Vruddh Aankho in Gujarati Moral Stories by VANDE MATARAM books and stories PDF | વૃધ્ધ આંખો

Featured Books
Categories
Share

વૃધ્ધ આંખો

વૃધ્ધ આંખો

 

એક આધેડ બાઈ બોલી.

એ છોકરા.... કોનો છોકરો છો.?

છોકરો બોલ્યો "મોટાબા મારા બાપનો."

નવરીનો સામે બોલે.

ના, મોટાબા હું તો આમ આડું જોઈને બોલ્યો.

તારીમાને... ધૂળ ઉડાડે છે.તારીમાં આંખમાં ઉડશે.એમ મોટાબા બોલ્યા.

છોકરો અપલખણનો...બોલ્યો હે માં! ધુળ કોઈની માં હોય?

મોટાબા બોલ્યા "ઇ એમજ કેવાય" છોકરા તોફાન કરે ત્યારે.. તારો બાપ વાડીએ વયો ગ્યો(જતો રહયો)

છોકરો બોલ્યો હા,મોટાબા... પણ તમે તો હમણાં મારા બાપનું નામ પૂછતાં તા ને હવે કયો મારો બાપ........?

નવરીનો...5મી ચોપડી ભણે.. પણ બોલતા કેવું આવડે...!!!

છોકરો બોલ્યો મોટાબા બોલવું એમાં શુ? મોઢું ખોલીએ એટલે બોલાય.... મોટાબા મારી બા (મમ્મી)બોલાવે કહી એ જતો રહ્યો.

ગામડામાં છોકરાને ડોશીઓ તારીમાને તારો બાપ.સિવાય બોલાવે નહિ.આપણામાં ખરાબ ગુણ હોય તો એ બધા માં(મમ્મી)ના. સારૂ હોય એ બધું બાપ(પપ્પા)નું.મમ્મીનું સાસરી એટલે આવું કહે.

મામાને ઘેર આપણા બધા સારા ગુણ તો મમ્મીના. ખરાબ બધા પપ્પાના.કેમ કે મમ્મી મામાના ઘરની દીકરીને..મામાને ઘેર ભાણિયા કહેવાએ એટલે તારો બાપ ગધેડે બેઠો.તારો બાપ મીઠું વેચવા ગયો.તારા બાપને બાવા લઈ ગયા.આવું બધું કહે...

ગામડાની આ મોજ મસ્તીને એક આર્મીમેન વાગોળી રહ્યો..

 

આજે એ મોટાબા વૃદ્ધ થઈ ગયા.5મુ ભણતો એ મનસુખભાઇનો દીકરો "દીનો" દિનેશ આર્મીવાળો થઈ ગયો.8મી માં આવ્યો દિનેશ. તેના બાપૂ  ભણાવવા શેરમાં લઈ ગયા.મોટાબા કે'તા મનસુખિયા તારો દીનો હોશિયાર એને ભણાવવા શેરમાં(સીટી માં)લઈ જા.

 

આજે પોતાની ડયુટી નિભાવી રહેલો સૈનિક મોટાબાને યાદ કરી રહ્યો.છુટ્ટીની અરજી કરેલી છે.બસ,મંજુર થાય કે સીધો ગામડે.

★★★

 

વળી પાછો વિચાર આવ્યો, કોઈની તેવડ નથી કે ભારતમાતા સામે કાંકરી પણ ફેંકે.પણ આ તો રાજકરણને રાજકારણીઓ જ જાણે એ શું કરે?

 

મારું મન,મારું દિલ એક જ અવાજ આપે છે.કોઈ પણ દેશ ગમે તેટલી મહાસત્તા કેમ ન હોય.પણ ભારત જેવો દેશ કોઈ ન હોય શકે...

 

રામ અને કૃષ્ણની ધરા...

 

જે ભારતમાં રામ અને કૃષ્ણના સમયની શોધને વિદેશી આડાઆવળી કરી ભારત દેશમાં લાવેને મારા લોકો સ્વીકારે હોંશે હોંશે....

 

યોગ કરવા માટે સંતો,મહંતો,ઋષિઓ કેટલું કહીને ગયા,ફાયદા પણ કહેતા ગયાને આપણા રાક્ષસો તો તપ કરવાનું પણ...હવે એ જ માયાજાળ વિદેશીઓ ફેંકે YOGA ના નામે.મારા લોકો સ્વીકારે પણ...

 

 

ક્યાં આપકી ટુથપેસ્ટ મેં નમક હૈં?

 

તારામાં છે એ જો ને ભાઈ...અમારા વડવા એ જ કરીને ઉપર પહોંચી ગયા...

 

લીમડાનું કડવું દાતણને મીઠું દાંતે ઘસી-ઘસીને.

 

પાણી પર પુલ બંધાય એ મારો રામ કહી ગયો...

 

દરેક મનુષ્ય ખુદ એક ઈશ્વર સમાન છે એ કૃષ્ણ.માણસના શરીરમાં અગ્નિ રહેલોછે એ પણ.વિદેશી નવા પેતરા કરેને આપણે ફસાઈ જઈએ..આ બધી શોધ આપણી છે.

 

 

વેદો,પુરાણો,રામાયણ,ગીતા,મહાભારત, શાસ્ત્રો, બધું જ લખી ગયા. બસ, આપણે કો'ક કહે ત્યારે જ માનીએ છીએ....

 

આ ટીવી શું છે....

 

ધુતરાષ્ટ્રને દિવ્ય દૃષ્ટિ આપી કુરુક્ષેત્ર દેખાડ્યું. હવે આ શોધ ક્યાં દેશની તમે જ કયો?

 

આ સ્ત્રીમાંથી પુરુષ બનવુને પુરુષમાંથી સ્ત્રી.આ અર્જુનને આપેલો શ્રાપ શું હતો તો?

 

આપણા દાતણમાંથી ચાવીને વૃદ્ધો બ્રશ જ બનાવતા કે બીજું કાંઈ?પછી વચ્ચે થી બે ભાગ કરી જીભ સાફ કરતા એ ઉળીયું જ કે બીજું કાંઈ.

 

આ પાંદડું પહેરતા એ કપડાં જ કે બીજું કાંઈ.

 

આ કેવટે જ રામને નદી પાર કરાવી સાબિત કર્યું કે જેમ માણસની હેરફેર થાય તેમ માલની પણ થઈ શકે બીજા સાધન દ્વારા...

 

આ રાક્ષસોને હાલના અણુબોમ્બ...

 

દવા નાખેલ કઠોળ,શાકભાજી, અનાજ ન ખવાયને હવે ઓર્ગેનિક... પેલા એના એ જ વધારે ઉત્પાદન માટે રસાયણ લાવ્યા વિદેશીને હવે ઓર્ગેનિકનો પ્રચાર.

 

પેલા કપટી દુર્યોધનને શકુનિમામા.. નવો શબ્દ નથી રાજકારણ..

 

કાનુડાની વાંસળી... હવે મ્યુઝિક... ભારતદેશ માટે મ્યુઝિક નવો શબ્દ છે જ નહીં...

 

ભારત દેશ મહાન છે ને રહેશે જ..બસ...રાજકારણને રાજકારણીઓ રાજરમત ન રમે ત્યાં સુધી.

 

★★★

 

વળી પાછી જૂની યાદ આવી

 

મોટાબાને કહેલું કે  "આ તારીમાં ધૂળ તારી આંખોમાં પડશે"

 

દીનેશે કહેલું "હે મોટાબા!! આ ધૂળ કોઈની માં હોય?"

 

ત્યાં જ બીજો સૈનિક આવ્યોને બોલ્યો "તુમ્હારી છુટ્ટી મંજૂર હો ગઈ.

 

ખુશીથી દિનેશ ઝુમી ઊઠ્યો....

******

ગામડે મોટાબાને મળ્યોને કહ્યું મોટાબા મને ઓળખ્યો?

 

તીણી આંખે એ વૃધ્ધ ડોશીએ દીનેશને જોયો, હાથ ફેરવ્યો ને કહ્યું નવરીના હા, એમ તને થોડી ભૂલું? હજુ તો હું બધું કામ કરૂં. આ તો હમણાં માંદી(બીમાર)પડી તે.

તારો બાપ કે'તો તો મારો "દીનો" દેશની રક્ષા કરવા,આ જમીનની રક્ષા કરવા ગયો.

હા,મોટાબા. હું આપણી આ ધૂળ,આ માટી,આ જમીન આ દેશની રક્ષા કરવા ગયો.

બેટા, હાસ(પ્રામાણિકતા) રાખી,ઉપરવાળો બધું જુવે છે.મનથી ને દિલથી સેવા કરજે.તું જાજુ જીવેને હાઝો નરવો રે(તંદુરસ્ત)એવા આશીર્વાદ.

દીનેશની આંખમાં હરખના આંસુ આવી ગયા.

*****