Rudra ni Premkahani - 22 in Gujarati Love Stories by Jatin.R.patel books and stories PDF | રુદ્ર ની પ્રેમકહાની - 22

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

રુદ્ર ની પ્રેમકહાની - 22

રુદ્ર ની પ્રેમકહાની

અધ્યાય - 22

રુદ્ર શતાયુ અને ઈશાન સાથે કુંભમેળામાં આવી પહોંચે છે.. શતાયુ અને ઈશાન તો ત્યાંથી જતાં રહે છે પણ રુદ્ર નદીમાં જ રોકાઈ જાય છે જ્યાં એને રાજકુમારી મેઘના ની અંગૂઠી મળે છે.. રાજા અગ્નિરાજ નાં સૈનિકો ઢંઢેરો પીટે છે કે જેને એ અંગૂઠી મળી હોય એ આવીને રાજા અગ્નિરાજ ને આપી જશે તો એને યોગ્ય ઈનામ આપવામાં આવશે. રુદ્ર મેઘના ની અંગૂઠી આપવાં રાજા અગ્નિરાજ નો ઉતારો જ્યાં હોય છે ત્યાં પહોંચે છે.. રાજા અગ્નિરાજ અંગૂઠીનાં બદલામાં રુદ્ર ને જે ઈચ્છે એ માંગવા કહે છે.. રુદ્ર આ અંગે વિચારતો હોય છે ત્યાં રાજકુમારી મેઘના ત્યાં પ્રવેશે છે.

"મહારાજ હું કંઈ ઈનામ કે ભેટ લેવાની લાલચે આ અંગૂઠી દેવાં નહોતો આવ્યો.. જો મારે એવી કોઈ લાલચ હોત તો હું આ અંગૂઠી આપને આપ્યાં વગર બીજે ક્યાંક વેંચવા ગયો હોત તો પણ એટલી રકમ અવશ્ય મળી જાત જેટલામાં મારો આખી જીંદગી ગુજારો થઈ જાત.. "મેઘના ને ત્રાંસી આંખે જોઈ અગ્નિરાજ સમક્ષ શીશ ઝુકાવી રુદ્ર બોલ્યો.

"તો પછી તું શું ઈચ્છે છે..? માંગ તારે જે જોઈએ છે..? "પ્રશ્નસુચક નજરે રુદ્રની તરફ જોઈને અગ્નિરાજે પૂછ્યું.

"મહારાજ મારે આ અંગૂઠીનાં બદલામાં કંઈ નથી જોઈતું.. આ રાજકુમારી જી ની અમાનત હતી તો આ એમને મળવી જોઈએ.. એ હેતુથી જ હું અહીં આવ્યો હતો.. "રુદ્ર બોલ્યો.

"તો પણ તારે કંઈક તો એવી ઈચ્છા હશે જે અધૂરી હશે..? તું એ ઈચ્છા જણાવ.. પિતાજી તારી એ ઈચ્છા અવશ્ય પુરી કરશે.. "રાજકુમારી મેઘના આ સાથે જ રુદ્ર અને અગ્નિરાજ વચ્ચે થઈ રહેલી વાતચીતમાં ઝુકાવતાં બોલી.

"મારે અત્યારે કોઈ વસ્તુ ની જરૂર નથી.. પણ જ્યારે મને કોઈ વસ્તુ જોઈતી હશે કે કંઈ માંગવું હશે ત્યારે હું અવશ્ય તમારી જોડે એની માંગણી કરીશ.. "રુદ્ર વિવેકસભર સ્વરે બોલ્યો.

"જેવી તારી મરજી યુવાન.. આમ છતાં તું અહીંથી ખાલી હાથે પાછો નહીં જાય.. આ રહી અમારી ખાસ રાજમુદ્રા.. જે કપરી પરિસ્થિતિમાં તારે કામ આવશે.. તું ભવિષ્યમાં ક્યાંક પણ અટકી પડે તો ખાલી આ રાજમુદ્રા બતાવવાથી તારી એ સમસ્યા નું સમાધાન થઈ જશે.. "અકિલા ને એક સોનાની બનેલી રાજમુદ્રા આપતાં રાજા અગ્નિરાજે કહ્યું.

અકિલાએ એ રાજમુદ્રા રાજા અગ્નિરાજનાં હાથમાંથી લઈને રુદ્રને આપી.. રુદ્ર એ સોનાની રાજમુદ્રા ને પોતાની ખમીસમાં રાખીને રાજા અગ્નિરાજ નો ઉપકાર માનતાં બોલ્યો.

"આપનો ખુબ ખુબ આભાર મહારાજ.. જેવું આપ વિશે સાંભળ્યું હતું આપ હકીકતમાં પણ એવાં જ ઉદાર હૃદયનાં સ્વામી છો.. "

રુદ્ર નાં મુખે પોતાનાં વખાણ સાંભળી રાજા અગ્નિરાજનાં મુખ પર સ્મિત ફરી વળ્યું.. અગ્નિરાજે હાથ નાં સંકેત વડે રુદ્રને ત્યાંથી જવાની રજા આપતાં કહ્યું.

"યુવક.. તું જઈ શકે છે.. ભવિષ્યમાં ક્યારેય કોઈ જાતની તકલીફ પડે તો મને મળવાં આવી જજે.. "

રાજા અગ્નિરાજનાં આમ બોલતાં જ રુદ્રએ કક્ષમાંથી બહાર જવાં પગ ઉપાડયાં.. જતાં જતાં રુદ્રએ એક નજર મેઘનાની તરફ ફેંકી.. મેઘના પણ એકીટશે પોતાને જ જોઈ રહી હતી એ જોઈ રુદ્રનાં મનમાં એક સાથે હજારો દિવા સળગી ઉઠયાં.. !

****

રાજા અગ્નિરાજ નાં કક્ષમાંથી જેવો રુદ્ર બહાર નીકળ્યો એ સાથે જ શતાયુ અને ઈશાન મનમાં સેંકડો સવાલ લઈ રુદ્રની તરફ જોઈ રહ્યાં હતાં.. રુદ્રએ એ બંને કંઈપણ સવાલ કરે એ પહેલાં એમને પોતાની સાથે ચૂપચાપ બહાર આવવાં કહ્યું. રુદ્રનાં કહ્યાં મુજબ શતાયુ અને ઈશાન રુદ્રની પાછળ-પાછળ રાજા અગ્નિરાજનો ઉતારો હતો એનાંથી ત્રિવેણીસંગમ તરફ જતાં માર્ગે ચાલી નીકળ્યાં.

"એ ભાઈ, હવે તો બોલ અંદર શું થયું..? "ત્રિવેણીસંગમ જતાં અડધે રસ્તે આવી અકળામણ અનુભવતાં શતાયુ એ રુદ્રને સવાલ કર્યો.

શતાયુ નાં સવાલ નાં જવાબમાં રુદ્રએ પોતાની સાથે અંદર શું થયું એ વિષયમાં શતાયુ અને ઈશાનને રજેરજની માહિતી આપી દીધી.. રુદ્ર ની વાત પૂર્ણ થતાં જ ઈશાન બોલ્યો.

"જો અગ્નિરાજે જે ઈચ્છે એ માંગવાનું કહ્યું હતું તો પછી તારે મનુષ્યો અને નિમલોકો વચ્ચે ની સંધિ ના માંગી લેવાય..? "

ઈશાન નાં આમ બોલતાં જ રુદ્રએ ઈશાન ની તરફ અચરજભરી નજરે જોયું અને પછી ઈશાનને દંડવત પ્રણામ કરતો હોય એમ એનાં પગમાં પડી ગયો.

"વાહ ગુરુદેવ.. શું તમારી બુદ્ધિ છે.. આપ ને મારાં વંદન છે.. "આટલું કહી રુદ્ર જમીન પરથી ઉભો થયો.

"તું આ શું કરે છે.. અંદર મદિરાપાન તો નથી કરીને આવ્યો ને..? "રુદ્ર નાં આવાં વ્યવહાર નાં લીધે વિસ્મયમાં મુકાયેલો ઈશાન સવાલ કરતાં બોલ્યો.

"ઈશાન.. રુદ્ર એ તો મદિરા નથી પીધી પણ લાગે છે તે પી લીધી છે.. "રુદ્રને ઈશાન દ્વારા જે સવાલ પુછાયો એનાં પ્રતિભાવ રૂપે શતાયુ બોલ્યો.

"અરે સીધું સીધું બોલો ને.. કેમ આમ ગોળ-ગોળ વાતો કરો છો..? "ઈશાન નાં અવાજમાં આછો એવો ક્રોધ ભળી ચુક્યો હતો.

"એ મૂર્ખા.. તને શું લાગે છે કે મેં અગ્નિરાજ જોડે એ સંધિ માંગી હોત તો એ મને એ સંધિ આપી દેત.. સંધિ આપવી તો દુરની વાત રહી પણ આવી માંગણી કરવાં પર એ મારું માથું ધડથી અલગ કરી દે એ નક્કી હતું.. "પોતાનાં હાથ વડે બે-ત્રણ વાર ઈશાન નાં માથે મારતાં બોલ્યો.

"ભાઈ આ મનુષ્યો છે.. એ બોલે શું અને કરે શું ..? એ સમજવું તો ઉપરવાળા માટે પણ અઘરું છે.. તું વધુ વિચાર્યા વગર આગળ વધ.. "શતાયુ બોલ્યો.

આ સાથે જ ત્રણેય મિત્રો પુનઃ ત્રિવેણી સંગમ ઘાટ તરફ ચાલી નીકળ્યાં.. રુદ્ર એ જતાં જતાં ઈશાન અને શતાયુ ને રાજા અગ્નિરાજે આપેલી સુવર્ણ રાજમુદ્રા બતાવી.. જેને જોતાં જ શતાયુ દ્વારા અનાયાસે જ નિઃસાસો નાંખતાં બોલાઈ ગયું.

"નક્કી આ હેમ જ્વાળામુખીનું જ સુવર્ણ હશે જેને લેવાની લાલચમાં મનુષ્યો એ સમસ્ત નિમલોકોની જીંદગી અંધકારમય બનાવી મૂકી.. "

****

રુદ્ર, શતાયુ અને ઈશાન જ્યારે પાછાં ત્રિવેણી સંગમ સ્થળે આવ્યાં ત્યારે સાંજ થવા આવી હતી.. બધાં જ શ્રધ્ધાળુઓ ત્યાં નદી કિનારે જ બનાવાયેલાં આશ્રમોમાં અને યાત્રિકો ને રોકાણ કરવાં બનાવાયેલાં સ્થાન તરફ ચાલી નીકળ્યાં હતાં.

રુદ્ર ને થોડું પણ જમવાની ઈચ્છા નહોતી એટલે એને શતાયુ અને ઈશાન ને જમવા માટે કિનારાથી થોડે દુર બનેલાં બાબા ત્રિલોકનાથ નાં આશ્રમમાં મોકલ્યાં પણ પોતે એમની સાથે ના ગયો. રુદ્ર એ જમવાની કેમ ના પાડી એ અંગે શતાયુ અને ઈશાને પૂછેલા સવાલનો જવાબ આપવાનાં બદલે પોતે રાતે સમય સુવાનો થશે એટલે સુવા માટે ત્યાં આશ્રમમાં જે શ્રદ્ધાળુઓ માટે છાવણી બનાવાઈ છે ત્યાં પહોંચી જશે એમ જણાવી રુદ્ર ત્રિવેણી ઘાટ તરફ ચાલી નીકળ્યો.

રાત નાં પ્રથમ પહોર સુધી તો રુદ્ર નદી કિનારે સૂતાં સૂતાં આકાશમાં ઉગેલાં ચંદ્ર ને જોતાં જોતાં મેઘના ની યાદોમાં ખોવાયેલો હતો.. હજુ તો મેઘના જોડે એક મુલાકાત જ થઈ હોવાં છતાં રુદ્રને હવે ખબર નહીં કેમ પણ એક વિચિત્ર ચિંતા સતાવી રહી હતી કે એને ક્યાંક મેઘના નહીં મળે તો..? અને આમ પણ જેને મળ્યાં પહેલાં તમે એને ખોવાથી ડરતાં હોય એને તમે ઘણો પ્રેમ કરતાં હોય.

ઘણો સમય સુધી રુદ્ર આમ જ પોતાની અને મેઘનાની મુલાકાત ફરીવાર ક્યારે થશે એ વિશે ગહન મનોમંથન કરવાં લાગ્યો.. અચાનક રુદ્ર નાં કાને કોઈકનાં મંત્રોચ્ચાર નો અવાજ સંભળાયો.. આ મંત્રોચ્ચાર પોતે જ્યાં હતો એનાંથી થોડે દૂરથી આવી રહ્યો હોવાનું રુદ્રએ અનુમાન લગાવ્યું.

"આટલી મોડી રાતે આ મંત્રોચ્ચાર કોણ કરી રહ્યું છે..? "મનમાં ઉદ્દભવેલાં સવાલનો જવાબ શોધવાનાં હેતુ સાથે રુદ્ર એ અવાજની દિશા તરફ ચાલવા લાગ્યો.

રુદ્ર જેમ જેમ અવાજની દિશામાં કિનારાની સમાંતર ચાલી રહ્યો હતો એમ એમ મંત્રોચ્ચાર નો અવાજ હવે રુદ્ર ને સાફ-સાફ સંભળાઈ રહ્યો હતો.. કોઈ પુરુષ ભારે અવાજમાં જોરજોરથી મંત્રોચ્ચાર કરતો માલુમ પડ્યો.. જેનાં શબ્દો હતાં.

"ૐ એ હિં ક્લીં ચામુંડાય વિજયાય નમઃ..

ૐ એ હિં ક્લીં ચામુંડાય વિજયાય નમઃ..

ૐ એ હિં ક્લીં ચામુંડાય વિજયાય નમઃ.. "

રુદ્ર એ જોયું તો એક અઘોરી શરીર પર ભભૂત લગાવી એક અગ્નિકુંડ ની સામે આ મંત્રોચ્ચાર કરી રહ્યો હતો.. એની નજીક એક મનુષ્ય ની ખોપરી પડી હતી અને હાથમાં હતું એક હાડકું.. આ હાડકાં ને એ મનુષ્ય ખોપરી પર અડકારતાં જ એ પુનઃ એ મંત્રનું રટણ શરૂ કરી દેતો.

રુદ્ર જે દિશામાંથી એ અઘોરી તરફ ગયો હતો એ તરફથી તો રુદ્રને એ અઘોરીની પીઠ નો ભાગ જ નજરે ચડતો હતો.. રુદ્ર એ અઘોરી કોણ છે અને એ ત્યાં શું વિધિ કરી રહ્યો હતો એ જાણવાંનાં ઉદ્દેશથી એ અઘોરી ની નજીક દબાતાં પગલે જઈને ઉભો રહ્યો.. હજુપણ એ અઘોરીનાં ભારે અવાજમાં મંત્રોચ્ચાર એકધાર્યા ચાલુ હતાં.

રુદ્ર જેવો એ અઘોરીથી બે ડગલાં દૂર આવીને ઉભો રહ્યો એ સાથે જ એ અઘોરીએ પોતાનો મંત્રોચ્ચાર અટકાવી દીધો.. આ સાથે જ વાતાવરણ સ્મશાનવત શાંત થઈ ગયું. એ અઘોરી નાં આમ મંત્રોચ્ચાર કરતાં અટકી જવું રુદ્ર માટે નવાઈ ઉપજાવનારું જરૂર હતું.. રુદ્ર માટે આ બધું ઓછું હોય એમ રુદ્ર ની તરફ પીઠ હોવાં છતાં એ અઘોરી બોલ્યો.

"પાતાળલોકનાં રાજા દેવદત્ત નાં પુત્ર એવાં રાજકુમાર રુદ્રનું હું સ્વાગત કરું છું .. "

અઘોરી નાં આ આ શબ્દો સાંભળતાં જ રુદ્ર નાં હાંજા ગગડી ગયાં. એક અજાણ્યો અઘોરી કઈ રીતે પોતાનું સાચું નામ જાણે છે એ વિશે વિચારતાં જ રુદ્ર ને જોરદાર આંચકો લાગ્યો. જાણે અત્યારે પોતાનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવું રુદ્ર હાલપુરતું તો મહેસુસ કરી રહ્યો હતો.

★★★

વધુ નવાં અધ્યાયમાં.

કોણ હતો એ અઘોરી અને કઈ રીતે એને રુદ્ર ની સાચી ઓળખ વિશે જાણ હતી. ? રુદ્રનું મેઘના તરફનું આકર્ષણ આગળ જતાં શું અધ્યાય રચવાનાં હતાં..? શું રુદ્ર અને એનાં મિત્રો મનુષ્યો અને નિમલોકો વચ્ચેની સંધિ ક્યાં રાખવામાં આવી છે એ જાણી શકશે. ? રુદ્ર કોઈ નવી મુસીબતમાં તો નહીં ફસાઈ જાય ને..? માનવો અને નિમ લોકો વચ્ચે ક્યારેય સુમેળભર્યો સંબંધ પ્રસ્થાપિત થઈ શકશે? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ નવલકથા નો નવો અધ્યાય. આ નવલકથા દર અઠવાડિયે ગુરુવારે અને રવિવારે માતૃભારતી થકી પ્રસારિત થશે.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ:IT CAUSE DEATH, હતી એક પાગલ, પ્રેમ-અગન

The ring, ડેવિલ રિટર્ન અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન. આર. પટેલ (શિવાય)

***