Mari Chunteli Laghukathao - 1 in Gujarati Short Stories by Madhudeep books and stories PDF | મારી ચૂંટેલી લઘુકથાઓ - 1

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

મારી ચૂંટેલી લઘુકથાઓ - 1

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

લઘુકથાનો કથા-પરિવારનો જ મહત્વપૂર્ણ હિસ્સો છે જેવી રીતે નવલકથા, વાર્તા કે પછી નાટક હોય. પરિવારમાં જે રીતે દરેક વ્યક્તિના ગુણધર્મો અલગ અલગ હોય છે તેવી જ રીતે લઘુકથાના ગુણધર્મ પણ બાકીના લેખન કરતા અલગ હોય છે. લઘુમાં વિરાટ પ્રસ્તુત કરવું તેજ લઘુકથાકારનું કૌશલ્ય છે. આપણી સમક્ષ સંપૂર્ણ સૃષ્ટિ છે, આ સૃષ્ટિમાં પૃથ્વી છે, પૃથ્વી પર મનુષ્ય, મનુષ્યનું પૂર્ણ જીવન અને એ જીવનની એક પળ. આ વિસ્તૃતથી અણુ સુધીની યાત્રા છે અને આ અણુનું સાચું અને સ્પષ્ટ વર્ણન કરવું તે જ લઘુકથાનો મૂળમંત્ર છે. એ લઘુકથાકાર જ સફળ માનવામાં આવે છે જે આ પળને સાચી રીતે પકડીને તેની પુરેપુરી સંવેદનાની સાથે તેને વાચક સુધી પ્રસ્તુત કરી શકે. સૃષ્ટિનું પોતાનું મોટું મહત્ત્વ છે પરંતુ આપણે અણુના મહત્ત્વને ઓછું આંકી શકીએ નહીં. માનવીના જીવનમાં કેટલી બધી મહત્ત્વની પળો હોય છે જે નવલકથા કે પછી વાર્તા લખતી વેળાએ લેખકની દ્રષ્ટિએથી દૂર થઇ જતી હોય છે કારણકે એ સમય લેખકની દષ્ટિ સમગ્ર જીવન પર હોય છે પરંતુ એક લઘુકથાકારની દ્રષ્ટિમાં એ પળ જ મહત્વપૂર્ણ હોય ચ્જ્જે જે એક વાર્તાકાર કે નવલકથાકારની નજરેથી દૂર રહી જતી હોય છે. એ પળોની વાર્તા જ લઘુકથા હોય છે અને અને આ ગુણધર્મ જ આ શાખાને વિશિષ્ટ પણ બનાવે છે અને અન્ય શાખાઓ કરતા અલગ પણ બનાવે છે.

- મધુદીપ

૧. નમિતા સિંહ

હસતા હુઆ નૂરાની ચેહેરા, કાલી ઝૂલ્ફે રંગ સુનેહરા... હા જી, તમે નમિતા સિંહ વિષે આ પ્રકારનું ગીત જરૂર ગાઈ શકો છો પરંતુ તેના વ્યક્તિત્વને કોઇપણ પ્રકારની સીમાઓમાં બાંધતા પહેલા તેના જીવનમાં એક જ દિવસમાં બનેલી આ ત્રણ ઘટનાઓ પર અવશ્ય ધ્યાન આપશો.

ગયા અઠવાડિયાની વાત છે. નમિતા સિંહ ઓફિસે જવા માટે રીક્ષામાં બેસીને મેટ્રો તરફ જઈ રહી હતી. ધોળા દિવસે એક રોમિયોએ પોતાની બાઈક એ રીક્ષાની આગળ ઉભી રાખી દીધી.

“રીક્ષા છોડીને મારી બાઈક પર બેસી જ, ફુર્ર કરીને તને ઓફિસે પહોંચાડી દઈશ.”

કોઈને પણ આશા હોય તેનાથી વિરુદ્ધ તે રીક્ષામાંથી કુદીને બહાર આવી અને બાઈક સામે જઈને ઉભી રહી ગઈ.

“પેટ્રોલ છે બાઈકમાં?”

આ સાંભળીને પેલો યુવક ગભરાઈ ગયો અને પછી જે જબરદસ્ત તમાચો તેના ગાલ પર પડ્યો કે તેને તેની આંખો સામે દિવસમાં જ તારા દેખાઈ ગયા.

ઓફિસ પહોંચીને નમિતા સિંહે પોતાનું કોમ્પ્યુટર ઓન કર્યું તો કેટલાક મેસેજીઝ તેની રાહ જોઈ રહ્યા હતા. તેને આમતેમ જોયું, આખી ઓફિસ વ્યસ્ત હતી. હા, શ્રીમાન ચક્રધરની નજર તેના ટેબલ તરફ જ હતી.

“હેલ્લો મિસ્ટર ચક્રધર, કેમ છો?” તેમની બેઠક પાસે જઈને નમિતાએ પૂછ્યું તો ચક્રધરનું સ્મિત વધારે પહોળું થઇ ગયું.

“તો તમે મને ‘પ્રપોઝ’ કરવા માંગો છો?” તેણે પોતાની આંખો પેલાની આંખોમાં નાખીને પૂછ્યું.

“જો તમે મંજૂરી આપો તો.” ચક્રધર બોલ્યો તો ખરો પરંતુ તે પેલીની નજરોની ધારનો ડંખ પોતાની આંખમાં જરૂર અનુભવી રહ્યો હતો.

“ભાભીજીને છૂટાછેડા આપશો કે પછી ધર્મપરિવર્તન કરવાની ઈચ્છા ધરાવો છો?”

“શું?” ફક્ત એક જ શબ્દ.

“મિસ્ટર ચક્રધર આ ઓફિસ છે, જરા ભાનમાં રહેતા શીખો. તમારા તમામ મેસેજ મારા કોમ્પ્યુટરમાં સેવ છે.” બીજા ટેબલોની નજર એ તરફ પડે તે પહેલા એ પોતાની સીટ પર બેસી ગઈ હતી.

સાંજે ડ્રોઇગરૂમમાં હલચલ હતી. ચંદ્રશેખર પોતાના માતાપિતા સાથે નમિતા સિંહને જોવા આવ્યો હતો. ચા પીવાઈ ગઈ હતી. હા,ના, બધું જ લગભગ નક્કી થઇ ચૂક્યું હતું. શુકન આપવાની અને લેવાની તૈયારીઓ ચાલી રહી હતી પણ ત્યારેજ નમિતા સિંહના એક અવાજ પર બધું જ રોકાઈ ગયું.

“ચંદ્રશેખરજી, મને નથી ખબર કે મારા માતાપિતા અને તમારા માતાપિતા વચ્ચે કઈ ચર્ચા થઇ છે, પરંતુ આ લગ્ન માટે મારી એક શરત છે.” નમિતા સિંહ જ્યારે આમ બોલી ત્યારે દરેકની આંખમાં એક પ્રશ્ન આવીને ઉભો રહી ગયો.

“આપણા લગ્ન આર્યસમાજના મંદિરમાં થશે અને એક પૈસો પણ દહેજમાં આપવામાં નહીં આવે. અને હા એક બીજી વાત...”

દરેક નજરમાં ઉત્સુકતા આવીને ઉભી રહી ગઈ.

“તમે અને હું બંને આપણા માતાપિતાના એકમાત્ર સંતાનો છીએ. સ્વાભાવિક છે કે તમે તમારા માતાપિતા પ્રત્યે તમારી ફરજ અદા કરશો. મને તેમાં કોઈજ વાંધો નથી. પણ હા હું એમ જરૂર ઈચ્છીશ કે તમે પણ મારા માતાપિતા પ્રત્યેની મારી ફરજનું વહન કરવામાં મને મદદ કરશો.

નમિતા સિંહના આમ કહેવાની સાથેજ હવે એ નજરો બહાર જવાના દરવાજા પર અટકી ગઈ.

હવે તમે નમિતા સિંહ વિષે બેશક એમ કહી શકો છો કે, હસતા હુઆ નૂરાની ચહેરા, કાલી ઝૂલ્ફે રંગ સુનેહરા....

***