બધી જ પ્રવૃત્તિઓ હંમેશાં સુખદ અનુભવની ખોજ માંટે જ હોય છે, તમેં પણ માતૃભારતી પર સ્ટોરીઓ સુખદ અનુભવની ખોજમાં જ વાંચી રહ્યા છો સાચું નેં?
રેટિંગ આપવાથી સ્ટોરીમાં રહેલાં નાનામાં નાના સુખદ અનુભવનાં ટીપાં ને પણ તમે શોધી કાઢવાની જાગૃતિ ટકાવી રાખી શકશો.નહી તો મનગમતી પ્રવૃત્તિઓ પણ જાગૃતિ નાં અભાવે સમય જતાં બોરીંગ લાગવા માંડે છે.
જુના અંકોમાં તમે વાંચયું તેમ.
ભુતીયા બંગલામાં પ્રેમી યુગલની અદ્રશ્ય શક્તિ દ્વારા હત્યા થઈ.ગુડાઓએ નેત્રહીન રાજેન્દ્રનું અપહરણ કર્યું અને અજ્ઞાત સ્ત્રી દ્વારા તેને બચાવવામાં આવ્યો. ગુડાઓ રઘુ અને પોકીયો ભુતિયા બંગલાની અંદર પહોંચે છે. ત્યાં તેઓને માનવ અને મેરી ની મુલાકાત થાય છે.રાત્રે પકીયાનો મેરી ચુડેલ સાથે સંઘર્ષ થાય છે.રાત્રે માનવ અને રઘુ એકબીજાને પોતાની લવ સ્ટોરી કહી રહ્યાં છે.
રાત્રે ૧૧:૩૦ વાગ્યે
દારૂના નશામાં છાકટો થયેલો રઘુ કદમ તાલ મિલાવતો આગળ વધી રહ્યો છે. આ ઉપરવાળાનો અન્યાય જ કહેવાય કે શું? એક તો આ પૃથ્વી ગોળ છે ઉપરાંત તે પોતાની ધરી પર તથા સૂર્યની આસપાસ ફરતી રહે છે તો બિચારો બેવળો રઘુ આના પર કઈ રીતે સહેલાઈથી ચાલી શકે.રઘુની સામે એક દરવાજો અને ચાલતા ચાલતા તેનો પગ લપસે છે. સૌપ્રથમ તેનું માથું કોઈના માથા સાથે અથડાય છે અને બીજા જ પળે તેના હોઠ કોઈ સ્ત્રીનાં હોઠ જેવી જ વસ્તુ સાથે ભીડાય ગયા એવું તેને લાગે છે.
રઘુ"અરે બોસ ઉ ઉ ઉ "
હકીકતમાં દરવાજા ની બરોબર મધ્યમાં એક સુંદર આદમકદ સ્ત્રી ની મૂર્તિ એટલે ડોર માઉન્ટેડ ફીગરીન હતું. રઘુનું માથું તે પુતળા સાથે જ અથડાયું અને નશામાં તેણે આ પુતળાનાં હોઠ ચુમી લીધાં.
માનવ સહેજ આનંદ માં અને સહેજ અભિમાન સાથે બોલ્યો "અરે છોડ દે ઉસે પ્યાસે હવસખોર, ગંદે, વહેસી દરીન્દે વો બિના જાન કા પુતલા હૈ.તુને તો ઉસે ભી નહીં છોડા સાલે કભી ઐસી શાનૌ-શૌકત ઔર જાહોજલાલી દેખી નહીં નાં ઈસીલીયે.
રઘુ"સોરી સોરી બોસ તુમ તો જાનતે હો મેં નશે મેં હુ લેકીન ઈસકો માલુમ નહીં પડતાં ક્યાં સારી ઉતાર દી.
"બોસ પ્લીઝ મે આપ કે પાંવ પડતા હું. ઈસ સાલીને સારી દારૂ ઉતાર દી પ્લીઝ આપ એક ઔર બોતલ લે આવોનાં. વૈસે ભી આપકા કોવોટા મૈરે સે જ્યાદા હૈ. મેરે લિયે નહી આપકી ખાતિર પ્લીઝ પ્લીઝ.
*****પ્યાસી,લોભી, ખાવાં-પિવાનાં શોખીન, ચરીત્ર્યહીનો, જુગારી આ બધા જ જલ્દી એકબીજાની નજીક આવે છે.મોટેભાગે પોતે અન્યથી ચઢીયાતા કેપેસિટી વાળા અને વધારે હોશીયાર સાબિત કરવા જ તો, આથી સ્વાભાવિક રીતે પોતાની અંગત વાતો પણ જલ્દીથી એકબીજાને કહી દે છે.
આ ડોર માઉન્ટેડ મૂર્તિઓ શોભા વધારવાની સાથે બીજા ઘણાં કારણોથી લગાવવામાં આવે છે.તમે તેને જુની ફીલ્મૌમાં અને જુનવાણી રાજાઓના પેલેસોમાં જે સિંહ, વાઘ,હરણ વગેરેના ગળા કાપેલા ફેસ લટકાવવામાં આવતા હતાં તે જોયાં જ હશે.
ફોરેનમાં અને ભારતમાં કોઈ સામાન્ય વસ્તુઓને લટકાવવામાં હુક તરીકે આ વોલ કે ડોર માઉન્ટેડ મૂર્તિઓનો ઉપયોગ થાય છે આ ઉપરાંત તે તીજોરી તરીકે કોઈ મહત્ત્વના દસ્તાવેજો, ઘરેણાઓ કે અન્ય કિંમતી વસ્તુઓ છૂપાવવામાં આનો ઉપયોગ થાય છે.
રઘુ એક હોશિયાર ચોર હતો તેણે ચાલાકી વાપરી માનવ નેં ડ્રિક લેવા મોકલી આપ્યો. તે હાલ ડોર માઉન્ટેડ મૂર્તિ પર પોતાનો કસબ અજમાવવા માંડ્યો તેણે મૂર્તિ દરવાજામાંથી ઉપસેલા બંને હાથ પકડી અને ત્યાં તેની બંગાળીઓને ચકાસી. બંગાળીઓને કલોક વાઈસ ફેરવી જોતા અંદર થોડો ખખડાટ થયો. પણ આગળ કંઇના થયું એટલે ફરી બંગડીઓ જેમ હતી તેમ પાછી ફેરવી કાઢી.
પછી તેણે થોડા વિચાર બાદ ફરીથી પુતળાનાં હોઠ પોતાના હોઠ સાથે ભીડમાં લીધાં અને બંગાળીઓ ક્લોક વાઈસ ફેરવતા મૂર્તિના બંન્ને હાથ છત્ત તરફ હતા તે ગોળ ફરીને ફરસૅ તરફ વળી ગયા જાણે મૂર્તિની સુંદરી રઘુના પ્યારમાં ઢળી પડી અને તેના ગળે પડી હોય તેમ આખી મૂર્તિ આગળની તરફ જુકી અને તિજોરી ખુલી ગઈ. આ સુંદરીની તિજોરીમાંથી તેને કારની ફ્લીપ કી મળી અને ડાયમંડના જ્વેલરી સેટના ડબ્બાઓ મળ્યા. તેણે ઝડપથી કારની કી અને જ્વેલરી પોતાના ખિસ્સામાં નાખી દીધા. અને ઝડપથી મૂર્તિ જેવી તિજોરી જે ક્રમમાં ખુલી હતી તે જ રીતે બંધ કરી દીધી. માનવ નો આવવાનો પગરવ સંભળાય છે.
રઘુ "ચાર બોટલ વોડકા કામ મેરા રોજકા માનવ મેરા હલવાઈ ઔર રઘુ ઉસકા ચમચા. ચાર બોટલ વોડકા"
માનવ " સાલે મેરે કો હલવાઈ બોલતા હૈ, ચલ ચલ નાટક મત કર આગે ચલ"
અહીં રઘુને થોડું વિચારતા જ ખબર પડી ગઈ કે આ તીજોરી કોઈ રંગીન મિજાજી માણસે બનાવી હશે તે મનોમન આ તિજોરીના કારીગર ના વખાણ કરતો હતો. ઉપરાંત જ્યારે તે સ્ટેચ્યુ સાથે અથડાયો ત્યારે તેને થોડો અંદાજ આવી ગયો હતો. છતાં પણ મુર્તિનો સ્પર્શ તેને કઈક જાણીતી/ચિરપરિચિત અનુભુતિ અપાવતો હતો. પણ તેને થતી આ લાગણીઓ તે કળી ના શક્યો.પરંતુ માનવ નેં આવતો જોઈને રઘુ કાંઈ બન્યું જ ના હોય તેમ નશામાં હોવાનો નાટક કરવા માંડ્યો ખરેખર તો રઘુ વધારે નશામાં હતો જ નહીં. તેનો પ્લાન પહેલેથી જ આજે જ બંગલામાં હાથ સાફ કરવાનો હતો.
રઘુની પાછળ માનવ પણ ચાલતો ચાલતો બંગલાની પાછળની બાજુએ આવી જાય છે. આ બાજુ દરવાજો બંધ કરતા તે સુંદરીની તિજોરીની આંખો ભયાનક રીતે ચમકે છે અને તેના હોઠો મલકાઇ છે અને બંગાળીઓ પણ ડરાવણી રીતે ખખડાવી.
શું આસ્થાનું રાજેન્દ્રનું સપનું માત્ર હતું ? શું આસ્થા નામની સ્ત્રીનું કોઇ અસ્તિત્વ છે કે નથી? રાજેન્દ્રનું અપહરણ કયા કારણોસર થયું ? રાજુ અને તેની બહેન આગળ શું કરશે
ભુતિયા બંગલાનું શું રહસ્ય છે? સરજી કોણ છે? મેંગો ભાઈ ડોન કોણ છે?ભુત બંગલાને ગજવી નાખતી ચિસો કોની હતી ? માનવ અને રઘુનો શું અંજામ થયો ?શું રઘુ જેવા લુખ્ખાની પણ લવ સ્ટોરી છે ?
આ બધા જ રહસ્યો જાણવા માટે વાંચતા રહો અધુરી આસ્થા સીરીઝ.
વાચકમિત્રો, તમારા સજેશન મારા માટે હીરા-મોતી સમાન છે.તમારા સજેશન મને માતૃભારતી એપ પર મેસેજ કરો.