પ્રકરણ-12
તટૂથ બિહાઇન્ડ લવ
સ્તુતિ- સ્તવન સાથે અનાર અને નીલમની વાતો કરી રહી હતી. જાણીને સ્તવનને દુઃખ પહોંચેલુ કે આ શું થઇ ગયું આ બધુ શું ચાલી રહ્યું છે સમાજમાં ? અને સ્તુતિએ કહ્યું હું પછી ફોન કરું છું શ્રૃતિનો ફોન આવે છે.
સ્તવને કહ્યુ "તું શાંતિથી વાત કરી લે હું પણ થોડી ચા પી લઊં પછી તું ફોન કર એમ કહીને ફોન કાપ્યો.
સ્તુતિએ વારંવાર આવતાં શ્રુતિનાં ફોનને રીસ્પોન્ડ નહોતી કરી શકતી અને જેવો ફોન સ્તવનનો કટ થયો અને એણે ફોન ઉપાડ્યો સ્તુતિએ ક્યું શું થયું શ્રૃતિ બોલ "કેમ આટલાં ફોન કરે ?
શ્રૃતિએ ક્યું. "અરે દીદી... મને વિચાર આવ્યો કે આપણે નીલમને ત્યાં સાથે જ જઇએ હું નીલમને ફોન કરું છું. કે અમે આઇયે છીએ કંઇક કામ છે અને પછી અનારને ફોન કરું આવવા સાથે જ.
સ્તુતિએ ક્યું "પણ તું ક્યાં છે તો અત્યારે ? શ્રૃતિએ ક્યું "અને પાપાએ આપણી ફીઝ કરી દીધી હતી એની રીસીપ્ટ બાકી હતી મને થયું તું ઘરમાં બધુ પરવારે ત્યાં સુધીમાં હું આ લઇ આવું અને પછી ફાઇલ કરી દઊં... પછી આટલે આવીને વિચાર આવ્યો કે નીલમને ત્યાં જઇ આવવું છે ? તો એ જઇ આવીએ પછી આવીને જઇશું... તું લોક કરીને અહીં ઇન્સ્ટીટ્યુટ વાળા બિલ્ડીંગમાં જ આવીજા ત્યાં સુધી અનારને પણ હું બોલાવી લઊં એકલી જઊં એનાં કરતાં તમે લોકો સાથે હોવ તો સારું પડે.
સ્તુતિએ થોડું વિચારીને ક્યું "ઓકે ઠીક છે તું અનારને બોલાવી લે હું તૈયાર થઇને લોક મારીને નીકળું છું... મારે સ્તવનનો ફોન ચાલતો હતો. એટલે તારો ફોન.. એ વાક્ય પુરુ કરે એ પહેલાં જ શ્રૃતિ બોલી "તમેં બધું જ એને કહી દીધું નથી ને ? સ્તુતિએ થથરતા અવાજે ક્યું "મેં તો એને બધુ જ કહી દીધું શ્રૃતિ બોલી "મને ખબર જ હતી તારાં પેટમાં વાત ટકે જ નહીં. પહેલી બધી વાત એને જ કહે... તને સમજણ પડે છે દીદી... એ ત્યાં જરૂર વિના ટેન્શનમાં આવશે... અહીં દોડી તો નહીં આવે એનું મગજ બગાડ્યાની જરૂર શું હતી ? અને આ તારીતો ફ્રેન્ડ હતી નહીં... તારામાં ધીરજ જ નથી દીદી. ખાલી એને પરેશાન જ કર્યો.
સ્તુતિ કહે "હવે કહેવાઇ ગયું બહું બોલ બોલ કરી મને ગિલ્ટ ના કરાવ.. હું એનાંથી કંઇ બધુ જ બતાવવા જોઇએ મને તો જ હું બીજું કહી શકું.
શ્રૃતિ કહે પણ પછીના જણાવાય ? સમય સ્થિતિ જોઇને... હજી આપણને પણ બધી જ ક્યાં ખબર છે ? તું બધું જાણીશ પછી જ કહી શકીશને એને હવે.... તો એણે ઉદ્ધવેગ કરાવવાની ક્યાં જરૂર હતી ? ઠીક છે ચાલ જેવાં એનાં પણ નસીંબ... કરવા દે એને ઉદ્વેગ... હસીને કહે... ચાલ તું તૈયાર થઇને આવીજા રાહ જોઊં છું અને અનારને પણ ફોન કરું.
સ્તુતિએ ઓકે કહીને ફોન કાપ્યો. પોતે પણ વિચારમાં પડી ગઇ. શ્રૃતિની વાત સાચી છે મારે તરત જ બધુ જ સ્તવનને કહી દેવાની ક્યાં જરૂર હતી ? બધું જ જાણ્યાં પછી ના કહેવાય ? એ કેટલો ડીસ્ટર્બ થઇ ગયો. અનાર-નીલમની વાત થી એ મારા અ શ્રૃતિ અંગે ચિંતા કરતો થઇ ગયો. હું પણ... એમ વિચારતી તૈયાર થવા લાગી અને તૈયાર થઇને બધે લોક કરીને એ સ્ટેશન રોડ જવા નીકળી ગઇ.
******
શ્રૃતિ અને અનારે જોયું કે સ્તુતિ આવી રહી છે એટલે એ લોકો એનાં તરફ આગળ વધ્યાં. સ્તુતિ કહે "ઓહો ચાલો અનાર પણ આવી ગઇ છે સારું થયું. શું શું શ્રૃતિ તેં નીલમને ફોન કર્યો.
શ્રૃતિ કહે "મેં બહુ ફોન કર્યો પણ એ ફોન જ ઉપાડતી નથી રીંગ વાગે છે બહુ રીંગ વાગ્યા પછી એનાં નાનાં ભાઇએ ફોન ઉપાડ્યો અને ક્યું "ઓ શ્રૃતિ દીદી.... અરે નીલમ દીદીતો ઉઠીને પાછા જ સૂઇ ગયાં છે ખબર નથી આજે શું થયું છે... ઊંધ્યા જ કરે છે તમે આવવા નીકળો છો ? ભલે આવો પછી મારે કોલેજ જવું છે માં મારું ટીફીન ભરે છે.
શ્રૃતિ એ એને ક્યું ચિંતા ના કર અમે આવીએ છીએ તું તારે જા. અને આવી વાત કરી ફોન મૂક્યો છે.. ચાલે આપણે એનાં ઘરે પહોચીએ. આ બધી એનાં શરીર પર પાછળથી બધી અસર છે... મને થાય એ વાત કરશે કે કેમ ?
અનાર કહે જે હોયએ આપણે જઇએ તો ખરાજ ત્યાં જઇને જે થાય એ. સ્તુતિ કહે પણ એની મોમ તો ઘરે જ હશે ખૂબ સાચવીને વાત કરવી પડશે એની બહેન પાર્લર પર હશે.
શ્રૃતિ - સ્તુતિ અને અનાર ત્રણે જણાં નીલમનાં દરે પહોંચયા. એનો સેકન્ડ ફલેર પર નાનો ફલેટ હતો. મીડલ કલાસ લોકાલીટી હતી પણ બધું સ્વચ્છ હતું એ લોકોએ ડોરબેલ વગાડ્યો અને નીલમની મંમીએ દરવાજો ખોલ્યો. આ ત્રણેને જોઇને આંખમાં ખુશી અને દુઃખ જાણે બંન્ને હતાં. દરવાજો ખોલતાં જ બોલી ઉઠ્યા એમનાં મનની ચિંતા બહાર કાઢી....
સારું થયું તમે લોકો આવ્યા.. આ મોટી પાર્લર પર ગઇ. નાનો કોલેજ પછી કામ પર જવા નીકળી ગયો અને આ નીલમડી એકતો રાત્રે મોડી આવી.. ભગવાન જાણે કેવી રીતે આવી... મોટીએ દરવાજો ખોલેલો હું તો સવારે ઉઠી ત્યારે ઊંધતી જ હતી. મોટીએ ઉઠાડી તો ફ્રેશ થઇ ચા નાસ્તો કરીને ફરીથી સૂઇ ગઇ. ભગવાન જાણે રાત્રે ક્યાં ગઇ હતી અને શું કરીને આવી છે ? મને ખૂબ ચિંતા થાય છે... કામ કરતાં કરતાં ઠાકોરજીને અવજીજી કરું છું આ છોકરીને શું થયું છે ? કેમ ઊંઘમાં કહે ? હું સાવ અભણ બાઇ. ક્યાંય બહાર નીકળી નથી એનો બાપ ગયો પછી બધુ. મારાં માથે છે. મોટી નોકરી કરે... મોટો જુદો થઇ ગયો.. નાનો હજી ભણે છે આ દિકરી આમતો સાવ શાંત છે પણ ખબર નથી પડતી શું થશે તમે લોકો આવ્યા છો પૂછજો એને... મને ખૂબ ચિંતા થાય છે આ શહેરમાં મોડી રાત સુધી ભટકાય ? તમે જ કહો. મને એવું કહીને ગયેલી... માં નવી નોકરી છે ઘણી બધી જગ્યાએ જવું પડે તું ચિંતા ના કર. પણ કાલે તો હદ થઇ છે.
આવા પૈસા શું કામનાં ? સાથે કાલે કેટલી ગીફટ લઇને આવી છે. આપણે કામ છે ? ખબર નહીં એણે કાલનાં પછી હોઠ દબાવીને ચૂપ થઇ ગયાં.
શ્રૃતિએ ક્યું "આંટી તમે ચિંતા ના કરો અમે એટલેજ આવ્યા છીએ. સવારે ફોન કર્યો ઉપાડ્યો નહીં એટલે મળવા રૂબરૂ આવ્યા.
નીલમની માંએ ક્યું "ઊંઘે ત્યારની એનો ફોનમાં રીંગ જ વાગ્યા કરે છે ખબર નહીં કોનાં આટલા ફોન આવે છે અને હું તો હવે વધારે બોલતી નથી કહેવા જઊ તો વચકડાં લે છે કે તને ખબર ના પડે અત્યારનાં જમાનાની તું ઠાકોરજીની સેવા કર બધુ બરોબર જ છે આમ કહીને મને ચૂપ કરી દે છે. મોટીએ એવું કહે છે "માં તું ચિંતા ના કર એ નવી નવી નોકરીમાં લાગી છે એટલે થયાં કરે... પછી મેં તો છોડી દીધું છે એ લોકો જાણે અને મારો ઠાકોરજી હું પણ શું કરું ?
સ્તુતિ અને અનાર એકબીજા સામે જોઇ રહ્યાં શ્રૃતિએ સાંત્વના આપીને કહ્યું "આન્ટી તમે તમારાં રૂમમાં આરામ કરો અને વાત કરીએ છીએ. એમ કહે ત્રણે જણાં નીલમનાં રૂમમાં આવ્યાં. આન્ટી એમનાં રૂમમાં ચાલ્યા ગયો.
નીલમ એનાં બેડ પર જાણે દિવસોની ઊંઘ લઇ રહી હોય એમ ઊંઘતી હતી. શ્રૃતિએ નીલમને ઢંઢોળી ઉઠાવવા પ્રયત્ન કર્યો એ એની બરોબર સામે બેઠી... સ્તુતિ અને અનાર પાછળ બેઠાં.
શ્રૃતિએ નીલમને ખૂબ ઢંઢોળી એટલે નીલમે ઝીણી આંખે જોયું અને શ્રૃતિને જોતાં જ બેઠી થઇ ગઇ અને બોલી.. અલી તું અહીં અત્યારે ? પછી સ્તુતિ અને અનારને પણ જોઇ.. પછી એની આંખો ઢળી ગઇ અને સંકોચમાં પડી ગઇ.
શ્રૃતિએ ક્યું "નીલમ શું ચાલે છે આ બધું ? તું સવારથી ઉઠી જ નથી ઊંધ્યા કરે છે આંટી પણ ફરિયાદ કરે છે ? તું કાલે ક્યાં હતી શું શું થયું છે ? બધુ કહીશ ?
નીલમ થોડીવાર શ્રૃતિ- સ્તુતિ અને અનાર સામે જોઇ રહી અને પછી અચાનક જ ધુસ્કે ધુસ્કે રડવા માંડી અને શ્રૃતિને વળગીને જાણે રડીને જ બધું કહી રહી હતી.
સ્તુતિએ ઉઠીને નીલમનાં રૂમનો દરવાજો બંધ કર્યો. નીલમે જોયું અને એ આંસુની ધાર વધુ નીકળી અહી. એ હીબકા લેતી લેતી બોલવા ગઇ.. શ્રૃતિ હું એક જગ્યાએ ખોટી ફસાઇ ગઇ છું મારીજ ભૂલ છે.. મને કંઇ જ ખબર નહોતી અને પૈસા વધારે મળશે એ લાલચે અને કાયમ માટે મોટી કમાણી થયાં કરશે એ વિચારે હું ત્યાં જવા તૈયાર થઇ અને હું ત્યાં ગઇ તો ખરી.. પણ પછી પાછા પગલાં થાય એવાં નહોતાં. .. મને પીણામાં કંઇક આપ્યુ પછી... અનાર સામે જોઇ બોલી ત્યાં તો મેકવાન હતો... પણ પછી હું ભાન જ ગૂમાવી રહેલી...
પ્રકરણ - 12 સમાપ્ત.