The Accident - 13 in Gujarati Love Stories by Dhruv Patel books and stories PDF | ધ એક્સિડન્ટ - 13

Featured Books
Categories
Share

ધ એક્સિડન્ટ - 13









પ્રિશા માહિર ને લઈને તેના મમ્મી પપ્પા ને ઘરે જાય છે. ત્યાં હેતાક્ષી બેન મેગેઝિન રીડ કરી રહ્યા હોય છે. માહિર પાછળથી જઈને તેમની આંખો બંધ કરી દે છે. અચાનક આમ આંખો બંધ થવાથી હેતાક્ષીબેન ચોંકી ઉઠે છે.

હેતાક્ષીબેન : કોણ છે ?

માહિર : યાદ કરો આન્ટી ...

હેતાક્ષીબેન : માહિર ... તું તો નથી ને ?!

માહિર : આન્ટી તમને કેમની ખબર ? કે હું જ છું ?

હેતાક્ષીબેન : બેટા ... તારા સિવાય કોઈ આવી રીતે ઘરે ના આવે ને ! ??

માહિર : ?? .. હા આન્ટી એ તો છે જ..

હેતાક્ષીબેન : હવે એ બોલ .. આટલા વર્ષો સુધી ક્યાં હતો તું.. તને અમારી યાદ પણ ના આવી .. અમારી છોડ પ્રિશાની પણ નહિ ? એ તને કેટલું મિસ કરતી હતી અને તું ?!

માહિર : સોરી આન્ટી ... આઈ એમ સો સોરી .... પ્લીઝ આન્ટી .. આમ નારાજ ના થાઓ મારાથી .. પપ્પાએ અચાનક કહ્યું એટલે માટે મારે જવું પડ્યું ... તમને પણ ખબર છે ને હું આવું ના કરું ...

હેતાક્ષીબેન : સારું ચલ માફ કર્યો પણ એક શરતે ... જ્યાં સુધી ઇન્ડિયા માં છે તારે અહીં જ રહેવું પડશે... મંજૂર હોય તો બોલ ..

માહિર : ઓકે મારી વ્હાલી આન્ટી .. હું અહીં જ છું બસ .. ?

હેતાક્ષીબેન : પ્રિશા ... ધ્રુવ ના આવ્યો ?

પ્રિશા : મમ્મી .. એને ઓફિસમાં બહુ કામ છે .. સો એ મોડા આવશે.

હેતાક્ષીબેન : સારું તમે બંને વાતો કરો , હું હમણાં આવી.

પ્રિશા અને માહિર બંને મસ્તી કરે છે. ત્યાં જ ધ્રુવ આવે છે. બંને ને એમ જોઈને એને થોડું ખરાબ લાગે છે પણ બંને બેસ્ટ ફ્રેન્ડ્ઝ હોવાથી બહુ માઈન્ડ નથી કરતો .

પ્રિશા : અરે ! ધ્રુવ... તું આવી ગયો ... આટલું વહેલાં...

ધ્રુવ : હા ... મિટિંગ જલ્દી પૂરી થઈ ગઈ ... એટલે જલ્દી આવી ગયો ..

પ્રિશા : સારું કર્યું ...

હેતાક્ષી બેન : અરે .. ધ્રુવ બેટા .. આવી ગયા તમે ... આજે શેની ફરમાઈશ છે બોલો ... ?

ધ્રુવ : અરે .. શું મમ્મી તમે પણ... આજે તો માહિર ને પૂછો ...

હેતાક્ષી બેન:- હા... સારો આઈડિયા છે ધ્રુવ... પ્રિશા આજે માહિર ને ગમતું કંઈક બનાવ...

પ્રિશા : હા બોલ .. માહિર .. શું બનાવું તારા માટે ?

માહિર:- તું બનાવીશ ?!

પ્રિશા : હા ..કેમ ..તને કોઈ પ્રોબ્લેમ છે ?

માહિર : તું બનાવીશ તો બધાને ભૂખ્યું જ રહેવું પડશે ... ??

પ્રિશા : વેરી ફની .. ?

ધ્રુવ : અરે માહિર ... પ્રિશા સાચે જ બહુ સારી રસોઈ બનાવે છે ...

પ્રિશા : જવા દે ધ્રુવ .. તું પણ કોને કહે છે ... એને છોડ .. એ ભલે ભૂખ્યો રહે ... તું શું જમીશ બોલ ...

માહિર : અરે સોરી બાબા .. હવે મોઢું ના ચડાવિશ ... નથી સારી લાગતી ...

પ્રિશા : હું તો હવે તારા માટે કંઈ જ નહિ બનાવું ...

માહિર : યાર .. આવું ના ચાલે હો .. મેં આજ સુધી તારા હાથનું કંઈ જ નથી ખાધું તારા લીધે .. આજે તો બનાવ...

પ્રિશા : કેમ મારા લીધે ?

માહિર : હા જ તો ... તને રસોડામાં જતાં જ જોર આવતું, યાદ છે મને... ધ્રુવ આને એક દિવસ આન્ટી એ લીંબુ શરબત બનાવવા કહ્યું હતું , તો મેડમે ભૂલથી મીઠું નાખવાને બદલે ખાવાનાં સોડા નાખી દીધા ... ??

પ્રિશા : ત્યારે હું નાની હતી એટલે ... ??

હેતાક્ષીબેન : તમે બંને હવે લડવાનું બંધ કરો ... માહિર હું તારા માટે ખીર બનાવું છું ...

માહિર : હા આન્ટી.. મને આજ પણ તમારા હાથ ની ખીર યાદ છે જે હું કોલેજ ટાઈમ પર પ્રિશા જોડે મંગાવતો હતો...

હેતાક્ષી બેન :- ok તો હું ખીર બનાવી દઉં, પ્રિશા તું કિચનમાં આવીને હેલ્પ કર તો મને..

પ્રિશા:-ok.. મોમ

ધ્રુવ ફ્રેશ થઈ ને સોફા માં બેસે છે અને માહિર સાથે વાતો કરતો હોય છે એટલા માં એક બૂમ સંભળાઈ જે પ્રિશા ની હતી...
આઉચચચ...

માહિર અને ધ્રુવ બને રસોડા તરફ ભાગે છે.

ત્યાં પ્રિશા ની આંગળી માં ચપ્પા થી કટ થયું હોય છે. અને બ્લડ નીકળવાનું ચાલુ થઇ જાય છે. તરત માહિર પ્રિશા નો હાથ પકડે છે અને ધ્રુવ ને first aid box લેવા જવા કહે છે.
(ધ્રુવ આ જોઈ ફરી નિરાશ થાય છે.)

માહિર :- ધ્યાન રાખ ને તારું ... નાના છોકરા તારાથી સારું કામ કરે , કામ કરતા ના આવડે તો વધારવું ના જોઈએ.

પ્રિશા:- (દુઃખાવા ના કારણે આંખ માં પાણી હોય છે) અરે અહીંયા મને વાગ્યું છે અને તું તારા લેકચર આપે છે યાર...

ધ્રુવ ત્યાં આવે છે...

ધ્રુવ :- લાવ હાથ... ધ્યાન રાખ તારું યાર please...

હેતાક્ષી બેન : પ્રિશા બેટા .. તું તો બહુ લકી છે હો... બેસ્ટ ફ્રેન્ડ અને પતિ બંને એક સાથે કેર કરે છે...

પ્રિશા:- હા mummy..☺️ (ધ્રુવ તરફ જોવે છે અને સમજી જાય છે ધ્રુવ ને નથી પસંદ)

રાતે ડિનર કર્યા પછી માહિર અને ધ્રુવ ગેલેરીમાં બેઠા હોય છે ત્યાં પ્રિશા આવે છે...

ધ્રુવ:- હવે કેવું છે પ્રિશા?

પ્રિશા:- એક દમ મસ્ત ... નથી દુઃખતું.

ધ્રુવ : ( હગ કરે છે. ) પાગલ ... ઘરમાં નોકર તો છે , તારે ક્યાં આ બધાં ની જરૂર છે...

પ્રિશા : ડિયર .. તને ખબર છે ને મને જાતે જ રસોઈ કરવી ગમે છે ...

ધ્રુવ : હા મારી મા... પણ પ્લીઝ સાચવ યાર ...

પ્રિશા : હા ... પાકું...

માહિર:- આજે તો હું થાક્યો છું, મને ઊંઘ આવે છે તો હું સુવા જાઉં...

પ્રિશા:- હા સાહેબ આજે તો મમ્મી ના ઘરે ઊંઘવા નું છે તો તમને મારા રૂમ માં સુવા નો ચાન્સ મળી ગયો.

માહિર:- હવે તારું ઘર ધ્રુવ નું ઘર છે. આન્ટી ના ઘરે તારો રૂમ ના હોય.

પ્રિશા:- ચાલ હું તને તારો રૂમ બતાવું... ભૂલી ગયો હોઈશ ...

【પ્રિશા અને માહિર ઘર માં જાય છે..】

ધ્રુવ: પ્રિશા જલ્દી આવ જે હું wait કરું છું.

પ્રિશા : હા બસ આવી ...

20 મિનિટ થાય છે પણ પ્રિશા આવતી નથી..
Wait કરી ને ધ્રુવ ગુસ્સા માં આવી ને ઘર માં જાય ત્યાં પ્રિશા એની તરફ જ આવતી હોય છે.

પ્રિશા ની આંખો લાલ અને આંખો માં પાણી છે...

to be continued ....

? thanks for the reading ?

~ Dhruv Patel