The Tea House - 7 in Gujarati Horror Stories by Ritik barot books and stories PDF | ધી ટી હાઉસ - 7

Featured Books
Categories
Share

ધી ટી હાઉસ - 7

સુનિલ નું શરીર બેકાબુ થઈ ગયું હતું. સુનિલ ગામ તરફ વધી રહ્યો હતો. મેંપા ભગત રહ્યા નહોતા. તાંત્રિકો ભાગી નીકળ્યા હતાં. લખા ની આત્મા હવે, શક્તિશાળી બની ચુકી હતી. આ વાત થી અજાણ ગામ વાસીઓ મેળામાં ફરી રહ્યા હતા. સુનિલ ની અંદર રહેલી આત્માએ ત્યાં, બેઠેલા એક વૃદ્ધને ગળે થી પકડ્યો. ત્યારબાદ, એ વૃદ્ધ ને ચાકુ વળે ત્યાં જ ચીરી નાખ્યો. એક યુવાન વરચે આવ્યો. એ યુવાન ને અણીદાર લોખંડ ના પતરા વડે ચીરી નાખ્યું. ત્યારબાદ, સુનિલ ચગડોળમાં ચઢ્યો. અને ત્યાં બેઠેલા બે યુવાનોને ઉપર થી નીચે ફેંક્યા. બંને નું સંપર્ક ચગડોળ સાથે થયું. બંને ના માથા ફાટી નીકળ્યા. આસપાસ શવો પડ્યા હતા. સુનિલ રસ્તામાં આવતા દરેક, વ્યક્તિને મોતના ઘાટે ચઢાવી રહ્યો હતો.


"મેપા ભગત ને બોલાવો. આ આત્મા બેકાબુ થઈ ચુકી છે." ગામ ના વૃદ્ધએ કહ્યું.


"પરંતુ, દાદા તેઓ, આત્માને વશમાં કરવા માટે જંગલમાં ગયા હતા. તાંત્રિકોતો અહીં થી ભાગ્યા. કારણ પૂછ્યું તોહ, ઉત્તર આપ્યા વિના જ ભાગી ગયા. મેપા ભગત ક્યાં હશે?"



આ ચર્ચાઓ થઈ રહી હતી. એવામાં જ સુનિલ આવી પહોંચ્યો. એ ભાગો.....ભાગો...... ની બુમો કરતા ક ને, બધા ભાગવા લાગ્યા. ગામ ખાલી થઈ ગયું. બધાય ઘરમાં સંતાઈ ગયા. આ વાત થી અજાણ, સીમમાં થી આવી રહેલ યુવાન. એ યુવાન ગામ તરફ વધી રહ્યો હતો. સુનિલ પણ ત્યાં જ ભટકી રહ્યો હતો. યુવાન આ વાત થી અજાણ હતો. સુનિલ અને યુવાન બંને આમનેસામને હતા. યુવાન સુનિલ તરફ ધ્યાન ન દેતા ઘર તરફ આગળ વધ્યો. સુનિલ એ યુવાનને પાછળ થી પકડી લીધો. ત્યારબાદ, તેની આંગળીઓ ને ત્યાં પડેલા શેરડીરશ બનાવવાના મશીનમાં નાખી. તે જોરજોર થી ચીખવા લાગ્યો. તેની આંગળીઓ ભાંગી ગઈ હતી. ત્યાં મશીન પર લોહી અને માત્ર લોહી જ હતું. ત્યારબાદ, લોખંડની કિલ વડે તેની આંખ ફોડી નાખી. તેનું માથું ફાડી નાખ્યું. તેના પગમાં હોલ કરી નાખ્યા. તેના હૃદયમાં વાર કર્યા. તેનું માંસ આમતેમ પડ્યું હતું. તેની પર માખીઓ બબડી રહી હતી. સુનિલ બેકાબુ થઈ ગયો હતો.


જેમતેમ ગામ વાસીઓએ તાંત્રિક ને બોલાવ્યા. ફિકરું બાબાએ તેના મંત્ર વડે એ આત્માને થોડી વાર વશમાં કરી. ગામવાસીઓએ સુનિલને રસ્સી વડે બાંધી મુક્યો. ત્યારબાદ, ફિકરું બાબા એ લખાની આત્માને સુનિલનું શરીર છોડવાનું આદેશ આપ્યું. પરંતુ, એ આત્મા આ શરીર છોડવા તૈયાર નહોતી. કેટલાય મંત્રોચ્ચાર કર્યા. સુનિલ ને માર માર્યો. પરંતુ, એ આત્મા સુનિલનું શરીર છોડવા તૈયાર નહોતી. અને અંતે ફિકરું બાબાએ તેમનું હથિયાર એ ભભૂત બહાર કાઢી. એ ભભૂત સુનિલ પર છાંટતા સુનિલ નીચે ની તરફ ઢળી ગયો. કદાચ, આત્મા બહાર આવી ગઈ! બધાય એવું વિચારી રહ્યા હતા. પરંતુ, અચાનક સુનિલ ઉભો થયો. તેણે ફિકરું બાબા પર વાર કર્યો. ફિકરું બાબા જેમતેમ બચી ગયા. ગામ વાસીઓ ભાગી નીકળ્યા. ફિકરું બાબા ત્યાં જ બેઠેલા હતાં. આત્માનો સામનો કરવા માટે તૈયાર હતા. ફિકરું બાબા મંત્રોચ્ચાર કરી રહ્યાં હતાં. પરંતુ, એક બેકાબુ આત્મા પર કોઈ અસર નહોતી થઈ રહી. આ આત્માનો બદલો હતો. સુનિલએ ફરી ફિકરું બાબા પર વાર કર્યો. આ વખતે ફિકરું બાબા નીચેની તરફ ઢળી ગયા. તેના શરીર ને ઊંચકી અને લગાવેલી આગમાં ફેંકી દીધો. ફિકરું બાબા નો શવ બળી રહ્યો હતો. તેઓ, ચિખી રહ્યા હતા. ગામવાસીઓ આ અવાજો સાંભળી રહ્યા હતા. પરંતુ, તેઓ લાચાર હતા. તેમની પાસે કોઈ જ રસ્તો નહોતો. સુનિલમાં રહેલી આ આત્માને કઈ રીતે રોકવી? કોઈ રસ્તો છે? પરંતુ, અત્યારે તોહ, તેઓ કાંઈ કરી શકે એવી સ્થિતિમા નહોતા.


"અરે, ભાઈસા કે હુવા? ઈ ઈતને સારે લોગ મરે કયું પડે હૈ? એ ભાયા જવાબ દે! મેવે મેં ખો ગયો કે? હમકો ડર લાગરા હૈ. કહી હમકો કોઈ માર ના દેવે. હમેં અપની દુકાન મેં આસરા દો ભાઈસા." કુલ્ફી વેંચનાર વ્યક્તિ એ કહ્યું.

મેવે મેં ખો ગયો કે? આ એ વ્યક્તિનું તકિયા કલામ હતું. એ સુનિલ તરફ આગળ વધી રહ્યો હતો. એ આ ઘટના થી કદાચ, અજાણ હતો. અને અચાનક સુનિલ તેની તરફ ફર્યો. સુનિલના હાથમાં ત્યાં પડેલો પિત્તળનો લોટો હતો. એ લોટા વડે એ વ્યક્તિના માથા પર વાર કર્યા. માથા પર વાર થતાની સાથે જ વ્યક્તિ ત્યાં જ મૃત્યુ પામ્યો. પરંતુ, સુનિલએ વાર ચાલુ જ રાખ્યા. માથું ફાટી નીકળ્યું. માંસ બહાર આવી ગયું. ત્યાં આસપાસ લોહી વહી ગયું. ચારેયતરફ માત્ર શવો પડ્યા હતા. સુનિલ સીમ તરફ આગળ વધ્યો. આ વાત થી અજાણ! સીમમાં લાકડા કાપવા ગયેલ એક વૃદ્ધ થાકી ગયેલો હતો. લાકડા કાપ્યા અને ઘેર જવાની તૈયારીમાં હતો. અને ત્યારેજ સુનિલ ત્યાં આવી પહોંચ્યો. આ વખતે ફરી તેણે એક વ્યક્તિની હત્યા કરી. પરંતુ, હત્યા કરવાનું સાધન વિચિત્ર હતું. એ કાપેલા લાકડાઓ ના કાંટા વળે, એ વૃદ્ધના હૃદય પર વાર કર્યું. તેની આંખો પર વાર કર્યું! તેના માથા પર વાર કર્યા. આમ, વધુ એક વ્યક્તિ મૃત્યુ પામ્યો. આ ગામ શવો અને માત્ર શવો થી ભરાયેલો હતો. કોણ રોકવાનું છે લખા ને? શું તેનો બદલો પૂરો થશે? શું આ હત્યાઓ ચાલુ જ રહેવાની છે? આ હત્યાઓને કોણ રોકી શકવાનું છે?


ક્રમશ: