Wagh ni bhaibandhi in Gujarati Adventure Stories by vishnusinh chavda books and stories PDF | વાઘ ની ભઈબંધી

Featured Books
Categories
Share

વાઘ ની ભઈબંધી

વાઘ ની ભઈબંધી

ગામના પાદરે ખળખળ વહેતા પાણીમાં ઉગતા સૂર્યના બાલ કિરણો સોનેરી પટ્ટા પાડતા હોય. પનિહારીઓ બેડલા લઈને આવજાવ કરતી પોતે પહેરેલ અવનવી જાતના રંગબેરંગી વસ્ત્રો થી નદીકાંઠે આવતી પનિહારી દેખાતી હોય. નવી ભાત પડતી હોય નદી કિનારે વિશાળ વેકરાના પટમાં ગામનું ધણ ધીરે ધીરે ભેળું થઈ રહ્યું હોય. જુદી જુદી દિશામાંથી દોડી આવીને ઉતાવળે ઉતાવળે ખળખળતું પાણી હોય. ગામની નાની નાની છોડીઓ છાંણ માટે ધણ વચ્ચે દોડાદોડ કરતી હોય.

ગામના વડીલો ગામની ભાગોળે આવેલા ઘટાટોપ વડની વડવાઈઓ વચ્ચે ઓટલા ઉપર સુખદુઃખની વાતો કરતા હોય. સવારે, બપોરે, સાંજે ગામના લોકો ત્યાં ભેગા થઈ આનંદ કિલ્લોલ કરતા હોય. જેમાં નાના બાળકો આમલી પીપળી રમતાં હોય ગામમાં એક નાનું તળાવ હોય. ગામના ચોરા ની પડખે ગામલોકો પીવા માટે પાણીનો કૂવો હોય. તેને અડીને પશુ પંખીઓના પાણી પીવા માટેનો એક હવાડો હોય. તળાવ અને કુવા પર ગામની પનિહારીઓ રંગબેરંગી વસ્ત્રો પહેરીને પનિહારીઓ પાણી ભરવા આવતી હોય. અને સંધ્યા ટાણે ગામના મંદિરે ઝાલોર વાગતી હોય આવું જ એક ગામ વાત્રકના કાંઠે બાલપુર નામે ગામ આવેલું છે.

આ ગામ ને કુદરતે એવી ખુબ જ સુંદર નદી કાંઠો આપેલો છે કે ભાગ્યે જ બીજા ગામડાઓમાં જોવા મળે છે. અહીંનું કુદરતી વાતાવરણ પણ ખૂબ જ રમણીય લાગે છે. ગામમાં વધારે પડતા તો ખેડૂતો જ રહે છે. વાત ઘણા વર્ષો જૂની છે આ ગામમાં એક બાબર નામે ખેડૂત રહેતો હતો. જેની આજે આપણે વાત કરવાની છે. મેઘાજી અને દલી ડોશીનો બાબર મા બાપ નું એકનું એક સંતાન ગરીબીમાં જીવતા મા-બાપ નો એકનો એક સહારો એટલે લાડકોડમાં ઉછેરેલ એ. ઝાઝી મિલકત નહીં ગરીબીમાં જીવન ગુજારો કરે અને ખેતી થોડી ઘણી ઢોરઢાંખર રાખે. અને પોતાનું જીવન ગુજારો કરે.એ વખતે બાબર ની ઉંમર ૧૦ વરહ ની હશે. ગામમાં નિશાળ નહીં એટલે નદી પાર સામે કાંઠે ના ગામે નિશાળ જવું પડતું.ગોમના બધા છોકરાઓ ભેગા થઈને આ રીતે નિશાળે નદી પાર કરીને ભણવા જતા હતા.ભણવા તો ઓછું પણ ઘરના કામ અને ખેતી માં મજુરી ના કરવી પડે એટલે બાબર પણ પોતાના ભૈરુંઓ સાથે જતો.પણ ચોમાસામાં વરસાદ વધુ પડતો ત્યારે નદીને પાર કરવી ઘણું કાઠું કામ હતું.ઘણા ખરા છોકરાઓ તો નદીના કાંઠે આવીને પાણી જોઈને પાછા વળી જતાં હતાં.પણ બાબર તો જુદી જ માટીનો બનેલો હતો.તેને આવા પાણી માં પડીને સામે કાંઠે જવામાં પણ બિક લાગતી નહોતી.એનુ શરીર પણ મજબૂત અને ખડતલ શરીર થોડો શ્યામ રંગે પણ લાગે કોઈ બિજા જ મલકનો સ્વભાવે પણ શાંત અને મળતાવડો એટલે ભઈબંધો પણ ગોમમાં વધારે એમાંય ભુરો, ગીગો,બાલો, કારો,એના બાળપણ ના ભૈરુંઓ

હતાં. સાથે રમવાનું સાથે ઢોર ચારવા જવાનું નિશાળે પણ સાથે જતા બધાની પરીસ્થીતી સરખી હતી. ગોમમાં કોઈપણ તહેવાર હોય તો આ ટોળકીની જવાબદારી રહેતી. આમ તો આ ટોળકી તોફાની પણ એટલી જ પણ કોઈ પણ કામ હોય તો આ લોકો પાર પાડતા એટલે ગોમ વાળા ને પણ એટલો જ વિશ્વાસ આ લોકો ઉપર એમાં આગેવાન બાબર હોય અને ભુરો જાણે આ બંને તો ઘણા જનમો ના ભાઈ હોય એવું લાગે.ભુરો પણ ભુરો જ હતો જાણે કોઈ હરગનો ઈન્દ્ર જેવો લાગે.એને બાબર વગર ના ચાલે અને બાબરને ભુરા વગર બન્ને ખાલી ખોળીયા જ અલગ હતા આત્મા તો એક જ હતો.

એક વખતે વાત્રક નદીમાં ઘોડાપૂર આવ્યું. એ પણ એવું કે ગોમના બધા ભેગા થઈને આ જોવા ગયા.અને જોઈને ગોમનો વાલો ડોશો તો આ જોઈને બોલ્યો કે ભઈ મેં મારી આ ૧૦૦ દિવાહા ઉપર ની ઉંમર માં આ પેલુ લેવું આવું ચોમાહામા‍ં વરહાદના લીધે આ વાત્રક નદી માં આવું ઘોડાપૂર જોયું છે.ગોમલોકોએ નદીમાં ને ફુલ,કંકુ, શ્રીફળ થી વધાવ્યા.અને વાલો ડોશો અને ગોમના મુખીએ બધાને કિધું કે ભઈ આ પોણીના દરિયા જેવા ઘોડાપુર અને વરહાદ ને લિધે નદી કોઈ ઓળંગવી નહીં. કાંઠે થોડાં દાળા ઢોરઢાંખર લઈ ને આવવું નહીં જોખમ વધારે છે.બધુ મોણહ આ હાભળીને મુખીની વાત સાથે સહમત થયું. પછી બધાં પોતપોતાના ઘેર આવીને બિજા કામે લાગ્યા.થોડા દાળા નિશાળ જવાનું બંધ હતું એટલે બાબર અને એના ભૈરુઓ ની ટોળકી વાત્રકના જંગલમાં ઢોર ચરાવવા જતા.અને જંગલ માં સાથે લાવેલું ભાથું જમતા અને છેક સાંજે ઝાલર ટાણે ઘેર આવતા હતા.અઠવાડિયુ આવું ચાલ્યું હતું પણ બાબરની ટોળકીએ પેલા વાત્રક નદી માં ધુબાકા મારેલા અને નાહયે લા એ કેમ ભૂલાય.એટલે આજે તો એ કોઈ ને ખબર ના પડે એ બધા ઢોર ને જંગલ માં મૂકી ને નદી કાંઠે આવ્યા. અને થોડા ઓછા ઉંડા પાણીવાળા વિસ્તારમાં માં કોઈ જોવે નહીં એમ ન્હાવા લાગ્યા હજું તો થોડા પલડયા ના પલડયા એટલામાં વરહાદ પડવાં માંડ્યો. બધા ભેરુઓ એકબીજા ના હામુ જોઈને વધુ ને વધુ ગેલમાં આવ્યા અને હરખાવા લાગ્યા.હાજનો ટાઈમ થયો એટલે બધા પાણી માંથી બહાર નિકળતા હતાં અને વરહાદ મોટે ફોરે પડતો હતો. એ ટાણે એવો બનાવ બન્યો કે વાત્રક ના સામેના કાંઠે કાંઈક જનાવર નો અવાજ સંભળાયો કાંઈ નદીના વહેણમાં તણાઈ રહ્યું હોય તેવું બાબર અને ટોળકીને અવાજ ની દિશા માં જોયું તો અંધારામાં કાંઈક બલારા જેવું જનાવર સામેના વોકળા માં દેખાયું.

વાત્રક બે કાંઠે વહેતી હતી અને આ અબોલા જનાવર નો જીવ બચાવવો જોઈએ એવું બાબરે બધાને જણાવ્યું.પણ આમાંથી કોઈ તૈયાર નાં થયું ભુરો પણ બાબરને ના કહેવા લાગ્યો.કે ભૈરુબંધ નદીના આ ઘોડાપૂર માં જીવનું જોખમ વધારે છે.એટલે આપડે આવું સાહસ નથી કરવું. અને તું પણ ના કરે પણ બાબર માને તો એ બાબર શાનો એતો આ અબોલા જનાવર ના ચિસોના અવાજ સંભળાયો ત્યારે જ તૈયાર થઈ ગયો હતો.ઘમેતે ભોગે આ જનાવર ને બચાવવું પછી તો બધાને કહે ના કહે. બે કાંઠે વહેતી વાત્રક માં ખાબક્યો અને નદીનું એટલું જોર અને પાછો વરહાદ પણ એટલો પડે. ભુરો અને બિજા ભઈબંધો ના જીવતો તારવે ચોંટયા.પણ બાળપણથી જ આ નદીમાં તરેલો અને મોટો થયેલો બાબર એમ બિવે એવો નોહતો.અને પોતાના પાસેની ડાંગ (લાકડી) લઈને તરતો તરતો પેલા જનાવર બચ્ચા જોડે પોંહચી ગયો.અંધારુ પણ એટલું અને પાછો વરહાદ એટલે કાંઈ દેખાય નહીં.પણ અવાજની દિશામાં આછું આછું કાંઈક પેલા કાંઠેથી ધોવાઈને પડેલા ઝાડની ડાળીઓ પાસે પોંહચી ને પછી જનાવર ના બચ્ચાને પોતાની પીઠ ઉપર બેસાડી બાબર પોતાના ગોમના કાંઠા તરફ પાછો ફર્યો.આ વખતે તે

થાકી ગયો હતો. અને એનું વજન પણ વધારે હતું પોતે અને જનાવર નું વજન ખેંચવાનું હતું. નદી તો કે મારું કામ એ બેય કાંઠે હિલોળા લેતી અને સાંબેલાધાર વરહાદ એટલે પુછવું જ શું.

આખરે ધીમે ધીમે બાબર ગમે તે કરીને કાંઠે આવી રહ્યો હતો. એના ભૈરુબંધો એના નામની બુમો પાડીને એને હોંસલો આપતા હતા.એટલે બાબરની ગતી ધીમે પડી જતાં એ પાછો તરવાની ગતીમા વધારતો કરતો હતો.જેમતેમ કરીને એ કાંઠે આવી ગયો એટલે બધાએ એને ખેંચી લીધો.બધાએ એને ખુબ શાબાશી આપી પછી બધાં ગોમમા આવવાં નિકળ્યા.ત્યારે અંધારામાં આ જનાવર ના બચ્ચાના સ્વાસ ચાલુ હતાં.પણ બેહોશ હાલતમાં લાગતું હતું. અને કયું જનાવર છે એ પણ કોઈ ને ખ્યાલ ન્હોતો.બધા બાબરના ઘેર ચોપાડ માં ભેગા થયા.એટલામા તો આખાય ગોમમા વાત ફેલાઈ ગઈ.કે બાબરે કોઈ જનાવર ના બચ્ચાને વાત્રક ના ઘોડાપૂર માંથી તણાતું બચાવ્યું છે.મૂખી અને વાલો ડોશો અને બિજા ગોમના આગેવાનો અને બૈરાં માણસો ના ટોળેટોળાં ઉમટી પડ્યા.અહીં બાબરનો બાપો મેઘાજી અને માં દલી ડોશીને તો શું કરવું એજ હૂંજ નતી પડતી.વિવા (લગ્ન) વગર પેલી વાર આટલું માણહ અહીં ભેગું થયું હતું.એટલે મોઘાજી ને પાછો ડર પેસેલો કે મૂખી અને ગોમલોકોને શું કહેશે.

મૂખીએ અને વાલા ડોશા એ બાબરને આ બનાવ અંગે પુશ્યુ.અલ્યા બાબર બોલજો હૂં થ્યુતું પછી બાબરે આંખો બનાવ કિધો.એટલે પેલાતો તો મૂખીએ મોટેથી બૂમ પાડીને કિધું.હાળા તારે આ બલા લઈને કોઠે જવાનું કુને કિધું હતું.બાબર કોઈ બોલ્યા વગર નીચું મોઢું રાખીને ને હોભળી રહ્યો.મૂખીએ થોડી ઘણી ખરી ખોટી હંભળાવી એટલામાં વચ્ચે વાલો ડોશો બોલ્યો બાપળા છોકરાંએ હું કરે. આ વરહાદ અઠવાડિયા થી પડ્યા કરે હેં.પછી ડોશો બોલ્યો છોકરાઓ જોય પણ ચો રમવા અને આતો ઢોરો ચરાવવા જ્યાંતા બિચારા.અને એને બચારાએ અબોલા જનાવર નો જીવ બચાવ્યો.હું હોય તોયે આવું જ કરતો એવું વાલો ડોશો બોલ્યો એટલે ગોમનુ‍ં લોકો હસવા લાગ્યુ.પછી તો બધાએ બાબર ને શાબશી આપીને બધા ખુબ હસવા લાગ્યા.અને બાબરની હિંમતની દાદ દેવી પડે એવી ઘણા લોકો કેતા.એટલે બાબર ના મા-બાપ ને જીવનમાં જીવ આવ્યો અને પોતાના દિકરાના વખાણ અને બહાદુરી ની વાત હાભળીને બાબરની માં તો રોઈ જઈ. ગોમના બૈરાઓએ શાંત પાડીને કિધું કે બૂન આવો દિકરો તો દિવો લઇને હોધવા જઈએ તોય ના મળે.પછીતો મુખીએ બાબર ને આ જનાવર ના બચ્ચાને થોડું મોટું થાય તો હુંધીજ તું રાખજે પાશો હો.થોડા મહિના પશી તું આને જંગલમાં વાત્રકના વાઘાઓમાં આગે મુકી આવજે બાબરે હા કિધું.પછી લોકો નું ટોળું પોત પોતાના ઘર હોમુ જવા લાગ્યું હતું.

રાત ઘણી થઈ ગઈ હતી બાબરે અંદના ઓરડામાં ખાટલા માં જોયું તો બચ્ચું આંખો ખોલી ને બાબર સામું જોઈ રહ્યું હતું.બાબરે એને ધીરે ધીરે એની પીઠ પર હાથ ફેરવવા લાગ્યો એટલે બચ્ચાને એ ગમવા લાગ્યું હોય તેવું બાબરને લાગ્યું. એને થોડું દૂધ પીવડાવા લાગ્યો તો બચ્ચું તો જાણે વરહો થી ભુખ્યુ હોય તેમ દૂધ પીવા લાગ્યું.પછીતો થાકના લિધે બાબર એની ભેગો જ હુઈ ગ્યો.

હવાર પડી એટલે ચા પાણી પતાવીને ઘરવાળા બેઠા હતા.અને બાબર ના બાપુ બાબરને શિખામણ આપતા કે બેટા તું અમારો એક નો એક દિકરો અને આવું જોખમ લે અને તને કોઈ થઈ જાય. તો અમારું તો ઘડપણ બઘળે એટલે હવેથી થોડું ભણવા માં અને ઘર ના કામમાં ધ્યાન આપજે.એટલામા તો વાલો ડોશો બોલ્યો એ રામ રામ મેઘાજી પછીતો ખાટલો ઢાળીને બેય ડોશા બેઠા ચ્હા પીધીને બાબરની બહાદુરી ની વાત કરીને.પેલા જનાવર ના બચ્ચાની વાત કરી.કે હાળું રાતે તો આખુંય ગોમ ભેગું થયું હતું એટલે મેં વાતના કરી પણ અવ પુશુશુ કે પેલા જનાવર ના બચ્ચાને ચમશ.એટલે અંદરના ઓરડામાં માથી બાબર બચ્ચા ને તેડીને લાયો.

વાલા ડોશા એ ધ્યાન થી જોયું ને એ બોલ્યો આતો હારો માતા નો વાઘ શ… વાઘ...વાલો ડોશો તો એટલો બધો ખુશ થઈ ગયો આ વાઘના બચ્ચાંને જોઈને.એને વાલ કરતા કરતા રૂપાળા રેશમ જેવા મુલાયમ પીળાચય વાળ અને તેમાં કાળાં પટ્ટા વાળું ચામડું ધરાવતુ વાઘનું બચ્ચુ જોઈને વાલા ડોશા ને તો પોતાના બાળપણના દિવસો યાદ આવ્યાં.કે એક વખત વાત્રક ના જંગલ માં જોયેલી પેલી વાઘણ અને એના બે બચ્ચાં જાણે એનું જ બચ્ચું ના હોય.અને મનમા પેલું યાદ આવ્યું કે મને એ દિવસે બચ્ચાં રમાડવાનો શોખ જાગ્યો હતો. પણ આતો જનાવર નજીક જવાય નહીં.જે આજે જાણે સપનું જ પુરું થયું હોય અને ભગવાન ને યાદ કરવા લાગ્યો.ખરી તારી માયા ભગવાન પછી તો બાબર જોડે બધી ખવડાવા પિવડાવાની અને સારસંભાળ રાખવાની વાતો કરીને એ હેડયો.

હવે તો બાબરે બચ્ચાને ભેંસના દુધે ચડાવી દીધું હતું.અને જીવન ભર જોડે એ રાખવા માંગતો હતો.આમેને આમ એ મોટું થવા લાગ્યું હતું અને તે હવે તો તંદુરસ્ત થઈ ગયું હતું પાછું બાબરની ટોળકીમાં હળીમળી ગયું હતું. અને આ બાજુ બાબરની ટોળકીને નવું રમકડું જાણે મળી ગયું હોય.બાબર જ્યારે ગોમની ભાગોળે લઈને નીકળે. ત્યારે લોકો તો જોતા જ રહી જાય.લોકો જોઈને બાબર અને વાઘની જુગલ જોડીની વાતો કરતા.કે ગમે તેમ તોય હળવીર કેવાય બાબર જેવા તેવાના કામ નથી વાઘ પાડવાના પછી લોકો હસતા.. આખાય પંથકમાં આ વાત થવા લાગી લોકો જોવા આવતા કે હાચે જ કોઈ માણહે વાઘ પાડ્યો શ કે પહી ટાઢી બપોરના ગપ્પા. પછી તો લોકો અહીં બાબર અને વાઘને જોતાં હાથે જ કેતા વાહ ભડવીર... વાહ શાબાશ...સલામ છે તારી બહાદુરી ને... ધન્ય છે તારી જનેતા આભાર