Revenge PremVasna Series 2 - 31 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | રીવેન્જ - પ્રકરણ - 31

Featured Books
Categories
Share

રીવેન્જ - પ્રકરણ - 31

પ્રકરણ - 31

રીવેન્જ

અન્યાએ પોતાનુ શરીર સાગરને સમર્પિત કર્યુ. ધીમો અને શાંત લાગતાં સાગરમાં અચાનક એક મોજું આવ્યું અને અન્યાને છેક અંદર સુધી ખેંચી ગયું. કિનારે મોજા પછાડી પછાડીને શાંત થયેલો સાગર જાણે અન્યાને પચાવી ગયો.

રોજની જેમ સવાર પડી. સૂર્યનારાયણનાં કિરણો મીઠાં થી તેજ થવાં લાગ્યાં. અને આખુ જગત એનાં નિત્યક્રમ પ્રમાણે પોતાનાં રુટીનમાં જીવવા શ્વાસ ભરવા લાગ્યું.

અન્યાનાં ઘરમાં સેમે રૂબીએ કહ્યું બધી મારી તૈયારી થઇ ગઇ છે મારી અત્યારની ફલાઇટ છે... અન્યા ક્યાં છે ? રાત્રે કેટલા વાગે આવી ? ખૂબ થાકી હશે. મારી પણ આંખ લાગી ગઇ હતી. રૂબીએ કહ્યું "સેમ એ હમણાંજ ઉઠી લાગે છે બાથરૂમમાં અવાજ આવે છે. ક્યારે આવી મને પણ ખબર નથી પણ બાથરૂમનાં અવાજ આવે છે.

રૂબીએ સેમને કહ્યું "સેમ આપણે પાછાં કલકત્તા જવાનાં તમને રાજવીરે શું કહ્યું ? એકલી છોકરીને પારકા ઘરે મૂકી જવાની મારામાં હિંમત નથી. તમે આજે જાવ હું બાકીનું નીપટાવી અન્યા અને રાજની મદદથી પછી આવી જઇશે. આમ સાચું કહુ તો કલકત્તા પાછા જવાનું મને ખૂબ ગમ્યું છે. આ શહેર ઘણું મોટું અને... પણ મારું કોલક્તા એટલે કોલકત્તા જ.

સેમે જોયું રૂબી થોડી ઇમોશનલ થઇ ગઇ છે એમે કહ્યું "રાજવીર સારો છોકરો છે અન્યાની પસંદગી પર મને વિશ્વાસ છે. અન્યાને ખૂબ સાચવે છે. સાચવશે તું ચિતા ના કર અને રાજે કહેલું અન્યાની જવાબદારી હવે મારી તમે નિશ્ચિંત થઇને જાવ તમે ક્યાં પરદેશ જાવ છો ? આતો ફલાઇટ પકડીને કલાક બે કલાકમાં અહીં..

ત્યાં જ અન્યાએ ડ્રોઇંગરમમાં એન્ટ્રી પાડીએ હસતી હસતી. આવીને માં ને વ્હાલ કરવા વળગી. રૂબીએ કહ્યું "માય બેબી તું કેમ આજે જુદી જુદી લાગે છે ? ખૂબ થાકી લાગે છે... અન્યાએ કહ્યું માં એ તો કાલે ખૂબ કામ પહોંચ્યું એટલે પછી માં સામે જોવા લાગી... રૂબી પણ અન્યા સામે જોઇ રહી... ત્યાં સેમે કહ્યું અરે તમે લોકો વરસો પછી મળ્યા હોવ એમ કેમ જુઓ છો ? અન્યા કહે "માં ખૂબ ચિંતા કરે મારી.. પછી વાતને બદલતાં. બોલી "પાપા તમને એરપોર્ટ મૂકવાં આવું ? સેમે કહ્યું ના દીકરા હુ જતો રહીશ મને ગણેશ મૂકી જાય છે અને સિધ્ધાર્થ પણ સાથે છે. બાય ધ વે અનુ સિધ્ધાર્થ અંકલ નાં ટચમાં રહેજો અને એ પણ તારી ખબર અંતર લેતાં રહેશે 2-3 દિવસમાં મોમને પણ મોકલી આપજો ઓફીસમાંથી પેકર્સ આવી જશે. સામાન કોલકત્તા મોકલી આપશે. મોમને એરપોર્ટ કાળજીથી મૂકી જજે. અને રાજ છે એટલે તારી ચિંતા ઓછી છે.

અન્યાએ કહ્યું "યસ પાપા અને એનાં ચહેરાં પર મ્લાન હાસ્ય આવી ગયું. અન્યાને કહ્યું "મોમ પાપા નીકળે એટલે હું રાજવીર પાસે જઊં હું આખા દિવસની મળી નથી કે નથી કોઇ ફોન થયો ત્યાંજ અન્યાનો મોબાઇલ રણકી ઉઠ્યો અન્યાએ તીચ્છી નજર કરી હસીને ફોન લીધો. ના એણે કોઇ ચાંપ દબાવી ને ના કોઇ... હાય રાજ ગુડમોર્નીંગ ડાર્લીંગ.... ફોન લઇને એ બહાર નીકળી વરંડામાં આંટા માર્યા અને વાત કરી હું હમણાં આવું છું રાજ રૂબરૂ જ વાત કરીએય એમ કહીને ફોન મૂક્યો.

સેમને ગણેશે ગાડીમાં બેસાડી-સામાન લઇને એરપોર્ટ જવા નીકળી ગયો. રુબીએ કહ્યું "બેટાનું અંદર આવ હું પણ તૈયાર થઊં છું તું પણ તૈયાર થઇ જા હોસ્પીટલ જવા મોડું થશે.

અન્યાએ કહ્યું "હા માં અને એ ઘરમાં ધૂસી અને રૂમનાં આવી રૂબી પરવારવા ગઇ અને અન્યા ઘરને ચારેબાજુથી જોવા લાગી એનો ચહેરો ઉદાસ થઇ ગયો અને આંખો ભીની.

****************

હાય.... રાજ.. રાજવીરે જોયું તો પાસે અન્યા ઉભી છે એણે અન્યાને જોઇ હાય કહ્યું "અને અન્યાને લઇને ICUની બહાર આવ્યો. અરે માય સ્વીટહાર્ટ હજી હમણાં તો આપણે વાત કરી અને એટલીવાર અહીં લીલાવતી પહોંચી ગઇ ? ઉડીને આવી ?“

અન્યાએ હસતાં હસતાં કહ્યું "એય મારાં રાજજા... તારા માટે હું કંઇ પણ કરીને આવું... તુમ બુલાઓ ઓંર હમ ના આયે ? ઐસા હો શકતા હૈ ?

રાજવીર અન્યાની સામે જ જોઇ રહ્યો. આજે અન્યા કંઇક જુદા રૂપમાં મૂડમાં લાગી. રાજે એને કહ્યું "ડાર્લીંગ ડોલ યુ આર સો ક્યુટ... તું કંઇક વધુ જ બ્યુટીફુલ લાગે છે આજે અન્યાએ હસીને કહ્યું "તને તો હું એવી જ દેખાઊ" રાજે કહ્યું "યુ આર માય સ્વીટ સોલ યુ આર રીયલી વેરી બ્યુટીફુલ.. અન્યાએ કહ્યું "ઍય રાજ … અને પછી વાતવાળીને કહ્યું "કેમ છે પાપાને ?

રાજે કહ્યું "ઘણું સારૂ છે કાલે આખો દિવસ ઓબ્જરવેશન માં હતાં અને આજે તો ઘરે જવા માટે રજા આપી દીધ આમેય પાપાને ઘરે જ રહેવું છે એમનાં રૂમમાં ડૉકટર અંકેલ બધી જ સુવિધા કરી દીધી છે આમે ઘરે લઇ જવાનાં છે હવે એ આઉટ ઓફ ડેન્જર છે. મને આજે ઘણું સારું લાગે છે. બાય ધ વે અનુ તારું કાલનું ઓડીશન- શુટીંગ બધુ કેવું રહ્યું બે દિવસની તારી શું પ્રોગ્રેસ છે ખબર જ નથી... બટ આઇ એમ સોરી... ડાર્લીંગ પાપાની પાસે રહેવું પણ ખૂબ જરૂરી હતું અને તારાં પણ સતત વિચારો રહેતાં હતાં બટ નાઉ આઇ એમ ફી... પાપાને સાચવવા ઘરે બે માણસ ડોક્ટર અંકલ આપવાનાં છે અને મારી નજર તો હશે જ.

હવે તું કહીશ ત્યાં તારી સાથે આવી શકીશ... પછી તારી સાથે મજા હોય કે શુટીંગની સજા... એમ કહીને હસવા લાગ્યો. અન્યા રાજવીરની સામે જોઇ જ રહી કંઇ બોલી નહીં. અન્યાનું પ્રેત અન્યા બનીને બધે જ ભાગ ભજવી રહેલું. કોઇને અંદેશો પણ આવવા નથી દીધો કે એની સાથે શું બની ગયું અને એનું મૃત્યું નીપજ્યું છે. અન્યાનું પ્રેત પોતાને ખૂબ ભાગ્યશાળી માનતું કે મારી મૃત્યુની અંતિમ ઇચ્છા જીસસે પુરી કરી શરીરને મોત આખુ મારું શરીર સમર્પી દીધુ પણ મારાં આત્માને અન્યામાં જીવવા એનું રૂપ ધરાવવા બ્લેસ કરી. એની આંખનાં ખૂણાં કરી ભીના થયાં પણ એ તુરંત સ્વસ્થ થઇ ગઇ અને બોલી "યસ રાજ હવે બસ તારાં સાથમાંને સાથમાં... પાપા કોલકતા ગયાં મોમ થર્સડે જશે. પછી હું તારી સાથે જ.. અન્યાએ વિચાર્યું કાશ.. જીવતાં જીવંત મને આવું અહોભાગ્ય મળ્યું હોત.

રાજવીરે પૂછ્યું "ઓહો પાપા ગયા ? તો મોમ એકલાં છે ? પાપાને અહીંથી રજા આપશે હું ઘરે લઇ જઇશ હું બપોર સુધીમાં ફ્રી થઇ જઇશ પછી સાંજે કંઇક પ્રોગ્રામ બનાવીએ હું પણ છેલ્લા 72 કલાકથી ક્યાંય ખસ્યો નથી. પાપા પણ કહેતાં હતાં કે તું બહાર જઇ આવ અન્યાને બોલાવી લે પણ શું કહ્યું એમને કે તું ઓડીશનમાં બીઝી છે તારું શુટીંગ છે.

અન્યાએ કહ્યું હવે નિશ્ચિંત રહેજે રાજ હું મેનેજ કરી લઇશ આટલાં દિવસમાં હું ઘણું શીખી ગઇ છો રાજવીરે કહ્યું "અન્યા તું કંઇક જુદી જુદી લાગી રહી છે આટલી બધી કોન્ફીડન્ટ પહેલા જોઇ નથી. પહેલાં તો તું અલલ્ડ, મોજીલી, ડરપોક એક કિશોરી જેવી અને થોડાંક જ સમયમાં જાણે ઘડાયેલી શાણી હીરોઇન. હસ્તાં હસતાં બોલ્યો ક્યા બાત હૈ ક્યા રાજ હૈ ? બતાઓ ના ?

અન્યાએ કહ્યું "નથીંગ ડાર્લીગ પણ અનુભવ માણસને ઘડે.. ઘણાંને શીખતા વરસો લાગે મને બસ.. પળ પળ અનુભવ અને શીખ મળી છે અને તારાં જેવો પ્રેમી મળ્યો છે. ત્યાં અન્યાનાં ફોન પર રીંગ આવી જોણે જોયું હીંગોરીનો ફોન છે... હાય બેબી.. હાઉ આર યુ ? આઇ એમ સોરી અમારે ગઇકાલે એકપાર્ટીમાં તાજ જવાનું હતું એટલે હું અને નેલસન બંન્ને ગયેલા.. તને કોઇ તકલીફ નથી પડીને ? આર યુ ઓકે ?

અન્યાની આંખોમાં ગુસ્સાનો ઓથાર આવ્યો એની કીકીમાંથી જાણે અગ્નિ જ્વાળા ભડકી.. એણે પરિસ્થિતિ પર કાબૂ કરી મીઠાશથી કહયું "નો નો ઇટ્સ ઓકે આઇ એમ ફાઇન. બાય ધ વે શુટીંગ ક્યારે છે ? શેના માટે ફોન હતો ? હીંગોરીએ કહ્યું "બેબી કાલે બપોરથી મોડી રાત સુધીનું શુટીંગ છે અને એ પ્રમાણે સેટ તૈયાર કરાવીશું તું બપોરે આવી જજે. બસ અને હમણાં અહીં ખૂબ દોડા દોડી છે

સવારથી માઇકલનો પત્તો નથી છેલ્લે ફેડી અને માઇકલ સાથે પછી.... કંઇ નહીં ઇટ્સ નોટ યોર કર્સન ? બાય બેબી.... કહી ફોન કાપ્યો.

અન્યાની આંખમાં અંગારનાં સાપોલીયા સળવવી ગયાં અને એણે રાજ સામે જોયું રાજ આશ્ચર્યથી જોઇ રહ્યો

પ્રકરણ -31 સમાપ્ત.