Kalyugna ochhaya - 15 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | કળયુગના ઓછાયા -૧૫

Featured Books
Categories
Share

કળયુગના ઓછાયા -૧૫

અક્ષતને પહોચીને ઉતરીને શ્યામના ઘરે જવા માટે કોઈને પુછવુ પડશે એ ચિંતા જતી રહી કારણ ને તેની બધી પુછપરછ કરનાર કાકાએ સામેથી જ કહી દીધું કે શ્યામભાઈ મારી બાજુમાં રહે છે હુ તમને ત્યાં લઈ જઈશ....થોડો સાકડો રસ્તો, અમુક જગ્યાએ થોડા ખાડા ખડિયાવાળો રસ્તો....ને એ ખીચોખીચ ભરેલી જીપ કે એક બ્રેક લાગતા જ બધા એક બીજા પર પડે.... શ્વાસ પણ માંડ માંડ લેવાય....

આ બધાથી અક્ષત ને થોડી મુઝવણ થાય છે પણ રૂહી માટે કંઈ ઉપાય મળશે એ વિચારીને બધુ ચલાવે છે અને આખરે તેનો મુકામ આવી જાય છે.....

થોડીવારમાં પહોચે છે તો શ્યામનો એ નાનકડા ગામમાં બહુ સારો એવો બંગલો છે....પણ લોકોની લાઈન છેક બહાર સુધી છે...પણ છાયડો આવે બધા પર એ રીતે પણ વ્યવસ્થા કરવામાં આવી છે..‌.સાથે જ પાણીના જગ....અને ચા પાણીની પણ વ્યવસ્થા....આટલી મોંઘવારીમાં મફતમાં કોણ કરે આટલું બધું.....

અક્ષતે શ્યામ સાથે વાત તો કરી જ હતી છતાં તેને એમ ડાયરેક્ટ જવુ યોગ્ય ન લાગ્યું....તેણે વિચાર્યું ભલે મોડુ થાય પણ આટલા બધા લોકો બેઠા છે હુ વચ્ચે થી કેવી રીતે અંદર જાઉ ?? ભલે સાજ પડી જાય.....

તે ત્યાં લાઈનમા બેસી જાય છે.... થોડીવાર પછી એક છોકરો આવે છે અને તેની પાસે આવીને કહે છે , તમને અંદર બોલાવે છે.....

એ સાથે જ અક્ષત અંદર જાય છે....તે પહેલાં તો શ્યામને ઓળખી જ શકતો નથી...કેસરી કલરના એ ધોતી ખેસ...કપાળે લગાડેલી ભભુતિ... ગળામાં રૂદ્રાક્ષ ની માળા....

અક્ષત બે મિનિટ જોઈ રહે છે એટલે શ્યામ સામેથી કહે છે, અક્ષત આવ...અહીયા બેસ.....

શ્યામ : અક્ષત તારી પાસે એ છોકરીની કોઈ પણ વસ્તુ છે ??

અક્ષત : ્ના.....

એકદમ તેને યાદ આવે છે કે તેનો એક હાથરૂમાલ તે ભુલી ગઈ હતી એ એણે એના ખિસ્સામાં મુક્યો હતો તેને આપવા...તેણે શર્ટ બદલ્યો હતો પણ પેન્ટ એજ હતુ એટલે ચેક કરતા હેન્કી મળી જતા તે ખુશ થઈ જાય છે...અને શ્યામ ને આપે છે...તે તેના પર આંખો બંધ કરીને કંઈ મંત્ર બોલીને એક બાજુમાં એક ચાદીના વાટકામાં એક પ્રવાહી હોય છે તે છાટે છે....

અક્ષત કંઈ કહે એ પહેલાં જ કહે છે એ તારૂ અહીંથી જલ્દી જવુ જરૂરી છે.....

અક્ષત : પણ મારે તને બધી વાત કહેવાની છે....

શ્યામ : મને બધી વાત ખબર પડી ગઈ છે....હુ તને કેટલીક વસ્તુ આપુ છુ...એ લઈ જા....અને એને બને એટલી જલ્દી આપવાનો પ્રયત્ન કરજે....

એક મહત્વપૂર્ણ વાત કે એ હવે જલ્દી આ બધુ સ્વીકાર નહી કરે....

અક્ષત : પણ એને જ તો આ બધામાંથી મુક્ત થવા માટે મને કહ્યું છે ??

શ્યામ : હવે એ આત્માએ તેના શરીર પર કબજો કરી લીધો છે...એટલે જ તેને આખા શરીરમાં સખત દુખાવો થઈ રહ્યો છે.....

શ્યામ અક્ષતને બધુ સમજાવે છે...અને કહે છે બને એટલુ આ બધી વસ્તુઓ દ્વારા હુ સમજાવુ છું અને કહુ છું એ મુજબ કરજે.... છતાં મારી જરૂર લાગે કે મુંઝવણ હોય તો મને ફોન કરજે...હુ શક્ય હશે ત્યાં સુધી આવવાનો પ્રયત્ન કરીશ.....

અક્ષત : તારો ખૂબ ખૂબ આભાર.....

શ્યામ : અરે કંઈ નહી.....હુ તને અત્યારે રોકી શકું એમ નથી કારણ કે તારી જરૂર અત્યારે ત્યાં વધારે છે....ફરી ક્યારેક શાંતિથી મળીશું.....

અક્ષત પછી ફટાફટ ત્યાંથી નીકળી જાય છે....બને તેટલું જલ્દી એને ત્યાં પહોચવુ છે‌‌....

                     *.       *.     ‌ *.      *.      *.

રૂહી ત્યાં આરામ કરતા કરતા સુઈ જાય છે.... આસ્થા, સ્વરા બધા કોલેજમાં ગયેલા હોય છે... અત્યારે તેને દુખાવો એકદમ બંધ થઈ ગયો છે...એટલે તે મેશમા જમવા માટે જાય છે....

નીચે લગભગ બધા જમીને નીકળી ગયા હોય છે...બે ચાર જણા હોય છે.... ત્યાં જ મેડમ જમવા આવે છે અને ત્યાં રૂહીની નજીક બેસે છે....રૂહી પણ એકદમ પ્રેક્ટિકલ બનીને તેમની સાથે જાણે પહેલા કંઈ થયું જ ના હોય એમ હસી મજાક કરીને વાત કરે છે....

મેડમ મનમાં વિચારે છે કે આ લોકો મારા એક વાર કહેવામાં જાણે ગભરાઈ ગયા એમ વિચારીને તેની સામે એક ગુઢ રહસ્યમય હાસ્ય કરે છે....

રૂહી પણ સામે એક અકળ સ્માઈલ કરે છે....મેડમ ને ફટાફટ જમવાની આદત હતી એ રૂહીને ખબર પડી ગઈ હતી એટલે એ અત્યારે ધીમે ધીમે જમતી હતી.....

મેડમના ગયા પછી તે બહાર નીકળીને તેના રૂમમાં જવાને બદલે હોસ્ટેલમાં થી બહાર નીકળી ને ક્યાંક જઈ રહી છે‌‌.....

ચાલતી ચાલતી તે તડકો હોવા છતાં થોડી વારમાં એક જગ્યાએ પહોચે છે.... ત્યાં એક નાનકડુ ઘર હોય છે.... આજુબાજુ એક વાડ કરેલી હોય છે...અને થોડાક કુંડામાં અલગ અલગ છોડ હોય છે.

ત્યાં પહોચતા જ તે જુએ છે કે ત્યાં ઘરનો દરવાજો અંદરથી બંધ હોય છે....તે દરવાજો ખખડાવે છે.....

ત્યાં એક ચાલીસેક વર્ષ ના એક બહેન દરવાજો ખોલીને બહાર આવે છે......અને પુછે છે....તમે અહીયા?? અત્યારે ?? શું થયું ??

કોણ હશે એ વ્યક્તિ ?? રૂહી કોને મળવા આવી છે અહીં ??
અક્ષત રૂહીને કેવી રીતે મદદ કરશે ??  શું શ્યામ એ કહેલી વાત મુજબ રૂહીમા ખરેખર આત્મા પ્રવેશી ગઈ છે ??

અવનવા રોમાંચ અને રહસ્યો જાણવા માટે વાચતા રહો, કળયુગના ઓછાયા - ૧૬

બહુ જલ્દીથી........................‌.........