INSEARCH OF YARSAGUMBA - 12 in Gujarati Fiction Stories by Chandresh Gondalia books and stories PDF | યાર્સાગુમ્બા ની શોધ - ૧૨

Featured Books
Categories
Share

યાર્સાગુમ્બા ની શોધ - ૧૨

ક્રમશ:

લગભગ એક કલાક સુધી ચાલતા-ચાલતા તેઓ " ગોકયો લેક " નજીક પહોંચ્યા. રસ્તામાં પ્રોફેસર જગે ભોલાની ઘણી મદદ કરી હતી. તેણે ભોલાનો સામાન ઉંચકી લીધો હતો. તેમજ તેને ટેકો પણ આપ્યો હતો. આ જોઈને પ્રાચીને તેના માટે માન થઈ આવ્યું હતું...!


હવે પછીનું મુખ્ય કામ ગોકયો લેક પાર કરવાનું હતું. તે લગભગ પુરા ૧૦ ગામને પોતાની અંદર સમાવી લે તેટલું વિશાળ હતું. તે ચારેતરફ બરફોછિત પહાડોથી ઘેરાયેલું હતું.


અત્યારે લગભગ -૧૫ ડિગ્રી જેટલું તાપમાન હતું. પાણી પણ જો હવામાં ફેંકવામાં આવે તો બરફ થઈ જાય. આટલી ઠંડીમાં લેકનુ પાણી થીજી ગયું હતું. તેમના માટે હવે થીજેલ સપાટી પાર કરી તેને ઓળંગવું આસાન હતું. હજુ તેઓ ચાલવા જતા જ હતા, ત્યાં ચાઈનાનું હેલિકોપ્ટર દૂરથી દેખાયુ. તેઓ પેટ્રોલિંગ માટે આવ્યા હતા.મહિનામાં તેઓ એક વખત અહીં તપાસ કરવા આવતા હતા. ફટાફટ તેઓ જમીન ભેગા થઈ સુઈ ગયા. જામેલ બરફની નીચે રહેલું પાણી સાફસાફ જોઈ શકાતું હતું. હેલિકોપ્ટર એકદમ તેની ઉપરથી નીકળ્યું...!. તેઓ કોઈપણ જાતની હલનચલન વગર ત્યાંજ પડી રહ્યા. જો જરા સરખું પણ હલનચલન કરે તો હેલિકોપ્ટરમાં બેઠેલ ઓફિસરો તેમને ઉપરથી જ શુટ કરી નાખે...!


લગભગ ૧૦ મિનિટ સુધી હેલિકોપ્ટર ત્યાંજ ઉડતું રહ્યું. તેમની કિસ્મત સારી હતી કે તેમણે કપડાથી માંડી પોતાના સામાન સુધીનું બધુજ સફેદ પહેર્યું હતું. આથી બરફના સફેદ રંગ સાથે તેઓ ભળી ગયા હતા અને ઉપરથી જોવા મુશ્કેલ હતા.નહીંતર આજે તેમનુ મોત નિશ્ચિત હતું...!


અત્યારે એક ડગલું પણ આગળ વધવું મુશ્કેલ હતું. કારણકે જો તેઓ આગળ વધે તો તેમના ઢસડાવાના નિશાન પરથી પણ પકડાય જાય. આથી તેઓ દબાતા પગલે સુતા-સુતા જ પાછા આવી ગયા. અને એક મોટા પથ્થર પાછળ છુપાઈ ગયા.


બિસ્વાસ : ગાય્સ..અભી તો આગે બઢના મુશ્કેલ હૈ...!


પ્રાચી : તો ફિર ઇસે ક્રોસ કૈસે કરેંગે...?!


લુસા : રાતકો....!


બિસ્વાસે તેમાં સંમતિ દર્શાવી. એકતો રાત્રે ઉપરથી દેખાય પણ નહિ અને ધુમ્મસ હોવાથી તેઓના નિશાન પણ ઢંકાય જાય. જેમતેમ કરીને તેઓ રાત પડવાની રાહ જોવા લાગ્યા. ભોલાનું દર્દ હવે વધી રહ્યું હતું. કોઈને અત્યારે ખાવાની પડી ન હતી.


રાત પડતા તેઓ હજુ નીકળતા જ હતા, ત્યાં ફરીથી હેલિકોપ્ટર આવી ગયુ. તેઓએ ત્યાંજ રોકાવું પડ્યું.


બિસ્વાસ : મુજે લગતા હૈ...કે યે પુરી રાત ઇધર હી રહેંગે...!


અભિરથ : તો અબ ક્યાં કરે...!


બિસ્વાસ : સબકા એક સાથ જાના લગભગ મુમકીન નહિ હૈ...!...તો સબકો એક-એક કરકે જાના પડેગા...!


બધા તેની વાત સાથે સહમત થયા. ધીરે-ધીરે તેઓ એક-એક કરીને આગળ વધવા લાગ્યા.


પહેલા બિસ્વાસ ગયો. દરેક જણે પોતાની કોણીની મદદથી જમીન પર સુતા-સુતા ચાલવાનુ હતું. તેણે સામેની તરફ પહોંચીને લાઈટ ચાલુ કરી બંધ કરી દીધી. તે ઇસારો હતો કે તે બરાબર પહોંચી ગયો છે. તેની પાછળ ભોલા આવ્યો. તેની પાછળ પ્રાચી, અને પછી પ્રોફેસર જગ આવ્યા. અલબત્ત એકવખત હેલિકોપ્ટર ઉપરથી નીકળ્યું પણ હતું, ત્યારે પ્રાચી જમીન પર સુઈ રહી હતી. હવે પછી લુસા પણ ધીરે-ધીરે આવવા લાગ્યો. તે જાણી જોઈને જમીન પર વધુ ભાર આપી રહ્યો હતો, આથી નિશાન રહી જાય. હવા પણ અત્યારે થમી ગઈ હતી. કંઈક ભયંકર બનવાનુ અંદેશો આવી રહ્યો હતો. પ્રાચીનો જીવ ગભરાઈ રહ્યો હતો.


હવે પછી માત્ર અભિરથ બાકી રહ્યો હતો. તે ધીરે-ધીરે આગળ વધવા લાગ્યો. હજુ તે બરાબર વચ્ચે પહોંચ્યો ત્યાં હેલિકોપ્ટર દૂરથી ઉડતું તેની નજીક આવી પહોંચ્યું. તે ત્યાં જ રોકાઈ ગયો. ઉપર બેઠેલ ઓફિસરને કોઈના નિશાન દેખાઈ રહ્યા હતા. તેઓએ હેલિકોપ્ટર નીચે લેવાનું ચાલુ કર્યું. અને મોટી ટોર્ચ લાઈટ લેક ઉપર પ્રકાશિત કરી. ટોર્ચની લાઈટ અત્યારે અભીરથ ની નજીક જ હતી. તેનો જીવ અત્યારે તાળવે ચોંટી ગયો હતો. સામે બેઠેલ દરેક જણ તેને જોઈ રહ્યું હતું ,પણ કઈ કરી શકે તેમ ન હતું. અભિરથે પોતાની આજુબાજુ પડેલ બરફ લઈને પોતાના શરીર પર નાખી દીધો. જેથી ઉપરથી ઓફિસર જુએ તો પણ તેમને શક ન જાય. એક પ્રોબ્લેમ એ થઈ ગયો કે તેની સાથે બંધાયેલ સામાનની પેટી પાછળની તરફ હતી.તેજ હવા આવવાથી તેની ઉપરનો બરફ ઉડી ગયો હતો. આથી તેને ઉપરથી જોઈ શકાતી હતી.


ઉપર બેઠેલ ઓફિસરે તે સામાન ઉપર ગોળી ચલાવી. અને બધા ગભરાઈ ગયા. અભિરથ જો પોતાની જગ્યા પરથી હલે તો પણ પકડાય જાય તેમ હતો. બે-ત્રણ ગોળીઓ સામાન પર લાગવાની સાથે નીચે બરફમાં ઉતરી ગઈ. બરફમાં એક તિરાડ પડી, અને સામાન તેમાં ગરકાવ થઈ ગયો. સામાન અભિરથ સાથે બંધાયેલ હોવાથી તે પણ નીચે પાણીમાં પડી ગયો...!. ઉપર બેઠેલ ઓફિસર તિરાડ પડવાથી કોઈ હિમશીલા પાણીમાં ડુબી તેવું સમજી બેઠો,આથી તે ન પકડાયો...!. પણ અત્યારે તે પાણીમાં હતો. અને ઉપર બરફનું પડ હતું...!

લગભગ ૫ મિનિટ પછી હેલિકોપ્ટર ત્યાંથી જતું રહ્યું. બિસ્વાસ દોડ્યો, અને જઈને અભિરથ જ્યાં ડૂબ્યો હતો, ત્યાં હેડટોર્ચ હેલ્મેટ ની લાઇટમાં શોધવા લાગ્યો. દૂર ઉભેલ લુસા મનોમન હસી રહ્યો હતો...!. બિસ્વાસે જોયું તો બરફના પડમાંથી અભિરથ દેખાતો હતો, પણ તે જીવીત ન હતો. તેની લાશ હતી. તેણે બરફકુહાડી ની મદદથી તે ભાગને તોડ્યો અને તેને ઉપર ખેંચ્યો. તેને જોઈને પ્રાચી તરફ જોયું અને ના પડતો હોય તેમ માથું ધુણાવ્યું...!


પ્રાચી સમજી ગઈ કે અભિરથ મૃત્યુ પામ્યો છે. તે જોરજોરથી રડવા લાગી. તેની ચીખો વાતવરણમા ગુંજવા લાગી. લુસા પોતાની આંખમાં નકલી આંસુ લાવી રડવા લાગ્યો. કિનારે પહોંચી તેઓએ અભિરથને દફનાવી દીધો.


તે રાત તેઓ થોડા આગળ જઈ એક ઘટાદાર વૃક્ષ નીચે રોકાઇ ગયા. તેને થોડે દૂર એકે જંગલ શરુ થતું હતું. જેની સુઝેને વાત કરી હતી. એક મુસીબત એ પણ થઈ હતી, કે અભિરથ સાથે પાણીમાં ડૂબેલ સામાનમાં ઘણો- ખરો સામાન ખાવાનો હતો, જે હવે ભીનો થઈ જવાથી કોઈ કામનો રહ્યો ન હતો...!


આજ સવારથી સાંજ સુધી તેમણે એટલી મુશ્કેલીઓ જોઈ હતી, કે પ્રાચીને પોતાના મમ્મી- પપ્પાને યાદ કરવાનું જ ભુલાઈ ગયું હતું.


----------------------------------------------

આ બાજુ આનંદજીની તબિયત હવે બહુ જ કથળી ગઈ હતી. તેમણે પોતાની પત્નીને બોલાવી.


આનંદજી : શાલિની હવે તો પ્રાચીની એક્ષામ પુરી થઈ ગઈ હશે....હવે તો તેને ફોન કર...!


શાલિનીજી : હા...હું સાંજની ટ્રાય કરું છું પણ અનરીચેબલ આવી રહ્યો છે....!


આનંદજી ચિંતિત થઈ ઉઠ્યા.


શાલિનીજી : તમે ચિંતા ન કરો...હું તેની ફ્રેન્ડને ફોન કરું છું....!


તેમણે સીમાને ફોન કર્યો પણ સીમા એક્ષામ પુરી થઈ ગઈ હોવાથી ઉંઘી ગઈ હોવાથી તેનો ફોન રિસીવ ન થયો. આથી વાત ન થઈ શકી...!. શાલિનીજીએ વોટ્સઅપ કોલ પણ કરી જોયો પણ તે ઑટોમેટિક કટ થઈ જતો હતો. તેમણે પ્રાચીને મેસેજ કર્યો કે ફ્રી થઈને અર્જન્ટ કોલ કરે. તેઓ ચિંતિત થઈ ઉઠ્યા...!


બીજી તરફ જયપાલ પોતાના અડ્ડા પર તેના એક સાથી સાથે બેઠો હતો.


જયપાલ : લુસા કી કોઈ ખબર આયી. ...?


સાથી : નહિ બોસ...?


જયપાલ : એલેક્સ ઉસકે હાથ લગા હોગા તો ઠીક નહિ તો પહાડ સે બીજ લાને કી બાત વોહ બોલ રહા થા...!


સાથી : આપકો ક્યાં લગતા હૈ...?


જયપાલ : દો દિન ઔર રુકતે હૈ...તુમલોગ નામચે બજાર કે ઉત્તુંગ પહાડ પર દેખતે રહો. ..વોહ કભીભી પહોંચ સકતા હૈ..!


સાથી : જી બોસ....!


લુસાએ બીજ લાવી નામચે બજારની ઉત્તુંગ પહાડીની એક નક્કી કરેલ જગ્યાએ પહોંચવાનું હતું. એ જગ્યા એવી હતી, જ્યાં પોલીસની પણ નજર ન પડે...!


-----------------------------------------------

રાત્રે પ્રાચી પોતાના ટેન્ટમા ઉંઘી રહી હતી. તેણે સપનામાં જોયું કે તેના પપ્પા છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા. અને તેને યાદ કરી રહ્યા હતા. જેવી તે ભાગીને તેમની નજીક પહોંચવા ગઈ ત્યાં સુધીમાં તેમણે પોતાની આંખો બંધ કરી દીધી,અને આ દુનિયા છોડીને જતા રહ્યા હતા . તે સફાળી બેડ પરથી ઉભી થઈ ગઈ...!. મનોમન બોલી ઉઠી....


પ્રાચી : કેવું ખરાબ સપનું હતું....?


તેની ઠંડી ગાયબ થઈ ગઈ. અને એક ગભરામણ પુરા શરીરમાં વ્યાપી ગઈ. તે પોતાના ટૅન્ટમાંથી બહાર આવી. ભોલા પોતાના ટેન્ટ ની બહાર બેસી દારુ પી રહ્યો હતો. તે તેની પાસે ગઈ. તેના પગ માંથી હજુ થોડું લોહી નીકળી રહ્યું હતું.


પ્રાચી : આપ ઠીક હો ભોલાભૈયા..?!


ભોલા : હા...બસ યે પૈરને ધોખા દે દિયા....!


પ્રાચી : ક્યાં અમ્બરિસ ઠીકઠાક પહોંચ ગયા હોગા...?!


ભોલા : પતા નહિ....ભગવાન કરે વોહ પહોંચ ગયા હો...!

પ્રાચી : થેન્ક યુ ભોલાભૈયા મેરે સાથ રુકને કે લિયે....!


બદલામાં ભોલાએ માત્ર સ્માઈલ આપી. તે પણ ઉદાસ હતો. એક ખામોશી તેમને ઘેરી વળી. પ્રાચીએ જોયું તો દુર ટેકરી પર બિસ્વાસ ઉભો હતો, અને ચિંતામાં જણાતો હતો. તે તેને મળવા ગઈ....!

પ્રાચી : હાય.....!


બદલામાં બિસ્વાસે ખાલી હળવું સ્મિત આપ્યું.


પ્રાચી : ક્યાં બાત હૈ....૩ દિન પહેલે ઇતની મસ્તી કરને વાલા લડકા એકદમ સે ખામોશ હો ગયા હૈ....?!


તેમની વચ્ચે એવા કોઈ ખાસ રિલેશન તો હતા નહિ, આથી શું વાત કરવી તે કોઈને સમજ પડી રહી ન હતી...!


બિસ્વાસ : તુમ ભી તો ખામોશ રહેતી હો....!


હવે શું બોલવું તે મોટો પ્રશ્ન હતો...!


પ્રાચી : અચ્છા અપને બારે મેં બતાઓ....!


બિસ્વાસ : બસ જો હે વોહ તુમ્હારે સામને હૈ....ઘરમેં મમ્મી હૈ....વોહ યહાં નેપાલ મેં ઇન્ડિયન એમ્બસી મેં કામ કરતી હૈ !

પ્રાચી : ઔર તુમ્હારે પાપા...?


બિસ્વાસે એક નજર ઉપર આકાશમાં જોયું. આકાશમાં ચંદ્ર અને તારાઓ ચમકી રહ્યા હતા. પ્રાચી સમજી ગઈ કે તેઓ હવે આ દુનિયામાં હયાત નથી...!


બિસ્વાસ : વોહ યહાં નેપાલ કે થે...ઉન્હેં ભી બીમારી થી...લેકિન કભી જીન્દગી સે હાર નહિ માની....જબ મેં છોટા થા તબ એક શામ મુજે, મેરી મોમ ઔર હોસ્પિટલકે ઉસ બેડ કો જહાં પર ઉન્હોને ૩ સાલ બિતાએ થે...ઉસે છોડકર ઈન પહાડોમેં અપની આખરી સાંસે ભરને કે લિયે ચલે આયે થે....!


પ્રાચીના શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઈ ગઈ. તેને બિસ્વાસ પ્રત્યે સહાનુભુતિ થઈ આવી. બિસ્વાસ આજુબાજુ જોઈ રહ્યો.

બિસ્વાસ : લગતા હૈ જૈસે વોહ યહી કહી હૈ.....!


પ્રાચીને હવે સમજાયું કે બિસ્વાસ કેમ તેની સાથે આવવા તૈયાર થયો હતો. તેણે પોતાના બીમાર પિતા માટે બીજ લાવવાની વાત કરી ત્યારે બિસ્વાસે તરત જ આવવાની હા પાડી દીધી હતી. તેણે પોતાના પિતાને મરતા જોયા હતા.તે ઈચ્છતો ન હતો કે પ્રાચી સાથે પણ આવું બને...!

(વધુ આવતા અંક - યાર્સાગુમ્બા ની શોધ - ૧૩ માં)


ક્રમશ: