અવિનાશ દ્વારા જે પાણી હવનમાં પડ્યું હતું તેના લીધે હવનમાં રહેલી અગ્નિ બુઝાઈ ગઈ અને તેના ધુમાડામાં એક માનવ આકૃતિ આકાર લેવા લાગી.
આવું દ્રશ્ય જોઈને શાસ્ત્રીજીથી એક ચીસ નખાઈ ગઈ.
આવું દ્રશ્ય તેઓએ પણ પ્રથમ વખત જ જોયેલું બધાનું ધ્યાન શાસ્ત્રીજી તરફ હતું કોઈ કંઇ સમજે તે પહેલા ધુમાડાના કારણે રચાયેલ માનવ આકૃતિમાંથી અટ્ટહાસ્ય રેલાયું.
"બધાને મોતના દરવાજા સુધી પહોંચાડી દઈશ" એવો અવાજ આવ્યો અને થોડી જ ક્ષણોમાં ધુમાડો અને પેલી માનવ આકૃતિ હવામાં વિલીન થઈ ગયું.
શાસ્ત્રીજીનુ એવું માનવું હતું કે આ વિશ્વમાં ભુત-પ્રેત જેવું કંઇ હોતું નથી. માણસોને માત્ર મનનો વહેમ જ હોય છે અને વહેમની કોઈ દવા હોતી નથી. તેથી તેઓ માત્ર તેમના યજમાનોના મનમાં રહેલ વહેમ દુર કરવા માટે જ હોમ-હવન કરતા હતા.
પરંતુ આજનું દ્રશ્ય જોઈને તેઓના પણ રૂંવાડા ઊભા થઈ ગયા હતા અને તેમનાથી ચીસ નીકળી ગઈ હતી.
હવનમાં હાજર બધાની હાલત અત્યારે આવી જ હતી. નિકુલ અને તેના ઘરના સભ્યો તો જાણે પુતળા હોય તેવી રીતે એક જ સ્થાને ચોંટી ગયા હતા.
સૌથી ખરાબ હાલત વિરલ અને શાસ્ત્રીજીની હતી.
થોડોક સમય બાદ શાસ્ત્રીજી અને ઘરના બધા સભ્યો સ્વસ્થ થયા.
"મને માફ કરજો આ ભુત-પ્રેતના ચક્કરમાં મારે નથી પડવું." શાસ્ત્રીજી ડર સાથે બોલ્યા.
"તમે તો ભલભલા ભુતને વશમાં કર્યા છે તો પછી તમને શેનો ડર છે !" વિરલે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું.
"એતો બધી ખાલી કેવાની વાતો હોય."
"તો શું! તમારા વિશે બધા જે વાત કરે છે એ બધું ખોટું છે?"
"હા , એ બધી જ અફવાઓ છે."
"પણ તમારા લીધે ઘણાં લોકોને સારું પરિણામ આવ્યું છે તે બધું !"
"જો ભાઈ વિરલ, અત્યારસુધી હું આ ભુત-પ્રેતને લોકોના મનનો વહેમ જ માનતો હતો અને વહેમની કોઈ દવા ના હોય"
" તો આ બધા તમારા હોમ-હવન અને બીજી બધી વિધિઓ કરતા એ સુ હતું!"
"એ બધું ધતિંગ હતું બીજું શું!" નિકુલ શાસ્ત્રીજી અને વિરલ વચ્ચે ચાલી રહેલો વાર્તાલાપ કાપતા બોલ્યો.
"નિકુલ, થોડીક વાર ચૂપ રહીશ" વિરલે અણગમા સાથે કહ્યું.
"તમે વાત ચાલુ રાખો શાસ્ત્રીજી." વીરલે શાસ્ત્રીજીને કહ્યું.
"હા તો હું એમ કહેતો હતો કે વહેમની કોઈ દવા હોતી નથી તેથી યજમાનોને એમ થાય કે હવન કર્યો છે તેથી હવે કોઈ ભુત આપણું કશું બગાડી નઈ શકે અને તેઓના મનમાં રહેલ ભૂતનો વહેમ નીકળી જતો અને મારું કામ પણ ચાલ્યા કરતું."
"અચ્છા, તો તમે પણ ભુત-પ્રેત અને ગેબી શક્તિઓમાં વિશ્વાસ નથી કરતા એમને!"
"હા, પરંતુ આજ કે ધટના બની તેના પછી તો હું પણ હવે સ્વીકારું છું કે આ ફકત મનનો વહેમ નથી હોતો હકીકતમાં ગેબી શક્તિ આ દુનિયામાં રહેલી છે."
"તો હવે તમે અમને લોકોને આ મુસીબમાંથી મુક્ત નહિ કરી શકો એમને!"
"ના, મને તો તમે માફ જ કરી દો."
"સારું, નિકુલ શાસ્ત્રીજીને તેમની દક્ષિણા આપી દે અને તેઓને તેમના ઘરે છોડતો આવ." વિરલે નિકુલને ઉદ્દેશીને કહ્યું.
"એની જરૂર નથી, અમે લોકો ચાલ્યા જઈશું અને માટે દક્ષિણા પણ નથી જોઇતી." શાસ્ત્રીજીએ ભયભીત થતા કહ્યું.
"કેમ આવું બોલો છો તમારા કાર્યની ચુકવણી તો અમારે કરવી જ પડે ને"
"કાર્ય પુર્ણ થયું હોય તો ને ઉલ્ટાનું તમારા ઉપર મુસીબતો વધી છે મારે કોઈ પણ વસ્તુ નથી જોઇતી." આટલું બોલીને શાસ્ત્રીજી અને તેમના અનુયાયીઓ ઊભા થઈને ચાલવા લાગ્યા અને તેઓ નિકુલના ઘરની બહાર નીકળી ગયા.
"અરે આ જુઓ શું થાય છે...!" વિલાસે હવનકુંડ સામે હાથ ચીંધતા કહ્યું તેના અવાજમાં ખુબ જ ડર જણાતો હતો.
બધાએ હવનકુંડ બાજુ નજર કરી અને બધાની આંખો ફાટી રહી ગઈ.
(ક્રમશઃ)