Premdrashti in Gujarati Love Stories by Mahek books and stories PDF | પ્રેમદ્રષ્ટી

The Author
Featured Books
Categories
Share

પ્રેમદ્રષ્ટી

December મહિના ની ગુલાબી ઠંડી મંદમંદ લહેરાતો પવન , ઝરૂખા ની બહાર નિહાળતા લોકો ની ભીડ મા જાણે અતીત ને શોધવાની કોશિશ, કેમ જાણે આજે મન મા યાદો નો વંટોળ ચાલી રહ્યો હતો, રેડિયો પર આવતા 90s ના રોમાન્ટીક songs ફરી પાછા શાળા ના દિવસો ને યાદ કરાવી રહ્યા હતા.

નીરવ મારા જીવન નું સૌથી સુંદર chapter. ૯ મા ધોરણ મા હતી ત્યારે પહેલી વાર નીરવ ને જોયો હતો. અમારા વર્ગ જુદા હતા એટલે રિસેસ મા નીરવ મારા વર્ગ મા એના મિત્રો ને મળવા આવતો. મને આજે પણ બારી પાસે ની મારી બેન્ચ યાદ છે. નીરવ ના વર્ગ નો P.T નો period. રમતો, ફરતો ને તોફાની હતો એટલે P.T sir નો માર પણ ખાતો. મારુ ધ્યાન શિક્ષક ભણાવતા એમા ઓછું ને નીરવ ના નિખાલસ તોફાનો પર વધારે રહેતું.શાળા શરુ થતા પહેલા બેલ મા જો નીરવ દેખાતો નહી તો દિલ બેચેન રહેતું ને રિસેસ મા એને જોતા જ હોઠો પર સ્મિત ફરી વળતું.

મારા આવા વર્તન ની જાણ મારી સહેલી સ્વેતા સમજવા લાગી હતી, સ્વેતા અને નીરવ બન્ને એક જ કોચિંગ ક્લાસ મા ભણતા હતા.જાણતા અજાણતાં નીરવ ને પણ ખબર પડી હતી. હવે મારા મન મા ડર હતો. મારી નજર નીરવ ની નજર સાથે મળવા લાગી હતી . મારા દિલ મા પ્રણય ના અંકુર ફૂટવા લાગ્યા હતા.મારા મન મા જે feelings હતી એવી feelings નીરવ ને મારા પ્રત્યે નહોતી પણ આતો પ્રેમ હતો કોઈ વેપાર નહી કે “તુ કરે તો જ હું કરુ”

નીરવ ને Cadbury બહુ પ્રિય હતી, હું રોજ જ Cadbury લઈ ને આવતી ને સ્વેતા કોઈ બહાને નીરવ ને આપી આવતી , આ રોજની દિનચર્યા બની હતી. જોત જોતા મા ૧૦ મું ધોરણ પણ પતી ગયું, Board ની છેલ્લી Exam ના દિવસે સ્વેતા એ મને કહ્યું “આજે આપણે રાત્રે બહાર જમવા જવાના છીએ ને નીરવ તને Propose કરવાનો છે” આ સાંભળી હું સ્તબ્ધ થઈ ગઈ. બીજી બાજુ મારી ખુશી નો પાર નહોતો, શાળા ના પહેરવેશ માથી બહાર આવી શણગાર સજવા મન વિચલિત હતું, ચહેરો અરીસા સામે થી હટતો નહોતો, ઘરે થી નીકળતા આંખો એ હજારો સપના જોઈ લીધા. મન મા ને મન મા સપના ના મહેલો બંધાઈ રહ્યા હતા. રેસ્ટેરન્ટ મા જતા જ નીરવ સામે આવી ચડ્યો. આજે ચંચલતા ભર્યો પ્રેમ પરિપક્વ જણાતો હતો. નીરવ ના મુખ પર ગંભીરતા દેખાતી હતી, કાળા ભમ્મર વાળ , આંખો મા છલકાતી લાગણી અને શ્યામ વર્ણ મને એના તરફ આક્રષિત કરતું હતું. હું સહેલીઓ જે ટેબલ પર બેસી હતી ત્યાં જઈ બેસી. નીરવ ને મારા તરફ આવતા જોઈ મન મા ડર વધી રહ્યો હતો Greeting Card આપી propose કર્યું with 3 Magical words “I Love You” બધા ની વચ્ચે હું પરત જવાબ ન આપી શકી પણ એ જાણતો હતો હું એને બહુ પ્રેમ કરુ છું. આવતા શુક્રવારે મળવા નું નક્કી કર્યું ને છુટ્ટા પડ્યા. હવે મન વિચારો મા ગુથાતું રહેતું હોઠો પર સ્મિત છલકાતું રહેતું.ચાર દિવસ ચાલીસ જેવા લાગતા હતા. મળવાનો દિવસ આવ્યો, એ સમયે mobile નહોતા એટલે જે સમય ને સ્થળ નિશ્ચિત હતું ત્યાં જ મળવાનું હતું . હું ત્યાં સમયસર પહોંચી ગઈ, મારી નજર એને શોધતી હતી, રાહ જોતી હતી, ૨ ના ૩ વાગ્યા ને ૩ ના ૫ પણ નીરવ ત્યાં ન આવ્યો. આંખો મા આંસુ સંતાડી ઘર તરફ વળી. મન મા વિચારો નું વાવાઝોડું ચાલતું હતું કેમ નહી આવ્યો હોય ? એને કાંઈ થયું તો નહી હોય ? કોઈ ના કહેવાથી તો એણે મને propose નહી કર્યું હોય ને? એને મારા પ્રત્યે પ્રેમ નહી હોય? કેટલાક સવાલો પોતાને પૂછી લીધા પરંતુ જવાબ મા નિરાશા સિવાય બીજું કાંઈ ન મળ્યું.

Board નું પરિણામ આવી ગયું હતું , percentage પણ સારા હતા એટલે સારી કોલેજ મા admission મળી ગયું. શાળા પુરી થઈ ગઈ હોવાથી કોઈ નો બહુ સંપઁક રહ્યો નહોતો પ્રેમ ની મીઠી યાદો ને દિલ ના એક ખૂણે સાચવી ભવિષ્ય તરફ આગળ વધવાનું નક્કી કર્યું. થોડા મહિના વીતતા નીરવ નો એક મિત્ર મળ્યો એણે મને જણાવ્યું કે “S.S.C. પછી નીરવ હંમેશમાટે અમદાવાદ રહેવા ગયો છે એટલે તુ એને ભૂલી જા” એટલું કહી એ જતો રહ્યો. એવું લાગ્યું જાણે મારા સવાલ નો જવાબ મને મળી ગયો હોય. એનો મિત્ર જાણતો નહોતો કે આ પ્રેમ ભૂલવા માટે નહોતો કર્યો, કોઈને પ્રેમ કરવા એની હાજરી ની જરૂર નથી હોતી, એના વગર પણ એને પ્રેમ કરી શકાય, એ જ્યા હોય ત્યાં એને ખુશ જોઈ હોઠો પર સ્મિત આવે એ સાચ્ચી પ્રેમદ્રષ્ટી.