Truth Behind Love - 11 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | ટ્રુથ બિહાઇન્ડ લવ - 11

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ટ્રુથ બિહાઇન્ડ લવ - 11

પ્રકરણ-11

ટ્રુથ બિહાઇન્ડ લવ

સ્તુતિ-શ્રૃતિ અને અનાર વીડીયો જોવામાં મશગૂલ હતાં પુરો જોયો પછી ખૂબ ગુસ્સો આવી રહેલો. સ્તુતિએ કહ્યું અનાર હમણાં તારી લાગણી અને ગુસ્સા પર કાબૂ રાખ કાલે તમે લોકો શાંતિથી તપાસ કરજો અને ત્યાંજ માંની એન્ટ્રી થઇ એણે કહ્યું અરે છોકરીઓ હું ક્યારની ઘરમાં આવી ગઇ તમને ખબર જ ના પડી.

સ્તુતિ એકદમ ચોંકી અને બોલી "અરે માં તુ કેવી રીતે આવી દરવાજો તો બંધ છે. માં એ કહ્યું "દરવાજો નહીં જાળી જ બંધ હતી એ પણ લોક નહીં.. તમે લોકો એમ જોયા વિના બંધ કર્યા વિના જ કેમ બેઠા છો ? આવું નહીં કરવાનું ગમે તે ઘૂસી આવે ઘરમાં ખ્યાલ રાખો એમ કહીને ટોક્યા.

શ્રૃતિએ યાદ કરતાં કહ્યું "સોરી માં એ મારી ભૂલ છે અનાર આવી અને એની જ વાતો વિચારમાં એને અંદર લીધી જાળી થોડી અટકાવી અને વાતો વાતોમાં દરવાજો બંધ કરવા ભૂલી જોકે અમે અહીં ડ્રોઇંગરૂમમાં જ બેઠાં વાતો કરીએ છીએ.

માંએ કહ્યું "ઇટ્સ ઓકે પણ એવી કેવી વાતો છે કે તમે દરવાજો બંધ કરવું ભૂલ્યા અને એતો ભૂલ્યા તો ભૂલ્યા અત્યારે આટલું અંધારૂ થવા આવ્યું અને લાઇટ પણ ચાલુ નથી કરી શું વાત છે ? તારાં પાપા હજી આવ્યા નથી ? એમને પણ લેટ થયું....

સ્તુતિ કહે અરે કંઇ નહીં માં.. આતો હવે જે કોર્ષ કરવાનાં એનું સર્ચ ઘણું કરેલું અને અનારની સાથે એ બધી વાતો શેર કરેલી અને ઘણાનાં અનુભવ ત્યાં આગળ કઇ રીતે કરવું... બધું એજ અને અનારનાં નાનીની વાતોમાં ખૂબ મજા પડી ગઇ.. સાચું કહું તારી પણ વાત નીકળેલી એની નાની અને માંની વાત ઉપરથી...

માં એ કહ્યું "અરે મારી વાત ? શું વાત કરી ? એકદમ આશ્ચર્ય પામતા બોલી ઉઠ્યા ?

સ્તુતિ કહે માં તુ થાકી ગઇ છે ચાલ ચા બનાવી આપુ પછી બધુ કહુ તને. માં કહે નથી પીવી પ્હેલા વાત કર.

અરે માં તમે કેટલું કામ કરો સ્ટ્રગલ કરો... તમારાં બધાં અનુભવ અમને કામ લાગે એવું બધુ જ તમે પણ શું પૂછો છો એવું જ હોય ને માં ત્રણે જણ સામે હસીને જોઇ રહ્યાં. અને કહ્યું "અનાર તું આવી છે તો જમીને જ જજે. હવે રસોઇજ બનાવવાની છું હું અને એમાંય કઈ ખાસ નથી હું આવતા ભાજી તૈયાર લાવી છું. પાંઉ લઇ આવી છું. ભાજીપાંઉ અને પુલાવ તમે લોક ઝીણાં કાંદા, બટાકા, મરચાં સમારી નાંખો, ફીજરમાં ફોજન વટાણાં છે જ એ કાઢો ચાલો હું પુલાવ બનાવી દઊં.

શ્રૃતિતો બધુ જ ભૂલી કૂદી પડી. વાહ..માં આજે પાંઊભાજી પુલાવ વાહ સાથે સોફ્ટડ્રિક્સ મજા પડી જશે તું પેલા લાલવાડીવાળાની ભાજી જ લાવી છે ને ? માંએ કહ્યું હા, અનારે સાંભળીને કહ્યું " ઓકે આન્ટી મારાં તો મોઢાંમાં પાણી આવી ગયું હું ખાઇને જ જઇશ...

સ્તુતિએ કહ્યું તારે ઘરે કહેવું હોય કહીદે તો... ત્યાં બનાવે નહીં. અનાર કહે જરૂર નથી ઘરે હંમેશા જરૂર કરતાં બધું જ બને કોઇને કોઇ ખાનાર હોય જ ગેસ્ટ તો આવ્યા જ કરે ચિંતા નથી... સ્તુતિ કહે "ઓકે ચાલો થોડાં ફ્રેશ થઇને સમારી લઇએ. અને બધાં બધાં તીકડમ ભૂલીને કામે વળગ્યાં.

**************

સવારે ઉઠીને સ્તવન તુરંતજ કોલેજ જવા માટે તૈયાર થવા લાગ્યો આજે પ્હેલો દિવસ છે. અને તૈયાર થઇને બાજુમાં જ કોલેજ હતી એટલે એ અને મયંક પહોચી ગયાં.

આજે ફર્સ્ટ ડે હતો એટલે ઇન્ડોડકશન હતી અને સીલેબર્સની ચર્ચા અને તેની નોંધ-પ્રિન્ટેડ મટીરીયલ મળી ગયું અને પછી કહ્યું કે તમારા સબ્જેક્ટ પ્રમાણે પ્રોફેસરનું લીસ્ટ ચેક કરી લેજો અને એમને તમે રૂબરૃ મળી લેજો અને તમારું લેક્ચરનું સીડ્યુલ વિગેરે સમજી લેજો તો તમે તમારો સમય ગોઠવી શકો. આમ બધુ સમજાવ્યા પછી બધાં છૂટા થઇ ગયાં.

સ્તવન અને મયંક બંન્નેનાં સબ્જકેટ લગભગ સરખા હતાં એટલે તો એ મટીરીયલ્સ લઇને પ્રોફેસરનુ લીસ્ટ ચેક કરીને એ લોકોને મળી લીધું અને આખા વીક દરમ્યાન ક્યારે કોનું સમય પ્રમાણે શીડયુલ જોઇ લીધું. બધું જોયાં પછી સ્તવન બોલ્યો "યાર મયંક આ શીડ્યુલ જોતાં એવું લાગે છે પાર્ટ ટાઇમ જોબ હું સો ટકા કરી શકીશ....

રૂમ પર આપ્યાં પછી સ્તવને ફરીથી શીડયુલ જોઇ લીધું બધાં લેકચર્સનું અને મયંક તો કહે હું માનસિક ખૂબ જ થાક્યો છું થોડીવાર સૂઇ જઊં રેસ્ટ જરૂરી છે. યાર મને ભૂખ લાગી છે પણ પ્હેલાં સૂવૂ પડશે પછી આપણે કંઇક પ્રોગ્રામ કરીએ. સ્તવને કહ્યું ઓકે....

સ્તવન પોતાનો મોબાઇલ લઇને બાલ્કનીમાં આવ્યો. અને સ્તુતિને ફોન જોડ્યો. તરત જ સ્તુતિએ ફોન ઊંચક્યો. સ્તુતિએ જ શરૃ કર્યું "સ્તવન સવારથી તને ફોન કરું છું અત્યારે 12 વાગવા આવ્યાં તારો ફોન જ સ્વીચ ઓફ મળે કેમ આમ ? સ્તવને કહ્યું "શાંતિ રાખ રાણી કહું છું બધુ જ તને યાદ નથી ? આજથી કોલેજ શરૃ થવાની હતી સવારથી પરવારી કોલેજ - પ્રોફેસરોમાં બીઝી હતો બધુ શીડયુલ જોયું અને સ્વીચ ઓફ રાખેલો હમણાંજ રૂમ પર આવ્યો અને ફ્રેશ થઇને પ્હેલો તને ફોન કર્યો હજી ઘરે પણ કંઇ કીધું નથી. બોલ ફરિયાદી... લવ યું.

સ્તુતિ કહે "ઓહ સમજી સમજી સોરી...પણ મારે કઇક કહેવું હોય શેર કરવું હોય તો પેટમાં વાત ટકે નહીં. જાણે પેટમાં દુઃખવા આવે ક્યારે હું મારાં સ્તવનને કહી દઊં એવુ જ થાય પણ એ બધામાં તેં કીધેલું ભૂલી જ ગઇ માય લવ એય લવ યુ મારાં સ્તવન.

સ્તવને કહ્યું ઓહો એવી શી વાત ચે કે તારે ધીરજ ના રહી અને પેટમાં દુઃખાવો થઇ ગયો ? બાય ધ વે આનાં પરથી યાદ આવ્યું સ્તુતિ કે કોઇ વાર એવું બને કે મારાં ફોનમાં ખરાબી આવી કે બીજું કારણ... અને તારે એજ સમયે અરજન્ટ મારો કોન્ટેક્ટ કરવો પડે તો આ મયંકનો નંબર લખી રાખ... સંકટ સમયની સાંકળ....

સ્તુતિ કહે "અરે આમ 10 આંકડા યાદ નહીં રહે તું મને ફોનમાં શેર કરી દેજે હું કોન્ટેક્ટમાં સેવ કરી લઇશ ખરી વાત કીધી સાચું થયું તને સૂઝ્યું. મારી વાત ના થાય તો તારી પાસે ઘણાં બધાનાં નંબર છે... આ નંબર જરૂરી હતો.

કંઇ નહીં હવે મારી વાત સાંભળ સ્તવન કાલે અહીં ઘરે અનાર આવી હતી અને પછી સ્તુતિએ ર-મેકવાનની બ્રેકઅપ અને પછી નીલમની ફોટો-વીડીયો કલીપની બધીજ વાત એકદમ વિસ્તારપૂર્વક અક્ષરો અક્ષર બધી જ સ્તવને કહી. સ્તવન તો સાંભળીને સડક જ થઇ ગયો. થોડીવાર કંઇ જબોલ્યો નહીં પછી એણે કહ્યું "સ્તુતિ આ વાત ખૂબ ગંભીર છે. અનારને મેકવાન સાથે બ્રેકઅપ થયું સમજયા... ચાલો અનાર છૂટી પણ સૌથી ગંભીર અને સંવેદનશીલ વાત એ છે કે પેલાએ નીલમનો ઉપયોગ કર્યો - ફસાવી- પાછો અનારને ફોટા અને વીડીયો ક્લીપ મોકલે છે તો એ નીલમનું શું કરશે ?

પહેલાં તો એ વાત એટલી અગત્યની છે કે તમે લોકો એનાં ફ્રેન્ડ છો આઇ મીન શ્રૃતિ.. આ ખૂબ ખરાબ થયું પ્હેલાતો નીલમ વિષે જાણો આમ કેમ થયું છે ક્યાં ખૂંડાળામાં એનો પગ પડ્યો છે આ જાણી લો. અને મને તો લાગે છે જરૂર પડે પાપાને પણ કહો અને ખૂબ ગંભીર વાત હોય તો પોલીસને જાણ જાણ કરો. પણ સ્તુતિ... બી કેરફુલ આવાં બધાં લોકો બહુ પહોચેલો હોય છે પ્લીઝ જાણીને નીલમ શું થયું આગળ જતાં... એ નિદોષ ફસાઇ હોય તો જરૂર મદદ કરજો એને ચૂંગાલમાંથી છોડાવજો પણ એવું લાગે એ સમજી વિચારીને એમાં ભળી છે તો એની સાથે સંબંધ તોડી નાંખજો અને પ્લીઝ આ બધાંથી દૂર રહેજો. મને ગમતુ નથી આવી છોકરીઓ કે એવાં માણસો સાથે નો સમ્પર્ક.

સ્તુતિ કહે અરે સ્તવન તું કહે એ પહેલાં જ મેં વિચાર્યું છે અને શ્રુતિને કહેવાની છું કે તમે લોકો નીલમનો સંપર્ક કરીને જાણો વાત સાચી શું છે પછી વિચારીશું.

સ્તવન કહે "મને રજે રજ વાત જણાવજે અને જરૂર પડે હું મુંબઇ આંટો પણ મારી જઇશ ચિંતા ના કરશો. બધી વાત સાંભળી સ્તવન થોડો ખિન્ન થઇ ગયો અને એં ચહેરાં પર ઉદાસી છવાઇ ગઇ એ ચૂપ જ થઇ ગયો.

સ્તુતિએ કહ્યું "સોરી ડાર્લીંગ મેં તારો મૂડ બગાડ્યો તારો કોલેજનો પહેલો દિવસ છે અને મેં... આઇ એમ સોરી.. સ્તવને કહ્યું "અરે એમ નહીં વાત જ એવી છે તારે કરવી જ પડે પણ આપણાં જેવાં સીધાં સરળ માણસોને આવી બધી સ્થિતિઓ અને સંપર્કનો ખૂબ ડર રહે છે.

સ્તુતિએ કહ્યું "સ્તવન હું પાછો ફોન કરું ક્યારનો શ્રૃતિનો ફોન આવ્યા કરે છે હું જાણીને કહું તને પછી પ્લીજ..

પ્રકરણ -11 સમાપ્ત.