Be Pagel - 26 in Gujarati Love Stories by VARUN S. PATEL books and stories PDF | બે પાગલ - ભાગ ૨૬

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

બે પાગલ - ભાગ ૨૬

બે પાગલ ભાગ ૨૬
જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી.
આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત.
નાટક સ્પર્ધાના આગલા દિવસે. એટલે કે આજે જીજ્ઞાના લગ્નનો પ્રથમ દિવસ ગણેશ સ્થાપના. એક તરફ લોકો રુહાન અને જીજ્ઞાની ટીમના પરફોર્મન્સની રાહ જોઈને બેઠા હતા અને એક તરફ રુહાન અને જીજ્ઞા ભગવાનના ચમત્કારની રાહ જોઇને બેઠા હતા.
આ તરફ જીજ્ઞાના લગ્નની દરેક રસમની શરૂઆત થઈ ચૂકી હતી. જેમ કે ગણેશ સ્થાપના, હલ્દી રસમ વગેરે જે દિકરીના લગ્નમાં આવતી હોય તેવી દરેક રસમોની શરૂઆત થઈ ચુકી હતી. પ્રશ્ન એ હતો કે આ રસ્મોમા જીજ્ઞાનુ શરીર તો હાજર હતુ પરંતુ શુ જીજ્ઞાની આત્મ હાજર હતી ખરી ? જીજ્ઞા હરપળ હરસેકન્ડ દરવાજા તરફ જ જોયા કરતી કે જાણે દરવાજે એને લેવા રુહાન આવી પહોચવાનો હોય.
આ તરફ રુહાનના પણ એ જ હાલ હતા. રુહાનનુ શરીર તો દોસ્તોની વચ્ચે જ હતુ પરંતુ તેની આત્મા પણ જીજ્ઞાની યાદમા પરોવાયેલી હતી.
રુહાન રવી અને મહાવીર ત્રણેય ચાની ટપલી પર બેઠા હતા અને હાથમા અડધી પીધેલી ચાની પ્યાલી હતી.
યાર રુહાન હવે મારાથી તને આવી રીતે ઉદાસ અને તુટેલો નથી જોવાતો. જો જીજ્ઞાના જવાથી તુ આમ જ રહેવાનો હોયને તો મા કસમ તારા માટે તો હુ કઈ એવુ આડુ અવળુ કરી દઈશ કે જેનાથી જીજ્ઞાના લગ્ન તો નહીં જ થાય...રવીએ કહ્યું.
સાંભળ રવી આ તારી ભાવુક્તા બોલે છે પોતાની જાત પર કાબુ રાખ... રુહાને શાંતીથી રવીને શાંત કરતા કહ્યું.
અરે માય ગઈ શાંતી તુ અને તારી જીજ્ઞા આટલી બધી ત્યાગની મુર્તી ક્યારથી બની ગયા છો. એક ઘમંડી બાપના કારણે તમે બંને તમારી જીંદગી બરબાદ કરી રહ્યા છો... મહાવીરે કહ્યું.
આ તરફ રસ્મો પુર્ણ થયા બાદ પુર્વી અને જીજ્ઞા રૂમમા એકલા હતા અને બંને વચ્ચે ભાવુક સંવાદ ચાલી રહ્યો હતો.
પુર્વી મારા રુહાનને મે એકવખત લવ યુ પણ ન કહ્યું. હુ કેવી ખુદ ગર્જ છુ... જીજ્ઞાએ સાવ ઢીલા અવાજે કહ્યું.
તારૂ આઈ લવ યુ તો એ ત્યારે જ સાંભળી ચુક્યો હતો જ્યારે તે દારૂ પીધો હતો પરંતુ તારા કન્ફર્ટ ઝોનના કારણે એને એવુ બોલી દિધુ કે તે દારૂના નશામાં કંઈ કહ્યું જ નથી...પુર્વીએ જીજ્ઞાની આખના આસુ લુછતા કહ્યું.
મને લાગે છે હુ આ લગ્ન પહેલા જ મુંઝાઈને મરી જવાની છુ. મારાથી નહીં જીવાઈ આવી જીંદગી... દુલ્હનના રૂપમા સજેલી જીજ્ઞા પુર્વીના ખોળામાં સુતા સુતા બોલી.
તો શુ કરવા કરી રહી છે આ લગ્ન. જો તારે છુટવુ જ હોય તો લગાડ રુહાનને ફોન એ અને મહોમ્મદકાકા જરૂર કોઈ વચલો રસ્તો નિકાળશે...પુર્વીએ એક બહેન તરીકે સાચી સલાહ આપતા કહ્યુ.
આ તરફ ચાની ટપલી પર બેઠેલા રુહાનને પુર્વીનો કોલ આવે છે. રુહાન ફોનકોલ રીસીવ કરે છે.
હા પુર્વી બોલને... રુહાને પણ ધીમા અવાજે કહ્યું.
રુહાન જીજ્ઞા તારી સાથે વાત કરવા માંગે છે... પુર્વીએ આટલુ બોલી ફોન ભાવુક હાલતમા એના ખોળામાં સુતી જીજ્ઞાના કાને ઘર્યો.
હલ્લો જીજ્ઞા કેમ છે તુ... રુહાને જાણે કોઈની સાથે એક વર્ષ પછી વાત કરતો હોય તેવી રીતે વાત કરતા કહ્યું.
તારા સિવાય અહીં મને હસાવનાર તારા જેવો બીજો કોઈ પાગલ છે જ ક્યાં જે હંમેશા મને ખુશ રાખવાના પ્રયત્ન કરે તારી બહુ યાદ આવે છે રુહાન...પુર્વીના ખોળામા સુતેલી જીજ્ઞાએ રડતા રડતા કહ્યું.
આ તરફ રુહાનની આખમા પણ આસુઓ આવી જાય છે.
મને કઈ સમજાતુ નથી કે હુ તને આનો શુ જવાબ આપુ. મારી હાલત આજે એટલી જ ખરાબ છે જેટલી મમ્મીના ગયા પછી હતી...રડતા રુહાને પોતાની આખના આસુઓ લુછતા કહ્યું.
આઈ લવ યુ રુહાન... જીજ્ઞાના આટલુ કહ્યા પછી જાણે થોડિવાર ફોનમા બંને તરફ શાંતિ છવાઈ ગઈ.
હવે કદાચ મારા જવાબનો કોઈ મતલબ નથી...રુહાને કહ્યું.
સવાલ પિતાની આબરૂનો છે અને એક દિકરી તરીકે હુ એમની આબરૂ સાથે ક્યારેય ચેડા ન કરી શકુ. એટલે જ હવે આ ઘરમાથી એક દુલ્હન જરૂર વિદા થશે પણ એ ડોલીમા નહીં અર્થીમા કેમ કે હવે આ બધુ સહન કરવાની મારામા હિમ્મત નથી...રડતી જીજ્ઞાએ કહ્યું.
આટલુ સાંભળતા તો થોડીવાર રુહાન જીજ્ઞાને કોઈ જવાબ ન આપી શક્યો. થોડીવાર પછી રુહાને જવાબમાં જીજ્ઞાને કહ્યું.
ઠિક છે જો તારી પાસે આ જ સમાધાન હોય તો તુ અર્થીમા અને હુ કબ્રમા. કેમ કે આપણા બંને વચ્ચેના આ અર્થી અને કબ્રના ફર્કના કારણે જ આજે આપણે અલગ છીએ તો ચાલ એ પણ અખતરો કરી લઈએ એક થવા માટે... રુહાને જીજ્ઞાને એની જ ભાવુકભાષામા સમજાવતા કહ્યુ.
જો રુહાન મારા લગ્ન થઈ જશે તો આમેય હવે મારામા કોઈ જ દુઃખ સહન કરવાની તાકાત રહી નથી જો તારાથી હવે મને બચાવાતી હોય તો બચાવી લે રુહાન પણ હા મારા પિતા અને તેમના સામાજીક મોભાને નુકસાન પહોચાડ્યા વગર કેમ કે મને મારૂ મોત પસંદ છે પણ મારા પિતાને મારા કારણે નિચુ જોવુ પડે એ ક્યારેય મંજુર નથી...જીજ્ઞાએ પોતાના હ્દયનો તમામ દર્દ બે લાઈનમાં રુહાનની સામે ઠલવતા કહ્યું.
રુહાન પોતાની જગ્યાએથી ઉભો થઈ જાય છે.
જો જીજ્ઞા તુ કઈ પણ પગલુ ના ભરતી હુ ગમે તેમ કરીને તારા પિતાની ઈમેજ બગાડવા વગર જ તને આ લગ્નથી જરૂર બચાવી લઈશ. મને ખબર છે કે તારા પિતા આપણા લગ્ન માટે ક્યારેય રાજી નહીં થાય પરંતુ હા આ લગ્ન ન કરવા હુ તેમને જરૂર મનાવી લઈશ. તને તારી મમ્મીના સમ છે જો તે મારા આવ્યા પહેલા કોઈ પગલુ લીધુ છે તો... રુહાને જીજ્ઞાને સમજાવતા કહ્યુ.
ઠિક છે રુહાન હુ લગ્નના છેલ્લા ફેરા સુધી તારી રાહ જોઈશ બાકી પછી મને ખબર નથી... આટલુ બોલી પુર્વીના ખોળામા માથુ રાખીને સુતેલી જીજ્ઞા રડતા રડતા પોતાનો ફોન કટ કરી નાખે છે અને જ્યારે પોતાના માતાના ખોળામાં રડતી હોય તેમ પુર્વીના ખોળામા રડવા લાગે છે.
સામે પુર્વી પણ જીજ્ઞાને એક બહેનની જેમ નહીં પરંતુ એક માતાની જેમ સંભાળવાની કોશિષ કરે છે.
આ તરફ રુહાન પણ પોતાનો ફોન કટ કરી પોતાના ખિસ્સામાં મુકે છે.
શુ થયુ રુહાન તુ આટલો ગંભીર કેમ થઈ ગયો છે.
યાર ધીરે ધીરે જીજ્ઞા પોતાનો કંટ્રોલ ખોઈ રહી છે. એ પોતાની અંદર એટલુ દબાવીને બેઠી છે એને ક્યારે પણ હ્દય હુમલો કે શરીરમાં કંઈ પણ થઈ શકે છે. એને તો ત્યા સુધી કહી દિધુ કે આ દુલ્હન આ ઘરથી આજે અર્થીમા જ વિદા થશે...રુહાને પોતાના મિત્રોને શોર્ટમા સમજાવતા કહ્યુ.
આઈ થીંક આપણે ત્યાં જવુ જોઈએ અને જીજ્ઞાના લગ્ન રોકવા માટે કંઈક કરવુ જોઇએ...રવીએ કહ્યું.
આપણે લગ્નમાં જરૂર જઈશુ અને પ્રેમથી તો પ્રેમથી જીજ્ઞાની જીંદગી ડુબવા તો હુ નહીં જ દઉં... રુહાને કહ્યું.
અમે તારી સાથે છીએ... રવી અને મહાવીરે કહ્યું.
ઓકે તો આપણે આજે સાંજે જ અમદાવાદ જવા રવાના થઈશુ અને કાલે મહાવીર સ્પર્ધા છે તો તુ અહીં જ રહેજે બાકી તારે શુ કરવાનુ છે એ તને ખબર જ છે...રુહાને પોતાના મિત્રોને કહ્યું.
રુહાન આપણે આમા તારા પિતાની મદદ લેવી જોઈએ. કેમ કે પ્રેમથી પરિસ્થિતિ સંભાળવાની છે એટલે અંકલ એ બધુ સરળતાથી કરી શકે અને શુ ખબર કદાચ આના માટે એમની પાસે કોઈ સુઝાવ પણ હોય...રવીએ કહ્યું.
રુહાન જેવો જ પોતાના અબ્બાને કોલ કરવા જાય છે ત્યા જ સામેથી તેના અબ્બાનો એક મેસેજ આવે છે અને એ મેસેજમા એવુ લખેલુ હોય છે કે રુહાન બેટા હું આજ અને કાલ બે દિવસ માટે દિલ્હી હાઈ એલર્ટ પર હોવાથી ત્યાની પોલીસની મદદ માટે જઈ રહ્યો છું. બે દિવસ પછી તુરત પરત ફરીશ.
મેસેજ વાચતા જ રુહાન થોડો નિરાશ બને છે.
બે યાર અબ્બા તો દિલ્લી જઈ રહ્યા છે. આતંકવાદીઓ ના કારણે અત્યારે ત્યા હાઈઅલર્ટ છે અને એટલે અબ્બાને ત્યા જવુ પડે એમ છે. દેશની સુરક્ષાનો સવાલ હોવાથી આપણે એમને જવા માટે ના પણ નહીં પાડી શકીએ...રુહાને નિરાશ થતા રવીને કહ્યું.
નો પ્રોબ્લેમ રુહાન આપણે બંને અમદાવાદ જઈએ અને બને તેટલી કોશિષ કરીએ બાકી ઉપર વાળાવી ઈચ્છે...રવીએ રુહાનને કહ્યું.
તો ઠીક મને કોલ પર અપડેટ આપતા રહેજો. ઓલ ધ બેસ્ટ...મહાવીરે કહ્યું.
આ બાજુ સંજયસિહ પહેલેથી જ પોતાના દોસ્તો દ્વારા રુહાનની દરેક હરકતો પર નજર રખાવી રહ્યો હતો. કેમ કે એ જાણતો હતો કે રુહાન જીજ્ઞાને બચાવવા જરૂર કંઈ કરશે. રુહાન રવી અને મહાવીરની દરેક વાતો તેમની પર નજર રાખતો સંજયસિહનો મિત્ર સાંભળી જાય છે અને તે વાતો સંજયસિહ સુધી પહોચાડી દે છે.
તો અંતે મે જેમ વિચાર્યું હતું એમ જ થયુ...સંજયસિહે બધુ સાંભળ્યા બાદ કહ્યું.
તો હવે આપણે શુ કરવાનુ છે... ત્યા ઉભેલા સંજયસિહના બીજા મિત્રએ કહ્યું.
હવે આપણે કઈજ નથી કરવાનુ જે કરવાનુ છે તે બાપુના ગુંડાઓ કરશે... હસ્તા હસ્તા અહંકારી સંજયસિહે કહ્યું.
મતલબ...સંજયસિહના મિત્રએ કહ્યું.
મતલબ એમ કે જો રુહાન અને રવી અમદાવાદ પહોચે જ નહીં તો આપોઆપ કોતો જીજ્ઞાના લગ્ન થઈ જશે અને કા તો એ મરી જશે. બંને બાજુ સજા તો રુહાનને જ મળવાની છે. અને હા અધુરામા પુરૂ તેનો બાપ પણ અહીં હાજર નથી એટલે આપણુ કામ તો ખુબ જ સરળ થઈ ગયુ. બીચ્ચારો રુહાન...જોર જોરથી હસ્તા સંજયસિહે કહ્યું.
સંજયસિહ અને તેના દરેક મિત્રો આ વાત પર જોર જોરથી હસવા લાગે છે.
જીજ્ઞા અને રુહાન બંનેને બરબાદ કરી દઈશ... સંજયસિહે કહ્યું.
રુહાન અને જીજ્ઞા માટે જીવનમાં ઘણી બધી અડચણો તો હતી જ પણ એ અડચણોને વધુ હવા આપવાનુ કામ સંજયસિહ કરતો હતો. કદાચ રુહાનને પણ કલ્પના નહીં હોય કે નાની બબાલનો બદલો સંજયસિહ એવી રીતે લેશે કે એમા કોઈકનો જીવ પણ જઈ શકે ? ખબર નહીં કે આગળ શુ થશે. એ તો ફાઈનલ છે કે જો રુહાન ત્યા ન પહોચ્યો તો જીજ્ઞાની જીંદગી ખતરામાં છે. અને આ તરફ તેને રોકવા માટે સંજયસિહ પણ પુરી તૈયારી સાથે બેઠો છે. રુહાનના પિતા હાજર ન હોવાથી સંજયસિહ વધુ પાવરફુલ બની ગયો છે. જોવુ રહ્યુ કે આગળ શુ બનશે. હુ એટલે કે આ કહાનીનો લેખક વરૂણ એસ.પટેલ તમારા માટે એક રહ્સય જરૂર ખોલી આપીશ કે રુહાન અને રવી ત્યા અમદાવાદ પહોચશે કે નહીં. તો જવાબ છે રુહાન અને રવી સંજયસિહના કારણે અમદાવાદ તો શુ પરંતુ વડોદરાથી અમદાવાદ જનારી બસ સુધી પણ નહીં પહોચી શકે. તો જોવુ રહ્યુ કે રુહાનના સંજોગોવસ અમદાવાદ ન પહોચવાથી પરિસ્થિતિ શુ મોડ લે છે ? શુ રુહાન જીજ્ઞાને બચાવી શકશે ખરો? અને બચાવી શકશે તો કંઈ રીતે વગેરે જાણવા માટે વાચતા રહો બે પાગલના આગલા ભાગો. ખુબ ખુબ ધન્યવાદ.

। જય શ્રી કૃષ્ણ । । શ્રી કષ્ટભંજન દાદા સત્ય છે ।
BY:- VARUN S. PATEL
THANK YOU VERY MUCH FOR ALL READERS READING MY STORY.
PERSONAL REVIEW :- WN(6352100227)
FOLLOW MY INSTA ID:- varun_s_patel
NEXT STORY :- ' કબ તક રોકોગે '(ગુજરાતી)