malhar - 1 in Gujarati Moral Stories by PARESH MAKWANA books and stories PDF | મલ્હાર - ૧

Featured Books
Categories
Share

મલ્હાર - ૧




આપણો ભારત દેશ વિકસિત દેશોમાં નો એક.. આમ જોઈએ તો આપણો દેશ વિકાસના પંથે છે.. દિવસે ને દિવસે અનેક પ્રગતિઓ સાધી રહ્યો છે.. પરંતુ આજે પણ ભારતના અમુક અંતરિયાળ ગામડાઓ એવા છે જ્યાં વિકાસનું નામોનિશાન નથી.. આજે પણ ભારતના અમુક ગામડાઓ એવા છે.. જ્યાં પરિવહનની કોઈ સગવડો નથી, પાણીની અછત છે.. વીજળીની અનિયમિતતા છે, આરોગ્ય, શિક્ષણ કે કૃષિ જેવી પાયાની કોઈ પણ અદ્યતન સેવાઓ પોહચી જ નથી..
આવા જ એક ગામોમાં નું એક ગામ 'દેવધરા'
દેવધરા એટલે કુદરતના ખોળે બેઠેલું નાનું બાળક જ જોઈ લો ને.. રળિયામણું ચારેકોર લીલાછમ ખેતરો, ઘનઘોર ઘટાદાર વૃક્ષો, પહાડોમાં થી ખળખળ વહેતા ઝરણાં.. ખળખળ વહેતી નદીઓ.. ચારેતરફ હલીયાળી જ હલીયાળી.. બસો ખોરડાનું નાનું ગામ કોઈપણ જાતની અદ્યતન સુખસગવડો વિના પણ સુખી હતું , સમૃદ્ધ હતું.. ગમના લોકો સંતોષકારક જીવતા, એકમેકના સુખદુઃખમાં ભાગીદાર બનતા..
* * *
આ વાર્તાની શરૂઆત થાય છે.. આપણા વાર્તા નાયક મલ્હાર થી.. મલ્હાર વીસેક વર્ષનો એક સર્જકબુદ્ધિ નો અભણ યુવાન.. આમ તો મલ્હાર નું એક જ કામ મુખીબાપાના ઢોર ચરાવવાનું.. બદલામાં મુખીબાપ એને સારું એવું મહેનતાણું પણ આપતા જેથી એનું ઘર પણ ચાલતું.. એના ઘરમાં એની વિધવા માં કમળાબહેન સિવાય બીજું કોઈ નહીં.. એનો બાપ ભગવાનદાસ તો નાનપણમાં જ મલ્હાર અને કમળાબહેનને એકલા છોડીને પરલોક ચાલ્યો ગયો એ પછી મુખીબાપના ખેતરોમાં કામ કરી કરીને કમળાબહેને મલ્હારને મોટો કર્યો.. એને ભણવા છેક મોટા શહેર મોકલ્યો..
પણ મલ્હારને ત્યાં એની માં વિના ના ફાવ્યું અને એને ભણવામાં પણ કોઈ રુચિ નોહતી આથી એ ભણવાનું છોડી.. પાછો આવતો રહ્યો..
મલ્હારની બાળપણની સાથી અને સહેલી.. નામ એનું નીરજા મુખીબાપના ની એકની એક લાડલી દીકરી..
જ્યારથી સમજણ આવી ત્યારથી જ એ મલ્હારને પસંદ કરતી.. પણ મલ્હાર એ વાતથી સાવ અજાણ હતો..
નીરજા તો બાજુના જ ગામમાં રહીને ભણી છેક કોલેજ સુધી પોહચી.. પણ મલ્હાર, એ અભણ જ રહ્યો.. એના મન કાળો અક્ષર ભેંસ બરાબર..
કમળાબહેન તો મલ્હારને ભણાવી ગણાવી મોટો સાહેબ બનવવા માંગતી હતી પણ મલ્હારે અભણ રહીને એની સઘળી મહ્ત્વકાંશાઓ પર પહેલેથી જ પાણી રેડી દીધું..
પહેલા તો મલ્હારનું એક જ કામ હતું.. મુખીબાપના ઢોર ચરાવવાનું પણ જેવી નીરજા કોલેજમાં આવી એટલે મલ્હારના ભાગે એક બીજું અને મહત્વનું કામ પણ આવી ગયું..
નીરજાને ત્રીસ કિલોમીટર દૂર નજીકના જ એક શહેરમાં કોલેજ લેવા મુકવા જવાનું..
* * *
''નીરજા..'' મલ્હારે આવીને મુખીબાપના ઘરે પાસે બુલેટ ઉભું રાખ્યું અને નીરજાને મોટેથી બુમ પાડી.. હાથમાં બુક્સ લઈ નીરજા આવી અને મલ્હારની બુલેટ પાછળ બેસી ગઈ.. હળવેકથી એના ખભા પર પોતાનો હાથ મુક્યો ને મલ્હારે બુલેટ શહેર તરફ દોડાવી મૂક્યું..

આખા રસ્તે.. મલ્હાર બોલતો અને નીરજા એની વાતોમાં ખોવાઈ જતી.. એની વાતો પણ કઈ જેવી તેવી ના હોય...
એકદમ મીઠી અને મધુરી.. સાહિત્યની ચાસણીમાં તળબોળ થયેલી.. એવી વાતો કે બસ સાંભળતા જ રહીએ..
ક્યારેક પ્રણય નીતરતી કવિતાઓ, તો ક્યારેક સુરાશૂરવીરોની સાહસિક કથાઓ.., તો ક્યારેક કદી ના સાંભળેલી કોઈ સમજણ ભરેલી તર્કબદ્ધ વાતો..,
માં સરસ્વતીની કૃપા કહો કે પછી.. એના પછી કોઈ જૂની પેઢીનો વારસો..
ભલે એને લખતા વાંચતા ના આવડે પણ સમયની સાથે એ શબ્દોને ઓળખતો થઈ ગયો..
એની આવી સાહિત્યભરેલી રસિક વાતો માત્ર નીરજા ને જ નોહતી ગમતી પણ આખું ગામ એની આ વાર્તાઓ સાંભળવા આવતું..
અભણ ગામલોકો જ્યારે ખેતરોમાં કામ કરી થાકી પાકીને ઘરે આવતા.. ત્યારે મલ્હારની વાર્તાઓ એનું ખાસુ એવું મનોરંજન કરતી..
ક્યારેક ગામને પાદરે બેઠેલા ઘરડાઓ માંથી કોઈ મલ્હારને નીકળતા જોઈ જતું તો તરત અવાજ લાગવી બોલાવી લેતું.. એનું ગામમાં માન પણ સારું.. એ આવતોને વૃધોમાં થી કોઈ કહેતું..
''હાલ મલ્હાર્યા.. આવ્યો છે તો કંઈક સંભળાવી ને જા જે સાંભળીને બધાને જામો પડી જાય.. ''
અને મલ્હાર બધાની વચ્ચે મંડળીમાં બેસી.. એ લોકોની ઉંમરને છાજે એવું.. એ લોકોને ગમે એવું કઈક સાહિત્ય પીરસી દેતો..
તો ક્યારેક.. મધ્યાહનમાં ખેતરોમાં બપોરા કરતા મજૂરો મંડળી જામતી.. એમાં પણ મલ્હારના સાહિત્ય સુર.. દુરદુર સુધી રેલાતા..
* * *
આવી જ એક ભરબપોરે મલ્હાર મજૂરોની સામે બેસી એમને કઈક મનોરંજક કથા સંભળાવી રહ્યો હોય છે.. ત્યારે જ એની નજર દૂર રસ્તાની કેડી વચ્ચે સ્ફુટીને મહાપરાણે દોરતી આવતી એક શહેરી યુવતી પર પડી.. એ આ તરફ જ આવી રહી હતી..
જેમ જેમ એ નજીક આવતી દેખાય એમ એમ મલ્હાર એમાં ખોવાતો ગયો..
એક તો ખુબસુરત ચહેરો.. અને ઉપરથી શહેરી મેકઅપની માવજત.. ખુલ્લા વાળ.., આટલા તડકામાં પણ ઝગારા મારતો એનો રૂપાળો દેહ.. જીન્સટોપમાં એકદમ મોર્ડન લાગતી.. એ ધીરે ધીરે અહીંયા આ તરફ જ આવી રહી હતી.. એને જોતા જ અંદાજો આવી જાય કે એ કોઈ મુસીબતમાં છે.. મદદની આશા લઈને જ એ આ તરફ આવી રહી છે..
અચાનક જ મલ્હારનું બોલવાનું બંધ થયું એટલે મજૂરલોકોએ પાછળ ફરીને જોયું.. અને પાછળ છેક પાસે એકદમ નજીક પોહચી ગયેલી પેલી શહેરી યુવતીને જોઈને તો એ લોકોના મોં માંથી પણ લાળ ટપકવા લાગી.. લાળ કેમ ના ટપકે.. એ બલા હતી જ એટલી સુંદર..

ચાલો એ બધાની છોડો.. પણ આપણો નાયક મલ્હાર પણ એ યુવતીની ખૂબસુરતીમાં સાવ બાઘો બની ગયો.. બસ એને જોયા જ કરતો હતો.. એની આંખો જાણે એના રૂપાળા દેહ પર એવી ચોંટી ગઈ હતી કે એના પરથી નજર હટવાનું નામ જ નોહતી લેતી..
આવનાર એ યુવતીએ સૌથી પહેલા મલ્હારની સામે જોયું..પછી એને જ સંબોધીને કહ્યું..
''એક્સ કયુઝ મી.. મિસ્ટર.. ''
''અલ્યા મલ્હાર્યા.. એક કુઝ મી કીધું..'' મજૂરોમાં થી એક મજુરે મલ્હારને ટપાળ્યો..
પણ મલ્હાર તો હજુએ પેલીને જોવામાં જ ખોવાયેલો હતો..
મલ્હારને આમ બાઘાની જેમ પોતાની સામે તાકેલો જોઈ.. એને એ ના ગમ્યું પણ પછી એને જોયું કે ત્યાં હાજર બધા જ મજૂરલોક પણ એને તાકીને જોઈ રહ્યા છે એટલે એને પોતાના રૂપ પર થોડું અભિમાન પણ આવ્યું..
એ મજૂરોની સામે એક મીઠું સ્મિત વેરતા બોલી..
''આટલામાં ક્યાંય મેકેનિક મળશે.. ?''
આમ તો એ અભણ મજૂરોએ આ મેકેનિક શબ્દ જાણે પહેલીવાર સાંભળ્યો હતો એટલે એનો અર્થ પણ જાણતાં નોહતા.. પણ મલ્હાર શહેરોમાં ખૂબ રખડયો હતો.. એટલે એના માટે આ શબ્દ કઈ નવો નોહતો..
આ મેકેનિક જેવો અંગ્રેજી શબ્દ સાંભળીને એક મજુરે.. પૂછી પણ લીધી..
''મિકીનીકા.. એટલે એ વળી હું.. ?''
મલ્હાર એ લોકોની ઉપર હસ્યો..
''અલ્યા, મિકેનિકા નહીં મેકેનિક.. મેકેનિક એટલે ગાડી રીપેર કરવાવાળો..'' પછી એ યુવતીની ગાડી સામે જોઈ.. અજાણ બનતા પૂછ્યું..
''લાગે છે કે તમારી ગાડી ખરાબ થઈ ગઈ છે..?''
એ યુવતીએ મલ્હાર સામે પોતાની અદાઓ વેરતા સ્મિત સાથે કહ્યું..
''હાસ્તો, ખબર નહી શુ થઈ ગયું.. છેક ક્યાંથી દોરીને લાવી છું..''
મલ્હાર જાણે પહેલી જ નજરમાં એના એ રૂપ પાછળ ઘેલો થયો.. એણે તરત જ બાજુમાં રમતા એક છોકરાને ગામ ભણી મોકલ્યો..
''જા લ્યા.. ચકા.. પરસોતમભાઈ ને બોલાવી લાવ કહેજે.. મલ્હારભાઈ બોલાવે છે..'' છોકરો દોડ્યો ગામ ભણી..
થોડી ઘણી ઔપચારિક વાતો કર્યા પછી.. એ યુવતી પણ પોતાની સ્ફુટીની સીટ પર પગ પર પગ ચડાવીને બેસી ગઈ..
''લ્યો મલ્હાર ભાઈ જ્યાં પુગ્યા તા ત્યાંથી.. આગળ લંબાવો..''
મલ્હારે અધૂરી મુકેલી વાર્તા ફરી આરંભી..
એ યુવતીએ નોટિસ કર્યું કે.. એવું તો શું છે આ માણસમાં કે આટલા બધા લોકો એને આમ ધ્યાન લગાવીને સાંભળી રહ્યા છે.. એણે મલ્હારના એકાદ બે શબ્દો પણ સાંભળ્યા..
પછી જાણે એને આ ગામડાની વાતોમાં કોઈ રસ ના હોય એમ એ પોતાના છ ઇચના ટચ સ્ક્રીન મોબાઈલની ડિસ્પ્લે પર આંગળા મચોડવા માંડી..
પછી એણે એ પણ નોટિસ કર્યું કે આ માણસ જે કઈ કહી રહ્યો છે.. આ લોકો જે કઈ સાંભળી રહ્યા છે.. એ કઈક અલગ જ છે.. આવી નવીનતા ધરાવતી વાર્તા એણે પહેલા ક્યારેય નોહતી સાંભળેલી..
ખરેખર કઈક તો હતું એની વાતોમાં.. એ એની વાતોને કાન લગાવીને એકદમ ધ્યાનથી સાંભળતી હતી..
* * *
ક્રમશ..