા પ્રાણ અને તારું રક્ત બંને ખૂબ જ કીમતી છે ,જેથી પૃથ્વી ના નવજીવન માટે હું આપીશ રક્ત.
નંદિની : પરંતુ ...આપ
અજ્ઞાતનાથ : થોડાક રક્ત નો જ સવાલ છે નંદિની .એમ પણ હું ખૂબ જ લાંબુ જીવન ગાળી ચૂક્યો છું ...હું તો સાત વર્ષ પહેલા જ મરી ચૂક્યો હતો ...આતો પૃથ્વી એ મને જળ અને અન્ન શોધવા માં મદદ કરી જેથી હું આટલા વર્ષ જીવી શક્યો ...જેથી હું આજીવન પૃથ્વી નો ઋણી છું ....અને હવે મને બદલા માં કઈક કરવાનો મોકો મળ્યો છે તો હું કઈ રીતે ચૂકી શકું.માટે તમે લોકો મને મારી ફરજ પૂરી કરવા ની અનુમતિ આપો.
વિશ્વા અને નંદિની એ અજ્ઞાતનાથ ને ખૂબ સમજાવ્યા પરંતુ એ એકના બે ના થયા.
અહી આ બાજુ.
ત્રીજો દિવસ પણ પૂરો થયો
અવિનાશ મહેલ પહોચી ચૂક્યો હતો.પરંતુ બીજું કોઈ પણ ત્યાં પહોચ્યું ના હતું.
થોડાક કલાકો બાદ વીરસિંઘ અને સ્વરલેખા મહેલ પહોચ્યા.
એના થોડાક સમય બાદ અંગદ ,મનસા અને આર્દ્રા પણ ત્યાં આવી પહોચ્યા.
અવિનાશ એ એ લોકો પાસે જાન્યુ કે કોઈ સફળતા પ્રાપ્ત થઈ નથી.અવિનાશ એ જણાવ્યુ કે એને એ પુસ્તક તો ખોજી લીધું છે પરંતુ એને પ્રાપ્ત કરવા માટે કોઈ શુદ્ધ આત્મા થી જરૂર છે ,જેથી નંદની એ ત્યાં જવું પડશે.
અવિનાશ : નંદની ,વિશ્વા અને માતા ક્યાં છે ?
એ લોકો હજુ સુધી અહી કેમ નથી પહોચ્યા ? કોઈ મુસીબત માં તો ...
સ્વરલેખા : ના ....એવું કઈ નહીં હોય ...તું વ્યર્થ માં શંકા ના કર.
એવું પણ બની શકે કે એ લોકો ને પૃથ્વી વિષે કોઈ સમાચાર મળ્યા હોય .
અંગદ : અહી અવિનાશ પણ સાચો હોય શકે અને સ્વરલેખાજી પણ.મને લાગે છે કે આપણે પણ એ તરફ જવું જોઈએ.
અવિનાશ : ઠીક છે ...અંગદ આપણે બંને એ દિશા તરફ જઈશું ....વીરસિંઘ જી આપ ,સ્વરલેખા મનસા અને આર્દ્રા અહી જ રોકાવ ...જેથી કદાચ એ લોકો અહી આવી જાય તો એમને જાણ રહે.
અને કદાચ આજ સંધ્યા સુધી માં એ લોકો આવી જાય તો સૂર્યાસ્ત સમયે ...આપ આ મહેલ ની સૌથી ઊંચી ટોચ પર થી ધુમાડો કરી ને અમને સંકેત આપજો ......જેથી અમે ત્યાં થી પરત આવી જઈએ ....અન્યથા અમે જંગલ માં આગળ સુધી એમને શોધવા નીકળી જઈશું.
વીરસિંઘ : ઠીક છે.
અવિનાશ અને અંગદ બંને એ દિશા તરફ એમને શોધવા નીકળી ગયા.
અહી આ બાજુ અજ્ઞાતનાથ એ કહ્યા અનુસાર .....
એ પથ્થર પાસે ગયા અને પોતાના હાથ પર તીક્ષ્ણ ધાતુ થી ઘા કરી ને રક્ત વહેવડાવ્યું.
રક્ત ની થોડીક ધાર એ પથ્થર પર પડી.
બધા એક ટસે એ પથ્થર તરફ જોઈ રહ્યા હતા.અડધા ખોબા જેટલું રક્ત એ પથ્થર પર એકત્રિત હતું ....હવે તો અજ્ઞાતનાથ ના હાથ માથી રક્ત પણ થીજી ગયું.
ઘણો સમય વીતી ગયો પણ કઈ જ પ્રતિક્રિયા થઈ રહી હતી નહતી.
નંદની હજુ પણ એક ટસે એ પથ્થર તરફ જોઈ રહી હતી ,એ માત્ર એક સામાન્ય ઇશારા ની રાહ જોઈ રહી હતી.
આમ થોડોક સમય વીતી ગયો.
અરુણરૂપા : મને લાગે છે કે ...કદાચ પૃથ્વી ને પુનઃ જાગ્રત કરવો સરળ નથી.
એવા માં એવો અવાજ આવ્યો જાણે કોઈ જમીન પર પડેલા સૂકા ઝાડ ના પત્તા પર પગ પડતાં અવાજ થાય એવો.
અને એ રક્ત જ્યાં એકત્રિત હતું ત્યાં પરપોટા થવા લાગ્યા.
નંદની અને વિશ્વા ભાગી ને ત્યાં પહોચી ગયા.
એમને ધ્યાનપૂર્વક જોયું તો રક્ત ધીરે ધીરે પથ્થર માં ઉતરી રહ્યું હતું..થોડીક ક્ષણો માં એ રક્ત વાળી જગ્યા કોરી થઈ ગઈ .....
ત્યાં વિશ્વા એ ધ્યાન થી જોયું તો માથા ના વાળ જેટલી સૂક્ષ્મ એક તિરાડ પથ્થર ચોસલા પર દેખાતી હતી.
અરુણરૂપા અને અજ્ઞાતનાથ એ પણ આ જોયું.
અરુણરૂપા : મારો અંદાજ સાચો નીકળ્યો,પૃથ્વી સુષુપ્તાવસ્થા માં જ છે ,અને એ હવે રક્ત નું પાન કરી રહ્યો છે.
અજ્ઞાતનાથ : પરંતુ આટલા વર્ષો તરસ માટે આટલું રક્ત પર્યાપ્ત નથી.મારે એને થોડુક હજુ વધારે રક્ત આપવું જોઈએ.
અરુણરૂપા : શું આપ સાચે એ કરવા ઈચ્છો છો ?
અજ્ઞાતનાથ : હા ..... પૃથ્વી એ પહેલા મારા પ્રાણ બચાવ્યા ...હું હવે એના બચાવીશ ...એ વાત નો મને સદાય આનંદ રહશે.
નંદિની : હું આપનો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું.
અજ્ઞાતનાથ : એવું કહી ને મને લજ્જિત ના કરીશ ..બેટા ....
અજ્ઞાતનાથ એ એમના બીજા હાથ પર ધાતુ થી ઘા કર્યો અને આ વખતે થોડો મોટો ઘા કર્યો ...
અને રકત વહેડાવ્યું ....... આ વખતે એમને એ તિરાડ પર જ પોતાનો ઘા ધરી દીધો.
હવે રક્ત ખૂબ જ ઝડપ થી એ તિરાડ માં ઉતરી રહ્યું હતું.
અજ્ઞાતનાથ થોડી પીડા ની અનુભૂતિ કરી રહ્યા હતા.પરંતુ એ પોતાના સ્થાન થી હટયા નહીં,
એ તિરાડ પણ હવે મોટી અને લાંબી થઈ રહી હતી.
અરુણરૂપા : અજ્ઞાતનાથ જી ...આપ એ હવે ત્યાં થી હટી જવું જોઈએ.... આપ ઘણું રક્ત આપી ચૂક્યા છો.
અજ્ઞાતનાથ ના કાનો માં હવે શબ્દ પડી રહ્યા ના હતા ..... એમનું શરીર એકદમ સફેદ પડી ગયું.
નંદની : અજ્ઞાતનાથ જી નું શરીર એકદમ સફેદ પડી ગયું છે.
એક ક્ષણ માં તો અજ્ઞાતનાથ એ પથ્થર પર ઢળી પડ્યા.
વિશ્વા એ તુરંત એમની પાસે પહોચી ,એને જઇ અજ્ઞાતનાથ ને ઉઠાવ્યા તો જોયું કે એમનું શરીર એકદમ બરફ ની જેમ ઠંડુ અને સફેદ પડી ગયું હતું,જાણે એમને શરીર માં રક્ત ની એક પણ બુંદ બચી ના હતી.
નંદની એ એમને પોતાના ખોળા માં લીધા .
પણ એ તૂટક તૂટક બોલી રહ્યા હતા.
અજ્ઞાતનાથ : ન ...... નંદિની ....... તું ....અ ........અને પૃથ્વી ....હ .....હમેશા ...... માટે એક થઈ જશો તો મ.........મારૂ જીવન ....સફળ ...થ ....થઈ જશે.
વિશ્વા ના આંખ માં થી આંસુ સરી પડ્યા.
અજ્ઞાતનાથ ના શ્વાસ થંભી ગયા. એમને પોતાના પ્રાણ ત્યાગી દીધા.
નંદની ચોધાર આંસુએ રડી પડી એણે એમના ખુલ્લા નેત્ર બંદ કર્યા.
વિશ્વા અને નંદની અજ્ઞાતનાથ નું શરીર એમની ઝૂપડી પાસે લઈ ગયા.
ત્યાં અચાનક એ શીલા માં ચારે તરફ તીરડો પડવા લાગી ....નંદની ,વિશ્વા અને અરુણરૂપા થોડાક દૂર ખસી ગયા.
એક પ્રચંડ વિસ્ફોટ સાથે એ પથ્થર ના ટુકડે ટુકડા થઈ ગયા.......
એ વિસ્ફોટ ના ધુમાડા માંથી લાલ આંખો , લોહી થી ખરડાયેલા લાંબા મોટા fangs સાથે પૃથ્વી બહાર આવ્યો.........
ક્રમશ: ........
નમસ્કાર વાચક મિત્રો ,
આપ સૌ ના comments અને messages વાંચી ને ખૂબ જ આનંદ થયો . આપ સૌના આ અપાર સ્નેહ ,પ્રેમ અને novel પ્રત્યે દાખવેલા રસ માટે આપનો ખૂબ ખૂબ આભારી છું.
આ ભાગ માં પણ આપના અમૂલ્ય પ્રતીભાવ આપશો .
આભાર.