12 માં ધોરણમાં ભણતો સાકેતના ભણતરમાં એવો વળાંક આવ્યો કે સાકેતનો અભ્યાસમાં અને તેના સ્વભાવ તેની રહેણી કરણી બધામાં 180 ડિગ્રી નો ફર્ક આવી ગયો. સાકેતે તેની કૉલેજ માં ફર્સ્ટ આવવા લાગ્યો. અને કોલૅજ થી બહાર નીકળતા જ સાકેત ને 45 લાખ નું પેકેજ પણ મળી ગયું. આજે સાકેતની મમ્મી ને સાકેત પર ખુબ જ ગર્વ અનુભવી રહી છે. આ બદલાવનું કારણ પણ તેની મમ્મી છે.
આ બદલાવ પહેલાની વાત છે.
સાકેત ખુબ જ હોશિયાર તો હતો જ . પણ તે તેના દોસ્તો ના રવાડે ચડી ને ખુબ જ બગડી ગયો હતો. સાકેત જયારે 8માં ધોરણમાં ભણતો હતો ત્યારે તેની મુલાકાત વૈભવ સાથે થઇ. વૈભવ 10માં ધોરણમાં ભણતો હતો. વૈભવ ખુબ જ પૈસાવાળો હોવાથી પહેલેથી જ તે અવળા રસ્તે જ હતો. અને પાછો વૈભવ ને સાકેત મળી ગયો. વૈભવને પાન મસાલા, સિગારેટ, શરાબ અને કોઈવાર તો ડ્રગ પણ લેતો હતો. સાકેત ની મુલાકત સ્કૂલના ખેલકૂદ મેદાનમાં થઇ હતી. એ મુલાકત વધતી જ ગઈ હતી. અને વૈભવ ના જોડે રહીને કોઈક વાર તો સાકેત પણ મસાલા ખાવા લાગ્યો. અને ધીરે ધીરે તો સાકેત ઘરે થી તો સ્કૂલ માટે નીકળે તો ખરા પણ સ્કૂલે ના જાય. અને ત્યાંથી વૈભવ ના અડ્ડા પર જતો.
સાકેતની મમ્મીને સાકેત ને દેખીને થોડી તો શંકા થાય છે. સાકેત ને પૂછે પણ છે. પણ સાકેત તેની મમ્મી ને જૂઠું બોલોને માનવી લે છે. સાકેતની આ મિત્રતા થી સાકેતના અભ્યાસ માં ખુબ જ ફર્ક આવી ગયો. સાકેતનું મમ્મી ખુબ જ લડતી સાકેત ને છતાં સાકેત કઈ જ ધ્યાન ના આપતો અને તેની મમ્મી ને જ બોલતો. સાકેત ને પણ હવે લત લાગી ગઈ હતી શરાબ અને જુગાર રમવાની. સાકેતની આ લત ના લીધે સાકેતે તેના ઘરની બધી જ વસ્તુ વેચી નાખી. અને છેલ્લે તો તેના પપ્પાની આખરી નિશાની ઘર પણ વેચવું પડ્યું. પોતાના આલીશાન ઘર છોડી ને હવે ભાડાંના ઘરમાં રેહવું પડે છે. બે સમયની રોટલી મળી જાય એના હવે સાકેતની મમ્મી ઘર ઘર ના કામ કરવા લાગી.
આમ જ સમય ચાલતો રહ્યો. સાકેત 11માં ધોરણમાં નાપાસ થયો.એ દેખી સાકેતની મમ્મી ખુબ જ દુઃખી થઇ. અને સાકેતને ખુબ જ બોલતી. પણ સાકેત ને કાંઈજ અસર ના થાય. એક દિવસ સાકેતની મમ્મી બીજાના ઘરનું કામ કરતા કરતા બેહોશ થઇ ને ચોકડીમાં પડી ગઈ અને કમર માં વાગ્યું. ત્યારે તરત જ સાકેત ને બોલાવ્યો અને ડૉક્ટર પાસે લઇ ગયા. ડૉક્ટર એ સાકેતની મમ્મી ને આરામ કરવાનું કહ્યું. અને કામ કરવાની તો બિલકુલ ના પાડી દીધી 3 મહિના સુધી.
સાકેતની મમ્મી મહિના ની જગ્યા એ 3 જ દિવસે કામ પર નીકળી ગઈ. જયારે સાકેતને ખબર પડી. ત્યારે સાકેત તરત જ તેની મમ્મી ને જોડે ગયો. અને ત્યાં જઈને દેખ્યું તો તેની મમ્મી કામ કરે જતી હતી અને આંખમાંથી અશ્રું વહેતા હતા દર્દ ના કારણે. એ જોઈ સાકેત તેની મમ્મી ને બોલવા લાગ્યો કે, ' મમ્મી કેમ કામ કરે છે. ડૉક્ટરે ના પાડી છે તો. હેરાન કેમ થાય છે અને મને પણ કરે છે. ચાલ ઘરે હવે. ' સાકેતની મમ્મી કંઈજ વધારે ના બોલી અને ફક્ત ચહેરા પર હાસ્યથી એટલું જ કહ્યું કે, ' બેટા, તું ઘરે જા. હું આટલુ કામ કરીને આવું છું. હું કામ કરીશ તો જ તને 2 સમયનું ખાવાનું મળી રહશે. તું જા બેટા.'
ત્યાંથી નીકળ્યા પછી બસ સાકેતના કાનમાં બસ તેની મમ્મી ની જ વાતો ગુંજ્યા કરતી હતી. સાકેતે બીજા દિવસે પણ તેની મમ્મી ને દર્દ માં કામ કરતા દેખી ને સાકેત અંદર થી હચમચી ગયો. સાકેતને તેની મમ્મીની આ હાલત દેખાતી નહોતી.
સાકેતે બસ હવે નક્કી કરી દીધું. બસ હવે બઉં થઇ ગયું. હવે મારે બદલવું પડશે. મારે મારી મમ્મી નો સહારો બનવો જ પડશે. મારે તેને બધી જ ખુશિયાં આપવી છે. મારે મારી મમ્મી ને હવે પહેલા ઘર કરતા પણ મોટા બંગલા માં લઇ જવી છે.
આ સમયથી જ સાકેતની જીવનમાં નવી શરૂઆત થઇ. સાકેત ઉપર ઉઠવાનું કોશિશ કરે પણ તેના દોસ્તો પાછો તેને નીચે પાડી દે. છતાં સાકેતે હાર માન્યા વગર ખુબ જ મહેનત કરીને તેને તેની મમ્મી ના આશુ હાથ થી નહીં પણ તેને તેના કામ થી લૂછવા હત સાકેતે ધીરે ધીરે કરીને બધી જ લત છોડી દીધી. અને ભણવાની સાથે કામ પણ કરવા લાગ્યો. ખુબ મહેનત કરીને 12માં ધોરણમાં સાકેતે સારા એવા માર્કથી પાસ થઈને ગવર્મેન્ટ કોલેજ માં એડમિશન લીધું. અને તેમાં પણ અવલ્લ નંબર થી પાસ થઈને ગવર્મેન્ટ નોકરી પણ મળી ગઈ. અને સાકેતે 2 જ વર્ષમાં સમય બદલાયો અને ખુબ જ સરસ એવો બંગલો બનાવીને તેની મમ્મી ને લઈને ત્યાં રહેવા જતા રહ્યા. આજે સાકેતની મમ્મીની આંખમાં દુઃખ દર્દ ના નહીં પણ ખુશી ના આશુ છલકી રહ્યા છે.
સમય સમય ની વાત છે. આજે એ જ સાકેત છે જે પહેલા સમય ખુબ જ શરાબી, લતના આધીન જીવતો હતો. માણસ તો એ જ છે પણ તેનો સમય બદલાયો. અને આજે એ સાકેત માં બદલાવથી સાકેત અને તેની મમ્મી ખુબ જ ખુશ રહેવા લાગ્યા...