હોસ્પિટલ પહોંચ્યા પછી તરત જ ઈમરજન્સી વોર્ડમાં એક પેશનને લઇ જવામાં આવ્યું ને તરત જ તેનું ઓપરેશન કરવામાં આવ્યું. મે વિચાર્યુ તેના કરતાં જ પહેલા હું ફી થઈ ગઈ. એકવાર વિચાર આવ્યો કે વિશાલને કોલ કરીને બોલાવી લવ લેવા માટે, પણ તેના કરતાં સીધું જ મે તેના ધરે જવાનું વિચારી લીધું. મને જોઈ તેના મમ્મી બહું જ ખુશ થયા. તેને મારી મુલાકાત તેના પપ્પા સાથે કરાવી ને મે તેને નમસ્તે કર્યુ. ત્યાં સુધીમાં તો વિશાલ પણ આવી ગયો. તેના ચહેરા પરથી એવું લાગતું હતું કે તે મારા પર ગુચ્ચે છે. પણ મે તેનામાં ધ્યાન ન દેતા હું માસી સાથે વાતોમાં લાગી ગઈ. મને પહેલી વાર ફેમિલીની વેલ્યુ સમજ આવી. આટલા મોટા ધરમાં ખાલી પાચ જ જણ હતા. બે નોકર ને તે ત્રણ છતાં પણ ખામોશી ન હતી. હા વિશાલને થોડું ઓછું બોલવાની આદત હતી પણ માસી માસા એટલું બોલતા કે ધર ગુજી ઉઠતું. સાયદ મારી પાસે પણ આવું ફેમિલિ હોત તો.!!!! ગળામાં ડુબો ભરાઈ ગયો ને હું થોડી સ્વચ્છ થવા તે લોકોથી દુર ચાલી આવી. મારી પાછળ વિશાલ પણ આવ્યો. તેને મારી રડતી આખો જોઈ લીધી ને તેને તરત જ પુછી લીધું કે શું થયું. કંઇ નહીં કહેતા મે મારા આશું લુસી લીધા.
"સોરી, વિશાલ હું તને બતાવ્યા વગર જ તારા ધરે આવી ગઈ એકસુલી......"
"મે તારી પાસે કયા સફાઈ માગી, મને સારુ લાગયું કે તું અહીં આવી."
" થેન્કસ " તે મારુ દર્દ જાણતો હતો એટલે તો મને ફરી હસાવાની કોશિશ કરી રહયો હતો. એક અજીબ અહેસાસ ફરી ખીલી ઉઠયો ને હું તેની સાથે મસ્તીમાં ખોવાઈ ગઈ.
ડિનર નો સમય થતા અમે ટેબલ પર ગોઠવાઈ ગયા. જમવાનું પુરુ થતા મે ઘરે જવાની રજા લીધી. પણ માસીના કહેવાથી હું ત્યાં થોડો સમય વધારે રુકી ગઈ. મે કયારે પણ આવી ફેમિલિ જોઈ નહતી એટલે તો આ ફેમિલિ સૌથી બેસ્ટ હતી. થોડોક સમય રુકયા પછી હું મારા ઘરે ગ્ઈ. ફરી રૂટિન જિદગીને ફરી તે પળની ચાલતી રાહ.
બે દિવસ સુધી મારુ અને વિશાલનું મળવું એકદમ બંધ હતું ને અચાનક જ તે દિવસે મને ફરી મળી ગયો. હું તેને કંઈ પુછુ તે પહેલાં જ તેને તેની વાતો શરૂ કરી દીધી. મે તેને આટલું બોલતા પહેલી વાર જોયો હતો. આમેય હું તેના વિશે જાણું પણ કયા છું વધારે. તે બોલતો ગયો ને હું સાંભળતી ગઈ. તે આજે મન ભરીને વાતો કરી રહયો હતો ને હું તેના ચહેરાને જોતી એમ જ ત્યાં ઊભી હતી. આજે તે ખડુસ બિલકુલ નહોતો લાગતો.
"ઈશા, હું તારી સાથે વાત કરુ છું, બીજા કોઈ સાથે નહિ" તેને ચપડી વગાડીને મારુ ધ્યાન તેની તરફ દોર્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે મે તેની કોઈ વાત સાંભળી જ નથી.
"ઓ...!!!! સોરી, બોલો તમે શું કહેતા હતા. "
" લો આ તો એવું થયું કે આખી રામયાણ પુરી થઈ ગઈ ને હજું સવાલ પુછે છે કે સીતાનો વર કોણ હતો."
"તમારી તાનાબાજી પુરી થઈ હોય તો હવે બતાવો કે તમે મને શું કહેતા હતા."
"તું આજે ફી થઈ શકી આ્ઈ મીન તારી પાસે થોડો સમય હોય તો આપણે બહાર કંઈક ફરવા જ્ઈ્એ?? " તે મારી સામે એક પ્રશ્નના ભાવથી જોતો રહયો ને હું શું જવાબ આપુ તે વિચારતી રહી. એક અજીબ ફિલિગ જ મારા મનને ઘુમાવી રહી હતી. સમજમાં નહોતું આવતું કે હું તેને હા કહું કે ના. હા કહીશ તો તે શું વિચારશે ને ના કહીશ તો તેને ખોટું લાગશે. અમારી દોસ્તીની શરૂઆત હજુ થઈ જ હતી ને એટલામાં હું તેને કંઈ પણ કહેવા અસમર્થ હતી.
સોરી, અત્યારે તો હું ના આવી શકું પણ જો બે કલાક પછી તને બરાબર લાગે તો આપણે અહીં મળી શકયે."
" ઓકે હું તને હોસ્પિટલ આવી ડોર્પ કરી જવા" મે તેની હા મા હા ભરી દીધી ને હું હોસ્પિટલ જવા રવાની થઈ. આમ તો મારે કંઈ કામ નહોતું પણ હું તેને એ બતાવવા નહોતી માગતી કે હું તેને લાઈક કરુ છું.
એકઝેટ બે કલાક પછી તે મારી હોસ્પિટલ સામે ઊભો હતો. આજે તે વધારે મને મળવા એકસાઈટેડ હોય તેવું લાગતું હતું. સાયદ તે કંઈ કહેવા માગતો હોય...!!!! હું હંમેશા જ કંઈક વધારે જ વિચારી લવ છું. પણ એવું કંઈ હોતું નથી. તે આજે ફોરવિલની જગ્યાએ ટુવિહકલ લાવ્યો હતો. હું તેની પાછળ બેસી ગઈ. મને તેની પાછળ બેસવામા અફોડ નહોતું લાગતું કેમકે મારુ દિલ તેની સાહત પાછળ પાગલ હતું. રસ્તામાં આવતા બમભર મને તેની વધારે નજીક લાવતુ હતું ને મારુ દિલ તે જ પળ વાર માં ધબકવાનું શરૂ કરી દેતું. કેવું અજીબ છે ને જે મને ખાલી દોસ્તીની નજરે જ જોતો હતો તે ને હું પ્રેમની નજરે જોતી હતી.
રસ્તો લાબો હતો પણ બોરીગ ન હતો. એકબીજા ને જાણવામાં અમે બને ઉત્કૃષ્ટ હતા. તેને દરીયા કિનારે ગાડી પાર્ક કરી ને અમે તે ઉછળતા મોજાની લહેરો માણવા દરીયાની થોડા વધારે નજીક ગયાં. ઠંડા પવનની લહેરો મારા મનને વધારે થનગનાવી રહી હતી. દરીયાઈની લહેરો હંમેશા ત્યારે જ સારી લાગે છે જયારે કોઈ સાથી હોય ને આજે મારી સાથે વિશાલ છે.
"વિશાલ, એક વાત પુછું?? "
"હા, પુછોને...!!"
" તને નથી લાગતું કે તે કોઇ ગલત છોકરી સાથે દોસ્તી કરી લીધી હોય તેવું. જે છોકરીનું કોઈ વજુત નથી. જેની પાસે કંઈ નથી, ના પરિવાર છે ના કોઈ દોસ્ત. જે હંમેશા એકલા જીવવામાં માને છે શું તેની સાથે...???? "
" સાયદ, હું આવું વિચારુ તો મારા સંસ્કારની બલી ચડી ગઈ કહેવાય. ને રહી વાત તારી તો હું તારી આખોમાં સાફ સાફ જોઈ શકું છે કે તું મારાથી કંઈ ચુપાવી ન શકે. ઈશા જિંદગી તે જ છે કે આપણે કોઈને સમજી શકયે. મને પહેલા દિવસે એવું લાગેલું કે હું તારી દોસ્તીને લાઈક નહીં હોવ પણ જો તને કોઈ પ્રોબ્લેમ ના થઈ તો મને કેવી રીતે થવાની. ઈશા મારી હકિકત એ છે કે હું બાપને પૈસે જલશા કરવા વાળો છું. પણ તારા આવ્યા પછી મને એવું લાગયું કે હું કે આવારો છોકરો કહેવાય જે ને બદલવા મારે તારા સાથ ની જરુર છે. શું તું મારી સાથી બની શકી??? "
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
ઈશાની જિંદગી એમ જ કંઈ વિચારયા વગર આગળ વધી રહી હતી. તેને તેની લાઈફમાં એક દોસ્ત મળ્યો. તે ખુશ છે. પણ, શું વિશાલનું આમ પૂછવું તેના સંબધને વિખેરી દેશે કે પછી એક નવા સંબધની શરૂઆત થશે.. તે જાણવા વાચંતા રહો 'દિલ કહે છે '