Ajanyo number - 2 in Gujarati Short Stories by Divya Modh books and stories PDF | અજાણ્યો નંબર - 2

Featured Books
Categories
Share

અજાણ્યો નંબર - 2

આપણે મળી શકીએ ? આ વાંચી રશ્મિ વિચારવા લાગી શુ જવાબ આપવો એ એને સમજાતું નહતું. શુ કરું જાવ મળવા કે ના કરી દઉં? રશ્મિ એ પહેલા ના જ પાડી . પણ વિનય :તને મારી પર વિશ્વાસ જ નથી ને , હજુ પણ તું મને અજાણ્યો જ સમજે છે એવું બોલી ને ઈમોશનલ બ્લેકમેઇલ લાગ્યો ,એટલે એણે હા પાડવી જ પડી. સચ્ચાઈ તો એ હતી કે રશ્મિ પોતાના જીવન ની હકીકત જાણતી હતી. એ વિચારો માંથી બહાર આવી એણે વિનય ને પૂછ્યું : મળશું ક્યાં તું વડોદરા માં ને હું સુરત? વિનયે કહ્યું હું સુરત આવીશ તું બોલ ક્યાં મળીશ તું ? રશ્મિ એ એડ્રેસ મોકલ્યું: વી. આર મોલ . પણ હા રવિવારે જ મળી શકાશે. વિનય એ ઓકે કહ્યું . રવિવાર આવ્યો . વિનયે તો નક્કી જ કરી નાખ્યું હતું કે આજે તો એ આ મહિનાઓ થી ચાલી રહેલા અજાણ્યા સબંધ ને ,અને પોતાની અંદર ઉભરાઈ રહેલી રશ્મિ માટે ની લાગણીઓ ને નામ આપીને જ રહેશે . ના .. એવું નહતું કે એ પાયલ ને ભૂલી ગયો , પણ હા કદાચ હવે એને પ્રેમ શુ છે એ પહેલાં કરતા વધારે સારી રીતે સમજાવા લાગ્યુું હતું , બીજું કારણ એ પણ હતું વિનય એ પણ વિચાર આવ્યો કે પાયલ ક્યારે મળશે એ કોને ખબર , જો પાયલ માટે ની પોતાની લાગણીઓ ને વળગી રહેશે તો કદાચ એ રશ્મિ માટે ઉભી થયેલી પોતાની લાગણીઓ સાથે દગો કર્યો કહેવાશે.
રશ્મિ નક્કી કરેલા સમયે મોલ પર પહોંચી ગઈ , વિનય પણ થોડીવાર માં આવી ગયો . બને એકબીજા ના કપડાં ની ઓળખ આપી હતી ,એટલે બન્ને મળી ગયા. વિનયે બ્લેક શર્ટ અને જીન્સ પહેર્યા હતા એ હેન્ડસમ લાગી રહ્યો હતો પણ રશ્મિ … જેવી વિનય એ રશ્મિ ને જોઈ એ હેબતાઈ જ ગયો . થોડીવાર તો એને વિશ્વાસ જ ના આવ્યો કે આ એ જ છોકરી છે જેની સાથે એ કલાકો વાતો કરતો હતો. રશ્મિ રંગે સાવ કાળી ‘ કાના જેવી કાળી ‘. પણ એ બાબત કરતા વધારે જે બાબતે વિનય નું ધ્યાન ખેંચ્યું. એ હતું રશ્મિ ના હાથ પર નીકળેલા કોઢ ના નાના સફેદ. ડાઘ . વિનય જે કહેવા આવ્યો હતો એ કહી ના શક્યો , અને કહે પણ કેવી રીતે કોઈ પણ વ્યક્તિ આ જોઈ ને ડઘાઈ જ જાય એ સ્વાભાવિક છે.છતાં બન્ને વચ્ચે થોડી ઘણી વાતો થઈ , બસ એવી જ વાતો જે બન્ને ફોન પર કરતા હતા. કેમ છો, કેમ મળવા બોલાવી આમ અચાનક? રશ્મિ એ પૂછ્યું .બસ આતો અપણે ક્યારે મળ્યા ન હતા ને એટલે, બસ મળવાનું મન થયું.વિનયે જવાબ આપ્યો. પણ રશ્મિ કદાચ સમજી ગઈ હતી કે વાત શુ હતી . એ કદાચ જાણતી હતી કે વિનય. એના વિશે શું વિચારી રહ્યો હશે. થોડીવાર થઈ ત્યારે રશ્મિ જ બોલી ચાલો ને કઈ નાસ્તો કરીયે મને બહુ ભૂખ લાગી છે ,હા ભૂખ તો મને પણ લાગી છે સવારે નાસ્તો કર્યા વિના જ નીકળ્યો હતો. ઓકે તો પછી આજે મારા તરફથી ટ્રીટ રશ્મિ એ કહ્યું. ના ના ટ્રીટ તો હું તને આપીશ , બિલ હું જ ચુકવીશ વિનય બોલ્યો. કેમ? મને ડેટ પર લઇ જાય છે, રશ્મિ એ હસતા હસતા પૂછ્યું? વિનય થોડો અચકાયો .એ આવ્યો તો હતો ડેટ પર જ લઈ જવા ને,પણ અત્યારે એ રશ્મિ ના ચહેરા ને જોઈ થોડો મૂંઝવણ માં હતો એટલે એણે એ વાત હમણાં ન કરવા વિચાર્યું. થોડીવારે રશ્મિ બોલી શુ થયું બોલને મને ડેટ પર લઈ જવાનો વિચાર નથી ને તારો? ના ..એવું નહી આ તો મેં જ તને મળવા બોલાવી ને એટલે બિલ પણ હું જ ચુકવીશ. ઓકે.બન્ને નાસ્તો કરવા ગયા રશ્મિ એ સેનવિચ મંગાવી .નાસ્તો કર્યા પછી રશ્મિ પી.જી પર જવા નીકળતી હતી કે વિનયે એને ઉભી રાખતા પૂછ્યું હું તારો એક ફોટો લઇ શકું જો તને વાંધો ન હોય તો? મને વાંધો તો નથી પણ તમારે શુ કામ પડ્યું મારા ફોટા નું? રશ્મિ એ પૂછ્યું. કેમ તે જ તો કહ્યું ને હમણાં કે હું તને ડેટ કરવા નું તો નથી વિચારી રહ્યો ને? કદાચ વડોદરા ગયા પછી મારો ઈરાદો બદલાય ને મારું મન થાય તને ડેટ કરવા નું તો તારી યાદમાં તારા ફોટા ને જોઈ શકું ને, વિનયે મજાક મા જવાબ આપ્યો.રશ્મિએ પણ આ વાત મજાક સમજી સ્માઈલ આપી. બન્ને સાથે એક ફોટો પડ્યો અને બાય કહી છુટા પડ્યા.બસ એ દિવસ છેલીવાર બન્નેએ વાત કરી હતી. એ પછી ઘણા મહિનાઓ સુધી ન તો વિનય નો મેસેજ આવ્યો કે ન રશ્મિ એ મેસેજ કર્યો.

લગભગ ત્રણ મહિના પછી એક રાત્રે નવ દસ વાગ્યાની આસપાસ વિનય નો મેસેજ આવ્યો. : હાઈ હોપફૂલી તું જાગતી જ હશે આ એડ્રેસ મોકલ્યું છે વડોદરા નું કાલે સાંજ સુધીમાં પોહચી જજે.બાય , બાકી ની વાતો કાલે જ કરીશું. રશ્મિ થોડીક ચિંતા માં પડી ગઈ કેમ બોલાવી હશે મને ? પણ કાલે જોયું જશે , ત્યાં જઈશ એટલે ખબર પડી જશે , એમ વિચારી એ સુઈ ગઈ. બીજા દિવસે બપોરે એ વડોદરા જવા નીકળી , એમ પણ હમણાં થોડા દિવસો થી એ ફ્રી જ હતી જે હોટેલ માં એ નોકરી કરતી હતી એ હમણાં છોડી દીધી હતી એણે વિચાર્યું કે વિનય સાથે વાત કર્યા પછી એ પોતાની વડોદરામ જ રહેતી એક ફ્રેન્ડ ને મળી આવશે.આ વિચારી ને રશ્મિ વડોદરા પહોંચી .જે એડ્રેસ વિનયે આપ્યું હતું એ એના જ ઘરનું હતું. ત્યાં પહોંચી ને રશ્મિ પરિવારના બધા ને મળી .જમ્યા પછી રશ્મિએ વિનય ને અહીં આ રીતે બોલાવવાનું કારણ પૂછ્યું. રાતે તને ખબર પડી જશે એમ કહી વિનય એ વાત ટાળી દીધી. અચ્છા વિનય પેલી તમારી પાયલ તમને મળી કે નહીં? વાત થઈ તમારી? ના યાર..તું છોડ ને એ બધું ચાલ તને વડોદરા ની બજાર માં લઇ જાવ ફરવા એમ કહી વિનય ઉભો થયો , રશ્મિ પણ એની સાથે જવા તૈયાર થઈ. બન્ને રાતે આઠેક વાગ્યા સુધી ફર્યા . જ્યારે બન્ને ઘરે આવ્યા તો ઘરના બધા રશ્મિ ની રાહ જોતા હતા, એમ એવું હતું ને કે આજે રશ્મિ નો બર્થડે હતો પણ એને યાદ જ ન હતું. બધાએ પાર્ટી ઇન્જોય કરી ને પછી..પછી આવી રશ્મિ ની જીદંગીની એ ખુશી ની પળ વિનય એ એને પરિવાર ની સામે મેરેજ માટે પ્રોપોઝ કર્યું . ના આઈ લવ યુ નહતું કીધું એણે કારણ કે એ તો એ પહેલાં જ જ્યારે દોસ્તીની શરૂઆત થઈ ત્યાંરે જ બોલ્યો હતો ને ,હા માન્યું કે એ રશ્મિ માટે નહતું , પણ ક્યાંક ને ક્યાંક એ જાણતો હતો કે રશ્મિ પણ એણે પ્રેમ કરે છે, એટલે વિનયે સીધું જ પૂછ્યું બોલ લગ્ન ક્યારે કરવા છે ? રશ્મિ થોડીવાર માટે ચકિત થઇ ગઇ , એ બોલી કોના લગ્ન ને કોની સાથે? લે આપણા લગ્ન એક બીજા સાથે વિનય બોલ્યો.વિનય ના આ શબ્દો સાંભળી રશ્મિ મુંજવણ માં પડી ગઈ .એ ખુશ પણ હતી ને સાથે વિનય નો પરિવાર એને સ્વીકારશે કે નહીં એ વાત થી ચિંતામાં પણ હતી.
રશ્મિના મન ની વાત જાણી ગયો હોય એમ વિનય એની થોડી પાસે જઇ બોલ્યો જો મારા ઘરમાં તો બધા તૈયાર છે.બસ તું બોલ હવે ક્યારે આવું જાન લઈને? પણ વિનય..પણ શું વિનય એ પૂછ્યું. મારો ચહેરો અને આ ડાઘ..તારા મમ્મી પપ્પા ને કોઈ વાંધો..એટલું બોલી એ અટકી ગઈ.અરે યાર એ લોકો ને શુ વાંધો હોવાનો ..પપ્પાને થોડી લગ્ન કરવાના છે તારી સાથે. અને એમ પણ મેં તો પહેલીવાર તને મળવા આવ્યો ત્યારે જ વિચાર્યું હતું કે તને કહી જ દઈશ બધું પણ..પણ શું?રશ્મિ બોલી. યાર પછી મને વિચાર આવ્યો કે હમણાં તને મારા મનની વાત કહીશ તો કદાચ તું તારા આવા દેખાવ ને લીધે ના પાડી દે..ને જો તે એવું જ કર્યું. , તને તે સમયે વાત ના કહેવાનું બીજું કારણ એ હતું કે મારે મારા મમ્મી પપ્પા ને તારા આવા દેખાવ સાથે તને સ્વીકાર કરવા ના હતા.અને આજે એ લોકો માની ગયા છે એટલે જ તો તને અહીં બોલાવી છે અને હા પેલી મોલમાં ફોટા વાળી વાત યાદ છે , એ પણ ઘરે બધા ને બતાવવા જ લીધો હતો.આ બધું સાંભળી ને રશ્મિ એકદમ ખુશ થઈ ગઈ, એણે એના ઘરમાં બધાને વાત કરી.છોકરો સારો હતો, સારા પરિવારનો હતો એટલે રશ્મિના ઘરમાં પણ બધા બન્ને ના લગ્ન માટે માની ગયા.
એક વર્ષ પછી એમની પહેલી મુલાકાત ના દિવસે બન્ને ના લગ્ન થયા. લગ્નના બે ત્રણ મહિના પછી વિનય અને રશ્મિ વિનય ના એક ફ્રેન્ડ ના લગ્ન મા ગયા.લગ્ન પતાવી ને જ્યારે બહાર નીકળ્યા ત્યાં જ રશ્મિ એ વિનય ને પૂછ્યું :વિનય પાયલ નું શુ થયું ? ક્યાં છે એ ?તમે તો એને બહુ પ્રેમ કરતા હતા ને, તો તમે ક્યારેય એને મળવાની કે વાત કરવા ની કોશિશ ના કરી ? તને હજુ એ યાદ છે? વિનયે રશ્મિ સામું જોતા પૂછ્યું.હા યાદ તો હોય જ ને એના હક નું પ્રોપોઝલ મેં સાંભળ્યું હતું તો રશ્મિ એ જવાબ આપ્યો. તો સાંભળ વિનય એ વાત શરૂ કરી :તને ખબર છે પેલા શુભાંગ(વિનય નો મિત્ર જેના લગ્ન હતા) ની બાજુ માં ઉભેલી છોકરી કોણ હતી? કોણ? રશ્મિ એ પૂછ્યું. એ’પાયલ હતી . ‘મારી પાયલ ‘, મારી બેસ્ટ ફ્રેન્ડ, ‘મારો પહેલો પ્રેમ ‘ ..એણે અચાનક એના ગામ જવું પડ્યું હતું,કોઈ કારણ થી અને ગામ માં નેટવર્ક નહીં હોવાથી એ મને ફોન કરી શકી નહીં.એણે એનો નંબર બદલી નાખ્યો હતો , જે તારી પાસે આવી ગયો હતો. પછી? તો તમે ક્યારે કીધું જ નહીં એને કે તમને એ ગમે છએેમ જ ને? રશ્મિ એ પૂછ્યું. ના..મેં તો નહીં પણ એણે મને કહેલું કે હું એણે ગમું. છું. શુ? રશ્મિ ને વાત માનવા માં ન આવી. તો ..તો ..તમે..કેમ?તને યાદ છે મેં તને કહ્યું હતું એકવાર કે મારે વાત નથી કરવી ,મને એકલો રહેવા દે. હા રશ્મિ બોલી. બસ એ જ દિવસે મારી વાત પાયલ સાથે થઈ હતી એણે મને કહ્યું કે હું એણે ગમું છું .પણ મેં ના કહી કારણ કે ત્યાં સુધીમા મને તું ગમવા લાગી હતી ,તારી વાતો ગમવા લાગી હતી, અને મને એ પણ ખબર હતી કે તું પણ આ અજાણ્યા નંબર વાળા છોકરા ને પ્રેમ કરવા લાગી હતી. તો તું જ કહે જેણે મને જોયા વિના મને પ્રેમ કર્યો હોય એના પ્રેમ ને હું કઈ રીતે અવગણી શકું.