બધી જ પ્રવૃત્તિઓ હંમેશાં સુખદ અનુભવની ખોજ માટે જ હોય છે, તમેં પણ માતૃભારતી પર સ્ટોરીઓ સુખદ અનુભવની ખોજમાં જ વાંચી રહ્યા છો સાચું નેં?
રેટિંગ આપવાથી સ્ટોરીમાં રહેલાં નાનામાં નાના સુખદ અનુભવનાં ટીપાંને પણ તમે શોધી કાઢવા જાગૃતિ ટકાવી રાખી શકશો.નહી તો મનગમતી પ્રવૃત્તિઓ પણ જાગૃતિ નાં અભાવે સમય જતાં બોરીંગ લાગવા માંડે છે.
અધુરી આસ્થા - ૧૩
જુના અંકોમાં તમે વાંચયું તેમ.
ભુતીયા બંગલામાં પ્રેમી યુગલની અદ્રશ્ય શક્તિ દ્વારા હત્યા થઈ.ગુડાઓએ નેત્રહીન રાજેન્દ્રનું અપહરણ કર્યું અને અજ્ઞાત સ્ત્રી દ્વારા તેને બચાવવામાં આવ્યો. ગુડાઓ રઘુ અને પોકીયો ભુતિયા બંગલાની અંદર પહોંચે છે. ત્યાં તેઓને માનવ અને મેરીની મુલાકાત થાય છે.રાત્રે પકીયાનો મેરી ચુડેલ સાથે સંઘર્ષ થાય છે.માનવ અને રઘુની મુલાકાત દરમિયાન રઘુ બંગલાની રહસ્યમય તિજોરીમાંથી ચોરી કરે છે.
હવે આગળ
બન્ને જણા બંગલાની બહારની ખુલ્લી જગ્યાએ નજીકમાં બે Lounger chair (સ્વિમિંગ પૂલ/દરીયા કિનારે વપરાતી આરામ ખુરશી ) પર આડા પડ્યા.
રઘુ માનવને પોતાની પુરી લવ સ્ટોરી કહી.
****રઘુ અને તેની પ્રેમિકાની સ્ટોરી અલગથી ટૂંક સમયમાં પ્રકાશિત કરવામાં આવશે ત્યાં સુધી વાંચકોએ આપણા સફરમાં જોડાયેલા રહેવા અને રેટિંગસ આપતા રહેવા વિનંતી.
રઘુ કુછ ભી કહો માનવ ભાઈ ઔરતેં હરબાર તાકતવર મર્દ કો હી પસંદ કરતી હે જેસે મેરી જાનેમન મુજે પસંદ કરતી થી આપકી કહાનીભી ઐસી હી હૈ, આપ પહેલે ભી હેન્ડસમ ઔર તાકતવર થે ઔર બાદ મેં પૈસે સે ઔર ભી તાકતવર બન ગયે.ત્યાં રઘુની નજર નજીકમાં એક ધૂળ લાગેલી ઓડી કાર પડી હતી તે જોઈને જ રઘુ સમજી ગયો કે તેની પાસે જે રીમોટ કિ છે તે આ કારની જ હોવી જોઈએ.
રઘુ "અરે ઓડી ઓડિ ઓડી યે આમ બોલી નાટક કરતો એ કાર ની નજીક જઈ પંપાળવા લાગ્યો."
માનવ "સાલે ઉસ કો છુના નહીં વો મેરી જાન હૈ"
રઘુ જમીન પર આળોટતો બોલ્યો માનવ ભાઈ સોરી લેકિન મેરા સપના હૈં કિ મેં આપ કી ગાડી કા ડ્રાઇવર બન આપકો પુરાં શહેર ઘુમાવુ.
માનવ આટલું સાંભળી અચાનક તેનો મગજનો બાટલો ફાટયો અને તે ગુસ્સામાં આવી ગયો "છોડ મેરી સોનુ કો,અગર તું ઈસે બંગલે કે બહાર લે ગયા તો મેં તેરે હાથ-પેર તોડ દુંગા ઔર તેરી જાન લે લુંગા. બાદ મેં ક્યા અભી તેરી જાન લે લેતા હું.
માનવે રાક્ષસી રીતે રઘુને ઉચકીને હવામાં ઉંચે હજાર મિટર જેટલો ઉછાળ્યો કે તેને શહેરનાં બીજા છેડેનો મિનારો દેખાઈ ગયો. તે હમણાં જાણે ચંદ્ર પર પહોંચી જશે.જ્યારે રઘુ નીચે આવવા લાગ્યો જાણે આજે તો રામ રમી જવાનાં ધ્રાસકો પડ્યો આમ તે હવામાં જ બેભાન થઈ ગયો.
આ બાજુ માનવ હસતો હસતો હવામાં જ અદ્રશ્ય થઈ ગયો.
રઘુનું શરીર પુરા વેગ થી રોકેટ ઝડપે જમીન તરફ આવી રહ્યું છે આવી રહ્યુ છે. રઘુનું શરીર જમીનથી અથડાયું અને તેનાં ફુરચે ફુરચા ઉડી ગયા પરંતુ બીજા જ ક્ષણે પાછું જેવું હતું તેવું થઈ ગયું અને હવામાં ૧ ફુટ ઉંચે તરવા લાગ્યું.
રાત્રે ૧૨:૦૦ વાગ્યે
એક સ્ત્રી પોતાનાં ખોળામાં રઘુને લઈને બેઠી છે.રઘુ બેભાન અવસ્થામાં જ રડી રહ્યો છે."માર ડાલા રે માર સાલે કુત્તે-કમિને ગુજરાતીને માર ડાલા."
એટલાં માં સ્ત્રીનો રેશમી સુંવાળો હાથ રઘુનાં કપાળે ફયો.આમ તે ગભરાયેલો તો હતો જ અને આ સ્પર્શથી છળીનેં બાળકની જેમ મોં સંતાળી અને તૂટયું વાળી સંકોચાઈ ગયો.
રઘુ અનાથ હતો પણ બિકણ નહોતો. જીવનમાં એકલતા અને સંઘર્ષે તેને બહાદુર બનાવી દીધો હતો.
****બહાદુર અને નિર્ભયમાં ફરક છે. બહાદુર વ્યક્તિ દરરોજ નવા નવા સંઘર્ષોમાંથી નવું નવું શીખતો અને શીખતો જ જાય છે. જ્યારે નિર્ભય વ્યક્તિએ પોતે જ જીવન છે. તેને જીવન કે મૃત્યુનાં ભયથી મુક્ત થઈ ગયો છે. કારણ કે તેણે બંનેનો સ્વીકાર કરેલો છે.
કઠોરમાં કઠોર અને બહાદુર વ્યક્તિ જ્યારે સચેતન અવસ્થામાં ગમે તેવી મુશ્કેલી સામે બાથ ભીડી લે છે પરંતુ, જ્યારે છળકપટથી ઓચીંતા અને અણધાર્યા હુમલા માણસને મૌતનો ધ્રાસકો પડી જાય છે. યુદ્ધમાં હંમેશા પહેલી સ્ટ્રેટેજી દુશ્મન ને મારવા કરતાં ધરાવવાની જ હોય છે.
ધીરે ધીરે રઘુને આ સ્પર્શ ગમવા લાગ્યો. તે આ કોમળ અને નાજુક હાથ ને પોતાની છાતીએ દાબીને સુઈ ગયો.
વિરામ
શું આસ્થાનું રાજેન્દ્રનું સપનું માત્ર હતું ? શું આસ્થા નામની સ્ત્રીનું કોઇ અસ્તિત્વ છે કે નથી? રાજેન્દ્રનું અપહરણ કયા કારણોસર થયું ? રાજુ અને તેની બહેન આગળ શું કરશે
ભુતિયા બંગલાનું શું રહસ્ય છે? સરજી કોણ છે? મેંગો ભાઈ ડોન કોણ છે?ભુત બંગલાને ગજવી નાખતી ચિસો કોની હતી ? માનવ અને રઘુનો શું અંજામ થયો ?શું રઘુ જેવા લુખ્ખાની પણ લવ સ્ટોરી છે ?
રઘુ ને બચાવવા વાળી સ્ત્રીનું રહસ્ય શું છે?
આ બધા જ રહસ્યો જાણવા માટે વાંચતા રહો અધુરી આસ્થા સીરીઝ.
વાચકમિત્રો, તમારા સજેશન મારા માટે હીરા-મોતી સમાન છે.તમારા સજેશન મને માતૃભારતી એપ પર મેસેજ કરો.