નયન એ કાર સાઈડમાં રોકી. પીસાચોએ તેમને સાઈડમાં એક ઝૂંપડીની અંદર આવવા માટે નો આમંત્રણ આપ્યો.
"પીસાચો! અને એ પણ મનુષ્ય ની સામે! કઈ રીતે શક્ય હોય?" નયન એ કહ્યું.
"શક્ય બનાવવું પડે! અહીં પાતાળમાં અમારા વરચે મોટી લડાઈ થવાની છે. એનું કારણ એ છે કે, આ પીસાચો મનુષ્યો ને મારી નાખી સમગ્ર જીવ સૃષ્ટિ ને તબાહ કરવા માંગે છે. આ દુનિયાનો અંત તેઓ કરવા માંગે છે. તેઓ મનુષ્યો થી બુદ્ધિશાળી, તાકતવર અને સંપ ધરાવનાર જીવો છે. અમે , જીવવા માટે મનુષ્ય ના રક્ત પર આધારિત નથી. અને કેટલાક વર્ષ અમે અહીં માનવ જેવા બની અને માનવ વસ્તી વરચે વસ્યા હતા. તેમના લાડ અને પ્રેમ ના કારણે આજે અમે સમગ્ર જીવસૃષ્ટિ ને બચાવવા તૈયાર થયા છીએ. અને તેની સાથે અમારો અસ્તિત્વ ન જોખમાય, એ માટે પણ આ લડાઈ લડવી જરૂરી છે. આ લડાઈ જો અમે હારી ગયા તોહ, મનુષ્ય જીવનની સાથે-સાથે સમગ્ર જીવસૃષ્ટિ ખતરમાં પડી જવાની છે. માટે અમને તમારા જેવા કેટલાક વ્યક્તિઓ ની મદદ ની જરૂરત છે. માટે જ અમે અહીં આવ્યા છીએ". એ પીસાચ એ જવાબ આપતા કહ્યું.
"તોહ, સમગ્ર જીવસૃષ્ટિ ખતરમાં છે? પરંતુ, આ ઘટના રોકવા માટે આપણે શું કરી શકીએ?" રાજ એ પ્રશ્ન કર્યો.
"આ ઘટના ને રોકવા નો એક જ ઉપાય છે કે, આ પીસાચો ને મનુષ્ય નો રક્ત મેળવવા થી રોકવું. આ પીસાચો મનુષ્ય નું રક્ત મેળવવી તેઓ ને તેમના જેવા બનાવી રહ્યા છે. અગર જો એ ખરાબ પ્રજાતિના પીસાચો નો લોહી એક પણ બુંદ કોઈ મનુષ્ય ના રક્તમાં ભળી જાય તોહ, એ મનુષ્ય પીસાચમાં તબદીલ થઈ જાય છે. આ બધું રોકવું પડશે. તેઓ આ બધું કરી અને તેમની સંખ્યામાં વધારો કરી રહ્યા છે. જો, આ બધું રોકવું હોય તોહ, તેમાં તમારા જેવા કેટલાક મનુષ્યો ના સાથ ની અમને જરૂરત પડવાની જ છે."
"પરંતુ, અમારામાં ના તોહ કોઈ અધભૂત શક્તિ છે! કે, ના તોહ કોઈ ટેલેન્ટ. અમે , આ લડાઈમાં કઈ રીતે સાથ આપી શકીએ?" નયન એ પ્રશ્ન કર્યો.
"શક્તિ ની જરૂરત કોણે પડે? મનુષ્ય તો એક શક્તિશાળી રચના છે. અને પીસાચો સામે તમારા જેવા મનુષ્યો ને લડવાનું નથી! પરંતુ, અમારી યોજના મુજબ અન્ય પીસાચો ને ફસાવવાનું છે."
"યોજના? મતલબ ? કંઈ સમજાયું નહીં. માત્ર એક યોજના દ્વારા તેમને કઈ રીતે હરાવી શકાય?" માનસી એ પ્રશ્ન કર્યો.
"એ યોજના તો હું તમને આગળ જતાં જણાવીશ. અત્યારે તમને વેતાલપુર જવાનું નથી. અત્યારે થોડું આરામ કરો. કાલે આ યોજના વિશે હું જાણ કરીશ. આ યોજના એવી યોજના તો નથી જેથી, પીસાચો ની સંખ્યા માં વધારે ઘટાડો લાવી શકાય! પરંતુ, એવી યોજના જરૂર છે કે, પીસાચો ને અહીં ઉપર ની તરફ આવવા માટે બે વખત વિચાર કરવું પડે."
"મતલબ? બે વખત વિચારવું પડશે? આ વાક્ય નો અર્થ શું? આપણે કરવાના શું છીએ?" નયન એ પ્રશ્ન કર્યો.
"આગળ આવનાર સમય માં તમને આ પ્રશ્ન નો ઉત્તર જરૂર મળશે. પરંતુ, આત્યારે તમે આરામ કરી લ્યો. કાલે આપણે મિશન પર નીકળવાનું છે. આ મિશન ના કારણે પીસાચો ને અહીં આવવા માટે બે વાર વિચારવું પડશે. તેઓ ઉપર આવવામાં ડરશે. પરંતુ, મને એક વાત નો જ ડર છે કે, આ યોજના માં રિસ્ક વધારે છે. તમને કઈ રીતે રક્ષણ આપવું? એ મારે વિચારવું પડશે. માટે જ હું આખી રાત જાગી અને આ યોજના ને વધુ સક્ષમ અને કારગર બનાવવાના પ્રયત્નો કરીશ."
"પીસાચો મનુષ્યો બ્લેક મેજીક ના બળે આપણે આ યોજનામાં કામયામ જરૂર થશું. પરંતુ, એ યોજના બાદ શું કરવાનું?" રવિ એ પ્રશ્ન કર્યો.
"આ યોજના બાદ ની યોજના પણ મેં વિચારી લીધી. બસ હવે આ લડાઈમાં વિજય મેળવવી આવશ્યક છે."
આમ, આ યોજના શું છે? શું આ લોકો પીસાચો ની સાથે મળી કંઈક કારનામો કરવાના છે? શું તેમના આ નિર્ણય થી સમગ્રજીવસૃષ્ટિ ખતરમાં તો નથી પડવાની? શું આવશે આ લડાઈ નો પરિણામ? આ બધું જ જાણવા માટે થોડી રાહ તો જોવાની જ છે.
ક્રમશઃ