Imagination world: Secret of the Megical biography - 7 in Gujarati Adventure Stories by Kuldeep Sompura books and stories PDF | કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - ૭

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - ૭

કાલ્પનિકતાની દુનિયામાં જાદુઈઆત્મકથા નું રહસ્ય -૭


સવારના લગભગ દશ વાગ્યા હતા.જયારે સૂર્યના કિરણો બારીનો કાચ ચીરીને અર્થ ના મોંઢા ઉપર પડતા હતા.ગરમી થવાના કારણે અર્થ જાગી ગયો. તે જાગીને ત્યાં સોફા ઉપર જ બેઠો હતો જ્યાં સુધી તે બરોબર સ્વસ્થ ના થયો. તે બરોબર સ્વસ્થ થયો અને ઊંઘ ઉડ્યા બાદ તેણે જોયું તો ત્રાટક ક્યાંય દેખાતો ના હતો અને દરવાજો પણ ખુલ્લો હતો.અર્થ ચાલતો ચાલતો બહાર ગયો પણ ત્યાં ત્રાટક ક્યાંય દેખાયો નહીં ઉપરાંત સુર પણ ત્યાં ના હતો.તે બાદ માં અંદર આવ્યો ત્યારે ત્રાટક રસોડામાંથી બહાર આવ્યો.

અર્થે કહ્યું "અચ્છા તો તમે રસોડામાં હતા.હું તમને બહાર શોધતો હતો."

"હા, હું રસોડા માં હતો હું આપણા બંને માટે ચા બનાવી રહ્યો હતો. તથા નાસ્તા માં બ્રેડબટર બનાવી રહ્યો હતો."

અર્થે હસતા હસતા કહ્યું "શું અહીંયા એકલું બ્રેડબટર જ મળે છે?,નહીં નહીં હું કોઈ બીજી માંગ નથી કરી રહ્યો તેથી મહેરબાની કરીને ખોટો ના સમજતા પણ હું અહીંયા નવો છું તેથી તમને પૂછી રહ્યો છું."

ત્રાટકને તેની વાત ઉપર હસવું આવી ગયું અને તે બોલ્યો "ના ના એવું નથી અહીંયા બીજું ઘણું બધું ખવાપીવાનું મળે છે પણ હમણાંથી હું કામના કારણે હું બહુ મોડો આવું છું તેથી બહાર જમવાના બદલે હું બ્રેડબટર અને દુધ જ ખાઈ લઉં છું.

અર્થે ફરી પાછો સવાલ પૂછ્યો "કાલે આપણે મળ્યા તે જગ્યા કંઈ હતી?"

ત્રાટકે જવાબ આપતા પહેલા નાસ્તો રસોડા માંથી લઈ આવ્યો અને

ત્રાટક ની વાત નાસ્તો કરતા કરતા શરૂ થઈ તેને કહ્યું

"મારી એક ખૂબજ પ્રેમાળ પત્ની હતી જે હવે નથી તેનું મૃત્યુ થઈ ગયું એટલે તેની કબર પર હું દર મહિને એકવાર ફૂલ મુકવા જઉં છું તે એક મૃતકશરીરને ડાટવાની જગ્યા છે.ત્યાં મારી પત્ની ની કબર છે."

"મને માફ કરો ત્રાટક અંકલ મેં તમને ખોટા સવાલો પૂછીને ભાવુક કર્યા."

"નહીં નહીં એમાં તારો શુ વાંક?,બધોજ દોષ તો કુદરત નો છે.અમે બંને એક બીજા ને ખૂબ પ્રેમ કરતા હતા પણ કદાચ તેજ કુદરતને મંજુર ના હતું."

ત્રાટક થોડોક ઉદાસ દેખાતો હતો.

"તેમને શું થયું હતું?"

"હું એક ખબરી છું, એટલે ખબરો અખબાર વાળા ને વેચું છું પણ એક વખત તેણે એક ખુબજ દુષ્ટ અને બહુ મોટી નામના ધરાવતા જાદુગરને એક માણસ નું અપહરણ કરતા અથવા તો ખુન કરતા જોયો હતો. તેને એમ હતું કે હું આ ખબર વેચીને ને ખૂબ રૂપિયા કમાઈશ અને અમે નવું ઘર લઈશું તથા તેની સાથે લોકો એ પણ તે જાદુગરની દુષ્ટતા ખબર પડશે. તો તેનાથી બધા ચેતી જશે તથા ન્યાયાલય તેને બરોબર કારમી સજા આપશે. પણ તે જાદુગરે તેને મારી નાખી તે પણ અહીંયા ઘરે આવીને.હું જ્યારે ઘરે આવ્યો ત્યારે આ જ સોફા પર તેનો મૃતદેહ પડ્યો હતો."

ત્રાટક હોવી રડવા જેવો થઈ ગયો હતો.

"તો તમને ખબર છે કે તે દુષ્ટ જાદુગર કોણ છે?"

"તે જ સમસ્યા છે કે મને તે ખબર નથી જો ખબર હોત તો અત્યાર સુધી તે જીવીતજ ના રહ્યો હોત.મારી પત્ની એ મરતી પહેલા મને એક વોઇસમેસેજ આપ્યો હતો પણ તેનું નામ નહોતું જણાવેલું."

"તમે દુઃખી ના થાઓ તે દુષ્ટ ને જરૂર દંડ મળશે."

અર્થે ત્રાટકને સ્વસ્થ થવા કહ્યું

બંને એ નાસ્તો કરી લીધો હતો.ત્યાર બાદ અર્થ પોતાની રીતે તૈયાર થવામાં લાગ્યો અને ત્રાટક બીજા કામે લાગી ગયો.જ્યારે અર્થ નાહી ધોઈને તૈયાર થઈ ગયો ત્યારે ત્રાટક બહાર જવાની તૈયારી માં હતો.

ત્રાટકે અર્થ ને કહ્યું "હું કામ પર જાઉં છું અર્થ પણ તું ઘરનું ધ્યાન રાખજે બહાર ક્યાંય ના જતો કારણકે તે અહીંના રસ્તા જોયા નહીં હોય તેથી તું ભૂલી જઈશ બપોર ના જમવાનું ટીફીન તને ઘરે એક ભાઈ આપી જશે તું તે જમી લેજે હું રાત્રે કદાચ વહેલો મોડો આવું ત્યાર બાદ રાતનું ભોજન આપણે સાથે લઈશું અને ખાસ વાત તારું ધ્યાન રાખજે."

"ઠીક છે તમે ચિંતા ના કરો."

ત્રાટક પોતાના કામ પર નીકળી ગયો અને અર્થ ઘરે એકલો હતો અર્થે એક કબાટ ખોલ્યો તેમાંથી જાદુગરી ની અમુક ચોપડીઓ નીકળી જે અર્થને બિલકુલ અલગ લાગી તે વિચારમાં પડી ગયો આવું પણ આ દુનિયા માં હોય છે.જેમ કે વિચિત્ર જીવજંતુઓ,બહુ મોટા કદ ના જીવજંતુઓ આવું તો વાસ્તવિકતા માં ક્યાંય હતું જ નહીં.બપોરના એક વાગ્યા એટલે એક ભાઈ એ દરવાજો ખખડાવ્યો અને અર્થે જોયું તે ટિફિન વાળા ભાઈ હતા.તેણે ટિફિન લાઇ લીધું અને જમી લીધું ત્યારે તેને ખબર પડી કે અહિયાંના જમવામાં અને વાસ્તવિકતાના જમવામાં બહુ ફેર નથી.આજે રાત્રે ત્રાટક થોડો વહેલો આવ્યો હતો કારણકે તે જાણતો હતો કે અર્થ કંટાળી જશે આમ બે ત્રણ દિવસ સામાન્ય પસાર થયા.ત્યારે એક રાત્રે ત્રાટક અને અર્થ જમતાં જમતાં વાતો કરી રહ્યા હતા ત્યારે ત્રાટકે અર્થ ને કહ્યું" મને તે સ્કુલનું નામ મળી ગયું છે, જાદુગરી વિદ્યા મંદિર કાલે આપણે ત્યાં તારા પ્રવેશ પ્રક્રિયા માટે જઈશું."

"ઠીક છે,હું એવી આશા રાખું છું કે મને ત્યાં ભણવાની બહુજ મજા આવશે."

ત્રાટકે કહ્યું "હું કરણ અને ક્રિશ ને પત્ર લખી દઉં છું. તે તારી સાથે રહેશે તો તને ખૂબ મજા આવશે.તે ખૂબ સારા છોકરા છે તારી જેવા તને તેમની સાથે જરૂર ફાવશે."

"કરણ અને ક્રિશ કોણ છે?"

"તે આપણી બાજુમાં રહેતા નિષાર્થ ભાઈના છોકરા છે મેં તને નહોતું કહ્યું તે પણ તે સ્કુલમાં ભણે છે."

"હા, યાદ આવ્યું."

ત્રાટકે ક્રિશ અને કરણ ને પત્ર લખી દીધો અને તેને સુર ને આપ્યો તેને કહ્યું કે સવાર પડતાજ સુરને પહોંચાડીદેજે.

"અહીંયા મોબાઈલ ની સુવિધા હોવા છતાં કેમ પત્ર લખવામાં આવે છે?"

"કારણકે સ્કુલમાં મોબાઈલ ફોન વાપરવાની મનાઈ છે, જો વિદ્યાર્થીને સ્કુલમાં મોબાઈલ વાપરતા જોઈ ગયા તો તેને તે સમયેજ સ્કુલની બહાર કાઢી નાખવામાં આવે છે."

"અચ્છા તો એમ વાત છે."

આજ નો દિવસ પણ આમજ સામન્ય વીતી ગયો પણ અર્થ કાલની રાહ જોઈ રહ્યો હતો કારણકે તેને કાલ સ્કુલમાં જવાનો ઉત્સાહ હતો.

બીજા દિવસે અર્થ વહેલાજ તૈયાર થઈ ગયો હતો ત્રાટક પણ આજે કામપર ના ગયો હતો.ત્રાટકે સવારે બધુજ જરૂરી કામ પતાવી દીધું હતું અને ટિફિન વહેલું આવતા જમી લીધું હતું.

ત્રાટકે અર્થ ને કહ્યું "હવે આપણે જવું જોઈએ સ્કુલ અહીંયાંથી બહુ દૂર છે."

અર્થે હકારમાં જવાબ આપ્યો ત્રાટક અને અર્થ બંને ઘરની બહાર નીકળ્યા અને ઘરને લોક મારીને મોટરસાઇકલ માં બેઠા અર્થે ચારેબાજુ ફરીને જોયું ત્યારે બધેજ નિરવશાંતિ હતી એટલે ત્યાં હંમેશની જેમ કોઈ દેખાતું નહતું.ત્યાં ખબર જ નહોતી પડતી કે ત્યાં કોઈ રહેછેકે નહીં તેમની બાજુ માં રહેતા નિષાર્થ ભાઈ અને કવિતા બહેન બંને સવારે વહેલાં જ જતા રહેતા હતા કારણકે બંને નોકરી કરતા હતા.બીજા કોઈને અર્થ ખાસ ઓળખતો નહીં કારણકે તે અહીંયા માત્ર ચાર દિવસજ રહ્યો હતો.મોટરસાઇકલ ચાલુ કર્યું અને ધીમે ધીમે આગળ વધ્યું અને તે ગલીની બહાર પહોંચતા પહોંચતા તો તે હવા માં ઉડવા માંડ્યું અર્થે ત્રાટકને ફિટ પકડી લીધો.આ વખતે બહુ મજા આવની હતી કારણકે સ્કુલ થોડી દૂર હતી. અર્થ તો ફરથી બસ આ દુનિયાની સુંદરતામાં ખોવાઈ ગયો.હવાઈઉડાનમાં તે વાદળો સાથે રમત કરી રહ્યો હતો ધીમે ધીમે તે કેટલાક નાના શહેર નીચે થી પસાર થયા અને અંતે એક સુંદર નદી આવી. નદીન અતિરમણીય હતી અને તેની સુંદરતા ઉડીને આંખે વળગે તેવી હતી.તેની ઉપર એક પુલ હતો અને પુલની પેલે પાર ચારેબાજુ સુંદર જંગલો હતા અને તેની વચ્ચે એક બહુ મોટી અને બહુ જૂની ઈમારત હતી કદાચ માતા ઘરડી થઈ જાય તો પણ જેમ તેના પ્રેમ અને વાત્સલ્યમાં કોઈ ફેરફાર ના થાય તેવુજ કંઈક આ ઈમારત નું હતું.ત્રાટકે મોટરસાઇકલ હવામાંથી નીચે ઉતારીને એક સીધા રસ્તા ઉપર ચલાવતો હતો.આજુબાજુ ઘોર જંગલ હતું માત્ર થોડે દુર તે સ્કુલનો મોટો વિશાળકાય દરવાજો દેખાતો હતો.

મોટરસાઇકલ હોવી ધીમી પડી રહી હતી.થોડીજ વાર માં સ્કુલનો ભવ્ય ગેટ આવી ગયો.જેની બહાર ચોકીદાર ઉભા હતા. તેમણે ત્રાટક અને અર્થ ને અંદર જતા રોક્યા. જ્યારે ત્રાટકે તેમને કહ્યું કે તે પ્રવેશપ્રક્રિયા માટે જઈ રહ્યા છે.તેથી તેમણે બહુ પૂછતાછ વગરજ રસ્તો કરી આપ્યો.જ્યારે ત્રાટકે બાઇક ને પાર્કિંગ માં મૂક્યું જ્યાં એક હવાઈકાર પહેલે થી ઉભી હતી.તે કાર દેખાવમાં આલીશાન લાગતી હતી અર્થ અને ત્રાટક તો થોડીવાર તેને જોઈ જ રહ્યાં.જયારે ત્યારબાદ અર્થ અને ત્રાટક બંને એક મોટા દરવાજા માંથી તે મોટી ઈમારત ની અંદર ગયા. ઈમારત ની દીવાલો થોડી જૂની હતી.તેની અંદર પ્રવેશતા જ જાતજાત ની નોટિસ લગાડેલી હતી. દરેક વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અલગ અલગ નોટિસ બોર્ડ લગાડેલા હતા.ત્યારે એક પ્યુન ને ત્રાટકે પૂછ્યું

"પ્રિન્સિપાલ અલાઈવ ની ઓફિસ ક્યાં છે?"

પ્યુને તેની સાથે આવવા કહ્યું અને અર્થ અને ત્રાટક બંને સાથે ચાલવા માંડ્યા નીચેનો વિભાગ બહુજ મોટો હતો અને જયારે કાચ માંથી જોતા ખબર પડી કે ભણવાના ઓરડા બહુ મોટા હતા. અર્થ અને ત્રાટક ને પ્યુન લાયબ્રેરીના દરવાજા પાસે થી લઈ ગયો જ્યાં પ્રથમ વર્ષ ના બાળકો માટેની લાયબ્રેરી હતી જે બહુજ મોટી હતી.અર્થે આટલી મોટા અભ્યાસના ઓરડા અને લાયબ્રેરી ક્યારેય નહોતી જોઈ.અંતે પ્યુન પ્રિન્સીપાલ અલાઈવની ઓફિસ પાસે લઈ ગયો જે બહુજ ખુણા માં હતી તેમ કહી શકાય.જે અર્થને ઓફિસની બહાર લખેલા બોર્ડથી ખબર પડી.જયારે પ્યુન અર્થ અને ત્રાટક ને તે ઓફિસની બહાર મુકીને બીજા કામ માટે જતો રહ્યો. અર્થ અને ત્રાટક બંને અંદર જતા રહ્યા તેમણે અંદર આવવાની પરવાનગી માંગી પણ અંદર થી કોઈ જવાબ જ ના આવ્યો.ત્રાટકે આખો દરવાજો ખોલીને જોયો ત્યારે ખબર પડીકે પ્રિન્સિપાલ અલાઈવ અંદર હતા જ નહીં બંને અંદર જતા રહ્યા અને તે આખો ઓરડાને નિહાળતા હતા.સામે જ્યાં પ્રિન્સિપાલ અલાઈવની બેસવાની જગ્યા હતી તેની પાછળ એક કાચના કબાટ માં બહુ બધી ટ્રોફી પડી હતી અને જુદા જુદા ફોટોગ્રાફ હતા.અર્થે અને ત્રાટકે તે બધું જ દૂર થી નિહાડયું.અર્થે ચારેબાજુ જોયું તે બધી દીવાલો ફોટોગ્રાફ અને કાચના નોટિસ બોર્ડ તથા વાર્ષિક સમયપત્રક વગેરે થી ભરેલું હતું.અર્થ અને ત્રાટક આ બધું જોઈને પ્રિન્સિપાલ અલાઈવ ની ખુરશીની સામેની બાજુ રાખેલ ખુરશી પર બેસી ગયા.બેઠા બાદ થોડીજ વારમાં કોઈ એ ઓરડા નો દરવાજો ખોલ્યો હોય તેવો અવાજ આવ્યો અર્થ અને ત્રાટકે પાછળ વળીને જોયું.પ્રિન્સિપાલ અલાઈવે દરવાજો ખોલ્યો હતો અને તે ઝડપથી ઓરડામાં આવ્યા અર્થ અને ત્રાટક બંને ઉભા થઈ ગયા જ્યારે પ્રિન્સિપાલ અલાઈવે તેમને બેસવાનો ઈશારો કર્યો.અર્થ અને ત્રાટક બેસી ગયા.પ્રિન્સિપાલ અલાઈવ દેખાવમાં થોડા ગોરા અને ચામડી પર કરચલી પડી હતી તે આશરે પચાસેક વર્ષના લાગતા હતા અને તેમનો ચહેરો હસમુખો હતો પણ તે ઘણીવાર એકદમ સિરિયસ થઈ ગયા હોય તેમ વર્તતા. તે મોટેભાગે કોટ જ પહેરી રાખતા. જયારે અર્થ અને ત્રાટક બેઠા ત્યારે પ્રિન્સિપાલ અલાઈવે તેમની સામે જોયું અને ત્રાટકે જે કામ અર્થે આવ્યા હતા તે કામ ની વાત ની શરૂઆત કરી અને અર્થનો પરિચય આપ્યો.દરેક વસ્તુ પ્રિન્સિપાલ અલાઈવે શાંતિથી સાંભળી ત્યારબાદ તેમણે ગંભીર રીતે અર્થ ની સામે જોયું અને ત્યાર બાદ તેમનો મોં માંથી પ્રથમ વાક્ય નીકળ્યું

"તો તમે વાસ્તવિકતા માંથી આવ્યા છો?"

અર્થે કહ્યું "હા,હું વાસ્તવિકતા માંથી આવ્યો છું મારુ નામ અર્થ છે."

"અર્થ,તું વાસ્તવિકતા માંથી આવેલો છે તો સ્વભાવિક છે કે તને આ દુનિયામાં નવું લાગશે પણ તારે ગભરાવાની જરૂર નથી તને પ્રોફેસર દરેક પ્રકારની મદદ કરશે."

ત્રાટક બોલ્યો "મેં તમારા વિશે અને સ્કુલ વિશે ઘણું સાંભળ્યું છે.મને વિશ્વાસ છે કે તમે અર્થને આ સ્કુલમાં જરૂર પ્રવેશ આપશો."

"હા, કેમ નહીં.વર્ષો થી આપણી દુનિયાના લોકો માં જાદુગરીના ભણતર નું ખૂબ મહત્વ રહ્યું છે.આ સ્કુલ માંથી દર વર્ષે હોશિયાર બાળકો ભણીને સારા એવા સ્થાને પોતાની ફરજ બજાવે છે.પણ અહિયાં ના કેટલાક નિયમો છે.જે બહુજ સ્ટ્રીકટ છે. આશા રાખીશ કે તું તેનું પાલન કરીશ."

"જી સર, હું તમારા દરેક નિયમો નું પાલન કરીશ અને હું જાણીજોઈને આપણી સ્કુલને નુકસાન પહોંચે તેવું કામ કદી નહીં કરું."

"ઠીક છે અર્થ,તો તમે આજથી જ સ્કુલ માં ભણવાનું શરૂ કરી શકો છો. જોકે આજનો અભ્યાસ કરવાનો સમય પૂરો થઈ ગયો હોવાથી તમે તમારા છાત્રાલય ના રૂમ માં જતા રહો.તમારો રૂમ તમને પ્યુન દેખાડી દેશે."

ત્રાટક:"સર શું અર્થ ને કરણ તથા ક્રિશ ની સાથે રહેવા મળી શકશે? ,તેનાંથી અર્થને અહીંયા એકલું નહીં લાગે."

"ઠીક છે."

પ્રિન્સિપાલ અલાઈવે એક બેલ મારી જેનાથી પ્યુન અંદર આવી ગયો અને પ્રિન્સિપાલ અલાઈવે તેને અર્થ નો રૂમ દેખાડવા કહ્યું.

ત્રાટક અને અર્થે પ્રિન્સિપાલ સરનો આભાર માનીને ત્યાંથી બહાર નીકળી ગયા.

ત્રાટક થોડોક ભાવુક થઈ ગયો ત્યારે અર્થે ત્રાટક ને કહ્યું "તમે ભાવુક ના થાઓ ત્રાટક અંકલ હું તમને પત્ર જરૂર લખીશ અને તમને રજા આવતા હું તમારા ઘરે જ આવીશ. મને અહીંયા તમારા સિવાય આટલી સારી રીતે કોઈ નથી ઓળખતું."

ત્રાટકે પણ કહ્યું " તું ચિંતા ના કરીશ.અર્થ જો તારે કોઈપણ કામ હોય તો બેજીજક મને પત્ર લખી દેજે.હું તેને મદદે જરૂર આવી જઈશ.ચાલ અર્થ હવે હું વિદાય લઉં છું. તું બહુ યાદ આવીશ અને પત્ર લખતો રહેજે."

આટલું કહેતા ત્રાટકે હાથ ઊંચો કરીને અર્થને આવજો કહ્યું થોડીવાર માં અર્થ તેનાથી થોડે દુર જતો રહ્યો હતો.જયારે તેણે પાછું વળીને જોયું ત્યારે પ્યુન તેની સામે જોતો હતો.

જયારે અર્થ થોડોક ભાવુક થઈ ગયો હતો કારણકે તેણે પંદર વર્ષમાં પહેલી વાર પિતાના પ્રેમ અને હૂંફનો અનુભવ કર્યો હતો.

જયારે અર્થ આ બધું વિચારતો હતો ત્યાંજ પ્યુને પાછળ થી કહ્યું "તો આપણે જઈશું."

અર્થ અને તે પ્યુન બંને ને ચાલતા ચાલતા છાત્રાલયના રૂમ માં જવાનું જે અર્થે જોયું નહોતું. પ્યુન અને અર્થે બંને એક સાથે સ્કુલની બહાર નીકળ્યા અને બંને જમણી બાજુના રસ્તે એક મોટો પુલ હતો ત્યાંથી પસાર થયા આજુબાજુ વૃક્ષો અને પુલ ની નીચેથી નદી વહેતી હતી દિવસ ઢળવા આવ્યો હતો અને તે સાંજના સૂરજનો પડછાયો તે નદી માં પડતો હતો તેને કારણે આજુબાજુ કેસરી રંગ છવાઈ ગયો હતો અને ચારેબાજુ અલ્હાદક વાતાવરણ સર્જાયું હતું.જયારે પુલ પાર કરતા જ છાત્રાલય આવી ગયું તેની એક બાજુ છોકરાઓ માટેનું છાત્રાલય હતું અને બીજી બાજુ છોકરીઓ માટેનું છાત્રાલય હતું.છાત્રાલય પણ સ્કુલની જેમ બહુ જૂનું હતું અને ખૂબ મોટું હતું આશરે ચાર માળ જેટલું ઊંચું હતું.પ્યુન અને અર્થ બંને છાત્રાલય ની અંદર ગયા.છાત્રાલય ની નીચે જ્યાં તે ઉભા હતા ત્યાં બહુ મોટો ઓરડો હતો તે કદાચ સર્વે વિદ્યાર્થીઓને બેસવા માટે કોમનરૂમ હતો. ત્યાં દીવાલો ઉપર જુદાજુદા બોર્ડ માર્યા હતા અને એક બોર્ડ ખાલી હતું.જેમાં વિદ્યાર્થીઓ જુદાજુદા સુવિચારો,કલાકૃતિઓ રજૂ કરતા હતા. પ્યુન અને અર્થ બંને પહેલા માળની ત્યારબાદ બીજા માળ ની સીડી ચડયા.ત્યાં લાઇનસર બંને બાજુ રૂમ હતા અને તેના દરવાજા ઉપર નામ લખ્યા હતા 198,199,200,201,202

પ્યુન બોલ્યો "202, આવી ગયો તમારો રૂમ"

"આપનો આભાર મને રૂમ બતાવવા માટે.શું નામ છે આપનું?"

"મારુ નામ આનંદ છે.આપનું સ્વાગત છે અમારી સ્કુલમાં"

ત્યારબાદ તે નીકળી ગયો. અર્થ દરવાજાની બહાર ઉભો હતો તેણે દરવાજો ખખડાવ્યો પણ કોઈએ ખોલ્યું નહીં કદાચ તેણે બહુ ધીમે થી ખખડાવ્યું હતું તેથી કોઈએ ખોલ્યું નહીં પણ બીજીવાર અર્થે જોરથી ખખડાવ્યું અને દરવાજો ખુલ્યો.એક છોકરો દરવાજા પર ઉભો હતો. તેનું નામ કરણ હતું તેણે અર્થને જોઈને કહ્યું "તું અર્થ છે ને?" હકીકત માં તે જાણતો ન હતો.

અર્થે હકાર માં જવાબ આપ્યો અને તે રૂમ ની અંદર ગયો.

કરણે પોતાનો પરિચય આપતા કહ્યું "મારુનામ કરણ છે તથા આનું નામ ક્રિશ"

ક્રિશ, જે ચોપડી વાંચી રહ્યો હતો.અર્થે ક્રિશની સામે જોયું અને પોતાનો પરિચય ફરીથી આપ્યો.

"તમને બંને ને મળીને ખુશી થઈ,તમને ત્રાટક અંકલે મારા વિશે જે પત્રમાં જણાવ્યું હતું તેજ છું હું,શું તમે મારા મિત્ર બનશો?"

કરણ અને ક્રિશ બંને તેની સામે હસતાં હસતાં કહ્યું "આ પણ કંઈ પૂછવાની વાત છે આજ થી આપણે મિત્ર જ છીએ."

અર્થ: "અરે જરૂર,આભાર આપ બંને નો. હું અહીંયા નવો છું આ સ્કુલ માં અને આ દુનિયામાં પણ તેથી મને ઘણા ખરા નિયમો તેમના ખબર નથી તેથી મારી મદદ કરજો"

ક્રિશ: "જરૂર અમે સર્વે જાણીએ છીએ ત્રાટક અંકલે અમને બધુજ પત્ર માં જણાવ્યું હતું તેથી તું ચિંતા ના કરીશ."

કરણ: "હા,તું ચિંતા ના કરતો હવે આપણે મિત્રો છીએ."

ક્રિશ: "અહિયાં ના નિયમો બહુ સ્ટ્રીકટ છે."

અર્થ: "હા, મને પ્રિન્સીપાલ અલાઈવે જણાવ્યું હતું.શું અહીંયા જાદુગરી ભણાવવા માં આવે છે."

કરણ: "હા,અહીંયા જાદુગરી ભણાવવા માં આવેછે. અહીં જાદુઈ મોજા હોય છે. તે પહેરીને જાદુ કરવાનું હોય છે.આમતો અહીંયા શીખવામાં બહુ મજા આવે છે પણ અહીંયા કેટલાક દુષ્ટ લોકો પણ રહેછે."

અર્થ: " દુષ્ટ લોકો?"

ક્રિશ: "તું હોવી અહીંયા જ છું તો તને ખબર પડી જશે તું ચિંતા ના કર.આપણે સાથે જ છીયે."

કરણ: " સૌપ્રથમ કાલ આપણે સ્કુલથી આવીને ચોપડી લેવા માટે ચોપડીઓ ની ગલી અને ત્યારબાદ સારા એવા જાદુઈમોજા લેવા પડશે."

અર્થ: "ઠીક છે કાલ આપણે સ્કુલ થી આવીને જઈશું."

ક્રિશ: "આપણે હવે જમીને સુઈ જવું જોઈએ."

ત્રણેય જમીને સુઈ ગયા જ્યારે અર્થ ને નવી જગ્યા નવા મિત્રો મળ્યા હતા. તે તેમની વિશે વિચારતો હતો. છેલ્લા અઠવાડિયા માં તેના જીવનમાં બહુ મોટા બદલાવ આવ્યા હતા.તેની પાસે હવે તેના દુઃખી હોવાનો કોઈ કારણ દેખાતું નહતું બસ હવે તેને અહિયાં હંમેશા રહેવા માટે એક ધ્યેય શોધવાનો હતો.

(15 વર્ષ ની ઉંમર માં કંઈક નવો જ જાદુ હોયછે મિત્રો જ્ઞાન અને પ્રેમ બધુજ મેળવવાની આશા બધામાં હોય છે. બધાને જીતવું હોય છે. બધાના સપના હોય છે. તેમને ખબર નથી હોતી કે સ્વપ્ન કેવી રીતે સાચા કરવા પણ સ્વપ્નો જરૂર હોય છે. જે 15 વર્ષની ઉંમરે પણ મહેનત કરવા પ્રેરે છે. કહેવા જઈએ તો 15 થી 21 નો દાયકો જીવનનો સૌથી શ્રેષ્ઠ દાયકો હોય છે.ઘણું બધું શીખવા મળે છે.)

અર્થ,કરણ અને ક્રિશ નું પણ કંઈક અંશે આવુજ હતું. તેમના પણ એક નવા મિત્રતા ના સબંધ ની શરૂઆત હતી.તે પણ આગળ જઈને પોતાની મિત્રતા નું ઉદાહરણ કાયમ કરી શકતા હતાં કારણકે આજ હતો તેમનો જીવન નો સૌથી ઉત્તમ દાયકો. તેમનો ઉત્તમ સમય કંઈક કરી બતાવવાનો સમય,પોતાના સ્વપ્નરૂપી પક્ષીને પાંખ આપવાનો સમય, સ્વપ્ન સાચા કરવાનો સમય.


ક્રમશ

વાર્તા નો આગળનો અધ્યાય આવતા અઠવાડિયે રજૂ થશે આપના અમૂલ્ય પ્રતિભાવો મોકલી આપો.