Reiki Therapy - 9 - 10 in Gujarati Health by Haris Modi books and stories PDF | રેકી ચિકિત્સા 9 - 10

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

રેકી ચિકિત્સા 9 - 10

વ્હાલા વાચક મિત્રો,

કોમ્પ્યુટરમાં ટેકનીકલ ખામી ને લીધે સીરીઝ સમયસર પ્રકાશિત કરી શક્યો નથી માટે માફી ચાહું છું. હવે બે-બે પ્રકરણ એક સાથે પ્રકાશીત થશે જેથી આપનો વાંચવાનો રસ જળવાઈ રહે.

આભાર. રેકી સંબંધીત કોઈ પણ મુંજવણ હોય તો +919925012420 ઉપર સંપર્ક કરશો.

પ્રકરણ 9. સમૂહ સારવાર માટેનાં સૂચનો:

ð આગળ અને પાછળની સ્થિતિમાં શક્ય હોય ત્યાં સુધી જોડી બનાવવી.

ð શરીરના આગળના ભાગની સારવાર એક સાથે કરો.

ð મૂલાધાર અને માથાની સારવાર એકી સાથે આપવાથી વધુ લાભદાયી બને છે.

ð એક વ્યક્તિને ત્રણ વ્યક્તિઓ સાથે સારવાર આપવા માટે ત્રણે વ્યક્તિઓને પહેલેથીજ પોઝીશન વહેંચી આપવી. જેથી ત્રણે વ્યક્તિઓ દર્દીને નક્કી કરેલી પોત પોતાની પોઝીશન ઉપર એક સાથેજ રેઈકી આપશે.

ð ઉપરાંત જયારે શક્ય હોય ત્યારે એક રેઈકી ચેનલને દર્દીના પગના તળિયા ઉપર દર્દીના એનર્જી ફિલ્ડમાં વધારો કરવા હાથ મૂકવા કહેવું. છેલ્લે રેઈકી શક્તિ સંતુલિત કરવી.

સમૂહ સારવાર:

કોઈપણ વ્યક્તિને રેઈકી ચેનલની સારવાર આપતા સમૂહ વડે પણ રેઈકી આપી શકાય છે. આ રીતે સંપૂર્ણ શરીરની સારવાર ઓછા સમયમાં આપી શકાય છે.

પ્રથમ રીત: બે વ્યક્તિ, 39 મિનિટ માટે સારવાર આપે છે.

પ્રથમ વ્યક્તિ: દર્દીની જમણી તરફ બેસીને સારવાર આપે. સ્થિતિ 1 થી 7, 10 18, 19, 20

બીજી વ્યક્તિ: દર્દીની ડાબી તરફ બેસીને સારવાર આપે. સ્થિતિ 8,9, 11 થી 17, 21 થી 24.

બીજી રીત: ત્રણ વ્યક્તિ 27 મિનિટ માટે સારવાર આપે છે.

પ્રથમ વ્યક્તિ: દર્દીના માથા પાછળ બેસીને સારવાર આપે. સ્થિતિ 1,6 અને 18 19

બીજી વ્યક્તિ: દર્દીની જમણી તરફ બેસીને સારવાર આપે. સ્થિતિ 7 થી 11 અને 20, 21

ત્રીજી વ્યક્તિ: દર્દીની ડાબી તરફ બેસીને સારવાર આપે. સ્થિતિ 12 થી 17 અને 22 થી 24

ત્રીજી રીત: ચાર વ્યક્તિ 21 મિનિટ માટે સારવાર આપે છે.

પ્રથમ વ્યક્તિ: દર્દીના માથા પાછળ બેસીને સારવાર આપે. સ્થિતિ: 1 થી 5 અને 18

બીજી વ્યક્તિ: દર્દીની જમણી તરફ બેસીને સારવાર આપે. સ્થિતિ: 8 થી 10,13, 19, 20

ત્રીજી વ્યક્તિ: દર્દીની ડાબી તરફ બેસીને સારવાર આપે. સ્થિતિ: 6,7,11,12, 21, 22

ચોથી વ્યક્તિ: દર્દીના પગ પાસે બેસીને સારવાર આપે. સ્થિતિ: 14,15, 17, 23, 24

પોતાની સંપૂર્ણ સારવાર અંગે:

રેઈકી શીખ્યા બાદ, 21 દિવસ સુધી પોતાના શરીર ઉપર 24 પોઈન્ટ એટલેકે સંપૂર્ણ શરીરને રેઈકી આપવી. ત્યાર બાદ દરરોજ નીચે મુજબ ત્રણ પૈકી કોઈ એક

રીતે સાત ચક્રની સમતુલા અવશ્ય કરવી.

ટૂંકી સારવાર / ચક્રની સમતુલા (પહેલી રીત)

એક હાથ કપાળ ઉપર (આજ્ઞાચક્ર) અને બીજો હાથ માથાની પાછળ (સહસ્ત્રાર ચક્ર) ઉપર રાખી છ મિનિટ રેઈકી આપો. ત્યાર બાદ ક્રમ અનુસાર વિશુદ્ધ ચક્ર, અનાહત ચક્ર, મણિપુર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર અને મૂલાધાર ચક્ર દરેકને ત્રણ ત્રણ મિનિટ રેઈકી આપો. આમ 21 મિનિટમાં સાત ચક્રોને સારવાર આપી શકાય છે.

ટૂંકી સારવાર / ચક્રની સમતુલા (બીજી રીત)

એક હાથ કપાળ ઉપર (આજ્ઞાચક્ર) અને બીજો હાથ સહસ્ત્રાર ચક્ર ઉપર રાખી 3 મિનિટ માટે રેઈકી આપો. ત્યારબાદ આજ્ઞાચક્ર ઉપર એક હાથ રાખી મૂકો અને સહસ્ત્રાર ચક્ર વાળો હાથ વારાફરતી વિશુદ્ધ ચક્ર, અનાહત ચક્ર, મણિપુર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર અને મૂલાધાર ચક્ર ઉપર મૂકીને દરેક ચક્રને ત્રણ મિનિટ રેઈકી આપો. આમાં આજ્ઞાચક્રને 18 મિનિટ રેઈકી મળે છે. આખી સારવાર 18 મિનિટમાં થાય છે.

ટૂંકી સારવાર / ચક્રની સમતુલા (ત્રીજી રીત)

એક હાથ સહસ્ત્રાર ચક્ર અને બીજી હાથ મૂલાધાર ચક્ર ઉપર રાખી ૩ મિનિટ રેઈકી આપો. હવે એક હાથ આજ્ઞાચક્ર ઉપર અને બીજો હાથ સ્વાધિષ્ઠાન ચક્ર ઉપર રાખી ૩ મિનિટ રેઈકી આપો. હવે એક હાથ વિશુદ્ધ ચક ઉપર અને બીજો હાથ મણિપુર ચક્ર ઉપર રાખી ૩ મિનિટ માટે રેઈકી આપો. આમ 18 મિનિટમાં સાતેય ચક્રોની સારવાર આપી શકાય છે.

પ્રકરણ 10. સારવાર માટે રેઈકી પોઈન્ટ્સ: વિવિધ સમસ્યાઓમાં રેકી કયા પોઈન્ટ્સ ઉપર આપવી જોઈએ?

સામાન્ય રોગ માટે ઓછામાં ઓછી ત્રણ દિવસ રેઈકી આપો. જીર્ણ રોગો માટે ઓછામાં ઓછી 21 દિવસ સુધી સારવાર આપો.

શરીરના જણાવેલ ભાગને ૩ મિનિટ સુધી રેઈકી આપો. હમેશાં સંપૂર્ણ શરીરને રેઈકી આપો. તે પછી જ્યાં વધારે જરૂર છે તે ભાગને આપો. આખા શરીરને રેઈકી આપવાનો સમય ના હોય તો સાત

ચક્રોને રેઈકી આપો. અમુક રોગો અને સારવારની ખાસ જગ્યા નીચે મુજબની છે.

01. એલર્જી, બ્રોન્કાઈટીસ, તાવ, રેડિયેશનની અસર તથા ચર્મ રોગ: આખા શરીરને

02. એનીમિયા (પાંડુ રોગ): આખા શરીરને, લીવર અને સ્પ્લીનને

03. ગુસ્સો, એસીડીટી: મણિપુર ચક્ર

04. આર્થરાઇટિસ (સંધિવા): ઘૂંટણ, કિડની તથા જ્યાં અસર હોય ત્યાં.

05. અસ્થમા: ગળું, ફેફસાનો અગ્ર ભાગ, પાછળનો ભાગ અને હૃદય

06. પીઠનો દુખાવો: મણિપુર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મૂલાધાર ચક્ર અને આખી પીઠ

07. છાતીમાં ગાંઠ: સ્વાધિષ્ઠાન ચક્ર તથા છાતી

08. હાડકાં તૂટવાં: અસરગ્રસ્ત જગા પર હાથ રાખીને પછી પ્લાસ્ટર ઉપર.

09. ગુમડું, દાહ, ચામડી ઉપર કાપા: અસરગ્રસ્ત ભાગ

10. કેન્સર: આખા શરીર પર

11. શરદી કે કફ: ગળું, અનાહત ચક્ર, મણિપુર ચક્ર, ફેફસાનો ઉપરનો ભાગ, મસ્તક અને પીઠ

12. ધ્યાન: આજ્ઞાચક્ર

13. વિશ્વાસ અને વાતચીત: ગળું, હૃદય અને મણિપુર ચક્ર

14. ક્રેમ્પસ (સ્નાયુઓનું ખેંચાણ): સ્વાધિષ્ઠાનનો આગળ તથા પાછળનો ભાગ

15. ડીપ્રેશન: મણિપુર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર તથા ઘૂંટણ

16. ડાયાબિટીસ: પેન્ક્રીયાઝ અને લીવર

17. ડ્રગ એડીક્શન: આખું શરીર અને હૃદયચક્ર

18. કાનની તકલીફ: કાન પર

19. સોજા: હૃદય ચક્ર, મણિપુર ચક્ર, ફેફસાં, સ્વાધિષ્ઠાન ચક્ર અને મૂત્રાશય

20. એપિલેપ્સી: મસ્તકના પોઈન્ટ 1 થી 6 અને મણિપુર ચક્ર

21. આંખની તકલીફ: મસ્તકના પોઈન્ટ 1, 2 અને 5

22. ખોરાકમાં ઝેરી તત્વની અસર: અનાહત ચક્ર, મણિપુર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, પોઈન્ટ 20 અને 23

23. સ્ત્રીઓ ને લગતા રોગ: સ્વાધિષ્ઠાન ચક્ર અને અનાહત ચક્ર

24. અતિ મદ્યપાન અસર: મસ્તકમાં પોઈન્ટ 1 થી ૩, મણિપુર ચક્ર અને સ્વાધિષ્ઠાન ચક્ર

25. કબજિયાત: આજ્ઞાચક્ર, મણિપુર ચક્ર અને મૂલાધાર ચક્ર

26. માથાનો દુઃખાવો, આધાશીશી (માઈગ્રેન) અને માથાની ઈજાઓ: મસ્તકના પોઈન્ટ 1 થી 6.

27. હૃદય રોગ: આજ્ઞાચક્ર, અનાહત ચક્ર, મણિપુર ચક્ર અને સ્વાધિષ્ઠાન ચક્ર

28. રક્ત સ્ત્રાવ: મણિપુર ચક્ર અને જ્યાંથી રક્ત સ્ત્રાવ થતો હોય તે જગ્યા

29. હાઈ / લો બ્લડ પ્રેશર: ગાળાની આજુબાજુ, અનાહત ચક્ર અને સ્વાધિષ્ઠાન ચક્ર આગળ અને પાછળ

30. વાળની તકલીફ: મસ્તક પોઈન્ટ 2, મસ્તક ઉપરનો ભાગ અને માથામાં ટેરવાં વડે હળવી માલિશ કરવી.

31. ઈજાઓ: ઈજા ગ્રસ્ત જગ્યાઓ

32. પગની તકલીફ: મૂલાધાર ચક્ર

33. યાદશક્તિ વધારવા માટે: મસ્તકના પોઈન્ટ 1,2 તથા ગળાની આસપાસ.

34. ગાલ પચોળિયા: મૂલાધાર ચક્ર, વિશુદ્ધ ચક્ર, જડબું અને આખું શરીર.

35. મેદ વૃદ્ધિ: થાયરોઇડ

36. પાર્કિન્સન (ધ્રુજારી): મસ્તક ના પોઈન્ટ 1 થી 6 તથા આખું શરીર.

37. શાંતિ માટે: એક હાથ મણિપુર ચક્ર અને બીજો હાથ સ્વાધિષ્ઠાન ચક્ર ઉપર

38. ગર્ભાવસ્થા: અનાહત ચક્ર, મણિપુર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મૂલાધાર ચક્ર અને ગર્ભાશય.

39. સ્લીપ ડિસ્ક (ગાદી ખસી જવી): સમગ્ર કરોડરજ્જુ

40. ધૂમ્રપાન અને મદ્યપાન છોડવા માટે: ફેફસાં ના અગ્રભાગ, આજ્ઞાચક્ર, અનાહત ચક્ર અને ઘૂંટણ.

41. આળસ: અનાહત ચક્ર

42. ભય મુક્તિ: ઘૂંટણ

43. કાકડા ફૂલવા (ટોન્સિલ): મસ્તકના પોઈન્ટ 1 થી 6 અને જડબું

44. અલ્સર: અસરગ્રસ્ત જગ્યા

45. સ્ફૂર્તિ અને તાજગી: પગના તળિયાં, મણિપુર ચક્ર, અનાહત ચક્ર અને થાયરોઇડ.

46. હાથ અને ખભાની તકલીફ: અસરગ્રસ્ત જગ્યા અને અનાહત ચક્ર

47. મસા: મૂલાધાર ચક્ર

48. ગળાના મણકાની તકલીફ: ગરદન પાછળ અને આખી પીઠ

49. મોશન સિકનેસ (મુસાફરી સમયે થતી માંદગી): પોઈન્ટ 1 થી 6

50. લકવો: મસ્તકના પોઈન્ટ 2 થી 4, આજ્ઞાચક્ર, અનાહત ચક્ર, મણિપુર ચક્ર અને સ્વાધિષ્ઠાન ચક્ર.

51. પોતાની જાત માટે: સાથળ

52. તોતડાપણું: પગનાં તળિયાં