પ્રકરણ-8
નીલમનો મેકવાનની બાહોમાં ચૂસ્ત વળગીને ડ્રીક્સ લેતો ફોટો જોયો અને શ્રૃતિ અને અનારને કે જાણે સાપ જ સૂંઘી ગયો એકદમ સ્તબ્ધ થઇ ગઇ એવો ઘાત લાગ્યો કે વાચા જ બંધ થઇ ગઇ. સ્તુતિએ પૂછ્યું શું થયું કેમ તમે બંન્ને એક સાથે આમ અવાચક થઇ ગયાં ?
અનાર, શ્રૃતિ કંઇ બોલીજ ના શક્યા અનારે એના ફોનનો સ્ક્રીન સ્તુતિને બતાવ્યો. સ્તુતિ પણ જોઇને ચોકી ગઇ એણે ફોન હાથમાં લીધો અને ચોકસાઇથી જોયો. એણે જોયું નીલમ મેકવાનની બાહોમાં છે ડ્રીંક લઇ રહી છે કહ્યુ નીલમને જાણે કોઇ હોશ ના હોય એકદમ નશામાં ધૂત હોય એવું લાગ્યું એણે ચોંકીને શ્રૃતિને પૂછ્યું ? તમને બન્નેને ખબર છે ? નીલમ ડ્રીંક લે છે ? આટલી બધી ફોરવર્ડ છે ? અને એ પણ અનારનાં બોયફ્રેન્ડની બાહોમાં એની સાથે ?
શ્રૃતિએ કહ્યું "ના દીદી અમે આનું રૂપ આજે જ જોયું.... સારું થયું એનું ફેમીલી એકદમ મીટલ કલાસ છે અને આવા શોખ કોઇ રીતે પોશાય નહીં વળી એની માં તો ચૂસ્ત પુષ્ટીમાર્ગીય છે આ શક્ય જ નથી. એ લોકો નો આપણાં કરતાં પણ વધુ આર્થિક રીતે.....
અનારે વચમાં બોલતાં કહ્યું "નીલમ માટે સાચેજ આજે આશ્ચર્ય થઇ રહ્યું છે. એનાં ગળામાં તુલસી માળા રહે કાયમ ધર્મની વાત કરતી હોય એ લોકો પણ બે બહેનો અને બે ભાઇઓ છે એનાં પાપા નથી એની મધર ખૂબ ધાર્મિક છે મોટોભાઇ જુદો રહેવા ગયો છે એ અને એની બહેન નોકરી કરે છે એનો ભાઇ કોલેજનાં છેલ્લા વર્ષમાં છે.
મારે કહેવું ના જોઇએ પણ એને મેં ઘણીવાર પૈસાની મદદ કરી છે. એની કોલેજ અને કલાસીસની ફી ચુકવ્યા. અને એ અમારી ખાસ બહેનપણી છે છતાં અમે બંન્ને આજે એવું લાગે એને ઓળખતાં જ નથી આ એનું નવું જ રૂપ છે.
એ પોતે કોઇ પ્રાઇવેટ કન્ટ્રકશન કંપનીમાં હમણાંજ નોકરીએ લાગી છે પહેલાં ટ્યુશન કરતી એની બહેન કોઇ બ્યુટી પાર્લરમાં કામ કરે છે. મોટોભાઇ કોઇ કોર્પોરેટ ઓફીસમાં છે પણ એણે કોઇ સિંધી છોકરી સાથે લગ્ન કર્યા પછી જુદો થઇ ગયો જે એની ઓફીસમાં જ છે.
સ્તુતિ કહે તમે બંન્ને જણીઓ એની આખી કુંડળી જાણો છો તોય આ રૂપ એ કેવી રીતે છૂપાવી શકી ? નથી સમજાતું મને.
શ્રૃતિએ કહ્યું દીદી એવું કહી અમે લોકો આનાં સિવાય બધુ જ જાણીએ છીએ. એની ઘરની સ્થિતિ એનાં મોટાંભાઇનું આમ સ્વાર્થ બની ઘર છોડીને જવું એ બદી જ વાતો અમને ખૂબ જ વિસ્તારપૂર્વક કહેતી અને રડી પડતી ખૂબ દયા આવતી ઘણીવાર પોતે દેખાવમાં અને બોલવામાં ખૂબ સુંદર અને સ્માર્ટ છે એટલે જ્યાં જોબ કરતી ત્યાં પ્રિય થઇ પડતી. એનો નાનો ભાઇ લાસ્ટ ઇયર કોલેજમાં છે ઘણીવાર એ કોલેજમાં આવીને પૈસા લઇ જતો મેં પણ એક બે વાર આપ્યા છે મારાં પોકેટમની માંથી... અનારે તો ઘણાં આપ્યા છે. એની મંમી કાયમ કહેતી કે એનાં પપ્પા ગુજરી ગયા પછી મારી આ બંન્ને દીકરીઓઘર અને વ્યવહાર ચલાવે છે.
આવતી કાલે પરણીને જતી રહેશે... પછી ખબર નહીં અમારુ શું થશે ? બંન્ને પરણાવવા લાયક થતી જાય ચે મોટો તો સ્વાર્થ નીકળ્યો અને છોડીને જતો રહ્યો નાનો હજી ભણે છે.... ખબર નહીં મારાં શ્રીજીએ શું કરવા ધાર્યું છે.
દીદી અમને લોકોને ખૂબ દયા આવતી પણ સાચું કહું તો કોલેજ પુરી થઇને તરત જ એણે કન્સ્ટ્રકશન કંપનીમાં નોકરી લીધી હતી રીશેપનીસ કમ કર્લાક તરીકે ખબર નહીં એ પણ એની મોટી બહેન જે બ્યુટી પાર્લરમાં જાય છે એનાં કોઇ સંપર્કથી મળી ગઇ હતી હમણાં છેલ્લા વખતથી મેં એને ખૂબ આનંદમાં જ જોઇએ નવા નવા ડ્રેસ લેતી અને મેકઅપ પાછળ ખર્ચ કરતી મેં એને પૂછ્યું પણ હતું કે શું તારે લોટરી લાગી ? સારું છે તું હવે આનંદમાં રહે છે.
એણે કહેલું નારે શ્રૃતિ આતો હું ઓવરટાઇમ કરું છું. એની એકસ્ટ્રા ઇનકમ છે એમ કહી આંખ મારેલી. હું કંઇ સમજી નહોતી એ સમયે.. અને હમણાંથી જ્યારે ફોન કરો બીઝી જ હોય મને હતું નવી જોબ લાગી છે તો બહુ ડીસ્ટર્બ નથી કરવી... હમણાંથી મળવાનું પણ નહોતું થયુ અને છેલ્લાં પંદર દિવસથી આપણે પણ ઘરમાં ચર્ચાઓ ચાલતી....
સ્તુતિ કહે પણ તું હમણાં તો પેલી ઇન્સ્ટીટ્યુટમાં તપાસ કરવા જવાની હતી ત્યારે તો તારી સાથે આવી હતી. શ્રૃતિએ કહ્યું "તારી વાત સાચી છે દીદી... એને એક વિઝીટર કોઇને મળવાનું હતું અમે સાથે તપાસ કરવાં ગયેલાં પણ પછી પાછી મારી સાથે ના આવી હુ એકલી જ આવી હતી એણે કહેલું આટલે સુધી આવી છું તો હું મારું કામ પતાવી દઊં પાછુ મારે ધક્કો થશે. પ્લીઝ શ્રૃતિ ઇફ યુ ડોન્ટ માઇન્ડ. મેં કીંધુ અરે એમાં શું ઇટ્સ ઓકે બસ એમ કહી અ છૂટા પડેલાં....
સ્તુતિ વિચારમાં પડી ગઇ... થોડુ વિચારીને બોલી શ્રૃતિ આમાં શું કરવું જોઇએ ? તમને એવું નથી લાગતું કે તમારે આનાં મૂળ સુધી જવું. જોઇએ ? જાણવું જોઇએ તમારી ખાસ ફ્રેન્ડ છે એ ક્યાંક કોઇ ખોટાં કૂંડાળામાં ફસાઇ ના જાય.... એનાં ફાધર નથી. એની મધર સાવ ઘરરખ્યુ અને ભોળાં છે મોટા ભાઇ જતો રહ્યો જુદો. બીજો હજી નાનો છે એક બે વર્ષ મોટી બહેન જ છે કદાચ એને ખબર પણ ના હોય.
સ્તુતિએ આગળવિચાર કરીને કહ્યું ? સાચું કહ્યું તો આપણાં જેવા મધ્યમવર્ગીય માણસનો મુંબઇમાં ટકીને રહેવું હોય તો ખૂબ સ્ટ્રગલ કરવું પડે છે દરેક કામ કરવું પડે છે. અનાર જેવાં ભાગ્યસાળી દરેક નથી હોતાં. બધા કામ કરવા સાથે કેટલીયે જાતનાં કોમ્પોમાઇઝ કરવા પડે છે સમય અને દિવસ જોયાં વિના કામ કરવું પડે છે અને સમાજનાં ગીધ ટાંપીને બેઠાં હોય છે આ મને કૂડાળામાં ફસાવવા અને રસ ચૂસીને ફેંકી દેવા અને એમાં વિવશ છોકરીઓ સ્ત્રીઓ ફસાય છે અને ચૂંગાલમાંથી નીકળી નથી શકતી.
મીઠાં ઝેર સાથે સંબંધ શરૃ થાય ત્યારે વ્યક્તિને ઓળખી નથી શકતાં એનાં પ્રભાવમાં ધીમે ધીમે આવતા જઇએ છીએ પછી કોઇને કોઇ રીતે એમના ઉપકાર નીચે દબાતાં જઇએ છીએ. અને એવાં સમયે તરાપ મારે કે આપણે ના વિરોધ કરી શકીએ કે અવાજ ઉઠાવી શકીએ આપણે આપણી પરિસ્થિતિમાં એવાં મજબૂર થઇ ગયાં હોઇએ કે આખા ગળી જાય તોય ઉફફ ના કરી શકીએ.
અનારે થોડાં આશ્ચર્ય સાથે કહ્યું "અરે સ્તુતિ તું તો જાણે બધુ જોઇને પચાવીને બેઠી હોય એવાં વકીલ જેવી એકદમ સાચી અને સ્પષ્ટ વાત કરી શકે છે.
સ્તુતિ કહે "તારી વાત સાચી છે. અનાર એમાં મારાં માતા-પિતાનાં મોટો ફાળો છે એમાંય ખાસ કરીને મારી માં નો એણે અને નાનાં હતાં ત્યારથી જ.. ખાસ કરીને મને ખૂબ બધુ સમજાવેલું... આ મારી બિટટુ ફક્ત 5 મીનીટ નાની છે છતાં ખૂબ લાડકી હતી અમારાં બધાની એટલે એણે તોફાન અને લાડ જ કરાવ્યા છે અને ફક્ત 5 મીનીટ હું મોટી જાણે નાનપણથી હું પરીપકવ થઇ ગયેલી એકલી ઘરમાં રહેતી આને પણ સંભાળતી. માં -પાપા બંન્ને જણાં જોબ પર જાય આખાં ઘરમાં અમે બે બહેનો એકલી જ રહી છે કાયમ જ અને હું પાંચ મીનીટ મોટીનાં માથે આટલી જવાબદારી હતી એ સમયે કોઇ બોજ ના લાગે પણ માંની સૂચનાનું પાલન કરતી અને બહેને પણ સાચવતી.
આજે વાત નીકળી છે તો કહી દઊં આ મોહમયી મુંબઇ નગરીમાં સુંદરતા છડે ચોક વેચાય છે કાંતો લૂંટાય છે અને મારી માંને અમારી નાનપણથી ફીકર રહેતી.
મારી માં પણ પાલીકામાં નોકરી કરે છે એ સાવ ક્લાર્કની નોકરીથી જોઇન્ટ થયેલી અ પ્રમોશનનાં અનેક અવસર આવ્યા છે અને ખોયા છે એનાં પ્રમોશન એને ફક્ત સીનીયારીટીથી મળ્યાં છે... સીન્સીયારીટી અને કામની કાબેલીયતથી ના મળ્યાં કારણ કે જ્યાં જુઓ ત્યાં ભૂખ્યા ભેડીયાઓ જ હોય છે અને માં એ ઘણાં બધાં પ્રમોશન એમ જ જાત સાચવા ઠુકરાવ્યા છે. એનાં અનુભવો બધાં જ મને કીધાં છે.
સ્તુતિ કહે અમે નાગર છીએ આમપણ અમને માં પાર્વતીનાં આશીર્વાદ છે અમે છોકરીઓ ખૂબ જ સુંદર અને કોઇને કોઇ આર્ટમાં પારંગત હોઇએ ખાસ ગાવામાં, મારી માં પણ ખૂબ બ્યુટીફુલ છે અને પાપા તબલાં ખૂબ સરસ વગાડે છે માં ગાય છે પણ ખૂબ સરસ એમાં જ એક એવો અનુભવ થઇ ગયો કે...
પ્રકરણ -8 સમાપ્ત.