હંમેશા જે રીતે મળતા હતા જેમ રુતુલ સમયસર ગાર્ડન માં પહોચી ગયો.
કેટલાય વરસો પછી એ જ જગ્યા, એ જ ગાર્ડન...એ જ બાંકડો અને સાથે વિતાવેલી સુખદ ક્ષણો..........
જ્યારે વર્ષો પહેલા આ જ ગાર્ડન આ જ બાંકડા પર એકબીજાને promise આપી હતી કે આજ પછી એક બીજાના સપનામાં આવી જઈએ તો ઠીક.....બાકી આજીવન એકબીજાને મળીશું નહીં.
પણ...... એનો મળવા માટે ફોન આવ્યો.....
ઘરે જ હતો કહેવાની ઈચ્છા થઇ ગઈ કે તે પ્રોમિસ તોડી... પણ એના અવાજની અંદર એક અજીબ દર્દ અને ભય હતો એટલે મળવાની હા પાડી દીધી.
એક બાજુ એની પાસેથી છુટા પડ્યા પહેલાની ગાર્ડન માં વિતાવેલ રોમાંચક યાદો અને બીજી બાજુ તાજેતરમાં રિલીઝ થયેલા કબીર સિંહ જેવી ફીલિંગ આવતી અને કબીર સિંહ જેવી કહાની પોતાના જીવનમાં બની જાય એવી બીક પણ ખરી...કેમ કે......એકબીજા પર અતિશય પ્રેમને લીધે જ આ પ્રકારની પ્રોમિસ કરેલ હતી. છુટા પડવાનું કારણ ઝઘડો નહી પણ બંનેને પોત-પોતાના સપનાઓ પુરા કરવા હતા...જો છુટા ના પડ્યા હોત તો ગમે તે એક જ જણનું સપનું પૂરું થાત.
રુતુલ આમ તો પ્રાઇવેટ કંપનીનો ડાયરેક્ટર હતો,એટલે એને બકુ(પ્યારથી બકુ કહીને બોલાવતો હતો)ની તકલીફ ના પ્રકાર નો અંદાજ એવો હતો કે હસબન્ડ જોડે નઈ ફાવતું હોય અથવા ધંધામાં નુકસાની ગઈ હોય અથવા ફાઈનાન્સિયલ તકલીફ હોય પણ ખબર ન હતી કે બકુના જીવનમાં જે અલગ પ્રકારનું વાવાઝોડું આવ્યું હતું એના માટે આ બધી મુસીબત કંઈ ન હતી. આ બાજુ રુતુલે મનોમન નક્કી કરી લીધું કે ઘરે શિલ્પા અને ૨ છોકરા ને દાવ પર લગાવીને એ કોઈપણ જાતની બકુને મદદ નહી કરે...?એમ પણ બકુ એ પ્રોમિસ તોડી જ છે..તો એ આજે છુટા પડ્યા પછી દસ વર્ષે મારી પાસેથી કંઈ પણ લેવા હકદાર નથી.
એટલામાં બકુ આવી અને એને સામેના બાંકડા પર બેસવાનો ઈશારો કર્યો.
બકુ બેઠી અને આંખમાં આંખ પરોવીને બોલી,
"કેમ છે રુતુલ?"
"બસ મઝામાં... તું"
"બસ જો તારા મેરેજ થયા પછી મેં પણ ઓસ્ટ્રેલિયા જવા NRI સાથે મેરેજ કર્યા."
વાત આગળ વધારતા બકુએ કહ્યું,
"તને એમ હશે કે મેં પ્રોમિસ કેમ તોડી?......
તને એવું થવું જ જોઈએ..તારી જગ્યાએ હું હોત ને તો મને પણ એવું જ થાત."
"કહે..એવી તે શું તકલીફ પડી...? જેના માટે તારે પ્રોમિસ તોડવી પડી એ પણ દસ વર્ષ પછી..?"
"મારી સમસ્યા સમજવા મારી આપવીતી સમજવી જ પડશે.."
વાત અટકાવતા રુતુલે કીધું,"જો તારી સમસ્યા એવી હોય કે જેના માટે મારી વાઈફ અને બે છોકરાનો ભોગ આપવો પડે તો મને તારી સમસ્યા સાંભળવી જ નથી....ok?..... બીજી કોઈ સમસ્યા હોય તો હું તૈયાર..."
"મને આ જ જોઈતું હતું કે તું પ્રોમિસ માટે મક્કમ હોય...બાકી બીજુ કોઈ હોત તો ઈમોશનલ થઈ જાત...
સાંભળ મારી પ્રોબ્લેમ સોલ્વ કરવામાં તારે કોઈ ભોગ આપવાનો નથી ખાલી એક પ્રુફ આપવાની છે.?"
"પ્રુફ?" રુતુલે આંખો ઝીણી કરીને પુછ્યું.
"તને યાદ જ હશે કે તુ બહુ સાચો દેશ પ્રેમી હતો અને મને અહીની સિસ્ટમ થી બહુ નફરત હતી ઓસ્ટ્રેલિયા માં મને ને જેકને ટ્વીન્સ આવ્યા... ઓસ્ટ્રેલિયા જઈને મેં અને જતીને નામ બદલી નાખ્યા એટલે મારા સંતાનોની પાછળ ઇન્ડિયન માતા-પિતાના નામને લીધે કોઈ જગ્યાએ અપમાનીત ના થવું પડે..મારૂ ત્યાંનું નામ સાયના છે"
સાયના નામ સાંભળતા જ રુતુલ થી ખડખડાટ હસી પડાયું
"બે છોકરાનો બાપ થયો પણ હજીયે તુ સુધર્યો નથી."
"સોરી સાયના .. સોરી....બકુ બોલ.."
વાતાવરણ હળવું થઈ ગયું.રુતુલે કોલ્ડ કોફી હાથમાં પકડાવી અને બકુ એ વાત આગળ વધારી..
"સાંભળ ... એટલું જ નહીં....મે પણ મારા બધા પુરાવા કયારે ડસ્ટબીન
માં નાખી દીધા એ પણ ખબર નથી...
હમણા બે મહીના પહેલા મારા પપ્પા ઓફ થઈ ગયા.."
"શું......?.....બહુ ખરાબ થયું તારા તો શ્વાસ હતા એ..."
આંખમાં આંસું લુછતા
"હા....ત્યારની હું ઈન્ડિયા માં છું. પપ્પા એ મામાને એક વસીયતની ફાઈલ આપી હતી એમાં એવો ઉલ્લેખ કરેલ હતો કે મારી છોકરીને જે જોઈતું હોય એ રાખે બાકી બધું આર્મી માં દાન આપી દેવું પણ કમનસીબ એટલા કે પપ્પા ના મર્યાના ત્રણ મહિના પહેલા જ મામા ઓફ થઈ ગયા..મામીએ મને વસીયતનામુ આપ્યું.
આર્મી માં ડોનેટ કરવા પહેલા બધુ મારા નામે કરવું જરૂરી હતું..જયારે વકીલ જોડે આની પ્રોસેસ કરાવી ત્યારે ખબર પડી કે બધું જ કોઈક ટ્રસ્ટના નામે થઈ ગયેલ હતું. પપ્પા એ રાખેલા બધા મારા સંસ્મરણો નષ્ટ કરવામાં આવેલ હતા."
"આટલુ બધુ બન્યું તોય કોઈને ગંધ ના આવી નવાઈ લાગે છે." રુતુલને આશ્ર્ચર્ય થયું
"મારા ઓસ્ટ્રેલિયા ગયા પછી પપ્પા એટલા હતા...
મે એમને બહુ કીધું પણ એ ભારત છોડવા તૈયાર જ ન હતા....વળી મોટી આવકને લીધે એ ઘણી ચેરીટી કરતા....લાગે છે કોઈએ એમની સેવા કરવાના બહાને બહું સિસ્ટમેટીક પ્લાનિંગ કર્યું છે..."
"મારે શું કરવાનું છે?" રુતુલે પુછ્યું
"બસ એટલું જ કે ભારત પ્રત્યે ની નફરતને લીધે અહીંની સિસ્ટમ મને વિશે કંઈ ખબર નથી..
અને ટ્રસ્ટી હોવાના નાતે વકીલો પણ એનો પક્ષ લઈને કેસ લડવાની ના પાડે છે... બહું પહોચેલી માયા છે..
ફુટી ના જાય એવા વકીલની જરૂર છે જ .....
એ બધું તો ઠીક મારૂ ઈન્ડિયન નામ મનાલી જગન્નાથ મહેતા નામની એક પ્રુફ નથી...
બીજા કોલેજમેટ ઘણા ફ્રેન્ડ મદદ કરવા આવ્યા પણ કોઈ સક્ષમ નથી અને એ લોકો એ તારુ નામ સુચન કર્યું અને ગેરંટી આપી કે તારી મદદ લઈશ તો તું આખો કેસ સોલ્વ કરી આપીશ એવી આપણા ધણા કોલેજમેટ એ વિશ્વાસ આપ્યો પણ પ્રોમિસ.......ને લીધે મેં મારી રીતે વલખાં માર્યા પણ .....બે મહીનાથી કંઈ થયું નથી...નાછુટકે...મારે પ્રોમિસ તોડવી પડી......આમ પણ ઈન્ડિયન સિસ્ટમ સમજનારા તારા જેવા વિશ્વાસુ કોઈ નથી અને મારા નામની એક પ્રુફ મળી જાય એવી આશા તારા સિવાય કોઈની પાસે નથી....
મારા પપ્પા ના અવસાન પેટે હુ ઓલરેડી દસ લાખની ચેરીટી કરી છું.
હજી જે વકીલ ફી થાય એ .... તું કહે એટલા રુપિયા ખર્ચીશ પણ પ્લીઝ આ આખો કેશ સોલ્વ કરી આપ...."
"શું કીધું??? દશ લાખની ચેરીટી કરી.... એટલામાં તો નંબર વન વકીલોની ત્રણથી ચાર કેસની ફી નીકળી જાય...મતલબ તુ ખોટા સામે લડવા માંગે છે... પ્રોપર્ટી માં કોઈ રસ નથી લાગતો નથી.......નહી તો આટલી ચેરીટી ના કરત... પપ્પા નું આર્મી ને દાન આપવાનું સપનું પુરુ કરવુ છે એમ જ ને..?"
"હા..... પ્રોપર્ટી માટે હુ નથી રોકાઈ.... પપ્પા ના સપના માટે રોકાઈ છું.... પ્રોપર્ટી તો બહુ છે.."
"તો તારા પપ્પા કેટલું છોડીને ગયા છે..?"
"બસ્સો કરોડ..."
શોક લાગ્યો રુતુલને અને પુછ્યું
"મારી પાસે સો કરોડ જેવી મિલકત છે....તુ બસ્સો કરોડ જવા દેવા માગે છે તો તો તારી પાસે ......"
"બસ્સો કરોડ પણ ઓસ્ટ્રેલિયન કરન્સી માં..
એટલે તો તારી પાસે આવી ...બીજા પર કેમનો વિશ્વાસ કરાય"
"હસબન્ડ જોડે નઈ ફાવતું હોય અથવા ધંધામાં નુકસાની ગઈ હોય અથવા ફાઈનાન્સિયલ તકલીફ હોય એટલે મળવા આવી હોઈશ........... સોરી મારી આવી બધી ધારણાઓ હતી....
હવે તો મદદ કરીશ જ...મારો પર્સનલ વકીલ છે...હા યાદ આવ્યું મારી પાસે એક જ પ્રુફ છે જેનાથી તુ સાયના માંથી મનાલી જગન્નાથ મહેતા બની શકીશ ...કોલેજ ની લાસ્ટ એક્ઝામ પત્યા પછી આપણે મુવી જોવા જતા હતા ત્યારે તારું આઈડી કાર્ડ તારી પાસે કોઈ બેગ નહોતી એટલે મને આપેલું અને મે મારી ડોક્યુમેન્ટનાં ફોલ્ડરમા મુકેલું..જયારે જયારે ડોક્યુમેન્ટ કાઢવા ફોલ્ડર ખોલતો ત્યારે નજર પડતી પણ અરજનસી ને લીધે next time બધુ વધારાનું કાઢી નાખીશ એમ કરતા કરતા હજી કાર્ડ એમનું એમ છે...શી ખબર ભવિષ્ય માં તને આટલી હદે કામ લાગશે.."
આટલું સાંભળતા જ બકુ ધ્રુસકે ધ્રુસકે રોઇ પડી....