Revenge PremVasna Series 2 - 30 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | રીવેન્જ - પ્રકરણ - 30

Featured Books
Categories
Share

રીવેન્જ - પ્રકરણ - 30

પ્રકરણ-30

રીવેન્જ

અન્યાને રોમેરો- કેમ્પ- ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝ પરથી મોહ ઉતરી ગયો બધાં માટે અનહદ તિરસ્કાર થઇ ગયો. એને થયું મારાથી આ શું થઇ ગયું ? મારી આટલી સારી જીંદગી તબાહ થઇ ગઇ. અન્યાને થયું હું ક્યાં જઊં શું કરું ? એને થયું કોઇ સાથે બેસુ કંઇ વાત કરું. એને આખા શરીરમાંથી જાણે અદમ્ય ગંદી વાસ આવી રહી હતી એને એનું પોતાનું શરીર જ ગંધાતું લાગી રહેલું જે રૂપ-સુંદરતા ઉપર રોબ કરતી અભિમાન કરતી અત્યારે એને શાપ જેવું લાગી રહેલું એનાં આંસુ આંખનાં ઊંબરે આવીને અટકી ગયાં હતાં. એનાં મનમાં ચાલતો ઉદવેગ અને આક્રોશ આંસુને સૂકવી નાંખતાં હતાં.

અન્યાના મન હૃદયમાં પ્રેમ-લાગણીની જગ્યાએ બદલાની ભાવના જવાળાની જેમ સળગી રહી હતી એને થયું આ બધાને પાઠ ભણાવું... એવો પાઠ ભણાવું કે જીંદગીમાં કોઇ છોકરીની જીંદગી કે એની જવાની સાથે રમત ના રમી શકે એવાં કરી નાંખું કે આંખી ઇન્ડસ્ટ્રીને પાઠ મળી જાય કોઇપણ આવાં કામ નહીં કરે.. એનાં મનમાં વિચારોનું વાવવંટોળ સર્જાયું હતું એને પ્રથમ શું કરવું ક્યાંથી શરૂ કરવું સમજાતું નહોતું આ બદલાનાં વિચારોમાં પોતાનાં ઘરની સ્થિતિ જ વીસરી ગઇ હતી એનાં કેન્દ્ર સ્થાને બસ રીવેન્જ સિવાય કંઇ જ નહોતું.

અન્યાએ માઇકલને પુરુ જોર લાગીવને બે પગ વચ્ચે એવી સજ્જડ લાત મારી હતી કે ઓય ઓય કરતો બેવડ વળી નીચ પડી ગયો. અને ફ્રેડીતો અન્યાનું આવું બિહામણું રૂપ જોઇ ખૂબ ડરી ગઇ એણે બે હાથ જોડીને માફી માંગવા માંડી.

અન્યાએ કહ્યું યુ બીચ ડાયન તને તો હું પછી જોઇ લઇશ. મારી આવી દશા કરવામાં આ હેવાનોનો જ સાથ હતો. મેં તારા પર ખૂબ ટ્રસ્ટ રાખેલો તે જીસસને પણ અવગણી મને દગો કર્યો... થોડીવાર એ ફેડીને ગાળો દેતી રહી ત્યાંજ એની નજર બ્લેકલેબલ સ્કોચ પર પડી અત્યારે અન્યાનાં મન પર શેતાને કબજો કરેલો એ બાન ભૂલી સાચાં ખોટાંની પરવા કર્યા વિના જ એણે અધૂરી રહેલી બ્લેક લેબલ સીધી જ મોંઢે માડી અને નીંટ ગટગટાવી ગઇ પછી હોઠ લૂછીને એણે બોટલને સીધી ફ્રેડીનાં માથાં ઉપર પછાડી. ફ્રેડીનાં કપાળ અને માથામાંથી લોહીની ધાર છૂટી ઓહ યુ રાસ્કલ એવું બોલીને અન્યાને મારવા ગઇ પણ અન્યાએ એને પણ લાત મારીને નીચે પાડી દીધી. ફ્રેડીનાં કપાળને માથામાં ઘા કર્યા એમાં અડધી બોટલનો ભાગ અન્યાનાં હાથમાં રહ્યો અને ફ્રેડી તરફ તિરસ્કારથી જોવા લાગી ફ્રેડી માથું દબાવીને બેસી ગઇ.

માયકલે જોયું એને કળ વળતાં એ ઉભો થયો અને કાચનો ગ્લાસ લઇ અન્યાને મારવા ગયો ત્યાં અન્યાએ જાણએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ગોળ ફરીને બાકી રહેલી બોટલ માયકલનાં માથામાં મારી અને એને લોહી લૂહાણ કરી નાંખ્યો. માઇકલતો જમીન પર પડી ગયો.

અન્યાએ થોડાંક જ તોફાની સમયમાં બંન્ને જણને ખૂબ ધાયલ કરી દીધાં. દૂર ઉભેલો સલીમતો જોઇ જ રહ્યો. અન્યાની બહાદુરીથી ખુશ થઇ ગયો. એ દોડીને અન્યા પાસે આવ્યો એણે કહ્યું "મેમ સારું કર્યું આ રાક્ષસ અને ડાકણ બંન્નેને તમે પાઠ ભણાવ્યો.

અન્યા સલીમ તરફ એકદમ આત્મવિશ્વાસથી જોઇને બોલી... સલીમ હજી તો આ શરૂઆત છે આગળ આગળ જો બધાની શી વલે કરું છું. સલીમ એક કામ કરજે.. કરીશને ? હું આ લોકોને તો આજે પતાવી જ દઇશ જીવતા નહીં મૂકું પરંતુ તારે રોમેરોને હું કહું એમ જ રીપોર્ટ આપવાનો છે તારે જે કંઇજ અહીં થયું તે કહેવાનું નથી.

સલીમ કહે પણ મેડમ આ લોકો કેવી રીતે મરી ગયા પૂછે તો શું કહું ? તું ખાલી મદદ કર ચિંતા ના કર આ લોકો અધકચરા મરેલા છે બંન્ને જણને સ્ટુડીયોની પાછળ રેલ્વે લાઇન પર ફેંકી દઇએ પછી જે થવાનું હશે તે થશે.... તને મદદ કરવા હું બેઠી છું ને..

પણ મેમ તમારાં અને પૂછશે કે.. કયારે ભાનમાં આવ્યાં શું થયું શું કીધું ? તમને મૂકવા કોણ ગયું કેવી રીતે ? અન્યાએ કહ્યું "બધું વિચારી લીધું છે મેં હું ભાનમાં આવી ત્યારે ફક્ત તુ જ હતો કેમેરામેનને તેં મારા પર રેપ કરતાં જોઇ લીધેલો એમ કહેવાનું છે પૂછે તો જ. અને માઇકલ હતોજ નહીં એટલે તું મને મૂકવા આવ્યો હતો રહી શું થયું. કેવી રીતે થયું તને કંઇ ખબર નથી તું તો નીકળી ગયેલો. સલીમે કહ્યું પણ સ્ટુડીયો સીક્યુરીટી ઓફીસર રણજીતસિંહતો ગેટ પર ઓફીસમાં હશે એણે આપણને ગાડીમાં જતા જોયા હોવા જોઇએને અન્યા કહે "અરે એતો જોશે જ. ચિંતા ના કર પ્હેલાં આ લોકોને ખેંચી પાછળનાં રસ્તેથી રેલ્વે ટ્રેક પર ફેંકી આવીએ.

માઇકલ અને ફ્રેડી બેભાન જેવાં હતાં પણ કણસતાં હતાં. અન્યાએ બંન્નેને એવી જગ્યાએ લાતો મારી કે રહ્યું સયું ભાન જતું રહ્યું સલીમ કહે મેડમ તમને તો બધી ખબર છે ક્યાં ઇજા કરાય. અન્યાએ મ્લાન સ્મિત આપતાં કહ્યું "મારાં પાપાએ શીખવ્યું છે. ચાલ આ લોકોને પેલી ટ્રોલીમાં નાંખીને લઇ જઇએ સલીમ ટ્રોલી લઇ આવ્યો અને પહેલાં ફ્રેડીને અને એનાં ઉપર માઇકલને બંન્ને જણાંએ ખૂબ જેહમતથી નાંખ્યાં.

સલીમે કહ્યું મેમ હું પાછળ જોઇ આવું.. કોઇ સીક્યુરીટી નથી ને ? અન્યાએ ક્હ્યું કોઇ નહીં હોયબધાં સ્ટુડીયોમાં કોઇ નથી એવું જાણે છે એટલે રીલેક્ષ હશે. સ્ટુડીયોનાં શેડ નં.2 ની પાછળ સીધી રેલ્વે લાઇન પડતી હતી અને સ્ટુડીયોની કમ્પાઉન્ડ વોલ ઘણી જગ્યાએથી ઘસી પડી હતી. એનાં લાભ ઉઠાવ્યો સલીમે ટ્રોલી એવાં બખોલા પાસે ઉભી રાખી અને પોતે બખોલાની બહાર રેલ્વે ટ્રેક તરફ જતો રહ્યો અને એણે જોયું ખૂબ અંધારું થઇ ગેયલું રાત્રીનો 1 વાગી ગયો હતો. એણે ચારે તરફ જોયું. પ્લેટફોર્મ અને અવરજવર 1 કી.મી દૂર હતું ટ્રેઇનોની અવરજવર ચાલુ જ હતી ખૂબ અવાજ હતો.

એ લોકોએ એક પછી એક બંન્ને જણને ટ્રોલીમાંથી ખેંચીને ટ્રેક તરફ ખેંચી લીધાં પછી અન્યા પણ બખોલામાંથી રેલ્વે ટ્રેક તરફ આવી ગઇ. બંન્ને જણાંએ એકબીજાની મદદથી બંન્ને જણને ખેંચીને લઇ જવા લાગ્યાં.

અને ત્યાં જ ભારે વરસાદ ચાલુ થઇ ગયો. બંન્ને જણાં એકબીજાની સામું જોવા લાગ્યાં. અન્યાએ કહ્યું જે થાય સારાં માટે ચાલ વધુ પ્રાઇવસી થઇ ગઇ ત્યાંજ વરસાદનાં પડવાથી માઇકલનાં મોઢં પર પાણી પડ્યું એણે આંખો ખોલી ઉભો થવા પ્રયત્ન કર્યો ત્યાંજ સલીમે એવી જોરદાર લાત મારી ઓહ કરીને બેહોશ થઇ ગયો.

અન્યાએ ક્યું સલીમ હવે ઝડપ કર હવે આ લોકોને વધારે સમય ના અપાય. ખેંચ આને એમ કરીને બંન્ને જણાંનાં માથા રેલ્વે ટ્રેક પર પાટા ઉપર અને અંદર તરફ શરીર એમ ગોઠવી દીધાં. ત્યાંજ દૂરથી ટ્રેઇન આવવાનો અવાજ આવ્યો અને અન્યાએ માઇકલ ફેડીનાં ચહેરાં પર લાત ઝીંકી અને સલીમ અને અન્યા દોડીને દિવાલ તરફ જતાં રહ્યં. પૂરપરાટ આવતી ટ્રેઇન માત્ર બે મીનીટમાં બંન્નેનાં શરીરનાં ચીંધરા ઉડાડીને જતી રહી.

અન્યાનાં ચહેરાં પર હાંશ અને હૃદયમાં બદલાની જવાળા થોડી શાંત થઇ એણે સલીમ તરફ જોઇને કહ્યું ચાલ હવે આગળનું કામ પુરુ કરીએ.

સલીમે માયકલનાં ખીસામાંથી કારની ચાલી કાઢી લીધી હતી અને એણે અન્યાને બેસાડીને ગાડી સ્ટુડીયોનાં દરવાજા પાસે લાવી મૂકી. સીક્યુરીટી દોડતો દોડતો ગેટ ખોલી નાંખ્યો કંઇ પૂછ્યું નહીં કંઇ નહીં અને ગાડી નીકળી ગઇ. ફક્ત ગાડીને ઓળખી.

સલીમે કાર બહાર કાઢી અને અન્યાએ થોડે આગળ જઇને કહ્યું... તું હવે તારાં ઘરે જા હું મારી રીતે જતી રહીશ. સલીમે કહ્યું મેમ આટલી રાતે એકલાં ક્યાં જશો હું આપને મૂકી જઊં છું. પાછળની સીટ પર બેઠેલી અન્યાએ કારમાં મૂકેલી સ્કોચ બોટલ ઉઠાવી કહ્યું ઓકે ચાલ મને બીચ પર મૂકી જા હું ત્યાં શાંતિથી બેસવા માંગુ છું. હું સવાર થતાં પાછી જઇશ.

સલીમે વધારે ચર્ચા ના કરતાં કહ્યું મેડમ ટેઇક કેર અને જૂહૂ બીચ પર અન્યાને એકબીજા ઉતારી કમને એ પાછો ગયો. અન્યાને મધરાત્રીનો દરિયો ખૂબ સુંદર. શાંત અને એની સાથે વાત કરવા જેવો લાગ્યો. એ છેક પાણી સુધી ગઇ અને રેતીમાં પગ લાંબા કરી બેસી ગઇ. બોટલ ખોલીને હળવે હળવે ગૂંટ પીવા લાગી અને શરીરનાં ભ્રષ્ટ મેલને દરિયાનાં પાણીથી ધોવા પ્રયત્ન કરવા લાગી.

અન્યાએ કહ્યું "હે સાગર હું તારાં શરણે આવી છું મારું આવું ભ્રષ્ટ, મેલું અને અપવિત્ર શરીર લઇ ઘરે કે રાજ પાસે નથી જવાની પણ તને જે સમર્પિત થવા આવી છું પણ મને મારીને જીવતી રાખજે મારે બધાનો એક એક દગાનો, અપમાનનો સ્વમાન-શીયળ લૂંટાવાનો બદલો લેવાનો છે. રીવેન્જ..…. અને એક મોટું વિશાળ મોજું અન્યાને અંદર ખેંચી ગયું.

સમાપ્ત.

""""""""""""""""""""""""""""""""""