ક્રમશ:
બધા સુવા માટે પોતાના ટેન્ટમાં ચાલ્યા ગયા.
આ બાજુ બિસ્વાસ અમ્બરિસને લઈને ઘણો આગળ આવી ગયો હતો. તેણે એક જગ્યાએ પોતાની સ્કી રોકી.અને અમ્બરિસને ત્યાં ઉતાર્યો.
બિસ્વાસ : યહાં સે જાને મેં આસાની રહેગી...!
અમ્બરિસ : જી...!..યે લો હેડટોર્ચ હેલ્મેટ...!
બિસ્વાસ : ઇસે તુમ રખો..ઔર અગર પુલીસ પકડ લે તો બોલના કે તુમ રાસ્તા ભટક ગયે થે...!
આટલું બોલી તે પાછો જવા માટે નીકળી ગયો. અમ્બરિસ હજુ થોડો જ દૂર ગયો , ત્યાં તેને આભાસ થયો કે કોઈ તેનો પીછો કરી રહ્યું હતું. તે ચોંકી ગયો. અને આમતેમ જોવા લાગ્યો. તેના શરીરમાંથી ધ્રુજારી છુટી ગઈ....!
અમ્બરિસ : કૌન હૈ વહાં...?
શું કોઈ જાનવર હશે તેવા અંદેશા સાથે તે ગભરાઈ ગયો.તેની પાસે સ્વબચાવ માટે કોઈ સાધન પણ ન હતું. ચારે તરફ તે ફરીફરીને જોવા લાગ્યો. ત્યાંજ એક અવાજ આવ્યો જેને તે ઓળખતો હતો ...તે લુસા નો અવાજ હતો.
લુસા : કૈસે હો અમ્બરિસ...?
અમ્બરિસને પોતાની આંખો પર ભરોસો ન થયો.
અમ્બરિસ : લુસા તુમ યહાં ક્યાં કર રહે હો...?
લુસા : તુમ્હે લાસ્ટ ગુડબાય બોલને આયા થા...!
આટલું બોલી તેણે પોતાના ખિસ્સામાંથી એક ધારદાર છરી કાઢી. હજુ તો અમ્બરિસ બચવા જાય તે પહેલા તેના પેટમાં ઉતારી દીધી. અમ્બરિસની ચીખ નીકળે તે પહેલા તેણે તેનું મોઢું દબાવી દીધું. તેણે અમ્બરિસના હાથમાંથી યાર્સાગુમ્બાની થેલી લઈ લીધી. તેની લાશને બરફમાં દફનાવી દીધી. અને થેલી એક જગ્યાએ છુપાવી દીધી. ફરી પાછો સ્કીસુજ પહેરી ટેન્ટ પર આવવા માટે નીકળી પડ્યો. બિસ્વાસની જેમ લુસા પણ બહુ સારી રીતે સ્કી કરી શકતો હતો, જેની બિસ્વાસને જાણ ન હતી...!
જતા-જતા બિસ્વાસને અમ્બરિસ સાથે કંઈક ઘટના બની હોય તેવો અંદેશો આવી રહ્યો હતો. પણ માત્ર ચેક કરવા પાછા જવાનો મતલબ ન હતો. જો કઈ તકલીફ લાગે તો સવાર સુધીમાં પાછા ટેન્ટ પર આવી જવાની તેણે અમ્બરિસને સુચના આપી હતી. આથી તે ટેન્ટ તરફ જવા માટે નીકળી ગયો. આ બાજુ લુસા પણ ટેન્ટ તરફ આવવા માટે બિસ્વાસ કરતા વધુ સ્પીડે નીકળી પડ્યો.
ટેન્ટ પર આવી બિસ્વાસે જોયું કે બંને ટેન્ટમાં અંધારું હતું. તેને પ્રાચીના ટેન્ટમાં જઈને તેણીને જોવાનું મન થયું. પણ પછી ઉચીત ન લાગ્યું આથી તે રોકાઈ ગયો. અમુક સવાલો હતા, જે તેણે પ્રાચીને પૂછવા હતા..!.
તે પહાડી પર ઉભો જ હતો, ત્યાં લુસા આવ્યો. તેણે પોતાના સ્કી સુજ દુર જ ઉતારી દીધા હતા. આથી બિસ્વાસને શક ન જાય. બિસ્વાસ તેને જોઈને ચોંકી ગયો.
બિસ્વાસ : લુસા તુમ ઇતની રાત કો યહાં નીચે ક્યાં કર રહે થે...?
લુસા : 'નેચર્સ કોલ (કુદરતી હાજત )....!
બિસ્વાસને હજુ પણ તેની વાત પર ભરોસો થઈ રહ્યો ન હતો. તેણે ફરીથી સવાલ કર્યો
બિસ્વાસ : અચ્છા...અબ સુઝેન તો રહી નહિ...તો તુમ કયો આ રહે હો...?
લુસાએ એક હલકી સ્માઈલ આપી.
લુસા : તુમ ભી બીના વજહ કયો આ રહે હો...?
આટલું બોલી તે ટેન્ટની અંદર ચાલ્યો ગયો. તેના સવાલમાં કંઈક વાત તો હતી જ..!. તે પ્રાચી માટે જ આવવા તૈયાર થયો હતો. ૪ દિવસ થવા આવ્યા હતા, અને પોતે પ્રાચી સાથે બરાબર વાત પણ કરી શક્યો ન હતો. એક અજીબ ઉદાસી તેના ચહેરા પર ફરી વળી હતી. ઊંઘ તેની આંખોમાંથી ગાયબ હતી.
દિવસ - ૪
સવારે તેઓએ વહેલું ચઢાણ શરું કર્યું. સુઝેનની આદત મુજબ પ્રાચીએ પીળું કપડું એક લાકડી સાથે બાંધી એક જગ્યાએ ખોંસી દીધું. ૨ કલાક ચાલતા-ચાલતા તેઓ " લગ વેલી " ની નજીક પહોંચ્યા. અત્યારે તેઓ બ્રહ્મપુત્રાના પહાડ(૬૧૭૦ મીટર - ૨૦૨૩૭ ફુટ )નીચે ઉભા હતા. તેની ઉંચાઈ જોઈને તેમની હિમ્મત જવાબ આપી ગઈ હતી. ઉપર જવાનો રસ્તો તો સાફ-સાફ દેખાતો હતો પણ તે સાપ-સીડી ની માફક હતો. જો તે રસ્તેથી ચાલે તો તેમનો આખો દિવસ બરબાદ થઈ જાય તેમ હતો. બીજો એક રસ્તો હતો,જે જલ્દીથી પહોંચી શકાય તેમ હતો, પણ તેનું ચઢાણ એકદમ કપરું હતું.
બિસ્વાસે એરોગનથી નિશાન લઈ ઉપર તાક્યું અને તેના સહારે બાંધેલ રસ્સીને પકડી તેઓ ચઢવા લાગ્યા. આ કામ બહુજ થકાવનારું હતું. પ્રાચીને પણ વિચાર આવી રહ્યો હતો, કે શું તેમણે ઉઠાવેલી આટલી મુસીબતોની સામે તેને ફળ મળશે ?.
મહામુસીબતે તેઓ ટોચ પર પહોંચ્યા. લગભગ ૬ કલાક તેમને લાગ્યા. ઉપર પહોંચી તેમના માટે નવી મુસીબત રાહ જૉઈ રહી હતી. એક તરફ " લગ માઉન્ટેન " અને બીજી તરફ " બ્રહ્મપુત્રા માઉન્ટેન "....!. તેમની વચ્ચે ૨૦૦૦૦ ફુટ ઉંડી " લગ વેલી ". બંને પહાડો સમાંતર અંતરે હતા. પણ એક બીજાથી ૨૦ ફુટ દૂર હતા. વળી બંને તરફ એવો કોઈ મોટો પથ્થર પણ ન હતો કે જેના સહારે એરોગન ની મદદથી રસ્સી બાંધી શકાય. બીજી એક મુસીબત એ હતી, કે ૨ દિવસ અગાઉ રાત્રે થયેલા હિમસ્ખલન માં તેમની લેડર (નિસરણી ) તૂટી ગઈ હતી. એટલે તેમણે તેને ત્યાંજ મૂકી દીધી હતી.
થોડીવાર પછી તેજ પવન શરુ થઈ ગયો. અને ચારેતરફ બરફની નાની કણીઓ ઉડવા લાગી. વધુ ઉંચાઈ પર હોવાથી તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. ઉપર હવાનું દબાણ ૩૩* ડિગ્રી સેલ્સિયસ હતું. મતલબ જમીન પર લેવાતા શ્વાસની સામે ત્યાં ત્રણ વખત શ્વાસ લેવા પડે ત્યારે બોડીને બરાબર ઓક્સીજન મળે. તેમની પાસે ઓક્સીજન બોટલ હતી. આથી તે બચી ગયા નહિ તો તકલીફ ઉભી થઈ જાત. અત્યારે તેઓ પોતાનું માથું અંદર રાખી, પોતાનો સામાન પકડી ટોળું બનાવી બેસી ગયા હતા. થોડીવાર પછી જયારે પવન ઓછો થયો. ત્યાંરે તેઓ છુટા પડ્યા. પવનને કારણે ઘણો- ખરો બરફ ઉડીને નીચે પડી ગયો હતો. ધીમે-ધીમે વાતાવરણ સાફ થયું ,ત્યારે તેમણે જોયું કે વેલી પર એક નિસરણી લટકી રહી હતી. આગાઉ જે અહીંથી નીકળ્યું હશે તેઓ છોડી ગયા હશે એવો અંદાજો દરેક જણે બાંધ્યો. પણ મુસીબત એ હતી કે તે વેલી પર નીચે લટકી રહી હતી, જે કમસે કમ ૭૦ ફુટ નીચે હતી.
તેને લઈ આવવા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. આમતો તેઓ ગમેતે રીતે બીજી તરફ પહોંચી જાત, પણ સામાનને બીજીતરફ પહોંચાડવો અધરો હતો. બિસ્વાસે નીચે જઈને નિસરણી લાવવાનું નક્કી કર્યું. તેણે રસ્સી લુસાના હાથમાં આપી અને પોતે નીચે જવા માટે તૈયાર થયો. આ બધું તે પ્રાચી માટે કરી રહ્યો હતો.તેણે પ્રાચીની આંખોમાં જોયું...તેની આંખોમાં પોતાના માટે ફિકર જોઈ બિસ્વાસ ખુશ થઈ ગયો, અને ઝડપથી નીચે ઉતરીને નિસરણી લાવ્યો. અલબત્ત એક-બે વખત પડતા બચ્યો પણ હતો. લુસાનો પ્લાન બિસ્વાસને ખીણમાં પાડવાનો હતો, પણ છેલ્લી તકે અભીરથે આવીને દોરડું પકડી લીધું હતું, આથી તેણે નાછૂટકે બિસ્વાસને ઉપર લેવો પડ્યો હતો.
બિસ્વાસે નિસરણી બે પહાડ પર ગોઠવી. તે થોડી ઓછી પડતી હતી. તેણે પોતાની સ્કીના બંને સુજ નિસરણીના બંને છેડે બાંધી દીધા. આથી તેની લંબાઈ વધી ગઈ. ત્યારબાદ તેને ગોઠવી તેઓ એક પછી એક વેલી પાર કરવા લાગ્યા. છેલ્લે અભીરથ અને લુસા બચતા હતા. લુસાએ તેને નીચે પાડી દેવાનો પ્લાન બનાવી રાખ્યો હતો. જ્યારે અભીરથ વેલી પર ચાલી રહ્યો હોય ,ત્યારે નિસરણીને હલાવીને તેનું બેલેન્સ ગબડાવવાનો તેનો પ્લાન હતો. અભીરથ ધીરે-ધીરે નિસરણી પર ચાલવા લાગ્યો. જેવો તે વચ્ચે પહોંચ્યો, ત્યાં લુસા નિસરણી નજીક આવ્યો. પણ કુદરતને કંઈક અલગ જ મંજુર હતું. એક પવનની લહેર આવી અને લુસાના ગોગલ્સ નીચે પડી ગયા. તે ઉડી જાય તે પહેલા લુસા તેને ઉંચકવા માટે વળ્યો ત્યાં સુધીમાં અભીરથ આ બાજુ પહોંચી ગયો.
લુસા પણ જયારે નિસરણી પર ચાલ્યો ત્યારે તેના મોતિયા મરી ગયા. તે પડતા-પડતા માંડ બચ્યો. મુશ્કેલીથી તે બીજી તરફ આવ્યો. તેના શ્વાસ જોરજોરથી ચાલવા લાગ્યા. બિસ્વાસે જોયું તો તેની ઘડીમાં કોઈ સિગ્નલ આવતું ન હતું.
બિસ્વાસ : આજ તુમ્હારી ઘડી કોઈ આવાજ નહિ કર રહી હૈ...?
લુસા : મેં ઠીક હું....!
ત્યાંથી તેઓએ જેમ બને તેમ જલ્દીથી નીચે ઉતારવાનું નક્કી કર્યું. એકતો તેમને બહુ મોડું થઈ ગયું હતું અને બીજું તેઓને એટલી ઊંચાઈ પર શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેઓ પોતાની જૂની પધ્ધતિ મુજબ ઉતરવાને બદલે બરફ પર સરકવા લાગ્યા. આમાં તેમનો થાક પણ ઉતરી ગયો હતો, અને ઝડપ પણ વધી રહી હતી. પણ એક જગ્યાએ બરફનું પોલાણ વધુ હોવાથી તેમનું બેલેન્સ ગબડ્યું અને તેઓ બમણી સ્પીડથી નીચે આવ્યા. તેમનો સામાન તો અથડાતો-અથડાતો છેક નીચે પહોંચી ગયો. તેઓ પણ લગભગ નીચે સુધી ઢસડાય ગયા.વળી એક બીજું નુકસાન એ પણ થયું હતું કે ભોલા પોતાની સ્પીડ સંભાળી ન શકવાથી જયારે નીચે પડ્યો ત્યારે તેને લાગેલ જખમ પર મોટો ઘાવ થઈ ગયો હતો. અને તેમાંથી લોહી વહેવા લાગ્યું હતું.
ફટાફટ તેમણે ભોલાની સારવાર કરી, અને ત્યાં રોકાયા. આજના દિવસે જ તેમણે ગોકયો લેક અને ફોરેસ્ટ(જંગલ) પણ પાર કરવાનું હતું. જે લગભગ શક્ય ન હતું....!
કોઈપણ રીતે તેઓ આજે ગોકયો લેક પાર કરવાનું નક્કી કર્યું હતું. ગોકયો લેક બહુજ ઉંડો હતો. તેમાં બહુ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ રહેતું હતું. એક વાતની તેઓને જાણકારી ન હતી, કે ગોકયો લેક આમ તો નેપાલ સરકારની હદમાં આવતું હતું ,પણ ચાઈનાએ ત્યાં અનઅધિકૃત કબજો જમાવી લીધો હતો. તેઓએ અહીં મિલેટ્રી ફોર્સ તો મુકી ન હતી, પરંતુ તેઓ હવાઈ માર્ગે તેની પર કડક નિરીક્ષણ કરતા હતા. અને કોઈ ગેરકાયદેસર વસ્તુ કે વ્યક્તિ ત્યાં દેખાય તો તેને ઉપરથી જ શુટ કરી નાખતા હતા....!
(વધુ આવતા અંક - યાર્સાગુમ્બા ની શોધ - ૧૨ માં)
ક્રમશ: