Marubhumi ni mahobbat - 15 in Gujarati Love Stories by Shailesh Panchal books and stories PDF | મરુભૂમી ની મહોબ્બત - 15

Featured Books
Categories
Share

મરુભૂમી ની મહોબ્બત - 15

ભાગ : 15

મરુપ્રદેશ ની મધરાત બરાબર ની જામી હતી.

નર્સરીમાં ચોમેર સન્નાટો પથરાયેલ હતો.મે જોયું કે મિતલ અનિલ સૂઈ ગયા છે એટલે હું હળવેથી ઉભો થયો. કીચનમા જયીને પાણી પીધું. ત્યારબાદ મારી બેગમાં થી એક ચાવી નીકાળી.

આજે રાત્રે મારે જેતપાલ ના ઘરની તલાશ કરવાની હતી.

હીના ની કામ કરવાની પધ્ધતિ આગવી હતી.ડિફેન્સ ડિપાર્ટમેન્ટ તરફથી અમને આ કેસને લગતી તમામ બાબતો ઉપર ઓપન ઈન્કવાયરી કરવાના ટોટલ રાઈટ્સ અપાયાં હતાં. હાઇકોર્ટે.. હાઇકમાન્ડ તરફથી પણ અમને છૂટો દૌર અપાયો હતો. ધોળા દિવસે બેહિચક અમે જેતપાલ ના સીલ મકાન નું તાળું ખોલીને તપાસ કરી શકયા હોત... અમને કોઈ રોકટોક નહોતી આમ છતાં, જયાં સુધી નાકે પાણી ન આવે ત્યાં સુધી લાસ્ટ એકશન ન લેવી એવું હીના માનતી.પોતાની આ જ થિયરી ને લયીને હીના એ અસંખ્ય કેસોનુ સોલ્યુશન કર્યુ હતું.

હળવેકથી દરવાજો ખોલી હું બહાર નીકળ્યો.

હબસીના મોઢા જેવી કાળી રાત આ ગામને પોતાની ચાદરમાં લપેટી ને સૂઈ ગઈ હતી. નજીક ઉભેલા માણસનું પણ મ્હો ન દેખાય એવો અંધકાર પોતાની ચરમસીમાએ હતો.

નર્સરી નો દરવાજો વટાવી હું ગામમાં પ્રવેશ્યો.

ગામમાં પ્રવેશતાં જ ચન્દ્રવાસુદેવ નામ ના કોઈ સાધુની સમાધિ આવે. એની અંદર રામદેવપીર નું નાનકડું મંદિર... મંદિર ની આગળ સાધુઓ અને ભિખારીઓ ને પડયાં રહેવાનો ઓટલો..

એ જગ્યા આગળ નીકળતાં હું સ્હેજ ખચકાયો.

ઓસરીમાં એક સાધુ આડો પડયો હતો. ન જાણે કેમ મને લાગ્યું કે એ જાગી રહ્યો છે. અંધારામાં એનો ચહેરો તો દેખાતો નહોતો પરંતુ, એનાં ભગવા કપડાં ની ચમક અને ગળામાં પહેરીલી સ્ફટીકની માળા ઉપરથી જણાતું હતું કે એ બાવો છે.એ બાવાને મે દશેક દિવસ પહેલાં પણ આ જ પડાળી ઉપર સુતેલો જોયો હતો. આ દેશમાં સાધુઓનું માન ઘણું એટલે લોકો કશું બોલે નહીં અને ગામમાં મફતમાં જમવાનું મળી રહે એટલે સાધુ આરામ થી પડયાં રહે..

હું ફટાફટ આગળ ચાલવા લાગ્યો.

જેતપાલ નું ઘર મને સોઢા રાજપૂત નખતસિહે એકવાર બતાવ્યું હતું. મારા માટે વિશેષ કોઈ સમસ્યા નહોતી.

આખાય ગામમાં માત્ર ચાર પાંચ આવાં આલિશાન મકાનો હશે..બાકી તો લગભગ ઘરો કાચી માટી અને ચૂના ના બનેલા હતાં. જેતપાલ મોટાભાગે બહાર રખડયા કરતો.અહીં અઠવાડિયામાં એકવાર અચૂક આવતો અને પોતાના આ જ ઘરમાં ગામ ના દોસ્તારો સાથે એ પાર્ટી કરતો.એનાં મા બાપ બચપણમાં ગુજરી ગયેલા. એનાં મેરેજ થયાં નહોતા.એણે જે કશુંય મેળવ્યું હતું એ પોતાના બાહુબળથી મેળવ્યું હતું. એનું એને અભિમાન હતું એટલે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા મા એને ફરક નહોતો લાગતો.પોતાની મનપસંદ ચીજ ને હાસલ કરવા એ ગમે તે હદ સુધી જતો.કદાચ, એની આ જ મનોવૃત્તિ નો ફાયદો દેશવિરોધી તત્વો એ ઉઠાવ્યો હતો.

મારા પગરવથી આગળ એક કુતરાએ ભસવાનુ ચાલું કર્યું.
હું અટકી ગયો.એક કુતરો ભસે એટલે બીજાં પણ ભસવા લાગે એ બાબત નો મને વિચાર આવ્યો એટલે આ કુતરાને કેમ ચુપ કરવો એનાં મનોમંથન મા પડ્યો. પરંતુ, મારી ધારણા વિરુદ્ધ કુતરાએ જોરશોરથી ભસવા માડયુ. મને થયું.. જો લોકો જાગી જશે તો નાહકના ફસાઈ જશું.

એટલામાં બાજુના ઘરમાંથી એક ડોસો બહાર આવ્યો. એણે બહાર નીકળતાં જ કુતરાને બે ચાર ગાળો ભાડી અને પછી હાથમાં રહેલા ડંડાનો છૂટો ઘા કર્યો. કુતરુ ઉભી પુછડીએ ભાગ્યું અને મે હાશકારો અનુભવ્યો. એ ડોસાની બિચારા ની ઉઘ ખરાબ થઈ હતી ગાળો બોલતો બોલતો ડોસો પોતાના ઘરમાં ગયો અને હું જેતપાલ ના ઘર આગળ આવ્યો.

ઘરનાં મુખ્ય દરવાજા ઉપર નોટિસ હતી.મે હળવેથી ચાવી નીકાળી અને તાળું ખોલ્યું.દરવાજો ખોલતાં જ મારા ચહેરા ઉપર ધૂળ નો ગોટો ઉડીને આવ્યો હોય એવો અહેસાસ થયો. આ ઘર છેલ્લા ખાસ્સા સમયથી બંધ હતું એટલે આવું થયું હતું. અંદરથી દરવાજો આડો કરી મે મોબાઈલ ની ટોર્ચ ઓન કરી. પ્રકાશ નો સીધો લીસોટો આખાય ઘરમાં ફરી વળ્યો.

આગળ બેઠક હતી.એની સામે એક રુમ હતો.બાજુમાં કીચન...એની પાછળ એક ચોકડી..પાછળ.. સંડાસ બાથરૂમ.. મકાન નાનું હતું પણ જેસલમેર ના પથ્થરો તેમજ રંગબેરંગી ટાઈલ્સ થી સજજ હતું. રેગીસ્તાન માં આવુ મકાન એટલે જન્નત જ કહેવાય..

મારે ઞડપથી કામ આટોપવાનુ હતું એટલે એ રુમ મા ઘુસ્યો. રુમ ની અંદર એક તિજોરી હતી.ત્રિકોણાકાર માળીયુ હતું. એક કબાટ હતુ જેમાં ભાત ભાતના ચિનાઈ માટીના રમકડાં ગોઠવાયેલા હતાં. કદાચ, જેતપાલ ને આવી બધી ચીજો નો શોખ હશે..!

મે મોબાઈલ ચોતરફ ઘુમાવ્યો.

અચાનક મારી નજર માળિયા મા પડેલી એક સુટકેશ પર પડી.મે જમ્પ લગાવી એ સુટકેશ નીચે ઉતારી. સૂટકેશ લોક હતી.હું ફટાફટ દોડીને કિચનમાં પહોચ્યો. ત્યાં થી ચાકુ લયીને એ સુટકેશ ને કાપી.મારા આશ્ચર્ય વચ્ચે એની અંદરથી એક આલ્બમ નીકળ્યો. મને કુતુહલ જાગ્યું.

મે આલ્બમ ખોલ્યું અને મારું હદય એક ધબકારો ચૂકી ગયુ

માય ગોડ.... એ આલ્બમ ની અંદર મહેક ના ફોટા હતાં.

મારી એ અનુપમ પ્રેમિકા ની લાજવાબ તસ્વીરો જોઈને મને અપાર ગુસ્સો આવી રહ્યો. એક નહિ... બે નહીં... લગભગ સો થી પણ વધુ તસ્વીરો હતી.જેસલમેર ના કિલ્લા ની બારીમા બેસીને.... ગડીસર તળાવ ના નૌકાવિહાર ની...ડેઞર્ટ ના સુર્યોદય અને સુર્યાસ્ત ની....અલગ અલગ વસ્ત્રો મા...અલગ અલગ એન્ગલ થી પડાવેલી એ તસ્વીરો હતી...

મારા દિમાગ ની નસો ફાટતી હતી.

જેતપાલ ના ઘરમાં થી મારી માશુકા ની તસ્વીરો મળે એનો મારે શું મતલબ સમજવો...?

શું મહેક મારી સામે જુઠું બોલતી હતી...?

શું સાચે જ મહેક અને જેતપાલ વચ્ચે રિલેશન હતાં..?

મહેકની બદનામી ન થાય એ ખાતર મે ચુપચાપ એનું ઈન્વેસ્ટીગેશન પતાવ્યું હતું. મારે હીના ને એનાં જવાબ આપવાના પણ બાકી હતાં.. મારે શા માટે કોઈ યુવતી સાથે રહેમદિલી થી વરતવુ પડે એનો ઉતર પણ હીના માગશે જ...

આ ફોટા હીના ને બતાવુ તો એક પળનો પણ વિચાર કર્યા વગર હીના મહેક ને શકમંદ વ્યક્તિ ના લીસ્ટમાં નાખી દે...

મને મારી જાત ઉપર ગુસ્સો આવતો હતો.

હું એક એવી યુવતીના પ્રેમમાં હતો... જેની આસપાસ રહસ્ય, ક્રાઈમ અને શંકાસ્પદ બનાવો સિવાય કશું જ નહોતું. એક પળ તો મને એવો વિચાર પણ આવી ગયો કે મહેક મને ફસાવી તો નથી રહી ને...? પણ,બીજી જ પળે મને મારું દિલ ના પાડતું હતું.

એની તસ્વીરો ને હું પેજ ફેરવીને જોતો હતો એમાં અચાનક મારી આખોમા ચમકારો આવી ગયો.

અમદાવાદ મોલની અંદર મોતનું માતમ રચનાર આતંકીઓ પાસે થી જે ચિઠ્ઠી મળી હતી... અને.. હું હીના સાથે જે મહેલ ની તલાશ મા લોદરવા ગયા હતા.. એ જ મહેલ ની એક તસ્વીર એ આલ્બમમાં હતી.મે જોયું કે આખાય આલ્બમ ની અંદર ફક્ત મહેકની તસવીરો હતી.એમાં આ એક જ તસ્વીર સૌથી અલગ હતી.

આ કનેક્શન મને સમજાતું નહોતું.

ખરેખર આવો કોઈ મહેલ હોય તો અમને કેમ મળ્યો નહીં... કેમ કે રાજકુમારી મુમલ ની મેડીના તો ખંડેર અવશેષો બચ્ચાં છે જે અમે જોયાં હતાં. તો પછી... આ મહેલ કયાં હોઈ શકે..?

અને, જો આવો કોઈ મહેલ નથી કે મરી ગયેલા આતંકીઓ પાસે થી અને જેતપાલ ના ઘરમાં થી એની ઝલક મળે એની પાછળ નું રહસ્ય શું...?

મે એ એક ફોટો કાઢીને સુટકેશ અભરાઇ ઉપર ચઢાવી દીધી

અચાનક દરવાજો ખુલવાનો અવાજ આવ્યો અને હું ચમકી ને ઉભો થયો. મે મોબાઈલ ટોર્ચ ઓફ કરી.

આટલી મોડી રાત્રે કોઈ અહીં શું કામ આવે...?

મે પેલું ચાકુ મારા હાથમાં લીધું અને હું ચુપકેથી આગળ વધ્યો.

અંધારામાં એક આકૃતિ મને દેખાઈ.

એ સીધો જ ધસીને મારા ઉપર આવ્યો.

મે વિચાર્યા વગર ચાકુનો ઘા કર્યો. ચાકુની ધાર એનાં ખભાને લસરકો કરી ગયી.આહ....એવા ચિત્કાર સાથે એણે મને જોરથી લાત ફટકારી. એનાં હાથ કોઈ ટ્રેનિંગ થી સજજ લાગ્યા કેમ કે એની લાત એટલી સટીક હતી કે હું ઉથલી પડ્યો. બીજી જ પળે એ મારા પર હાવી થઈ ગયો.

" બાવાજી...તમે..." હું એને ઓળખી ગયો. મારા ઉપર ઝુકી રહેલી એમની સ્ફટીકની માળાઓ એમની ઓળખાણ આપવા પુરતી હતી.

" કોણ છો...તું...? " બાવાએ અચાનક જ પોતાના ધોતીયાના છેડે ભરાવેલી રિવોલ્વર નિકાળી અને મારા કપાળે રાખી.

" વાહ રે....બાવા...વેશ સાધુનો અને હાથમાં રિવોલ્વર. " મે પરાજય ની પરિસ્થિતિમાં પણ કટાક્ષ કર્યો.

" હું તારી સાથે લમણાઝીક કરવા નથી આવ્યો... મને બતાવ કે કોણ છે તું... અને અહી શા માટે આવ્યો છે..? "
સાધુ દાત કચકચાવીને બોલ્યો.

" હું મારા કામ થી આવ્યો છું પણ... તમે.."

" હુ પણ મારા કામ થી આવ્યો છું..."

" કોણ છો...તમે..."

" પહેલા એ બતાવ કે આ તાળું તે કેવી રીતે ખોલ્યું...? શું તને ખબર નથી કે આ મકાન ઉપર સી બી આઈ ની નોટિસ છે."

" બહું ખબર રાખો છો... બાવાજી... તમે..."

" મારે મારા સવાલ નો જવાબ જોઈએ..."

" ઓકે...આ તાળું મે ચાવીથી ખોલ્યું.."

" ચાવી...? તારી પાસે કયાથી...? " એ બાવો અચાનક જ મને છોડીને ઉભો થઇ ગયો..

અલબત્ત, એણે રિવોલ્વર તો મારી સામે જ રાખી હતી. એનાં ખભેથી લોહી વહેતું હતું.

હું ઉભો થયો. મે એની સામે જોયું. અચાનક એણે મને મુકી કેમ દીધો એની મને ખબર ન પડી.

" તારું નામ શું...? " એણે પુછ્યુ.

" સ્મિત..." મે કહ્યું.

" તારા સીનીયર ઓફિસર નું નામ હીના... રાઈટ.."

મને નવાઈ લાગી. આ બાવાને હીના નું નામ કયાથી ખબર હોય..? ધીમે ધીમે મને અંદાજ આવ્યો.

" જી..પણ,મે તમને ઓળખ્યા નહીં.." મે પણ ભાષામાં વિવેક ભેળવી ને પુછ્યુ.

" માય નેમ ઈઝ વિક્રમસિંહ રાઠોડ...એ ટી એસ..."

" ઓહ...સોરી... સર ..."

" નો...ઈટસ ઓકે...ગુડ જોબ..."

મને આછેરો અંદાજ હતો કે આ કેસમાં એ ટી એસ ના બીજા ઓફિસર પણ સામેલ છે પરંતુ, આ જ ગામમાં ભિક્ષા માગીને બાવાજી ના વેશમાં રહેતા હશે એવો તો ખ્યાલ પણ ન આવે.

અજાણ્યા ગામમાં અમે એકબીજા થી પરિચય મેળવી રહ્યા હતા. વિક્રમસિંહ રાઠોડનું નામ મે સાભળ્યુ હતું. ભારત ના સૌથી ખતરનાક ઓફિસર તરીકે એ વિખ્યાત હતાં. હીના એ મને દિલ્હી ની તાલીમ વખતે એમનાં વિશે વાત કરી હતી. પરંતુ, તેઓ મોટાભાગે વેશપલટો કરી ને રહેતા એટલે મળવાનો કયારેય મોકો નહોતો મળ્યો. આમ પણ લાયકાત વગર કશું જ મળતું નથી. આ ખતરનાક મિશન મા ઞંપલાવ્યુ ત્યારે એ અપોઈમેન્ટ વગર મળી ગયા.

આ એ ઓફિસરો છે જેનાં લીધે દેશ શાંતિ થી સૂઈ શકે છે. પોતાની જાતને ભૂલાવી ફક્ત ને ફક્ત દેશહિત માટે જીવન જીવતાં આ લોકોને સો સો સલામ પણ ઓછી પડે.આતંકવાદી ઓ માટે આવા ઓફિસર કાળ મનાય છે.

અહીં મારા માટે બીજી મુશ્કેલી ઉભી થઇ હતી.

જો..રાઠોડસાહેબ રિસર્ચ કરે તો મહેકના ફોટાઓ મળી આવે અને મારી પ્રેમિકા ની બદનામી થાય.

આખરે મે મારી પાસે એક ફોટો હતો એ બતાવીને જણાવ્યું કે આખાય ઘરમાં થી મને ફક્ત એક ફોટો મળ્યો છે.. જો કે આ કેસ માટે સૌથી અગત્યનો ફોટો એ જ હતો.

વિક્રમસિંહ રાઠોડ સાથે તપાસ ખતમ કરી ને હું બહાર નીકળ્યો ત્યારે મને મારી જાત પર શરમ આવતી હતી.

હું મહેકને બચાવી રહ્યો હતો.

શું હું મારી મહેબૂબા માટે થઈ ને હું મરુભૂમી ની મહોબ્બત ને છેહ દેતો હતો...?

શું હું માશૂકા ને માતૃભૂમિ થી વધારે ચાહતો હતો..?

ના...ના...આ ધરતી માટે થઈ ને હું ગમે તે ભોગ આપીશ.

મહેકની મહોબ્બત હવે મારી નબળાઈ બની ચુકી હતી.

અધુરામા પુરુ જેતપાલ ના ઘરમાંથી મળેલ મહેક ના ફોટાઓ એ મને વિચલિત કરી નાખ્યો હતો.

મારે મહેકને મળવું હતું.

હીના સામે હું સત્ય છુપાવી રહ્યો હતો.

મારી બેસ્ટ ફ્રેન્ડ... મારી સૌથી નજીક ની દોસ્ત થી હું દગો કરી રહ્યો હતો. ફક્ત... ગામડા ની એક શ્યામલસુદરી ખાતર..

હેતલ નામ ની એક સુશીલ છોકરી એનાં સેથામા મારા નામ નું સિદુર પુરાય એની રાહ જોતી બેઠી હતી..

મને મારી કમજોરીઓ ખટકતી હતી.

દેશ આતંકવાદ ના ઓથાર હેઠળ ભયથી ફફડતો હતો.

મારે વહેલી સવારે જેસલમેર જવા નીકળવાનું હતું.

સાથે વિક્રમસિંહ રાઠોડ ને પણ લયી જવાનાં હતાં.

રાજકુમારી મૂમલ ની મેડીની આસપાસ કશુંક હતું...જે અમને પોતાની તરફ ખેચી રહ્યું હતું..