Manvatani mithash in Gujarati Adventure Stories by Arvind books and stories PDF | માનવતાની મીઠાશ..

The Author
Featured Books
Categories
Share

માનવતાની મીઠાશ..

માનવતાની મીઠાશ...🌹

(આ વાર્તા સંપૂર્ણ રીતે કાલ્પનિક છે. તેને કોઈપણ સ્થળ કે વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વાર્તામાં દર્શાવેલ સમય અને સ્થળ અલગ-અલગ હોય શકે છે પરંતુ આ વાર્તા સીરિયન યુદ્ધની ભયાનકતા દર્શાવવાના ઉદેશ્યથી મેં લખી છે. )


આ વાત ચાર - પાંચ વર્ષ જૂની છે જ્યારે સીરિયામાં ઈસ્લામિક સ્ટેટ અને સીરિયન સૈનિકો વચ્ચે ભયંકર યુધ્ધ ચાલી રહ્યું હતું. ચારે બાજુ બોમ્બ બ્લાસ્ટ અને મોટી મોટી મશીન ગન ના શોરબકોર થી ત્યાં ખતરનાક માહોલ સર્જાયો હતો. એ દુનિયામાં લોકો જાણે જહન્નમમાં હોય તેના કરતાં પણ વધુ ખતરાઓનો સામનો કરી રહ્યા હતા. ખબર નહીં ક્યારે આતંકવાદીઓ ઘરમાં ઘૂસી જાય અને બધું તહસનહસ કરી નાખે. લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી શકતા નહોતા.

દિવસ-રાત બસ ચારે તરફ યુદ્ધ ની ભયાનકતા ના જ દર્શન થતાં . આકાશમાં વાદળો ઓછા હોય અને ફાઈટર પ્લેન વધુ નજરે ચડતા હોય અને નિરંતર બોમ્બ વર્ષા ચાલુ જ હોય ‌, તો નીચે ધરતી પર પણ એ જ આતંકવાદીઓ અને સેના વચ્ચે ભયંકર યુધ્ધ ચાલી રહ્યું હોય.

લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે પણ જીવના જોખમે બહાર નીકળતા , જ્યારથી ત્યાં આતંકવાદીઓ આવ્યા હતા ત્યારથી તો સ્કૂલ અને કોલેજ તો સદંતર બંધ જ થઇ ગયેલી. કોઈ પોતાના કામ પર પણ ના જાય અને બસ ચોવીસે કલાક ઘરમાં જ પુરાઈ રહેવાનું . જ્યારે બહાર માહોલ થોડો શાંત થાય અને આતંકવાદીઓ શહેરના બીજા કોઈ વિસ્તારમાં ગયા હોય ત્યારે લોકો માંડ માંડ પોતાની જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા બહાર નીકળી શકતા.

સીરિયામાં ઈસ્લામિક સ્ટેટના ઉદયથી ત્યાંની સામાન્ય જિંદગી નું ચક્ર જાણે સમયના પસાર થવા છતાં થંભી ગયેલું. સીરિયાના એલ્લેપો શહેરમાં આતંકવાદીઓ એ એ હદે વિનાશ કર્યો હતો કે વિશ્વના બીજા દેશોમાંથી કોઈ વ્યક્તિને લાવીને તેને શહેર દેખાડવામાં આવે તો એ બાહરી વ્યક્તિ તો એમ જ માની બેસે કે આ શહેર હજારો વર્ષો પહેલાં નષ્ટ થઈ ગયું હશે અને અહીં હજારો વર્ષો થી કોઈ માનવ વસ્તી વસવાટ કરતી જ નહીં હોય.

૧૪ જાન્યુઆરી ૨૦૧૪ આ એ તારીખ છે જ્યારે સીરિયાના ઈતિહાસમાં અને એલ્લેપો શહેરમાં એક અદ્વિતીય ઘટનાએ આકાર લીધો હતો. બધા નાગરિકો ઈસ્લામિક સ્ટેટના આતંકથી બચવા માટે અને પોતાની જિંદગી બચાવવા માટે શહેર છોડીને ભાગી રહ્યા હતા ‌ ચારે બાજુ માણસો પોતાના ઘર છોડીને સારી જિંદગી ની તલાશમાં શરણાર્થી બનવા તૈયાર થઈ રહ્યા હતા. આ સમયે તમામ બસ સ્ટેશનો અને રેલવે સ્ટેશનો લોકોની ભીડથી ઉભરાઇ રહ્યા હતા. દરેક વ્યક્તિ ને પોતાની જિંદગી બચાવવી હતી કોઈપણ ભોગે.

એલ્લેપો શહેરનું મુખ્ય રેલ્વે સ્ટેશન હાલ તેની ક્ષમતા કરતા વધુ લોકો નો ભાર સહન કરી રહ્યું હતું અને લોકોને પોતાની મંઝિલ સુધી પહોંચાડવા માટે નિમિત્ત બની રહ્યું હતું ‌. આ બધાની વચ્ચે વિરાન નામનો એક સીરિયન સૈનિક બાર દિવસની રજા લઈ ને પોતાના વતન જવા માટે નીકળ્યો હતો. તે રેલવે સ્ટેશન જઈને ટિકિટ લઈને પોતાની ટ્રેનની રાહ જોતો સ્ટેશન પર બેઠો હોય છે. તે અત્યારે પોતાની જિંદગીના સૌથી ખતરનાક સમયનો સામનો કરી રહ્યો હતો. એક તરફ તેણે દેશ માટે આતંકવાદીઓ વિરૂદ્ધ લડવાનું હતું તો બીજી તરફ તેની અમ્મીજાનનો અકસ્માત સર્જાયો હોવાથી તે કોમમાં હતા. તેથી તે બાર દિવસની રજા લઈ ને પોતાના ઘરે જઈ રહ્યો હતો.

બાર દિવસનો સામાન લઈને તે‌ (વિરાન) ટ્રેનમાં ચડતો હતો ત્યાં જ તેણે જોયું કે પ્લેટફોર્મ પર ........ અચાનક ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ એ હુમલો કરી દીધો છે અને લોકોની કત્લેઆમ શરૂ થઈ ગઈ હોવાથી લોકો પોતાનો જીવ બચાવવા આમતેમ ભાગી રહ્યા હતા. એક ઔર ભયાનક અને નિર્દયી આતંકી હુમલો જોઈને વિરાન ચાલતી ટ્રેનમાંથી કુદી પડે છે અને પોતાની જાતને એ દેશ માટે આતંકવાદીઓ વિરૂદ્ધ લડવા તૈયાર કરે છે. અને થોડા જ સમયમાં આ ખતરનાક હુમલાની જાણ થતા સીરિયન સેના સ્થળ પર દોડી આવે છે . ત્યાં સુધી આતંકવાદીઓ વિરૂદ્ધ લડતા લડતા વિરાન લગભગ બેહોશ થઈ જાય છે અને પોતાના જીવના જોખમે ડ્યુટી પર ના હોવા છતાં કેટલાય નિર્દોષ નાગરિકોના જીવ બચાવે છે અને પોતાની રાષ્ટ્ર પરત્વે ની ફરજ અદા કરે છે. બેહોશ વિરાનને સિરિયન સેના દ્વારા તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો .

ત્રણ - ચાર દિવસ સુધી કોમમાં રહ્યા પછી અને ચાર - ચાર સફળ ઓપરેશન પછી વિરાન ભાનમાં આવ્યો હતો. આ સમયે અચાનક તેને તેની અમ્મીજાનની યાદ આવતા જ તે પથારીમાંથી સફાળો ઉભો થઇ જાય છે અને પોતાની સાથે રહેલા તેના સીરિયન સૈનિક મિત્ર ને પોતાની જિંદગીની આ અંગત હકીકતથી વાકેફ કરે છે જેથી તે પરત પોતાના ઘરે જઈ શકે અને પોતાની અમ્મીજાનને મળી શકે.

આ બહાદુરી ભર્યા પરાક્રમ થી ખુશ થઈ ને તેના ઉપરી અધિકારીઓ વિરાન માટે ઘરે જવા સ્પેશિયલ હેલિકોપ્ટર ની વ્યવસ્થા કરી આપે છે. તે જ્યારે પોતાના ઘરે પહોંચે છે ત્યારે સુખદ આશ્ચર્ય વચ્ચે તેની અમ્મીજાન પણ કોમમાં થી બહાર આવી ગઈ હતી. કહેવાય છે ને કે જે બીજા સાથે ખરાબ નથી કરતા તેની સાથે તો ખુદા પણ ખરાબ નથી કરી શકતો.

ખાસ નોંધ : કોઈ એ ગુગલ કરીને આ ઘટના તપાસવી નહીં કારણ કે આ ઘટના સંપૂર્ણ કાલ્પનિક છે.

Thank you so much for reading. plz give me a your valuable feedback in Comment. and if you like plz share with your friends and family.