Have maro vaaro hellaro in Gujarati Film Reviews by Matangi Mankad Oza books and stories PDF | હવે મારો વારો હેલારો

Featured Books
Categories
Share

હવે મારો વારો હેલારો

#હવે_મારો_વારો_હેલારો

છોરીઓ થી ન જવાય ત્યાં... છોરી થી સવાલ ન પૂછાય , પિકચર ભલે ૧૯૭૫aનું હતું મારા જન્મ પહેલાંનું પણ હજી ઘણી જ જગ્યા એ આ બે ડાયલોગ તો સંભળાય જ છે.

અંતે જોયું ગઈ કાલે.... આમ તો ટ્રેલર જોઈ જ કહેલ કે આ ફિલ્મ નું નામ ગુજરાતી સિનેમાને એક અલગ જ કક્ષા એ લઈ જશે. ત્યારે મને અમૂલ ની સ્મિતા પાટીલ ની જાહેરાત આવતી કોઈ ને યાદ હોય તો એ તરત યાદ આવેલ... આમ તો જેટલા એ હેલારો જોઈ એટલાં એ રિવ્યૂ લખ્યા છે (જો કે મેં એક પણ વાંચ્યા નથી કારણ નહીં તો મારું પિકચર જોવાનું વિઝન બદલાય જાય) એટલે પિકચરાઇઝેશન, કલાકાર કે ડાયરેકટર વિશે એટલું જ કહીશ કે પિકચર માત્ર અને માત્ર એમનું જ હતું. અત્યારે લખતાં લખતાં પણ ગીત સાંભળું છું તેનું મ્યુઝીક તો કર્ણપ્રિય હોય કારણ ગરબા તો ગુજરાતીનું જીવન છે. ગરબા માટે તો આ પિકચર જોવો એટલે રૂંવાટા જ ઉભા કરી દે એમાં પણ પેલી બધી જ છોરીઓને ગરબા લેતાં જોઈ ને મને તો Dhwnait એ પકડી જ રાખવી પડી હતી એવું જ થયું...

ક્યારેય કોઈ પિકચર માટે નેગેટિવ લખવું મને ગમતું નથી અને હું કંઈ પ્રોફેશનલ લેખક નથી કે આટલી મેહનત દેખાતી હોય તો પણ ખરાબ પિકચર છે એવું સહેલાઇ થી કહી દઉં. રણમાં ઉઘાડા પગે ઉભું રહેવું પણ અઘરું પડે ત્યાં આ બધાએ તો ગરબા લીધાં એટલે નતમસ્તક એમના આ ડેડિકેશનને વંદન. પણ મારી અપેક્ષા કંઈ અલગ જ લેવલની હતી

દરેક પિકચર જોવાનો મારો દ્રષ્ટિકોણ અલગ હોય છે. આ પિકચર માં બે ચાર વસ્તુ જે આંખે ખટકી જ કહીશ.
(૧) સપના વિનાની આખી રાત... છોરી ઓ એ ક્યાંય જવાય નહીં કે છોરી થી સવાલ ન પૂછાય ત્યાં છોરીને સપના તો જોવાય જ નહીં. સપના વિનાની ઘણી સ્ત્રીઓ ની હજી પણ જિંદગી ચાલી જાય છે. મને સ્ત્રી બિચારી બને એ ક્યારેય ગમતું જ નથી
(૨) મંજરી રાશિ તો સિંહ એટલે જ કદાચ સામે વહેણમાં તરવાની ટેવ ધરાવતી હશે. એ છોકરી જેવી હિંમત જો દરેક દીકરી કરવા લાગે તો હજી દેશના ઘણાં ખૂણામાં દીકરી ને દબાવી દેવાય છે તે બંધ થાય
(૩) મહેરબાની કરી કોઈ એમ ન કહેશો કે હવે સ્ત્રીઓ સક્ષમ થઈ છે. તમે જે સ્ત્રી જોવો છો તે સ્ત્રીઓ શહેર ની નાના નાના ગામડા માં હજી છોકરીયું ને હાઇસ્કુલ માં ભણવા માટે પણ નથી મોકલવામાં આવતી.
(૪) દુનિયામાં સ્ત્રીના હૃદય વાળા પુરુષો છે એટલે જ દુનિયા માં સ્ત્રી છે બાકી તો પુરુષમાં નપુંસક પુરુષોની કમી નથી જે નારી ઉપર જોહુકમી કરી પુરુષ સાબિત થવા માંગે છે.
(૫) આ તે કેવી વાત જે માતાજી ને પૂજવામાં આવે ત્યાં ઘરની લક્ષ્મી ને માન નથી. સ્ત્રી ને માત્ર કામ કરવા અને વાસના સંતોષવા માટે રાખનાર પુરુષો માટે તો માતાજી કોપાયમાન ન થાય તો એ માતાજી પણ શું કામના?
(૬) એક એવો પુરુષ દેખાડ્યો છે જે ઢોલ વગાડે પણ પોતાની દીકરી અને વહુ ને માન આપે છે.. જ્યાં ભણેલ સેનામાં જવાન હોય એ પોતાની પત્નીને દબાવવામાં માને છે.
(૭) સ્ત્રી ક્યારેય નબળી નથી પણ એનો ઉછેર જ એમ કરવામાં આવે છે કે તે પોતાની જાતને નબળી ગણવા લાગે છે. સ્ત્રી ઉપર અત્યાચાર કરનાર પુરુષ નો જન્મ એની માતા ના ગર્ભ માં થી જ થયો હશે ને એવો સવાલ પણ થાય ખરો. (#MMO)

ખૂબ બધા સવાલો આ પિકચર દ્વારા મારા મગજમાં આવે છે. બેટી પઢાઓ બેટી બચાવો અભિયાન જ્યાં હોય ત્યાં શું નેશનલ એવોર્ડ માત્ર આપીને સરકાર પણ દીકરી માટેના એની ફરજોને હાથ ઊંચા કરી દે છે. હજી ઘણી જ જગ્યા એ સ્ત્રી ની આવી જ નબળી પરિસ્થતિ છે તે જ્યાં સુધી સક્ષમ નહીં થાય આપણો દેશ વિકાસ કરેલ નહીં જ ગણાય.

મને આ પિકચર ગમ્યું પણ મને એની વાર્તા એ તકલીફ આપી. આવું પિકચર બનાવવું જ ન પડે એવું ક્યારે થશે..?
ક્યારે માતાજી કે રિવાજના નામે સ્ત્રીને બલીનો બકરો બનતા રોકવામાં આવશે.?
ક્યારે અંધશ્રદ્ધા અને શ્રદ્ધાનો ફરક આપણે સમજી શકશું?
ક્યારે સ્ત્રીઓ ને એવોર્ડ નહીં રિવોર્ડ આપીશું?

#આ મારા વિચારો છે તમારા અલગ પણ હોય એટલે ન ગમે તો ન ગમે એમાં હું કંઈ ન કરી શકું
*પોસ્ટર માં હેલારોના સાચા હિરલાઓ છે....
અમૂલ ની જાહેરાત ની લીંક https://youtu.be/qeWZdtkw0_A
(#માતંગી)