Be Pagal - 27 in Gujarati Love Stories by VARUN S. PATEL books and stories PDF | બે પાગલ - ભાગ ૨૭

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

બે પાગલ - ભાગ ૨૭

જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી.
આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત.
લગભગ ૩:૦૦ વાગ્યાનો સમય છે. ઘરમા લગ્ન નિમીત્તે થતી દરેક રસમો ખુબ જ સાદાઈથી ચાલી રહી છે. જીજ્ઞાના પિતા એટલે કે ગીરધનભાઈ પણ પોતાની દિકરી ખુશ છે કે દુઃખી એની પર્વાહ કર્યા વગર માથે શાફો બાંધીને ગુમાનથી ફરી રહ્યા છે. ગરમા આવેલા દરેક મહેમાનો આ લગ્નથી ખુશ હતા સિવાય જીજ્ઞાના મામાના પરિવાર અને ચંપાબા. ચંપાબા ભલે જીજ્ઞાને કંઈ પુછે નહીં પરંતુ તે જીજ્ઞાનો ચહેરો જોઈને જ અંદાજ લગાવી લેતા કે એ ખુશ છે કે દુઃખી.
એક તરફ બધા લગ્નની મજા લઈ રહ્યાં હતાં અને એક તરફ પોતાના રૂમમાં હાથમાં પોતાની સ્વર્ગવાસી માતાનો ફોટો લઈને જીજ્ઞા પોતાનુ દુઃખ પોતાની માતા સાથે શેર કરી રહી હતી.
જીજ્ઞાની આખોમાના આસુ અને મોમાથી નીકળતા દરેક શબ્દો જીજ્ઞાના દરેક આસુનો હિસાબ આપી રહ્યા હતા.
કાશ મમ્મી તુ અહીં હાજર હોત. તો તુ આજે મારા આ લગ્ન થવા જ ન દેત. મમ્મી ક્યા છે તુ મને તારી ખુબ જ જરૂર છે. જ્યા ક્યા પણ હોય તુ મારી પાસે આવી જા પ્લીસ. મમ્મા પ્લીસ...જીજ્ઞા ભાવુક થઈને શુ બોલી રહી હતી તેની તેને કોઈ ખબર જ નહોતી.
દિદિ તુ રડે છે... પાછળ સંતાઈને ઉભેલા જીજ્ઞાના માસુમ ભાઈએ કહ્યું.
નાના ભાઈનો અવાજ સાંભળતા જ જીજ્ઞા ફટાફટ પોતાના આસુ લુછે છે અને પોતાના ભાઈ તરફ જુએ છે.
અરે નાનકા તુ અહીં શુ કરે છે... જીજ્ઞાએ પોતાના નાના ભાઈને કહ્યું.
તમે રડતા હતા દિ... જીજ્ઞાના ભાઈએ પુછ્યું.
જીજ્ઞા પોતાના ભાઈના બંને હાથ પોતાના હાથમાં લે છે અને તેને પ્રેમથી સમજાવે છે.
ના એ તો જરાક મમ્મા યાદ આવી ગયા હતા એટલે બાકી હુ તો ખુબ જ ખુશ છુ. આજે મારા લગ્ન છે અને તુ અહીં શુ કરે છે બહાર જા અને એન્જોય કર...જીજ્ઞાએ ખોટુ બોલીને પોતાના નાનકા ભાઈને સમજાવતા કહ્યુ.
મને મમ્માએ તમારૂ ધ્યાન રાખવાનુ કહ્યું હતું... જીજ્ઞાના ભાઈએ કહ્યું.
ઓહ અચ્છા તો તુ મારૂ ઘ્યાન રાખતો હતો. ગુડ હુ બિલકુલ ઠિક છુ તુ બહાર જા અને એન્જોય કર... જીજ્ઞાએ પોતાના ભાઈને સમજાવતા કહ્યુ.
જીજ્ઞાનો નાનો ભાઈ બહાર જાય છે અને ચંપાબા અંદર રૂમમાં જીજ્ઞાને મળવા માટે આવે છે.
અરે જીજ્ઞલી તને વધાર પડતી હવા ચડી જઈ લાગે છે. જે દિવસથી તારા લગ્ન થયા છે તે દિવસથી જ તુ તો મારી સામે જોતી પણ નથી... ચંપાબાએ આવીને કહ્યું.
ચંપાબાના આવતા જ જીજ્ઞાએ તેમના ચરણ સ્પર્શ કરીને આશિર્વાદ લીધા.
માફ કરી દે ડોશીમા... જીજ્ઞાએ મસ્તી કરતા ચંપાબાને કહ્યું.
વાહ હવે હુ ડોશી થઈ ગઈ. ડોશી તુ હુ તો હજુ ઘરડાઓની એશ્વર્યા છું એશ્વર્યા... ચંપાબાએ પણ સામે કહ્યું.
એ તો છે જ બા... જીજ્ઞાએ કહ્યું.
બા કહ્યું છે તો બા ને જણાવતી કેમ નથી દિકરા કે તુ આ લગ્ન પરાણે કરી રહી છે. તુ આ બાને ભલે કઈ ન બોલ પણ આ બાએ તને નાના થી મોટી થતા જોઈ છે મને બધુ જ સમજાય છે હમણા વાત કરૂ ગીરધનીયાને કે આ છોરી એકલી નથી એની બા એની સાથે છે... ચંપાબાએ મજાક બાદ સીરીયસ થતા જીજ્ઞાને કહ્યું.
ના બા એવુ કરવાની કોઈ જરૂર નથી. ભલે ગમે તેવા છે પરંતુ છે તો મારા પિતા જ ને. અને એમનુ અપમાન કરીશ તો મમ્મી પણ દુઃખી થશે... જીજ્ઞાએ ફરીથી ભાવુક થઈને વિચારતા કહ્યું.
તારી મા જ મને કહીને ગઈ છે કે બા જીજ્ઞાનુ ઘ્યાન રાખજો કેમ કે એ તપીને બળી જશે પરંતુ પોતાના માટે કોઈને આચ નહીં આવા દે. હવે જો તુ દુઃખી રહીશ તો તારી મા મારા સ્વપ્નમા આવીને મારૂ લોહી પીવા માંડશે... ચંપાબાએ કહ્યું.
બા એવુ કંઈ નહીં થાય મે મારા મિત્રોને વાત કરી છે જો એ મને મારા ફેરા પહેલા બચાવી લે તો ઠિક છે બાકી ભગવાનની મરજી હુ એમની મરજી વિરૂધ્ધ કઈ પણ નહીં કરૂ... જીજ્ઞાએ બાને સમજાવતા અને ફરીથી ભાવુક થઈને નિર્ણય લેતા કહ્યું.
ઠિક છે તને જે ઠિક લાગે તે... આટલુ કહી ચંપાબા ત્યાથી ચાલતા થાય છે.
થોડો સમય વિતે છે. બહાર આવી ચંપાબા કામમા વ્યસ્ત પુર્વીને પોતાની પાસે બોલાવે છે. પુર્વી ચંપાબા પાસે આવે છે અને બંને વચ્ચે એકાંતમાં સંવાદની શરૂઆત થાય છે.
બેટા આ જીજ્ઞાના મિત્રો અને તમે શુ કરવાના છો એની તો મને નથી ખબર અને મારે જાણવુ પણ નથી. પણ હા તમારા નિર્ણયમા હુ તમારી સાથે છુ આપણે જીજ્ઞાના નિર્ણય વગર જીજ્ઞાના લગ્ન તો નહીં થવા દઈએ. તુ એક કામ કર તમારા જે મિત્રો આવવાના છે તેમને બોલ કે કાલે ૧૨:૦૦ વાગ્યે ફેરા શરૂ થશે એટલે જે કંઈ પણ કરવુ હોય તે ૧૨:૦૦ વાગ્યા પહેલા કરે... ચંપાબા આટલુ કહીને જીજ્ઞાના ઘરમા બેઠેલા બીજા મહેમાનો પાસે ચાલ્યા જાય છે.
પુર્વી રુહાનને ફોન લગાવે છે. આ તરફ પોતાની કારમા પોતાનો સામાન મુક્તા મુક્તા રુહાન ફોન ઉપાડે છે.
હા પુર્વી બોલ... રુહાને કહ્યું.
તમે લોકો ક્યારે આવો છો... પુર્વીએ કહ્યું.
બસ અત્યારે અમને મહાવીર બસસ્ટેન્ડ પર મુકવા આવે છે. બસ મળતા જ ત્રણ કલાકમાં અમે ત્યા પહોંચી જઈશુ... રુહાને પુર્વીને કહ્યું.
રુહાન આપણી પાસે ફક્ત કાલના ૧૨:૦૦ વાગ્યા સુધીનો જ સમય છે. પ્લીસ જલ્દી કરો... પુર્વીએ જીજ્ઞાની ચિંતા કરતા રુહાનને કહ્યું.
તુ ચિંતા ના કર અમે આજે જ પહોચી જશુ... આટલુ બોલી રુહાન પોતાનો ફોન કટ કરી દે છે.
ત્રણેય રુહાનની ઓપનકાર દ્વારા બસ સ્ટેન્ડ જવા રવાના થાય છે.
હે કૃષ્ણ ભગવાન મારી પ્રેમ કહાનીની નૈયા પાર લગાવી દે...રુહાને પ્રાથના કરતા કહ્યુ.
શુ વાત છે રુહાન કૃષ્ણ ભગવાનને પ્રાર્થના...રવીએ રુહાનને સવાલ કર્યો. (રવીને અચંબો થયો કે એક મુસ્લિમ યુવક ભગવાન કૃષ્ણને પ્રાથના કરી રહ્યો હતો. )
અરે યાર હિંદુ કહો કે મુસ્લિમ બધા છીએ તો માણસ જ ને. હિંદુ કે મુસ્લિમ ખરાબ નથી હોતા ખરાબ વ્યક્તિ હોય છે. અને હા રહી વાત ભગવાનની તો ભગવાને આકવાની ઓકાત આપણામા નથી. કૃષ્ણ કહો કે અલ્લાહ બધા ભગવાનના સ્વરૂપ છે કોઈ કૃષ્ણને પુજે તો કોઈ અલ્લાહને ઈનશોર્ટ રસ્તાઓ અલગ છે પણ મંજીલ તો બધાની એક જ છે... રુહાને દિલથી પોતાની વાત કરતા કહ્યુ.
વાત તો તારી સાચી છે રુહાન કેમ કે હુ જ્યારે પણ મસ્જિદ પાસેથી નિકળુ એટલે મને ઓટોમેટિકલી ત્યા માથુ નમાડિને દર્શન કરવાનુ મન થઈ જ જાય છે ભલે પછી એ મારા ઘર્મની વસ્તુ નથી. આનો મતલબ માત્ર એક જ છે. ગમે તે ઘર્મમા જાવ ભગવાન તો ભગવાન જ છે સબકા માલીક એક હૈ...રવીએ પણ પોતાના દિલની વાત કરતા કહ્યુ.
આપણે તો ન તો હિંદુ છીએ અને નતો મુસ્લિમ આપણે તો બસ એક સારો એવો વ્યક્તિ બનવુ છે જે ઈશ્વરને ખુબ નજીક રહે...મહાવીરે કહ્યું.
નાના સંવાદ સાથે જ બસસ્ટેન્ડથી થોડે દુર કાર બંદ થઈ જાય છે.
અરે યાર આ પાછી ગરમ થઈ ગઈ હશે એટલે હુ આ ખટારો કોલેજમાં નથી લઈને આવતો...રુહાને કહ્યું.
મહાવીર એક બે વખત કાર સ્ટાર્ટ કરવાની કોશિશ કરે છે પરંતુ કાર સ્ટાર્ટ થતી નથી.
તુ એમ કર આ કારને ગેરેજ લઈજા અને ફુલ સર્વીસમા આપી દે અહીંથી બસસ્ટેન્ડ નજીક જ છે અમે ચાલીને જતા રહીશુ...રુહાને મહાવીરને કહ્યું.
ઓકે બેસ્ટ ઓફ લક ત્યા મારૂ કંઈ પણ કામ હોય તો કહેજે અને અહિયાની ચિંતા ના કરતો અહીં હુ લડી લઈશ...મહાવીરે પોતાના મિત્રની લડાઈને પોતાની સમજીને શાંત્વના આપતા કહ્યુ.
આટલી વાત પછી રુહાન અને રવી ત્યાંથી ચાલતા થાય છે અને મહાવીર કારને ગેરેજ પહોચાડવાની વ્યવસ્થા કરે છે.
આ બાજુ રુહાન અને રવી બસ સ્ટેન્ડ તરફ જવા રવાના થાય છે. પાછળથી એક ગરીબ જેવો લાગતો વ્યક્તિ રુહાન અને રવી પાસે આવે છે. તે વ્યક્તિના એક હાથમા સરબતનો જગ હતો અને એક હાથમાં સરબત માટેના ૨૦-૨૫ ગ્લાસ હતા.
સાહેબ તમારે પગે પડુ છુ સરબત લઈ. તમે મને કમાણી કરાવશો તો આજે ઘરે મારા છોકરાઓને ખાવાનુ મળશે. સાહેબ ભીખ નથી માંગવી અને કમાઈને ખાવુ છે પરંતુ આજના લોકોને તો ગરીબ પાસેથી કોઈ જાતનુ ઠંડુ વગેરા કઈ પીવુજ નથી. બધાને એસીવાળી દુકાનોમાં બેસીને જ પીવુ છે. જો આમને આમ ચાલશે તો અમારા જેવા ગરીબ લોકોનુ શુ થશે સાહેબ... રુહાન અને રવી પાસે સરબત લઈને આવેલા વ્યક્તિએ ભાવુક થઈને કહ્યું.
વાત તો સાચી છે કાકા તમારી લાવો બે ગ્લાસ આપી દો અને હા આ તમારા પૈસા. રાખી લેજો પાછા આપવાની જરૂર નથી તમારી મહેનત અમને ગમી તેનુ આ ઈનામ છે... રુહાને ૨૦૦ રૂપિયા આપતા કહ્યુ.
તે વ્યક્તિ બંનેને સરબત પ્લાસ્ટિક ગ્લાસમાં ભરીને આપે છે. બંને સરબત પીવા લાગે છે. સરબત પીતા જ બંનેને આખે અંધારા આવવા લાગે છે. બંને બેભાન થવાની તૈયારીમાં જ હતા ત્યા પાછળથી એક વાન કાર રુહાન અને રવી પાસે આવે છે અને એ સરબતવાળો વ્યક્તિ બંનેને ઘકો મારીને કારમા નાખી દે છે. એ વ્યક્તિ પણ કારમા બેસી જાય છે અને કાર ત્યાથી પોતાના રસ્તે ચાલી જાય છે. આજુબાજુ વાળા ખબર ન પડે તેમ એ લોકો રુહાન અને રવીને બેભાન કરીને લઇને જતા રહે છે. એ લોકો બીજા કોઈ નહી પરંતુ સંજયસિહના બાપુના જ ગુંડાઓ હતા. સંજયસિહે પહેલાથી જ કહી રાખ્યુ હતુ કે બળજબરીથી રુહાન અને રવીને ભરબજારમા પકડવા ખુબ જ મુશ્કેલ છે એટલે તેમણે આ નાટકીય રસ્તો અપનાવ્યો. છેલ્લા ઘણા દિવસોથી સંજયસિહના માણસો રુહાન અને રવીનો પીછો કરતા જ હતા.
તો આમ રુહાન અને રવીને કિડનેપ કરી લેવામા આવે છે. મહાવીર, પુર્વી કે જીજ્ઞા વગેરે કોઈને જ ખબર નથી કે રુહાન અને રવી બંને કિડનેપ થઈ ગયા છે. આ બાજુ રુહાન અને રવીને કેમીકલ દ્વારા એવી રીતે બેભાન કરે છે કે બંને ૬:૦૦ કલાક સુધી ભાનમા જ ન આવી શકે. આ બાજુ જીજ્ઞા અને પુર્વી રુહાન અને રવીની રાહ જોઈ રહ્યાં હતા. આમ આજનો દિવસ અને રાત જીજ્ઞા અને રુહાનના સંઘર્ષ સાથે જ પુર્ણ થાય છે.

લગ્નના ફેરાના દિવસે સવારે ૧૦:૩૦ વાગ્યે જીજ્ઞાના ઘરે. ઢોલ નગારા સાથે જીજ્ઞાની જાન જાનૈયાઓ સાથે જીજ્ઞાના ઘરે આવી ચુકી છે.
આ તરફ તેના પિતા જીજ્ઞાના થનારા સાસુ-સસરા સાથે થતી દરેક વિધિઓ કરી રહ્યા છે અને આ તરફ હાથમા ફોન લઈને પુર્વી સતત રવી અને રુહાનનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી રહી છે પરંતુ એકેયનો ફોન લાગી રહ્યો નહોતો.
બે યાર આ ક્યા હશે. મહાવીરને ફોન લગાવા દે... મહાવીરને ફોન લગાડતા પોતાની જ સાથે વાત કરતા પુર્વી બોલી.
આ બાજુ મહાવીર પોતાનો ફોન પોતાની બેગમા નાખીને નાટક સ્પર્ધાના હોલ તરફ પોતાના બાઈક પર જઈ રહ્યો હોવાથી અને આજુબાજુના વધારે અવાજના કારણે તેને કોઈ જાણકારી જ નથી કે તેને કોઈનો કોલ આવી રહ્યો છે.
બે યાર આ મહાવીર પણ ફોન નથી ઉઠાવી રહ્યો... પુર્વી થોડુ ગુસ્સે થતા બોલી.
ઉપર રૂમમા તૈયાર થઈને બેઠેલી જીજ્ઞા ખુબ જ સુંદર લાગી રહી હતી પરંતુ તેના ચહેરાનો નુર ગાયબ હતો. જીજ્ઞાની સુંદરતા જો કઈ ઘટતુ હતુ એ હતુ એના ચહેરા પરનુ નુર. અને એ નુર ફક્ત રુહાનની થી જ આવી શકે તેમ હતું. આ તરફ નીચે મહેમાનોની જોડે બેઠેલા ચંપાબા પણ જીજ્ઞાની ચિંતામા જ હતા કે જીજ્ઞાને આ દુઃખમાથી કઈ રીતે બચાવવી. ચંપાબા પુર્વી સામે જોઈને હલકા ઈશારા દ્વારા સમજાવે છે કે તારા મિત્રો ક્યા છે.
સામે પુર્વી પણ હલકા ઇશારા દ્વારા ચંપાબાને જવાબ આપે છે કે મને નથી ખબર.
પુર્વી અંતે કંટાળીને જીજ્ઞાના રૂમ પર પહોચે છે.
સોરી જીજ્ઞા પણ રુહાન રવી કે મહાવીર ત્રણેયમાથી એકેયનો કોન્ટેક્ટ નથી થઈ રહ્યો...દરવાજો ખોલતાની સાથે જ પુર્વી બોલી.
નિરાશા સાથે પોતાનુ મો નીચે નમાવીને થોડીક આખોની ભીનાશ સાથે કહે છે.
હવે મારો ધણી ફક્ત ઈશ્વર જ છે. હે ભગવાન તને જે મંજુર એ મને મંજુર. જો રુહાન ૧૨:૦૦ વાગ્યા સુધીમાં ન આવી શક્યો તો એ એના અને મારા ખરાબ નસીબ. જે થશે તે સારૂ જ થશે. થેન્ક યુ પુર્વી મારી આટલી મદદ કરવા બદલ... ભાવુક્તા સાથે જીજ્ઞા બોલી.
પુર્વી દોડીને પોતાની બહેન જીજ્ઞા પાસે આવે છે અને જીજ્ઞાને ભેટી પડે છે.
આ તરફ સંજયસિહના લોકો રુહાન અને રવીને પકડીને વડોદરા બસસ્ટેન્ડથી ખુબ જ દુર લાવી ચુક્યા હતા. બંનેને એક રૂમમાં બાંધીને રાખવામાં આવ્યા હતા. બંનેની આખો ધીમે ધીમે ખુલે છે. બંને ભાનમા આવે છે. સામે સંજયસિહ ખુરશી પર બેઠો હતો અને આજુબાજુમા તેના માણસો ઉભા હતા. રુહાન અને રવી જાગતા જ પોતાની તાકાત પોતાને છોડાવામા લગાવે છે પરંતુ બંનેના હાથપગ બાંધેલા હોવાથી બંને પોતાની જાતને છોડાવી શક્તા નથી.
કર હજુ તાકાત કર ભળવા. જો તુ છુટી ગયોને તો હુ તને સામેથી ચાલીને અમદાવાદ મુકવા આવીશ...સંજયસિહે કહ્યું.
છોડીદે સંજય નહીં તો મજા નહીં આવે... રુહાને કહ્યું.
સાલા હજુ તારી અકળ નથી ગઈ... રુહાનના વાળ પકડીને રુહાનનુ મો પોતાની તરફ ઉપર કરતા સંજયસિહે કહ્યું.
જો સંજય તારે જે કરવુ હોય તે પછી કરી લેજે પ્લીસ અત્યારે અમને જવાદે...રવીએ સંજયસિહને વિનંતી કરી.
સંજય નહીં સંજયસિહ બોલ...સંજયસિહે પોતાનો અહંકાર દેખાડતા રવીને કહ્યું.
ઓકે ઠિક છે સંજયસિહ... રવીએ કહ્યું.
તમને બંનેને છોડી દઈશ પણ થોડા સમય બાદ... સંજયસિહે કહ્યું.
જો સંજયસિહ અમને અત્યારે જવાદે પ્લીસ કોઈની જીંદગીનો સવાલ છે યાર...રુહાને પણ લાચાર થઈ સંજયસિહને કહ્યુ.
સંજયસિહ પોતાની જગ્યાએથી બહાર જવાના દરવાજા તરફ જાય છે અને જતા જતા પોતાના ગુંડાઓને કહેતો જાય છે.
૧૧:૫૫ ને આ બંનેને છોડી દેજો ઠિક છે...જતા જતા સંજયસિહે કહ્યુ.
આમને આમ સમય વિતતો જાય છે. રુહાન અને રવી પોતાની જાતને છોડાવવાની ખુબ જ કોશિષ કરે છે પરંતુ બંનેમાથી એકેય પોતાની જાતને છોડાવી શક્તા નથી. આજુ બાજુ ઉભેલા દરેક ગુંડાઓ રુહાન અને રવીની કોશિષ જોઈને હસવા લાગે છે. અંતે રુહાનની આખમા આસુ આવી જાય છે. કોઈ વ્યક્તિ પોતાના નાના ઝગડાના બદલાની ખાતર સામે વાળા વ્યક્તિનુ જીવન બરબાદ કરી દે એવુ આજના જમાના -માં સામાન્ય બની ગયુ છે.
આ બાજુ કન્યાને મંડપમા વરરાજાની પાસે પંડિત દ્વારા બોલાવી લેવામાં આવી હતી. જીજ્ઞા અને તેના થનારા પતિ બંનેના લગ્નની વિધીની શરૂઆત થઈ ચુકી હતી. જીજ્ઞા અને રુહાન બંને અલગ અલગ પરિસ્થિતિમાં સંઘર્ષ કરી રહ્યા હતા પરંતુ બંનેનુ હ્દય તો એકબીજાની સાથે જ હતુ.
આ બાજુ પુર્વીની ઘણી કોશિષ બાદ મહાવીર ફોન ઉઠાવે છે અને પુર્વીને તેને ફોન દ્વારા જણાવે છે કે રવી અને રુહાન બંનેમાથી એકેય હજુ સુધી અમદાવાદ નથી પહોચ્યા. આ સમાચાર સાંભળી મહાવીર પોતાના બાકીના મિત્રો સાથે વડોદરાના ખુણે ખુણે રવી અને રુહાનને શોધવા માટે નીકળી જાય છે.
વધુ થોડો સમય વિતે છે અને ઘડિયાળનો કાંટો ૧૧:૫૫ પર પહોચે છે. સંજયસિહના ગુંડાઓ રવી અને રુહાનને છોડે છે. જેવો જ રુહાન છુટે તેવો તે કઈ પણ વિચાર્યા વગર ગાંડાની જેમ પોતાનામા જેટલી તાકાત છે તેટલી તાકાત લગાવીને અમદાવાદ તરફ દોડવા લાગે છે. પાચ મિનિટ સતત દોડ્યા બાદ રુહાન લથડિયુ ખાઈને એક ચર્ચ પાસે પડી જાય છે. ચર્ચની ઘડિયારમા ૧૨ વાગતા જ ૧૨ ટકોરા વાગવા લાગે છે અને રુહાનને કદાચ પડી જવાથી જેટલુ નહોતુ વાગ્યુ તેટલુ આ ૧૨:૦૦ વાગ્યાના ટકોરાથી વાગી રહ્યુ હતું. કેમ કે હવે રુહાન જાણતો હતો કે એક મિનિટમાં અમદાવાદ જવુ નામુમકીન છે અને જો તે અમદાવાદ નહિ જાય તો જીજ્ઞાના લગ્ન થઈ જશે અને જીજ્ઞા લગ્ન કર્યા બાદ પોતાની જાતને મારવાની કોશિશ જરૂર કરશે.
આ બાજુ જીજ્ઞા અને જેના લગ્ન તેની સાથે થઈ રહ્યા હતા તે બંનેને પંડિતજી ફેરા ફરવા માટે ઉભા કરે છે. અને બીજી બાજુ જમીન પર પડેલા રુહાનના શરીર પર લોહી કરતા વધારે તેના આસુઓ વહી રહ્યા છે. હવે પરિસ્થિતિ રુહાન અને જીજ્ઞાના હાથમાંથી નિકળી ગઈ હતી. ફેરા શરૂ થવાનો સમય થઈ ગયો હોવાથી હવે જીજ્ઞા અને રુહાનના દોસ્તો પણ હાર માની ચુક્યા હતા.
જોવુ રહ્યુ કે હવે શુ ખરેખર રુહાન અને જીજ્ઞા આ જમાનાથી હારી જશે. શુ રુહાન પોતાની ખરાબ કિસ્મત સામે નહીં લડી શકે ? અને જો લડશે તો કંઈ રીતે કેમકે અમદાવાદ હવે તે કોઈ પણ કાળે પહોચી શકે તેમ નથી કે નથી ત્યા તેમના કોઈ એવા મિત્રો કે જે જીજ્ઞાના લગ્ન રોકી શકે. હવે શુ કરશે રુહાન કેમકે જીજ્ઞાએ તો હવે બધુ ભગવાન પર છોડી દિધુ હતુ એટલે જે કઈ પણ કરવાનુ હતુ તે રુહાનને કરવાનુ હતુ. હવે જીજ્ઞા અને રુહાન માટે આરપારની લડાઈ હતી. હવે રુહાન શુ કરશે તે જાણવા માટે વાચતા રહો બે પાગલના આગલા ભાગો.
વાચનાર લોકોના પ્રેમ અને ડિમાન્ડના લીધે આ ભાગ થોડો લાબો લખાયેલો છે. તમારી દરેક તકલીફો તમે મને મેસેજ દ્વારા જણાવી શકો છો. હુ એ તકલીફો દુર કરવાની થતી કોશિષ કરીશ...આભાર.

। જય શ્રી કૃષ્ણ । । શ્રી કષ્ટભંજન દાદા સત્ય છે ।
STORY BY :- VARUN S. PATEL.
NEXT PART NEXT WEEK.