AFFECTION - 10 in Gujarati Love Stories by Kartik Chavda books and stories PDF | AFFECTION - 10

Featured Books
Categories
Share

AFFECTION - 10













વહેલી સવારે ઉઠીને મેં જ્યારે બધા ચા નાસ્તો કરવા બેઠા હતા...ત્યારે ઉભો થયો..
me : પપ્પા,મમ્મી અને દાદી તમને ત્રણ ને એક વાત આજે કહી દેવા માંગુ છું....મને ખબર છે પછી તમે લોકો મારા પર ગુસ્સો કરશો..પણ હું મજબૂર છુ..ખાસ કરીને દાદી તમે અને પપ્પા તમે સાંભળજો...મમ્મી મને માફ કરી દેજો એડવાન્સ માં આવી ભૂલ માટે..

મમ્મી : કેમ દીકરા....આવું બોલે છે???શુ થયું તને??

દાદી : ખબર નહિ પાછો વળી ક્યાં કાંડ કરી આવ્યો હશે....

me : પેલે બધા શાંતિ રાખીને બેસો....

પપ્પા : બોલ શુ કર્યું તે પાછું??.
પપ્પા મારા બોલ્યા પહેલે જ ગુસ્સે થઈ ગયા..

me : હું થોડાક દિવસ પહેલે એક છોકરી ને હું મળ્યો હતો...અને

ત્યાંજ દાદી પોતાની ટેવ મુજબ વચ્ચે જ બોલ્યા...
દાદી : હજુ શુ જોવાનું બાકી રહી ગયું....આ છોકરો બહાર છોકરીઓ ફેરવે છે..

પપ્પા : તમે પેલે એને બોલવા દો...બોલ દીકરા તું...
આમ અચાનક આવી રીતે વાત કરવાથી મને ભવિષ્ય નો અણસાર આવી ગયો હતો..છતાં પણ હવે હિંમત તો કરવી પડે એમ જ હતી...

me : thank u પપ્પા....
એમ બોલી હું થોડો દૂર ખસ્યો..કારણકે હવે દૂરી બનાવી જરૂરી હતી...

me : તો વાત એમ છે કે....તે છોકરી અને હું અચાનક પ્રેમ માં પડી ગયા...અને મારાથી એક ભૂલ થઈ ગઈ ...જેને ભોગવવા હું તૈયાર નથી...પપ્પા...

મમ્મી : દીકરા...આ ઉંમરે gf બનાવવી ક્યાં મોટી વાત છે...એમાં શું મોટી ભૂલ કરી તે...

દાદી : તો આ ઉંમરે તને તારા છોકરા પાસેથી શુ આશા છે....

ધીમે ધીમે મારો આત્મવિશ્વાસ નીચે ની તરફ જતો હતો...
me : દાદી તમે...વાત સાંભળી લો પહેલે...પછી તમને સમજાશે...તો એમાં થયું એમ કે એક છોકરી જોડે હું relation માં હતો અને હવે તે મારા બેબી ની મમ્મી બનવાની છે.....

હું બધું એકીશ્વાસે બોલી ગયો...

પપ્પા : શુ બોલ્યો તું....મજાક તો નથી કરતો ને...

me : જે પણ બોલ્યો તે બધું સાચું છે....મારી એકની એક દાદી ના સમ ખાઈ ને બોલું છું...
એમ કહી હું દાદી પાસે આવ્યો અને એમના માથે હાથ રાખીને બોલ્યો....

ત્યાં જ ક્યાંક થી ઉડતો ઉડતો એક લાફો મારા ગાલ પર ડિલિવર થયો....તે મોકલનાર મારા પપ્પા હતા...ખબર હતી જ કે આજે લાફા પર લાફા પડવાના છે...એટલે જ તૈયારી કરીને જ આવ્યો હતો...

દાદી : તું આવી વાતમાં મારા સમ ખાય છે....તને કશું શરમ નથી આવતી....ખાનદાન નું નાક કપાવી દીધું તે આજે...

અને બસ પછી એ જ ટિપિકલ ડાયલોગ....

પાપા :મુજે શરમ આતી હૈ તુજે મેરા બેટા કહેને સે....

દાદી : યે દેખને સે પહલે મેં મર ક્યુ નહિ ગઈ....ધરતી ફટ ક્યુ નહિ ગઈ...આસમાન ચીર ક્યુ નહીં ગયા...

આ ફિલ્મી version હતું....બાકી હકીકત માં શુ થયું હશે તે તમે લોકો વિચારી જ શકો છો..

પણ આ બધાની ભવાઈ વચ્ચે મારા મમ્મી શાંત થઈને ઉભા હતા...લાગ્યું કે શોક માં હશે...

અડધા કલાક પછી મેં પણ ભવાઈ વચ્ચે નાટક ચાલુ કર્યું....
આંખો માં પશ્ચાતાપ ના અશ્રુ સાથે પપ્પા ના પગ માં પડી ગયો.....દાદી નું તો રડવું જ બંધ નહોતું થતું...ઠીક છે...દિલનો દોરો નથી પડ્યો...

me : પપ્પા જે થયું...તે થયું....હું મારા ગુનાની સજા ભોગવવા તૈયાર છું...મને મારા દિલથી તેનો અફસોસ છે...મારી આંખો માં દેખો...હું પણ પશ્ચતાપની જ્વાળા માં સળગી રહ્યો છું...પણ મારા ગુના ની સજા પેલે બેબી ને ના મળવી જોઈએ plzz..plzz..પણ પપ્પા હું તે છોકરી સાથે લગ્ન તો નહીં જ કરી શકું..

એમ કહીને પપ્પાના પગ પકડીને જ રડવા લાગ્યો ...

પહેલે અડધો કલાક વાતાવરણ ગરમ રહ્યું...પણ પછી મારા આંસૂ દેખી તે પણ પીગળી ગયા હશે...અથવા આવનારા બેબી ના લીધે તેમને દયા આવી ગઈ હશે...


me : મેં જે ગુનો કર્યો...અજાણ્યાંમાં..એની સજા મને મળવી જ જોઈએ અને તે સજા મને તમે આપશો પણ હું તે છોકરી જોડે લગ્ન નહિ કરું ..પપ્પા...તમે મને બચાવી લો...તે છોકરી જોડે આટલી ઉંમરે લગ્ન કરી મારી જિંદગી બરબાદ કરવા નથી માંગતો....મને મારા ગુનાનો અહેસાસ છે પણ તેની સજા હું ભોગવી લઈશ...પણ પપ્પા plzz હું તેની સાથે લગ્ન કરવા નથી માંગતો...

મારી આંખમાંથી આંસુ ખૂટતા જ નહોતા...

પપ્પા : તે જે કર્યું તે છોકરી જોડે...તેની સજા હવે તારે ભોગવવી જ પડશે...તારે તે છોકરી જોડે લગ્ન કરવા જ પડશે....અને આ જ સજા હું તને દઈશ...જો તું તે છોકરી જોડે લગ્ન નહિ કરે તો અમારે તારા સાથે કોઈ લેવાદેવા જ નથી એમ સમજી લેજે...છોકરીને ગર્ભવતી કરીને પાછું એના સાથે લગ્ન પણ નથી કરવા....મારા જીવતા તે શક્ય જ નથી...

દાદી : હવે જો દીકરા....આટલી ઉંમર માં તારા લગ્ન અને થોડાક મહિના પછી તારું બાળક આવશે...ત્યારે તને અસલી સજા મળશે.....દીકરા...

પપ્પા : મને એમ કે તારું ભણતર પતે,તું કમાતો થા ત્યારે તારા લગ્ન કરાવીશું....પણ હવે તો તારા લગ્ન પેલી છોકરી સાથે જ કરાવી દઈશ...હું....સરનામું બોલ...તે છોકરીના ઘરનું આજે જ જઈશ હું વાત કરવા..

me : પપ્પા plzz....મને તે છોકરી નથી ગમતી....તમે કેમ સમજતા નથી...

પપ્પા એ પાછો એક લાફો માર્યો....
પપ્પા : એ બધું તારે મોજમજા કરતા પહેલે વિચારવાનું હતું દીકરા....હવે તારા લગ્ન થશે....તારા પાસે સરનામું દેવામાટે..કાલ સવાર સુધીનો સમય છે...તારા મન ને તૈયાર કરી લે...કાલે તને પણ લઈને જશું અમે બધા...આખો પરિવાર તારા ભૂલ ની સજા ભોગવશે...પણ પેલી છોકરીને કલંક નહિ લાગવા દઈએ....તે છોકરી તે બાળક ને જન્મ આપશે અને તેને તારું નામ પણ મળશે....અને આ ફાઇનલ છે...કાલે સવારે બધા તૈયાર રહેજો..

એમ બોલી પપ્પા ગુસ્સા માં ચાલ્યા ગયા...દાદી તો રડી રડીને બેહાલ થઈ ગયા જાણે....કોઈ મરી જ ગયું હોય....મમ્મી તો શાંતિથી tvમાં સાસબહુ નો શૉ જોતા હતા...આમ દેખીને તો થઈ આવ્યું કે જાણે હું adopted જ હોવ..મમ્મી ને છોકરો શુ કરે છે એની કઈ પડી જ નથી..

ચાલો આટલા લાફા ખાધા એ વસૂલ તો થયા...છેલ્લે પરિવાર વાળા માની જ ગયા મારી સગાઈ માટે...પણ એના માટે મારે મારા ગાલ નું બલિદાન દેવુ પડ્યું...બહુ લાફા પડ્યા બિચારાને..હવે ચિંતા જ નહોતી થતી એકદમ ચિંતામુક્ત બની ગયો...

પછી નવરા થઈને બધા દોસ્તોને પાછો વીડિયો કોલ કર્યો...

me : ભાઈઓ...બાટલીમાં ઉતારી દીધા...કાલે સનમ ના ઘરે જશું....બધા...

હર્ષ : બોલી દે કે કઈ સ્કીમ આપી ઘરવાળાને...

નૈતિક : કાર્તિક પાસે ક્યાં કમી છે...ઑફર્સની..એક ઘરે પણ આપી જ દીધી છેલ્લે...

પછી તેમને મારી ઓસ્કાર વિનિંગ એક્ટિંગ ની વાત કરી..

ધ્રુવ : તારા પાસે થી આવા તરીકાની જ આશા હતી..બીજું કાંઈ ના આવડ્યું તને...

me : મને મારા દાદી અને પપ્પા ની ખબર છે યાર. ..તે લોકો મરી જાય...પણ ફક્ત હું સનમ ને પ્રેમ કરું છું એ મને પ્રેમ કરે છે એટલે આવા નાદાન કારણ થઈ કોઈ દિવસ ના માને..તને ખબર જ છે કે જો એકવાર મેં લગ્ન ની વાત કરી અને જો તે લોકો ના જ માનતા ...કારણ કે મારા એ દાદી જીવતા મારા લગ્ન મારા પસંદ ની છોકરી જોડે શક્ય જ નહોતું અને એમ પણ જો સનમ મારી gf છે પપ્પા મારા લગ્ન કરવી દો..હું ભલે હજુ કોલેજ જાવ છુ. તમારા પૈસે મોજ કરું છું..સનમ ને પણ કરવા દો....મારા પપ્પાએ તો સમ ખાધા હતા કે જ્યાં સુધી હું નોકરી નહિ કરું ત્યાં સુધી લગ્ન નું નહિ વિચારે અને નોકરી મળે તે પછી પણ દાદી જ મારા માટે છોકરી ગોતી આપવા ના હતા...બધું નક્કી જ હતું આ લોકોનું ..અને એટલે જ નાછૂટકે મારે એવો પાસો ફેંકવાનો હતો કે...કોઈ મને સનમ સાથે સગાઈ કરતા રોકી ના શકે...પણ સામેથી જબરદસ્તી કરે મારા જોડે...એના માટે આ કરવુ પડે એમ જ હતું.

નૈતિક : આ બધી બાબત માં તે કેટલા લાફા ખાધા અને તારી બેઇજ્જતી કરાવી તે બધા સામે એનું શું??

me : કુછ પાને કે લિયે કુછ ખોના પડતા હૈ...
મેં શાહરુખ ની અદામાં ડાયલોગ ચીપકાવ્યો...

બધા એ મારા દિમાગની કરામત ને "ભાઈ ભાઈ ......ભાઈ ભાઈ."ના સ્વરનાદ થી વધાવી લીધી...

ક્યાંક દિલ માં ખૂંચતુ હતું આવી રીતે જૂઠું બોલવું...પણ કોઈએ કીધું જ છે કે પ્રેમ અને જંગ માં તો બધું જ ચાલે...તો ભલે ચાલતું...

અહીંયા મેં તો મારું કામ કરી નાખ્યું હતું આ લોકોને મનાવીને પણ હજુ મારા પરિવાર ને સોનગઢ લઇ જવાનું બાકી હતું...તે તો સવારે નીકળી જશુ...અને પછી આવશે મજા...


જ્યારે બીજી બાજુ સોનગઢ માં મારા ગયા પછી જ્યારે સનમ ઉઠી અને મારા રૂમ માં ગઈ તો ત્યાં હું હતો જ નહીં...તો એને બધાને પૂછ્યું તો ખબર પડી કે કાર્તિક તો વહેલી સવારે જ નીકળી ગયો છે એના ઘરે જવા....તે બહુ ગુસ્સે થઈ મારા પર....ત્યારે જાનકી જોઈ રહી હતી કે સનમ ગુસ્સે છે તો તે સનમ પાસે ગઈ....

જાનકી : ચિંતા ના કર....મેં તેને કોફી પીવડાવીને મોકલ્યો છે...ખાલી પેટ નથી ગયો આપણા ઘરેથી...

સનમ : શુ વાતો કરે છે તું???તે ક્યારે તને મળ્યો??

જાનકી : અમે સવારના ઘણી વાતો કરી....પછી તેને મેં કોફી પીવડાવી તો બોલ્યો કે ટેસ્ટી છે....સનમ મને કોઈ દિવસ નથી પીવડાવતી.....

જાનકી ના આવું બોલવાથી તેના ગુસ્સા માં વધારો થયો...અને ત્યારે તે જાનકી જોડે લડવા માંગતી હતી...પણ તેને ત્યારે ઠીક ના લાગ્યું એટલે તે ગુસ્સે થઈને જ ચાલી ગઈ...

અને ક્યારે ગોરબાપા આવે એની રાહ જોવા લાગી...છેલ્લે સાંજ પડી ગઈ છતાંપણ કોઈ ના આવ્યું એટલે તે એના પપ્પા પાસે ગઈ...

સનમ : હજુ સુધી ગોરબાપા કેમ નથી આવ્યા????તમે કીધું હતું કે આજે તમે સગાઈ માટે નક્કી કરશો...

વિરજીભાઈ : ગોરબાપા ગામમાં ક્યાંય છે જ નહીં....ખબર નહિ શુ થયું છે...મેં બે માણસ મોકલ્યા હતા એમના ઘરે....તો ખબર પડી કે તે છે જ નહીં ઘરે...

સનમ : તો હવે બીજા કોઈને બોલાવીને મુહૂર્ત કઢાવો..

વિરજીભાઈ : તે આપણા ગામ ના મુખ્ય ગોર હતા...એટલે એમની રાહ જોવી જ પડે...છતાં પણ થોડીક રાહ જો...કોઈ ખબર લઈને આવતું જ હશે...
.
.
.

નિસર્ગ અને લક્ષ્મીફોઈ બધું સાંભળી રહ્યા હતા...

લક્ષ્મીફોઈ : એવું બધું તે શું કર્યું દીકરા....કે ગોર મહારાજ ગાયબ થઈ ગયા..

નિસર્ગ : મેં તો હજુ કશું નથી કર્યું...એ બધું મુકો...તમે સનમ ને તો દેખો...કેટલી ઉતાવળી છે...સગાઈ માટે..

લક્ષ્મીફોઈ : તું શું કામ ચિંતા કરે છે??એ તારી જ છે દીકરા...તારી મા પર ભરોસો કર...એ તારી જ છે...
.
.
.

બધા પોતપોતાને આશ્વાસન આપી રહ્યા હતા....હું મને ખુદને કે સનમ મારી છે...લક્ષ્મીફોઈ એમના છોકરાને કે સનમ એની છે...નિસર્ગ પણ એની માં ના લીધે ખુદને આશ્વસન આપવા લાગ્યો...મારો પરિવાર પોતાના મન ને આશ્વાસન આપી રહ્યો હતો કે બધું સારું થઈ જશે...પેલી છોકરીને કલંક નહિ લાગવા દેશે તે લોકો...


જોઈએ શુ થાય છે .... ગોર મહારાજ આવશે કે નહીં??તેમના ગાયબ થવા પાછળ કોનો હાથ છે??મારો પરિવાર સોનગઢ આવી શકશે કે નહીં??સનમ ને જ્યારે ખબર પડશે કે મેં મારા પરિવારને મનાવવા માટે આવું બહાનું કાઢ્યું તો તેના reaction શુ હશે?? સગાઈ તો જોઈએ થાય છે કે નહીં....


?JUST KEEP CALM AND SAY RAM?


#keepsupport #staytuned #spreadlove
?????????????

DM me on insta : @ cauz.iamkartik

COMMENT. SHARE. FOLLOW.