Sacha prem nu parinaam : virah in Gujarati Love Stories by Davda Kishan books and stories PDF | સાચા પ્રેમનું પરિણામ - વિરહ

Featured Books
Categories
Share

સાચા પ્રેમનું પરિણામ - વિરહ

પરમ, હજુ કેટલી વાર, ચલ ને જલદી કર.
પરમ : આયો ભાઈ બસ એક જ મિનિટ, ઘડિયાળ પહેરું છું. તમે બાઇક કાઢો.
ઓકે (જીગર એ કહ્યું)
પરમ અને જીગર બંને ભાઈ હતા. બંને ભાઈઓ એકદમ શાંત, પરમનો સ્વભાવ થોડો વધારે જ રમુજી અને જીગર તો પોતાની બોલવાની કલા થી બધાને મોહિત કરી દેતો. બંને ભાઈઓ નો સ્વભાવ ખૂબ જ સરસ હતો.

અમદાવાદ શહેરમાં બંને ભાઈ રહેવા લાગ્યા હતા અને બંને એક માસ માં તો પોતાની આવડત પ્રમાણે નોકરી શોધી ચૂક્યા હતા. પરમ એક પ્રાઇવેટ બેંક માં જોબ કરતો અને જીગર એક સ્કૂલ માં ટીચર હતો. બંને લાઇફ માં ધીરે ધીરે આગળ વધી રહ્યા હતા, બંને એ પોતાના કામ થી બધા લોકોને ખુશ કરી દીધા હતા. જોબ ના દોઢેક વર્ષ માં જ પરમ નું પ્રમોશન થયું, તેને વાઇસ મેનેજર બનાવવામાં આવ્યો હતો. તે દિવસે પરમે ગ્રીન ફ્લાવર્સ હોટેલ માં બધા મિત્રો ને પાર્ટી આપી હતી. બધા મિત્રોએ પરમ ને શુભકામનાઓ પાઠવી અને અભિવાદન કર્યું. કોઈ બુકે લાવ્યું હતું તો કોઈ ગિફ્ટ.
જીગર એ પરમને એક ઘડિયાળ ગિફ્ટ કર્યું હતું જે લેવા માટે પરમ પોતાની બધી સેવિંગ ખર્ચવા તૈયાર હતો, આ ઘડિયાળ જોતાં જ પરમ જીગરને ભેટી પડ્યો. પાર્ટી પૂરી થતા જ બધા નીકળી ગયા અને પરમ પણ બિલ ચૂકવી જીગર સાથે ઘરે જવા નીકળ્યો. બંને ઘરે પહોંચી ગયા. બીજે દિવસે રવિવાર હતો તેથી બંને એ પોતાનું કામ મોડી રાત સુધી કર્યું. બંને ક્રમશ: સૂઈ ગયા. સવાર પડતાં જ કોયલ ના ટહુકા સંભળાયા, પક્ષીઓના કલરવ નો મધુર આવાજ સાંભળી જીગર ઊંઘ માં થી બહાર આવ્યો. પરમને માથે હાથ ફેરવ્યો અને તરત જ બેડ પર થી ઉતરી ગયો, વહેલો તૈયાર થઈ નાસ્તામાં બંને માટે પૌવા બનાવ્યા, નાસ્તો કરી તે ઘર ની બહાર નીકળ્યો કે તરત જ પરમ નો અવાજ સંભળાયો, ભાઈ, અત્યાર માં ક્યાં ચાલ્યા, આજ તો રવિવાર છે... જીગરને થોડું કામ આવ્યું હતું. તેથી આવું થોડી વાર માં, નાસ્તો ટેબલ પર રાખ્યો છે, કહી ને જતો રહ્યો. પરમ પણ બધું દૈનિક કાર્ય પતાવીને પોતાના મિત્રો સાથે કાંકરિયા ફરવા જવા નીકળ્યો. બધા મિત્રો ત્યાં પહોંચી ગયા. બધા એ નાસ્તો કર્યો અને ત્યાં ફોટા પાડ્યા તેમજ ખૂબ આનંદ કર્યો. આમ જ રવિવાર પૂરો થયો, બધા નીકળી ગયા અને ઘરે પહોંચી ગયા. આમ દિવસો વીતતા ગયા અને બંને ભાઈઓ આગળ વધવા લાગ્યાં.
એક દિવસે જીગર સ્કૂલ માં એન્ટર થયો અને તેણે એક દ્રશ્ય એ પહેલી નજરે જ આકર્ષિત કરી લીધું હતું. એક યુવતી ને જોઈ ને જ જીગર ની તો વિકેટ પડી ગઈ હોય જાણે, ત્યાર પછી જીગર તે યુવતી ના વિચારો માં જ હોય, અચાનક બે જ દિવસમાં એ યુવતી સ્કૂલ માં હિન્દી ટીચર તરીકે આવે છે અને જીગર મનોમન ખૂબ હરખાઈ જાય છે. સ્ટાફ રૂમ માં બધાની મુલાકાત થાય છે અને જીગર તો પરિતા મેડમ ને જોયા જ રાખે છે, ત્યાં જ બાજુ માં બેસી રહેલા સમીર સર ખોટી ઉધરસ ખાય ને જીગરને વિચારો માં થી બહાર લાવે છે અને બધા મંદ સ્મિત સાથે હસી પડે છે. જીગર ની સ્પીચ પરીતા મેડમ ને ખુબ જ ગમી જાય છે અને આ દોસ્તી ની ગાડી ધીરે ધીરે પ્રેમનાં પાટે ચડી જાય છે, મુલાકાતો વધતી જાય છે, આ ઘટના ના ત્રણેક મહિના પછી જીગર બધી વાત પરમ ને કરે છે અને પરમ પણ જીગર ની થોડી મસ્કરી કરે છે. "ભાઈ તમે ઘબરાઓ નહી, તમારી લવ સ્ટોરી ચાંદ પર પહોંચાડીશ" આમ કહી પરમ જીગર ને ઉશ્કેરે છે અને જીગર ચિડાય.. આવી મસ્તી કરતા કરતા બંને સૂઈ જાય છે. બીજે દિવસે જીગર પરીતા મેડમ સાથે લંચ માટે જવાનું નક્કી કરે છે. આ લવ સ્ટોરી અત્યારે સારા એવા ટ્રેક પર ચાલતી હોય છે. દિવસો વીતતા જાય છે અને થોડા જ દિવસો માં પરીતા મેડમ નો બર્થ ડે હોય છે. જીગર કંઈ સ્પેશિયલ પ્લાન કરે છે, કોલેજ સ્ટાફ અને પરીતા ના મિત્રોને ડિનર ડીલાઇટ રેસ્ટોરન્ટ માં પાર્ટી આપે છે. આ જ સાથે પરીતા મેડમ ને બધા ની વચ્ચે પ્રપોઝ કરે છે. પરીતા થોડા સમય માટે તો કોઈ હાવ ભાવ જ નથી આપતી, જાણે દુનિયા સ્ટોપ થઈ ગઈ હોય, ત્યાં જ તો પરમ બોલે છે, તમારે મારા ભાભી બનવું છે. પરીતા મંદ સ્મિત અને ખુશીના આશું સાથે હા પાડે છે અને તાળીઓના ગડગડાટ સંભળાય છે.

જીગર અને પરીતા બંને ખૂબ જ ખુશ હોય છે. બંને ઘરે વાત કરે છે, પરીતા ના ઘરે જીગર ને મળવા માટે બોલાવે છે, અને જીગર ના પપ્પા પણ આ લવ સ્ટોરી ને લીલી ઝંડી આપે છે. પરીવાર ની મુલાકાત થાય છે અને ઓળખાણ પણ વધે છે. બંને પરિવાર સગાઈ ની તારીખ નક્કી કરે છે.

જીગર ને એકાએક ટ્રેનિંગ માટે બહાર જવાનો ઓર્ડર આવે છે, જીગર બધાને મળી ગાંધીનગર માટે નીકળી જાય છે.
બેક મહિના પછી અચાનક આ સિલસિલો અલગ જ મોડ લઈ લે છે. પરીતા એક ફેક્ટરી માં ગન લઈ ને જાય છે અને એ જ સમયે પરમ ત્યાં થી નીકળે છે અને તેને ત્યાં ગન સાથે બુલેટ પ્રૂફ જેકેટ માં જુએ છે. તે ખૂબ ગભરાઈ જાય છે અને ધ્રુજતા હાથે જીગર ને ફોન લગાવે છે. હાંફતા હાંફતા બધી વાત કરે છે, જીગર ખૂબ ટેન્શન માં આવી જાય છે અને પરિતાને ફોન લગાવે છે. 18 મિસ્કોલ હોવા છતાં પરીતા એક પણ ફોન ઉપાડતી નથી. જીગર પણ ગભરાઈ જાય છે અને પરિતાના ઘરે ફોન લગાવે છે, ત્યાં તેના પપ્પા ફોન ઉપાડે છે અને જીગર બધું એક શ્વાસે પૂછવા લાગે છે. અરે શાંત થઈ જાવ જીગર કુમાર, તમે શું વાત કરો છો ? ક્યાં છે અત્યારે પરીતા અમે હમણાં જ ત્યાં પહોંચીએ છીએ,...
પરમ તો ગન ની ફાયરિંગ થી જ બેહોશ થઈ જાય છે. બધા ત્યાં પહોંચી જાય છે. જીગર પણ ટ્રેનિંગ અધૂરી મૂકી અમદાવાદ માટે નીકળે છે. કદાચ ભગવાનને આ બંને નું લગ્ન જીવન મંજૂર નહતું. પરિવાર ના લોકો ત્યાં પરીતાની લાશ જુએ છે. અને તેના પપ્પા પણ બેહોશ થઈ જાય છે. એકદમ દુઃખભર્યું વાતાવરણ છે. બધા રડે છે, થોડી વાર માં જીગર પણ અમદાવાદ પહોંચી પરમ ને ફોન કરે છે. પરમ પણ માંડ હોશ માં આવ્યો હતો અને એક દર્દ ભર્યા આવજે જીગર ને આ ઘટના વિશે જણાવે છે, જીગર રડતા રડતા હોસ્પિટલ એ પહોંચે છે, જીગર પણ પોતાને લાગેલા આ આઘાતને માટે ભગવાનને દોષી ઠરાવે છે. અને ખૂબ જ રડે છે. એટલા માં જ ત્યાં પોલીસ આવે છે અને જીગર એક લેટર આપતા કહે છે કે આ લેટર પરિતના જેકેટ માં થી મળી આવ્યો છે. પોલીસ બધી કાર્યવાહી પતાવી ત્યાં થી રવાના થાય છે.
જીગર પેલો લેટર વાંચે છે.
તેમાં આ પ્રમાણે લખ્યું હોય છે,...

"મમ્મી, પપ્પા, જીગર, પરમ ભાઈ, આ લેટર તમને મળી ગયો છે એટલે હવેે હું આ દુનિયામાં નથી. મે તમારા બધા થી એક વાત છુપાવી હતી. હું ઇન્ડિયન ક્રાઇમ ડીટેક્ટીવ એજન્સી માટે કામ કરતી હતી.
મને મારા દેશ માટે કઈક કરી બતાવવું હતું.
પણ જો હું તમને જાણ કરેત તો તમે કોઈ પણ મને આ કામ માટે હા ના પાડી હોત. તેથી જ મે કોઈ ને પણ આ વાત ની જાણ કરી નહતી. મને દુઃખ છે કે મારે કારણે તમે અત્યારે ખૂબ જ દુઃખી છો. મે જે કર્યું છે એ કદાચ તમને નહિ ગમ્યું હોય, પણ અમારી એજન્સી એ હજારો નિર્દોષ લોકો ને બચાવ્યા છે. અને મારે મારો જીવ દેશના રક્ષણ માટે આપવો પડે તો એ તો ગર્વ ની વાત છે. પપ્પા, હું હર પળ તમારી દીકરી બનીને સાથે જ છું., મમ્મી, તું જ્યારે પણ શીરો બનાવ ને ત્યારે મને ભૂલતી નહિ, અને પરમ ભાઈ, તમારી સાથે હંમેશા એક મોટી બેન છે, એ તમને ક્યારેય છોડી ને નહિ જાય., જીગર, મને માફ કરી દો કે મે આ વાત છુપાવી તમારા થી, પણ તમે હવે એક બીજું પાત્ર શોધી લેજો, અને હા મને તમારી બધી ખબર છે, હું તમારા પર 24 કલાક નજર રાખું છું. મારી સોતન ને બવ હેરાન ના કરતા."

જય શ્રી કૃષ્ણ.

બસ આ જ રીતે એક તરફ વિરહ ની પીડા સાથે જીગર અંદર થી ભાંગી પડે છે, અને પરિતા ને મરણોપરાંત વીર ચક્ર થી સમ્માનિત કરવામાં આવે છે.
ખરેખર, આમ તો આ ખૂબ હૃદયસ્પર્શી અંત છે.

✍દાવડા કિશન (DK)?