Vaishyalay - 3 in Gujarati Fiction Stories by SaHeB books and stories PDF | વૈશ્યાલય - 3

The Author
Featured Books
Categories
Share

વૈશ્યાલય - 3

આટલા શબ્દ સાંભળ્યા અને અંશ તો રીતસર ધ્રુજવા લાગ્યો હતો. એને કઈ જ સમજાતું ન હતું. મગજ જ બ્લોક થઈ ગયું હતું. એ ફટાફટ રેમા માંથી બહાર નીકળી ગયો, દિલના ધબકારા વધી ગયા, પરસેવે રેબઝેબ થઈ ગયો. બીજી ગણિકા પણ અંશને આવી રીતે જતા જતા જોઈ રહી હતી અને ખડખડાટ હસી રહી હતી. અંશનું ધ્યાન માત્ર વિસ્તાર માંથી ઝડપી બહાર નીકળવા પર જ હતું. બહાર આવી થોડો રાહતનો શ્વાસ લીધો અને સીધો રીક્ષા કરી ઘરે જવા રવાના થઈ ગયો.

એનું મગજ ખરડાયેલ હતું, એ અસ્વસ્થ થઈ ગયો હતો, હજુ પણ કંપન એના શરીરમાં હતું. પૂરું શરીર તપી રહ્યું હતું, ધબકારા હજુ પણ એના રિધમમાં આવ્યા ન હતા. ઝડપી ઘરે પહોંચવાની ઉતાવળ હતી. રીક્ષામાં હરેક ક્ષણ એને ખાવા દોડતી હોઈ એવું લાગી રહ્યું હતું. દિલમાં દાવાનળ ફૂટી નીકળ્યો હતો. ત્યાં રીક્ષા ઉભી રહી અને થોડો ભાનમાં આવી અંશે રીક્ષાવાળાને રૂપિયા આપી દીધા ને ચાલવા લાગ્યો. રીક્ષાવાળો બૂમ પાડી રહ્યો હતો..."ઓ ભાઈ બાકીના પૈસા તો પાછા લેતા જાઉં..." પણ અંશ પોતાના વિચારોમાં ખોવાય ગયેલ હતો.

ઘરે આવી સીધો પોતાના રૂમમાં જતો રહ્યો, એ જ દશામાં થોડીવાર બેડ પર આંખો બંધ કરી સૂતો રહ્યો. પોતાના શ્વાસ રિધમમાં આવી રહ્યા હતા, મગજ થોડું સજાગ થવા લાગ્યું હતું, દિલમાં રહેલ લાવા ઠરવા લાગ્યો હતો. આંખો ખોલો, સ્નાન કરવા માટે એ બાથરૂમ તરફ આગળ વધ્યો. પોતાને સામાન્ય કરવાના પ્રયાસ ચાલુ હતા, માથું પણ સખત દુઃખવા લાગ્યું હતું. પોતે સૂન હતો, ખોવાયેલ હતો, ખુદમાં ખુદને શોધી રહ્યો હતો. બાથરૂમ જઈ દરવાજો લોક કરી, ઠંડા સાવર નીચે ઉભો રહી આંખો બંધ કરી, પોતાના મગજને કેન્દ્રિત કરવાના પ્રયાસ ચાલુ હતા. સ્નાન કર્યા પછી બહાર આવ્યો, થોડો સ્વસ્થ દેખાતો હતો, રોમા વિસ્તારમાં બને ગયેલ પોતાના સાથેની ઘટના એક બાજુ રાખી પોતાના મિત્ર ભરતને કોલ કર્યો...

અંશ: ક્યાં છે ભાઈ...

ભરત: ઓફીસ પર છું અને થોડીવારમાં હું ઘરે આવવા નીકળું છું.

અંશ: ફટાફટ આવજે મારે તારું અંગત કામ છે મારા ભાઈ...

ભરત: શુ થયું એ તો કહે, આમ અચાનક કઈ થયું કે...?

અંશ: અરે તું આવને પછી રૂબરૂ જ વાત કરું બધી...

આટલી વાત થઈ અને કોલ કટ કરી અંશ ડાઇનિંગ ટેબલ પર બેસી ગયો. ત્યાં એના મમ્મી ચા લઈ આવ્યા, ચાની ચૂસકી ભરી અને પોતાના મગજને ડાયવર્ટ કરવા માટે ટીવીનું રિમોર્ટ હાથમાં લઈ ટીવી ચાલી કરી. આજે એમ જ એ ટીવી સ્ક્રીન પર બેસી રહ્યો, સામે કયું દ્રશ્ય ચાલે છે એ ખબર ન હતી પણ એના માનસપટલ પર શણગાર સજી દેહના સોદા માટે ઉત્કૃષ્ટ થતી તમામ નારી છવાઈ ગઈ હતી. એક કલાક એ જ સ્થિતિમાં પસાર થઈ ગઈ, જરા પણ ભાન ન રહ્યું, ત્યાં ભરતનો કોલ આવ્યો અંશ સફાળો જાગી ગયો, તમામ વિચારના ફરફોટા ફૂટી ગયા.

ભરત: અરે યાર ક્યાં છે તું...?

અંશ: હું તો ઘરે જ છું, તું આવી ગયો ઘરે....

ભરત: યાર ક્યારનો આવી ગયો છું તારો મોબાઈલ ક્યાં હતો કેટલા કોલ કર્યા એ જો પહેલા....

અંશ: સોરી યાર ટેન્સનમાં ખબર જ ન રહી કે ફોનમાં રિંગ વાગે છે, તું ક્યાં છો ચાલ હું ત્યાં આવું...

ભરત: હું સોસાયટીના બગીચામાં બેઠો છું, તું આવ ત્યાં....

અંશ: ચાલ આવ્યો બે મિનિટમાં

તમામ પ્રશ્નના હલ મળી ગયા હોય એમ અંશ ઉતાવળા પગે ચાલવા લાગ્યો, ચહેરા પર થોડું સ્મિત આવ્યું, થોડીવાર માટે તમામ વિચારો બંધ થઈ ગયા, દિલને પણ હાશકારો થયો. શરીરમાં એક સાથે અનેક શક્તિનો સંચાર થયો હોય એમ ચાલવા લાગ્યો અને બગીચામાં પહોંચી પણ ગયો.

અંશ: ખરેખર ભરત આજે બહુ મોટો અનુભવ કર્યો, સાલું મગજ જ બ્લોક થઈ ગયું, મને એમ કહે બધું સહેલું જ હશે પણ હું તો ધ્રુજી જ ગયો...

ભરત: યાર સરખી વાત કરીને, આમ ડરી ગયો, ધ્રુજી ગયો બોલ્યા કરે છે, શુ થયું એ કહે પહેલાથી...

અંશ: યાર હું રોમા વિસ્તારમાં ગયો હતો, એ વિસ્તારમાં પગ મુકતા જ એક અજીબ દુનિયામાં આવ્યો હોય એવો અહેસાસ થયો, શહેરના લગભગ વિસ્તારમાં ફર્યો છું, એ લોકો જોડે વાર્તાલાપ કર્યો છે, લાંબો સમય પસાર કર્યો છે પણ રોમામાં ગયા ને ગણતરીની ક્ષણમાં હું એ વિસ્તારની બહાર નીકળી ગયો હતો, તેના હરેક દ્રશ્ય મને ધ્રુજાવી રહ્યા હતા, પોતાના દેહના સોદા માટે આતુર બનતી સ્ત્રીઓ, બિભીષ્મ ઈશારા કરતી, એક તો મારી પાસે આવી અને મને કહેવા લાગી, 'ચાલ મજા આવશે...' હું તો ત્યાંથી ભાગવા લાગ્યો, ત્યાં બીજી મંજિલ પર ડોકાઈને જોતી ગણિકાઓ રાડો પડતી હતી 'સાલો નપુંસક છે...અહીં આવી ને પણ બૈરાં જેવો વર્તાવ કરે છે...' આટલું બોલી એ બધું હસવા લાગી હતી. ખાલી મુવી અને બુક્સમાં ક્યાંક રેડલાઈટ એરિયાનો ઉલ્લેખ હોઈ એ વાંચ્યો હતો, પણ ખરેખર એવું હોય એ આજે પ્રતીત થયું, ખરેખર આજે દિલમાં અજીબ પ્રકારના દાવાનળનો સ્ત્રાવ થવા લાગ્યો હતો, મગજ બ્લોક થઈ ગયું હતું, માંડ ઘરે આવ્યો અને તને વાત કરી...

ભરત: જો ભાઈ એ જગ્યા એવી જ હોઈ જ્યાં આ બધું સામાન્ય છે, એ પોતાનો રોજગાર માને છે, એમાં ક્યાં કોઈ ડરવાનો પ્રશ્ન જ આવે છે, તું સાવ ડરપોક છે, દિલને કઠોર બનાવ તું, તારે તારા રિસર્ચમાં આગળ વધવું હશે તો આનાથી પણ વધુ ખરાબ બાબતને તારે રૂબરૂ થવાનું રહેશે. એટલે ક્યારેય આવી સ્થિતિ જોઈ ગભરાવું નહિ, એ તને ખાઈ ન જાય, હવે જ્યારે પણ તું જાય ત્યારે તું મને કહેજે...તું તારી સાથે રોમાના નાકા સુધી આવીશ, તું તારે જે અવલોકન કે વાત કરવી હોય એ કરી લેજે...પણ એ તને મફતના કશું કહી બતાવે...તારે એને તારી વાતોમાં લાવવી પડશે... અને એનું મૂડ બનશે તો જ તારી સાથે વાત કરશે એ બાબત પર...

(ક્રમશ:)