Chaal jivi laiye - 3 in Gujarati Moral Stories by Dhaval Limbani books and stories PDF | ચાલ જીવી લઇએ - 3

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

ચાલ જીવી લઇએ - 3


? ચાલ જીવી લઇએ - 3 ?

એ છોકરીના પેરેન્ટ્સ રૂમમાં જાય છે. ગર્લ ની તબિયત વિશે પૂછે છે અને ગર્લ નો હાથ પકડે છે અને સારું થઈ જશે એમ હિંમત આપે છે..

છોકરી - મમ્મી પેલો છોકરો ક્યાં જે મને અહીં લાવ્યો એ???

છોકરી ના મમ્મી- બેટા એ બહાર છે... કેમ શુ થયું..

છોકરી - કશું નહીં મમ્મી..એને બસ બોલાવી આપોને...

એ ગર્લ ના મમ્મી ધવલ ને અંદર બોલાવે છે. અંદર આવતા જ ધવલ એ ગર્લને તબિયત વિશે પૂછે છે.થોડી ઘણી વાતચીત કરે છે એટલામાં ધવલના માતા પિતા પણ એ છોકરીને મળવા માટે રૂમમાં આવે છે.

ધવલના મમ્મી - કેમ છે બેટા હવે તને ??
વધારે લાગ્યું તો નથી ને !!????

છોકરી - અરે ના આંટી..Dont Worry..
હું એક દમ ફાઈન છુ...

ધવલના પાપા - અરે બેટા...
મેં આ ધવલને કેટલી વાર કીધુ છે કે બાઈક ને કાર ધીમી ચલાવ પણ માનતો જ નથી. અમારા ભાઇને તો બસ એમ કે રસ્તા ઉપર હું એકલો જ ગાડી ચલાવવા વાળો છુ. ખાલી રોડ જોયો નથી ને બસ લીવર દબાવીને બેસી જાય છે.

( અધ્ધ વચ્ચે છોકરી ધવલના પાપા ને બોલતા રોકે છે )

છોકરી - અરે અંકલ,
તમે એમને કશુ ન કહો..
ભૂલ મારી છે.
ધવલ તો સરખી જ ગાડી ચલાવતા હતા પણ મારું ધ્યાન ન હતુ. એતો રસ્તામાં નાનું એવું ગલડીયું આવ્યું ને ધવલ એ અચાનક બ્રેક મારી એટલે આવુ બધુ થયુ.
અને હા હવે કોઈ કોઈને કશુ કહેતા નહીં હુ એક દમ ઠીક છુ.

ધવલ એના મમ્મી પાસે જઈને ઉભો રહી જાય છે અને ધીરેથી કાનમાં કહે છે.
( મઝાકમાં ) મમ્મી આ પપ્પા ને પણ જપ નહીં.જ્યાં હોય ત્યાં સ્ટાર્ટ થઈ જાય છે.મારી ભૂલ તો પહેલા દેખાય..

ધવલના મમ્મી - હા હા ...અરે ધવલ ચાલ્યા કરે...છોડ ને....

છોકરી - (એના પપ્પા ને ) પાપા મને ભુખ લાગી છે કશુ લઈ આવો ને...

છોકરીના પપ્પા - હા બેટા... બસ પાંચ મિનિટમાં આવ્યો..

ધવલ - ( છોકરીના પપ્પા ને રોકતા ) અરે અંકલ..
ઉભા રો....ઉભા રો....
હું લઇ આવુ છુ...

છોકરીના પપ્પા - અરે ના બેટા ના ..
તું રહેવા દે... હું બસ હમણાં પાંચ મિનિટમાં લઈ ને આવુ છુ..

ધવલ - અરે અંકલ.... સાંભળો...સાંભળો..
હું નાસ્તો લેવા માટે જ ઘરની બહાર નીકળ્યો હતો.તો નાસ્તો ગાડીમાં જ છે.હું બસ બે મિનિટમાં લઈને આવ્યો..

ધવલના પાપા - (છોકરીના પાપા ને કહે છે) તમે શેઠ રેવા દો..
આમ પણ ગાડીમાં નાસ્તો પડ્યો છે. ખોટો બીજો નાસ્તો ના લાવો..

" ધવલ જા નાસ્તો લઇ આવ "

ધવલ - હા પાપા.. બસ બે મિનિટમાં આવ્યો....

ધવલ ફટાફટ ગાડીમાથી નાસ્તો લઈ આવે છે.
બાજુમાં આવેલી શોપ પરથી પ્લેટ અને સ્પૂન લઈ આવે છે.
અંદર આવતા જ ધવલ જુએ છે કે એના મમ્મી પેલી છોકરીની બાજુમાં બેઠેલા હોય છે અને માથામાં હાથ ફેરવતા હોય છે..

( ધવલ મનમાં - અરે યાર આ શું છે ?? મમ્મી કઈક સીન કરવાના થયા છે. !!
અરે હા આજે સવારે જ કેહતા હતા કે ધવલ માટે કોઈ સારી છોકરી જોવી છે..
હે ભગવાન !!!!
આ મમ્મી કઈ જ ન કરે તો સારું...
એમાં પણ પાછા પપ્પા સાથે છે...
ધવલા .....આજે તો તારી લાગવાની છે બરોબરની..
આ કઈ આગળ વધે એ પહેલાં વાત ને બદલાવ અને ફટાફટ અહીં થી એક બે ત્રણ થા....)

ચાલો ચાલો ચાલો....ગરમા ગરમ નાસ્તો આવી ગયો છે.બધા ત્યાંજ બેસો હું જ બધા ને પીરસી આપુ છુ.
ધવલ ના મમ્મી તો થોડી વાર Shock થઈ જાય છે કે આ શું ?? હા હા હા.....

ધવલ ફટાફ્ટ બધા ને નાસ્તો આપે છે. બધા નાસ્તો કરતા કરતા હસી મઝાની વાતો કરે છે.આખરે નાસ્તો પૂરું થવા આવ્યો ત્યાં જ ધવલ બોલે છે..
" ચાલો અંકલ આંટી ...
હવે અમે રજા લઇએ..અને હા ફરી એક વાર મારાથી જે પણ કઈ ભૂલ થઈ હોય એ માટે મને માફ કરજો.
અને હા આંટી હવે થી હું ગાડી ચલાવવામાં ધ્યાન રાખીશ હો હસતા હસતા ધવલ છોકરીના મમ્મીને કહે છે..
હવે ધવલ પેલી છોકરી સામે જુએ છે અને ઈશારામાં જ ધ્યાન રાખજે એમ કહે છે.
બને ફેમેલી એક બીજાને બાય બાય કહે છે અને ધવલ અને એના માતાપિતા ને એ ઘરે આવી જાય છે..

ઘરે આવતા જ ધવલના પપ્પા એમના રૂમમાં જાય છે. અને એના મમ્મી કિચનમાં જાય છે અને ધવલ એમની પાછળ જાય છે અને બોલતો જાય છે.

ધવલ - ઓ ઓ હેલો હેલો.
ઓ બેન તમને જ કવ છુ.
એ મારા માતુ શ્રી..

આ બાજુ આવો તો જરા...
આ પેલા હોસ્પિટલમાં શુ ચાલ્યુ કર્યું હતુ ???
એ કૃપા કરીને જણાવશો તમે....??

ધવલના મમ્મી - હે.....
મેં વળી શુ કર્યું...???

ધવલ - વાહ વાહ...
ખરેખર હો મમ્મી !!
તમેં દીપિકા પાદુકોણ ને પણ એક્ટીંગમાં પાછળ પાડો એવી એક્ટિંગ કરો છો...
આપે છે ને હે પેલા જેવું કર્યું...
આખી રામાયણ પુરી થઈ જાય ને પછી પૂછે કે સીતાજી કોણ હતા....??
વાહ વાહ....
તમને તો એવોર્ડ આપવો જોઈએ...

ધવલના મમ્મી - ઓ ભઈ... તું છે ને હવે અક્ષયકુમારની જેમ સસ્પેન્સ ના રાખ..
જે હોય એ સાફ સાફ કહે...

ધવલ - હા તો કહો ને ભઈ..
આ પેલી છોકરીની બાજુમાં બેસી ને શુ કરતા હતા તમે ??
એ મને જણાવશો..?

ધવલના મમ્મી - અરે રે....શુ તું પણ ધવલ..
એટલી વાત પૂછવામાં આટલું બધુ ગોળ ગોળ ફેરવે છે.

ધવલ - ઓ માતુશ્રી બસ હો....
આ એટલું એવું નહી કઈ...

ધવલના મમ્મી - તો.....

ધવલ - અરે પણ તમે આમ...

ધવલના મમ્મી - શુ આમ ??

ધવલ - અરે તમે પેલી છોકરીના માથામાં હાથ શા માટે ફેરવતા હતા ??

ધવલના મમ્મી - એટલે ...હું કઈ સમજી નહીં..

ધવલ - મમ્મી... હવે એક્ટિંગ બંધ હો..

ધવલના મમ્મી - અરે ધવલ પણ તું સરખું કહે તો મને ખબર પડે ને...

ધવલ - હે મારા માતુશ્રી..
એમ જ કે તમે એ છોકરીને ઓળખતા નથી ને એની પાસે બેઠા, માથામાં હાથ ફેરવ્યો, સાથે સાથે હસી મઝાક કરતા હતા. અને એમાં પણ સવારે તમે મારા લગ્નની પાછળ પડી ગયા હતા એટલે મને લાગ્યું કે.....

ધવલના મમ્મી - એટલે તને એમ કે ..
મમ્મી હમણાં ચાલુ થઈ જશે એમ ?

ધવલ - ( ધ્યાન બીજે રાખીને બોલે છે )
એટલે ........
એમ નહિ...
હું .......એમ મમ.....નથી કહેતો...

ધવલના મમ્મી - ઓ ભઇ જરા મારી સામુ જોતો....
તને એમ કે હમણાં મમ્મી મારા લગ્નની વાત કરશે એમ...?

ધવલ - ( ધીરેથી પોતાની જાત ને કહેતા )
કરશે શુ.... હું ટાઈમસર ના આવ્યો હો તો કરી જ દીધી હોત..

ધવલના મમ્મી - શુ બોલ્યો...
એ ધવલા...
આમ તો તારો વિચાર સારો છે હો...
મને તો છોકરી પણ સારી લાગી..
જોવામાં પણ સારી છે.
સ્વભાવ પણ સારો છે.
એના માતા પિતા પણ મને સારા લાગ્યા....

ધવલ - ઓ હેલો...
એમના મમ્મી ખબર છે....?
એમના મમ્મી કેવા ડેન્જર છે..
મને તો લઈ નાખ્યો હતો થોડી વાર...
મને તો એવુ લાગ્યું કે હમણાં મને કાચે કાચો ખાઈ જશે...

ધવલના મમ્મી - એટલે તને એ છોકરીના મમ્મી સિવાય તને એ છોકરીને એના પાપા ગમ્યા એમને...

ધવલ - ઓ બેન હવે હદ થાય છે હો.......

ધવલના મમ્મી - ઓ નોટંકી...બસ બસ..
હવે શાંત થા..
અને સાંભળ..
હું જસ્ટ એની પાસે બેઠી હતી અને ખાલી એના વિશે બધુ પૂછતી હતી..પણ
એ મને ખબર ન પડી કે એ છોકરી તારું જ રટણ કરતી હતી...વારંવાર બોલતી હતી કે તમારો ધવલ બોવ જ સારો છોકરો છે...
મને લાગે છે કે મારો હીરો એને ગમી ગયો લાગે...
શુ વાત છે હીરો ???
એવું કંઈ તો નથી ને ???

ધવલ - એ મમ્મી..

ધવલના મમ્મી - હા બોલ બોલ..
એક વાર હા પાડ... કાલે જ એ છોકરીની ઘરે જાવ...

ધવલ - હું જાવ છુ...
તમે અને પપ્પા ક્યારેય નહીં સુધરો...
બસ લગ્ન લગ્ન...
આ નાના એવા જીવને શાંતિથી જીવવા નહીં દે....
ગૂડ નાઈટ ...
જય શ્રી ક્રિષ્ના..

ધવલના મમ્મી - અરે અરે સાંભળ...
તો હું કાલે જાવ ને !! એ છોકરીની ઘરે...???

ધવલ - ઓ ભઈ.. તમને નીંદર નહીં આવતી યાર...
તમે જાવ છો કે હું પાપા ને બોલાવું...?

ધવલના મમ્મી - અરે અરે ...
અહીં આવ...
( ધવલ એના મમ્મીની પાસે જાય છે.ધવલના મમ્મી ધવલના ગાલ ખેંચે છે અને બોલે છે )
બેટા મસ્તી કરું છુ.
આમ નાક લાલ ના કર..
જો કેવુ મસ્ત મસ્ત ટામેટા જેવું થઈ ગયું છે..
લાવ એક મસ્ત ફોટો ક્લિક કરી લવ..
હા હા હા...

ધવલ - મમ્મી ...

ધવલના મમ્મી - અરે જા સુઈ જા........
ગુડ નાઈટ બેટા..
આરામ કરજે..મોબાઈલ સાઈડ માં મૂકીને સુઈ જજે...

ધવલ - હા માતુશ્રી હા...

ધવલ હજી પોતાના રૂમના દરવાજે પહોંચ્યો ત્યાંજ ધવલના મમ્મી બોલે છે..
" ધવલ બેટા સુઈ જજે હો.. પેલી છોકરીના સપના ન જોતો.
આપણે કાલે સવારે રૂબરૂમાં જઈ આવીશું એની ઘરે."
હવે ધવલ ખારો થાય છે અને જોરથી બુમ પાડે છે..
એ પપ્પા...................ઓ પપ્પા.....

ધવલના મમ્મી - ઉભો રે તું ...પપ્પા વાળી.....

ક્રમશઃ
હેલો...
મારા વહાલા વાંચકમિત્રો..
બધાને નવા વર્ષના જય શ્રી ક્રિષ્ના
અને હેપ્પી ન્યુ યર...
આપ સૌ જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરો..
હંમેશા હસતા રહો , તંદુરસ્ત રહો અને આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના...
હવે વાત કરીએ આપણી સ્ટોરીની તો..
સૌથી પહેલા સોરી કે તમને ખૂબ વેઇટ કરાવ્યો..
ઘણાને રીપ્લાય નથી આપી શક્યો એ માટે મોટુ બધુ સોરી..

હજી તો આ સ્ટોરીની શરૂઆત છે.
હજી તો આગળ કોમેડી , પ્રેમ , રોમાન્સ અને અવનવી વાતો આવવાની બાકી છે તો વાંચતા રહેજો અને હા મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ના ભૂલતા..

id - i_danny7

ખૂબ ખૂબ ધન્યવાદ...