Dil kahe che - 5 in Gujarati Love Stories by Nicky@tk books and stories PDF | દિલ કહે છે - 5

Featured Books
Categories
Share

દિલ કહે છે - 5

આખરે તો તેનું ધાર્યું થવાનું હતું, તેને મને ગમે તેમ કરીને મનાવી લીધી છતાં પણ મે લગ્ન માટે એક અઠવાડિયાનો સમય માગ્યો હતો તૈયારી કરવામાં. જે યાદોને મારે જીવવી હતી તે યાદો એક સપનું બનીને રહી ગઈ. હું તેના પ્રેમમાં હારી ગઈ ને તે જીતી ગયો. મારા જીવનનો ફેસલો લેવા વાળુ બીજુ કોઈ ન હતું કે હું તેના સામે કોઈ બીજુ બાનું બનાવું. પણ તેની સાથે તેના મમ્મી પપ્પા હતા એટલે મારે હા ભરવી પડી. પણ હું ખુશ છું કે તે મારી જિંદગીનો સાથી બનવાનો છે.

"જો વિશાલ તે મારી વાત માની લગ્ન થોડા વધારે લેટ રાખયા હોત તો આપણે આમ જ બેસી આખી રાત વાતો કરી શકત પણ, હવે તે શક્ય નથી કેમકે હવે જયાં સુધી હું તારી પત્ની બનીને ના આવું ત્યાં સુધી આપણી વાતો બંધ "

" મતલબ ત્યાં સુધી તું મારી સાથે વાત કરયા વગર રહી શકી...?? "

"હા, તો....... "

" ઈશા, હજું એકવાર વિચારી લે કેમકે, મારી કરતા બોલવા તારે વધારે જોઈએ છે."

" વિચારી લીધું કે હું જયાં સુધી બધી જ રસમ પુરી ના થાય ત્યાં સુધી તારી સાથે ફોન પર વાત નહીં કરુ."

" ઓ, જોઈએ છીએ.... " અમારી વાત આમ જ રાત સુધી ચાલ્યા કરી ને સવાર કયારે થયું ખબર જ ના પડી.

સવાર થતા જ હું લગ્નની તૈયારીમાં લાગી ગઈ. આખો દિવસ તો એમ જ નીકળી ગયો પણ રાતે મને વારંવાર તેની યાદ આવતી હતી. હાથમાં ફોન લેતીને તેના નંબર ખોલી બેસી રહેતી. મને ખબર જ હતી કે તે અખડું મારા ફોનની રાહ જોશે પણ એકવાર પણ તેને એમ નહીં થાય કે હું સામે થી ફોન કરું. તે તો મસ્ત અત્યારે સુતો હશે ને હું તેને બેકાર યાદ કરુ છું. પણ આ ફેસલો પણ મારો જ હતો ને કે હું તેની સાથે વાત નહીં કરુ તો તેમા તેનો શું વાક..... મારા વિચારો ચકડોળે ચડયા હતા. બે ત્રણ દિવસમાં જ તેને મારી યાદતને ખરાબ કરી દીધી જયાં સુધી હું તેની સાથે વાત ના કરુ ત્યાં સુધી મને નિંદર પણ કયાં આવે છે.

નિંદર ના આવવાથી મને અગાશી પર જ્ઈ બેસવાનું મન થયું ને હું અગાશી પર ગ્ઈ. આખું આકાશ સિતારાથી ભરેલ હતું ને ચાંદ તેની ચાંદની સાથે મહેફિલ જામવી રહયો હતો. મને તેને જોઈ થોડી જલન થતી હતી. કાશ વિશાલ પણ અહીં મારી સાથે હોત તો......બસ આટલું જ વિચારી રહી હતી ત્યાં જ મારી નજર એક ખૂણામાં બેઠેલ વિશાલ પર ગ્ઈ.

"ઓઈ..... અહી શું કરે છે.......???શું ચુપાઈ ને કહીં સોરી કરવા તો નથી આવ્યો ને ??????"

"હમમમમ, કોઈનૂં દિલ, જેને મારી સાથે વાત કર્યા વગર નિંદર નથી આવતી."

"તું આટલો રોમાન્ટિક ક્યારથી થઈ ગયો???"

" જયારથી તું મળી ત્યારથી."

" ચલો, ખડુસમાં થોડુક તો પરિવર્તન આવ્યું."

" છોડ તે બધું ને ચલ આપણે ત્યાં જઈને બેસીએ. ત્યાં ચાંદનીની રોશની વધારે જળહળે છે." તે મને અગાશીના એક બીજા ખુણામાં લઇ ગયો. ખરેખર ત્યાં રોશનીની મહેફીલ જામી હતી પણ ચાંદ સાથે નહીં સિતારોની સાથે.

"વિશાલ, હું તારી સાથે વાત કર્યા વગર નથી રહી શકતી. મે તને કહી તો દીધું કે હું તારી સાથે વાત નહીં કરુ પણ મારુ દિલ જયાં સુધી તારી સાથે વાત ના કરે ત્યાં સુધી એમ જ તડપે છે. પ્લીઝ તું કયારે પણ મારી સાથે વાત કરવાનું બંધ નહીં કરતો." મારી આખોમાંથી આશું સરી પડયા. આજે પહેલીવાર મને કોઈને છોડવાનો અહેસાસ થતો હતો.

" આટલુ શું કામ વિચારે છે તું. હું તને છોડી કયારે પણ નહીં જાવ ને જો જવાનું થશે તો દર કલાકે તારા સમાચાર પુછતો રહીશ , આઈ પ્રોમિસ. " તેની વાતો શરૂ જ હતી ત્યાં મે ખરતા તારા ને જોઈ લીધો ને તેને વચ્ચે જ રોકયો

" વિશાલ, જો ખરતો તારો, ચલ આંખ બંધ કર "

" જે પોતે ખરતો હોય તે આપણને શું આપે"

" ના, વિશાલ વાત વિશ્વાસની હોય જો આપણને તેના પર વિશ્વાસ હોય તો જરુર મળે, ચલ ફટાફટ કંઈક માંગ ... "મે જબરદસ્તી તેની આખ સામે હાથ રાખી દીધો ને મે પણ મારી આંખો બંધ કરી.

મને તો જે જોતું હતું તે મળી ગયું હતું, પણ તેનાથી વધારે મારે વિશાલની ખુશી જોતી હતી. તેના સિવાય બીજું હું માગું તો પણ શું માગું. મારી દુનિયા મારી જિંદગી બધું હવે વિશાલ હતો.

"શું માગયું આ ખરતા તારા પાસેથી તે????? "

" જો તને કહી દવ તો પછી માગવાનો શું મતલબ રહે." અમે ફરી વાતમાં ગુચવાય ગયા ને રાત એમ જ ભાગતી હતી. થોડોક સમય તે બેઠો ને પછી તે ધરે ગયો ને હું મારા રૂમમાં ચાલી ગઈ.

સવાર થતા ફરી રસમોની તૈયારી, હવે બસ પળનો ઇતજાર હતો કે અમે એક કયારે થઈએ. એકપછી એક રસમો પુરી થઈ રહી હતી ને લગ્નની તે ધડી એકદમ જ નજીક આવી ગઈ હતી. ઇતજાર વધારે વધતો જતો હતો ને હું આયના સામે સજ થઈ વિશાલની રાહ જોતી બેઠી હતી. મનમાં વિચારો અંકબંધ હતા ને દિલ તેની યાદમાં વધારે ખુશ હતું. થોડીવારમાં જાન માંડવે પહોંચવાની તૈયારીમાં જ હતી. ઠોલ-નગારાનો અવાજ સંભળાતા જ હું બહાર જોવા ગઈ પણ આટલી ભીડમાં તારો ચહેરા ને હું જોઈ ના શકી.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

જિદગીની નવી શરૂઆત જયારે થવા જઈ રહી છે ત્યારે વિશાલ અને ઈશા ની જિંદગીમાં શું બદલાવ આવી શકશે?? શું ઈશાની જિંદગી પહેલાં જેવી જ હસ્તી રહશે કે વિશાલની સાથે રહયા પછી બદલી જશે??? શું વિશાલ ઈશા ની સાથે રહેવાથી બદલી જશે કે તે ઈશાના પ્રેમની તાકાત ને મ્હોરુ બનાવી બધું જ રસ્તા પર લાવી દેશે.તે જાણવા વાચંતા રહો 'દિલ કહે છે '..........(ક્રમશઃ )