આગળ આપણે જોયું કે સચી નું ભોળપણ એક અંધારી આલમ ના ગુંડા ની નજર માં આવી ગયું હતું.
ટ્રેન આગળ વધી રહી હતી એમ એમ સચી પણ ધીરે ધીરે બધાં સાથે વાતો કરવાં લાગી હતી . એની વાતો નો વિષય ભણવાને લગતો જ હતો.
નિનિયા બધાં સાથે હસી બોલતી એટલે એ ટ્રેન માં દરેક ગૃપ માં મળી આવતી. બીજે દિવસે સવારે તો બધાં અંબાલા પહોંચવા ના હતાં .
શેખર પણ વારે વારે સચી જોડે થોડી થોડી વાત કરી આવતો. આ બાજુ પેલો ગુંડો પણ સચી ને ઉપર નજર રાખી રહયો હતો .
બીજે દિવસે સવારે બધાં ટ્રેન માંથી અંબાલા ઉતર્યા ત્યારે મંદ મંદ સૂસવાટા મારતો પવન આવી રહયો હતી.
ખુશનુમા અને આહલાદક વાતાવરણ હતું. બરફ થી ઢંકાઈયેલી વાદીઓ ,, સુંદર પર્વતમાળા મન ને તાજગી આપતી હતી.
સચી નું તો આ વરસો જૂનું સપનું રહ્યુ હતું. કુદરત ના સૌંદર્ય ને માળવું. અચાનક સચી ને કોઈ અથડાઈ ને ગયું ને સચી એ એ ચહેરો બરોબર નજર માં ઓળખી લીધો હતો ત્યારે તો સોરી કહી ને એ વ્યકતિ જતી રહી હતી .
બધાં ધમાલ મસ્તી કોલાહલ માં બસ માં બેસે છે . નિનિયા સચી ને એકલું ના લાગે એનું ધ્યાન રાખતી હોય છે.
અંબાલા થી કાલકા અને કાલકા થી કૂલુ પહોંચ્યા.બધાં ફ્રેશ થવાં રોકયા . અદ્ભૂત કુદરત નું વેરેલુ સૌંદર્ય ના દર્શન સૌ કોઈ કરતાં રહ્યા. ખળખળ વહેતી બિયાસ નદી માં પગ બોળી છબછબિયાં કરતાં રહ્યા.
કૂલુ માં હોલ્ટ લઈ બીજા દિવસે સવારે મનાલી જવા નિકળે છે. સચી એની દુનિયા માં ખોવાયેલી હોય છે.
કુદરત ના સૌંદર્ય નું રસપાન કરતી હોય છે.
બધાં પહેલાં દિવસે સવારે બ્રેકફાસ્ટ કરી એક જગ્યાએ એકઠાં થાય છે ને પ્રોફેસર અને સ્ટાફ આગળ નો કાર્યક્રમ કહે છે .
સૌ પ્રથમ એ બધાં જગત સુખ ગાયત્રી ટેમ્પલ દર્શન કરી પર્વત પર ટ્રેકીંગ કરવાં જવાનું હોય છે.
સચી અને નિનિયા એકબીજા સાથે વાતો કરતાં હોય છે ત્યા જ શેખર આવી જાય છે.. શેખર સચી ને છંછેડવા નો મોકો છોડતો નથી. એ બંને ની નોકજોક ચાલું ...નિનિયા પણ શેખર ના સાથે.. સચી સાચકડી ચિડાઈ જાય છે ને આગળ આગળ એકલી જવા લાગે છે.
આગળ કહ્યુ કે એવાં જ વખતે મનાલીમાં અંધારી આલમ ના ગુંડા ઓની મિટિંગ હોય છે. બધાં જ લોકો અલગ અલગ દેશ .. શહેરમાં થી પહોંચે છે .. કોઈ ને પણ કંઈ ખબર પણ ના પડે એવી વ્યવસ્થા કરાઇ હોય છે. ઉપર બરફના પહાડ અને નીચે ગુફા માં સુંદર હોટલ બનાવી હોય છે. ફાઈવસ્ટાર હોટલ ને પણ ટકકર મારે એવી સગવડ સાથે ની હોટલ બનાવી હોય છે.
બધી જ બાજું થી દરવાજા હોય છે. જયાં મેઈન બોસ હોય છે ત્યા થી કોણ આવે છે ..જાય એ દેખાય છે. બધાં ને લેવાં કાર આવી ગઈ હોય છે.
આટલી પરફેક્ટ વ્યવસ્થા કરાઇ હોય છે. બીજી બાજું દિલ્લી પોલીસ ને પણ બાતમી મળી હોય છે કે અંધારી આલમ ના ગુંડા ઓની મોટાં પાયે મિટિંગ છે.
મોટા પ્રમાણ માં દાણચોરી,, ડૃગસ સપ્લાય થવાનું છે.
દિલધડક અને રોમાંચક સફર જારી છે...
ક્રમશ:
આગળ આપણે જોયું કે મનાલી માં અંધારી આલમ ના લોકો ની મિટિંગ શરુ થવાં જઈ રહી હતી . મોટા ભાગના લોકો આવી ગયાં હોય છે. બધાં ને નિયમો નું પાલન કરવાં ની કડક સૂચના હોય છે ..કોઈ કોઈ ની સાથે વાતચીત પણ નહી કરે એ પહેલો નિયમ હતો.
મેઈન બોસ ને કોઈ એ જોયાં નહોતાં ..બધાં એ પોત પોતાનું કામ કેવી રીતે થયું એ જણાવાનુ હતું. એમનું કામ આગળ ધપતુ હતું ..તો બીજી બાજું..
સચી લોકો નું ગૃપ પર્વત પર ટ્રેકીંગ કરવાં ની શરુઆત કરી રહ્યુ હતું. શેખર આગળ જઈ સચી ને મનાવી લે છે ને બીજી વાતો કરવાં લાગે છે. બરફ ના પર્વત ચઢવા કંઈ રમત વાત તો છે નહી ..ઘણાં લોકો ને ઠંડી ચડી ગઈ ને કેટલાંક ના પગ ઠરી ગયાં .. સુસવાટા મારતો પવન.
સચી ને આ બધું ગમી રહ્યુ હતું પણ એને ખૂબ ઠંડી લાગવા લાગી ..શેખર તો સચી જોડે જ હતો એટલે એ સચી ની સેવા માં તરત જ હાજર હોય છે.
સચી ને શેખર માટે માન ની લાગણી થઈ આવી જયારે શેખરે એના સૂન થઈ ગયેલા પગ નૈ માલિશ કરી..
આખો કલાસ પર્વતારોહણ કરી રહયો હતો.. ઘણાં નીચે ઉતરી ગયાં હતાં. ઘણાં ને ડોક્ટર ની મદદ લેવી પડી હતી .. હવે આગળ માત્ર પંદર વીસ લોકો જઈ રહ્યા હતાં.
જે પર્વત પર મિટિંગ હોય છે એ જ પર્વત પર આ લોકો આગળ વધી રહ્યા હતાં.
ક્રમશ: