ishvarne prarthna in Gujarati Spiritual Stories by પુરણ લશ્કરી books and stories PDF | ઈશ્વરને પ્રાર્થના

Featured Books
Categories
Share

ઈશ્વરને પ્રાર્થના

" લગાદો પાર કનૈયા કો નહીં તો ડુબજાયેગી,
હમારા કુછ ના બિગડેગા તુમ્હારી લાજ જાયેગી."
ભગવાનની રચેલી આ માયા એવું તો જબરુ કામ કરે છે ! કે દરેક જીવને ઈશ્વરથી બહુ જ દૂર રાખે છે. કારણ કે ઈશ્વર ને -
શ્રીહરિને માયાપતિ કહેવામાં આવ્યા છે. અને માયા પતિ અને માયા ની વચ્ચે કોઇ આવે એ માયા ને ગમે નહીં. એટલા માટે થઈને માયા ઈશ્વર અને ભક્ત વચ્ચે એક બંધન ની દોરી નાખે છે. ભક્તને બાંધે છે . ભક્તને જ્યારે માયા અનેક વાપતિ થી બાંધી દે છે ત્યારે ભક્ત ઇશ્વર પાસે, શ્રી હરિ પાસે કંઈક એવું માંગે છે કે 'હે પ્રભુ ! આ માયા ની અંદરથી મારે છૂટવું છે . ' મને છોડાવ આ માયાના બંધનથી . અને ઈશ્વરને એનો સાચો ભક્ત પ્રિય હોય છે . એટલા માટે પ્રભુ માયાના બંધનમાં ભક્તોને રહેવા દેતા નથી. પણ ભક્ત સાચો હોવો જોઈએ ! મન ની અંદર કોઈ છળ - કપટ હોવું ન જોઈએ. ભક્ત
ત્રણ પ્રકારના હોય છે . ત્રણપ્રકારે માંયા માંથી છૂટી શકાય છે.
અને ત્રણ પ્રકાર એવા છે. ( ૧ )"જ્ઞાનિ", (૨) છે" ઈશ્વર આસ્થા." અને(૩) ત્રીજો પ્રકાર છે "યોગ . "
પહેલા પ્રકારની વાત કરીએ તો એમની અંદર ફક્ત એવા ભક્ત હોય છે કે, જેમને દરેક વસ્તુઓ નું જ્ઞાન હોય છે. ઈશ્વર પ્રત્યે, માયા પ્રત્યે, જગત પ્રત્યે, જ્ઞાન ધરાવે છે . એને જ્ઞાની ભક્ત કહેવામાં આવે છે . મહેનત કરી અને પોતે માયાના બંધનથી પોતાને છોડાવે છે . પણ સાથે સાથે ઈશ્વર ને વિનંતીઓ પણ કરતા હોય છે. જેવાકે ગ્નાનદેવ, કબિર , વગેરે ..... એમને ડર પણ લાગતો હોય છે કે ક્યાંક મારી ભક્તિ ની અંદર ક્યાંક મારા ભજન ની અંદર થોડો ઘણો ફેર પડી જશે થોડી ભૂલ પડી જશે અને ઈશ્વર મારાથી દુર જતો રહેશે તો એટલા માટે થઈને ભક્તિના માર્ગ અને મજબુતીથી પકડી રાખે છે . એવો એક ગ્નાની ભક્ત હોય છે .
પ્રકાર બીજો "આસ્થા રાખનાર ." એટલે કે "વિશ્વાસુ ભક્ત " જેને પરમ વિશ્વાસ છે . પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા છે . ભગવાન ની અંદર સંપૂર્ણપણે વિશ્વાસ અને ભરોસો રાખીને જે રહે છે. જેમકે 'નરસિંહ મહેતા ' . એમને વિશ્વાસ હતો કે, ભગવાને એકવાર વચન આપ્યું છે કે તારે ભિડ પડે ત્યારે યાદ કરજે , હું તારા દરેક કામને ઉકેલી દઇશ . અને ત્યારે એ નરસિંહ મહેતા હાથની અંદર કરતાલ લય ને કેદારો આલાપતા હોય, અને ઈશ્વર આવી અને એના દરેક કાર્યો પૂર્ણ કરી જતા હોય !!!
તો આવા ભક્તો અનેક થઈ ગયા એ ભક્ત ની શ્રેણી આવે છે વિશ્વાસની , આસ્થાની .
અને ત્રીજો ત્રીજો માર્ગ છે, યોગ - હઠયોગ ઘણા એવા યોગીઓ થયા છે. ઘણા એવા સંતો થઈ ગયા છે કે , જેમણે યોગના કારણે પરમાત્માને પણ વશ કર્યા છે . અને એ યોગ કે ભક્તિ ઘણી વખત જીવન પર્યન્ત રહે છે , અને ક્યારેક યોગની ભક્તિ થોડી ઘણી સિદ્ધીઓ મળ્યા બાદ વ્યક્તિના મનમાં પરિવર્તન પણ કરાવી નાખે છે. !! ઘણા એવા ભક્ત થયા છે કે તેમણે થોડા સમય માટે થઈને પરિપૂર્ણ રીતે હઠ થી યોગ કરી ( અમુક ચોક્કસ પ્રકાર ના તપ .)અને ઈશ્વરને મનાવ્યા છે. ઈશ્વરને પોતાના બનાવ્યા પણ છે . અને પછી અહંકાર અને અભિમાન આવતા ભક્તિના માર્ગ ઉપરથી ક્યારેક ખસી જાય છે એ યાદ રહેતું નથી!!! (ઘણા ભાગના વરદાની દાનવ આ વિભાગમા આવી શકે છે . ) અને ત્યારે ભક્ત ભક્તિના માર્ગ ની અંદર થીભ્રષ્ટ થઇ નિષ્ફળ થાય છે!!!.
ઘણા એવા પણ છે , જેમણે જીવન પર્યંત યોગને નિભાવ્યો ને પોતાનું જીવન યોગ્ય બનાવ્યું છે , જેમ કે ઋષિ દુર્વાસા , ઋષિ વિશ્વામિત્ર છે યોગી છે . વિશ્વામિત્ર યોગી બન્યા હેમુ કારણ હતું કે તેમને રઘુવંશના ગુરુ વશિષ્ઠ જેવું વ્યક્તિત્વ જોઈતું હતું. જે શક્તિ , જે બળ અને જે જ્ઞાન અને
જે માનસન્માન 'રઘુકુળ' ના કુળ ગુરુ પાસે છે એ વસ્તુ અને હાંસલ કરવી હતી . અને માટે થઈ અને એમના મનની અંદર રાગ આવે છે અને ત્યારે વિશ્વામિત્ર એક રાજાનું રાજ્ય મયિ જીવન છોડી અને તપ કરવા માટે જતા રહે છે . અને તપ કરતા કરતા એમને પણ ખ્યાલ રહ્યો નથી !!!. અને ક્યારેય યોગી બની ગયા છે .! પરમ યોગી બની ગયા છે . ! એવા વિશ્વામિત્રે ક્યારે ગાયત્રી મંત્રની રચના કરી એ પણ એને ખ્યાલ રહ્યોનથી !!! જે
ત્રિભુવન ને પણ બંધન કરી શકે એવો અદભુત ગાયત્રી મંત્ર !!!
એ જીવનપર્યંત યોગી રહ્યા છે . ઘણાયે ભક્તો હઠથી યોગ કરી અને ઈશ્વરને પ્રાપ્ત કર્યા. અંતે તે પોતાના મન માનસ ને કારણે પ્રાકૃતિક સ્વભાવને કારણે વળી પાછા પોતાના સંસાર ની અંદર જતા રહ્યા છે . જેવા કે જે ચ્યવન, સૌભરી વગેરે ...
તેઓનું વર્ણન ભાગવતમાં વિસ્તૃત રીતે કહેવામાં આવ્યું છે. વળી એ સૌભરિ ઋષિ ના જીવન વિશેનો લેખ આગળ વળી પાછા ક્યારેક બીજા કોઇ પુસ્તકની અંદર કરીશું . અત્યારે ભક્તો ના પ્રકારની વાતો ચાલે છે, તો એમની અંદર આગળ વધીયે જે ક્રમ વાઇઝ આપણે ભક્તો ને બીજી રીતે આમ પણ કહી શકાય કે , ભગવાનની માયા થી છુટવા ને માટે થઈને જીવ આ ત્રણ પ્રકાર અપનાવે ૧-તત્વોહમ.
૨-દાસોહમ
૩-સોઅહમ
એ ઈશ્વર તારા જેટલી જ મારી અંદર તાકાત છે અને એ તાકાત થી હું આ માયાના બંધન કાપી શકું આવા કોઈ ભક્ત થાય અને એ પોતાના બળ અને તાકાતથી પોતાની ભક્તિના જ્ઞાનના તાકાતથી માયાના બંધન ને કાપી શકે આવા પરમ ભક્ત એવા જનક વિદેહિ થયા . એ માયાના બંધનથી મુક્ત હતા . એમને માયા નો લેશમાત્ર પણ સ્પર્શ થતો નહોતો . મિથિલાના રાજા હોવા છતાં પણ એમણે ક્યારે પોતાના તત્વજ્ઞાને છોડ્યું નથી . અને પોતાના તત્વજ્ઞાન થી પોતે સંસાર અને માયાથી પર રહી શક્યા છે . મહારાજ શુકદેવજી જેમને માયા લેશમાત્ર પણ સ્પર્શી નથી . માતાના ગર્ભની અંદર થી બહાર આવતા પહેલાં જ તેમણે રેસ કહ્યું છે કે
"તું મને મારા ઈશ્વરથી દૂર રાખે છે એટલે માયા જ્યાં સુધી તારો પરદો છે ત્યાં સુધી હું આ સૃષ્ટિ લોક ઉપર નહીં આવું " . અને માયાને દૂર કરી અને હંમેશાં એ માટે પોતાની દ્રષ્ટિ ને બ્રહ્મમયિ કરી અને મહારાજ સુખદેવજી રહ્યા છે . !!!
બીજા ભક્તો નો દરજ્જો આ પ્રકાર છે "દાસોઅહમ " . ' હે ઈશ્વર હું તારો દાસ છું '.
આ માયામાંથી તું મને છોડાવ . આ માયા એવી છે કે , ઈશ્વર મને તારા સુધી પહોંચવા દેતી નથી . હું નિર્બળ છું અને તારી માયા પ્રબળ છે . પણ એ ઈશ્વર એ માયાના બંધનમાંથી તું મને છોડાવ .
જે તત્વોહમ સમજે તે કે છે હે ઇશ્વર તારો જ અંશ છું ! તારો તત્વ ઓછું પ્રેમથી તને વિનવું છું મારી અંદર તાકાત છે કે નથી એની મને ખબર નથી પણ મને તારા ઉપર ભરોસો છે ઈશ્વર તું મને છોડ આવીશ તો હૂ માયા ના બંધન ની અંદરથી હું છૂટી જઈશ . પણ જે વી સિદ્ધિ પ્રાપ્ત થાય કે તરત જ ભુલાય જાય ભગવાન અને અહંકાર આવિ જાય . એ બંધન નુ દોરડું કાપવા પણ નથી માગતો .પણ ઇશ્વર એમ કહું છું કે આજે ગાંઠ લાગેલી છે ના માયાની ગાંઠ ને દૂર કર અને જેથી કરીને એ ગાંઠ છૂટેલું દોરડું એ માયાનું બનાવી અને બીજા ને પણ બાંધી શકે એ ઈશ્વર એવી તારી પાસે પ્રાર્થના કરું છું તો આ થયો ભક્ત નો ત્રીજો પ્રકાર.
તત્વોહમ- કે હું ઈશ્વર તને સમજુ છું અને ઈશ્વર તું પણ મને સમજે મને આ માયાના બંધનમાંથી મુક્ત કરાવો.
સંપુર્ણ
(પુરણ સાધુ).
સૌને જય સીયારામ
પુરણ લશ્કરી.
(માલપરા ભાલ).