પાછળના ભાગમાં આપણે જોયું કે,
જગ્ગુ ઘરમાં આવે છે ત્યારે ઘરના બધા ઓરડામાં બેઠા કઈક બોલી રહયા હોય છે.નંદિનીની સામે જોઇને ક્યારેક કાકી તો ક્યારેક જગ્ગુની મમ્મી વારાફરતી બધા પોતપોતાની રીતે સલાહ આપી રહ્યા હોય છે.
હવે આગળ...
***
(૧૦ વર્ષ પછી)
હમણાં જ ૨૧માં વર્ષમાં પગ મુકનાર નવ્યા કે જેણે કોલેજ શરૂ કરી હતી પણ કોલેજમાં જ રહેલા કોઈ બીજી જ્ઞાતિના છોકરા સાથે ફરતા તેને નવ્યાના પપ્પા એ જોઈ લીધી હતી અને પૂછવામાં આવતા નવ્યા એ પણ પ્રેમમાં પાગલ યુવતીની જેમ કહી દીધું હતું કે,
હા પપ્પા હું અને રોહન એકબીજાને ચાહીએ છીએ અને તેમાં તમને શું પ્રોબ્લેમ છે??
આજની પેઢીમાં આ સામાન્ય છે તમે એકવખત રોહનની ફેમિલીને મળી તો જુઓ.
બેટા ! નવી તું સમજ હજી તારી ઉંમર નાની છે તને હજી દુનિયાનું કશું જ ભાન નથી તે દુનિયા જોઈ જ નથી.
આવું કહી રહેલી નંદીનીની પાસે જઈને જગ્ગુ બોલે છે,
મમ્મી....મમ્મી શુ થયું???
નંદિની ગુસ્સામાં,
જા અહીંયાથી તું ઉપરના રૂમમાં જતો રે,
સંસ્કાર છે તારામાં ??
કોઈ મોટા વાતો કરી રહ્યા હોય તો વચ્ચે ના બોલવું.
આટલા વર્ષોમાં જે જગ્ગુને નંદિનીએ એક ટપલી પણ નહોતી મારી એને ગુસ્સામાં બોલાયેલા શબ્દો ઘણા લાગી આવ્યા અને સીધો ઉપર પોતાની દાદી પાસે જતો રહ્યો અને પૂજા કરવા બેઠેલા દાદીના ખોળામાં જઈને રડવા લાગ્યો,
દાદી મે શુ કર્યું??
મમ્મી.......
શુ થયું દીકરા?? ચલ ચૂપ રે અને બોલ શુ કર્યું નંદિનીએ??
મમ્મી અકડાઈ મારા પર મેં તો ખાલી પૂછ્યું તું કે શું થયું. હવે હું નહિ વાત કરું એની જોડે,
બેટા ! ચલ ચૂપ થા હું આવું છું તારી સાથે ચલ,
આટલું કહી જગ્ગુના દાદી જગ્ગુને પકડીને નીચે લઈ જાય છે ત્યાં જતા જ દાદી જોવે છે કે કંઈક ચર્ચા ચાલી રહી છે,
અને બધા નવ્યાને ટોકી રહ્યા છે એટલે દાદી સમજી જાય છે કે શું માથાકૂટ છે કેમ કે નવ્યા એ ઘરમાં ફક્ત આ વાત તેની દાદીને કરી હતી અને તે ચોક્કસપણે માનતી હતી કે દાદી જ ઘરમાં એવા છે જે તેની મદદ કરશે.
ચલ દીકરા હું તને જમવાનું આપું અને કહું શુ થયું.
દાદી અને જગ્ગુ બન્ને રસોડામાં જાય છે,
દાદી જગ્ગુને તેના ફેવરિટ રસગુલ્લા કાઢીને આપે છે.
લે ખા જેટલા ખાવા હોઈ એટલા આજે તને કોઈ નહિ રોકે,
રસગુલ્લા જોઈને જગ્ગુ ઢીલો તો પડ્યો પણ એટલો બધો પણ ના પડ્યો કે જાણ્યા વગર ખાઈ લે,
દાદી હું પછી ખાઈશ મને કહો પહેલા શુ થયું છે બધા નીચે નવીદીદીને કેમ અકળાઈ રહ્યા છે??
તું ખાઈશ તો જ હું કહીશ.
જગ્ગુ આમ તો ક્યારેય હાર માને એમાંનો નહોતો પણ આજે જાણે માની લીધી હાર તેણે.
હાથમાં રાસગુલ્લો પકડ્યો મોઢામાં મુક્યો અને બોલ્યો,
હવે બોલો...
દેખ દીકરા,
એમા એવું છે કે તારી ઉંમર તો નાની છે પણ જ્યારે તું મોટો થઈશને તો સમજીશ.
મતલબ જગ્ગુ એ પૂછ્યું,
મતલબ કે આપણી નવ્યાને આપણા બધા કરતા વધારે કોઈક ગમે છે,
ગમે તો લઈ આવાનું ને,
મને ગમે એ તો હું લઈ જ આવું છું ને દાદી એમા શુ એ તો મમ્મી પહેલા ના પાડે પછી તો હા કરી જ દે.
કાશ દીકરા આટલુ સરળ હોત તે જેટલું કહ્યું છે તેટલું. દાદી મને કયોને તમે શું બોલો છો?
મને કશું જ સમજણ નથી પડતી.
તું હમણાં રસગુલ્લા ખાઈ લે તને નહિ સમજાય.
પણ સમજાવોને જગ્ગુએ જીદ પકડી.
ચલ સમજાવું.......
આજથી ઘણા વર્ષો પહેલા તારી મમ્મીને આ રીતે જ કોઈક ગમી ગયેલું. અમે બધા એ તો ઘણી ના પાડી પણ તારી મમ્મી માની નહિ અને ભાગીને લગ્ન કરી લીધા.
દાદી આ કેવું ભાગીને લગ્ન??
હા જગ્ગુ કોઈ આપણને ગમતું હોય અને તે ના મળેને તો તેની સાથે ભાગીને લગ્ન કરી લે છે લોકો.
મતલબ??
મતલબ એમ કે કોઈ સાથે ના હોય ના લગ્નની તૈયારી,ના મંડપ,ના કોઈ સગા સબંધી આવે
તારી રીતે કોઈ વરઘોડોના હોય કે નાચવાના કોઈ પ્રોગ્રામ.
ઓહ !! તો તો ના મજ્જા આવે ને દાદી કોઈના હોય તો લગ્ન કેમ કેમ કરાય,
મેં જોયું તું એમા તો બે જણ ખુરશીમાં બેઠા હોય અને પંડિત કઈક મંત્રો બોલે પછી બે મમ્મીના દુપટ્ટા જેવું હોય એની ગાંઠ મારે પછી લાકડાના સદગાવેલા પેલા બોક્સની આજુબાજુ ગોળગોળ ફરે છે.
હા બેટા એવુ જ કંઈક.
એક માસૂમ બાળકની કલ્પનાએ આજે દાદીએ લગ્નનું એક નવું રૂપ જોયું અને
બોલ્યા,
જગ્ગુ જીવન નિર્દોષ હોવું જોઈએ જ્યારે કોઈ આપણા દૂર થતાં હોય છે ને ત્યારે આપણને તેની કદર સમજાતી હોય છે.
પ્રેમ અલગ વસ્તુ છે અને પરિવાર અલગ...
ક્રમશ :