તારા હોવાનો અહેસાસ
તૂં નથી, આ ખ્યાલ આવ્યો ત્યારે જાણે મારું અસ્તિત્વ જ ન હોય એવું લાગ્યું. તારા ન હોવાનો અહેસાસ મારું હોવું જરૂરી નથી. તું મારા જીવનમાં આવેલી એક અદભુત ઘટના હતી.
તારું હોવું ન હોવા બરાબર હતું. આજે તારું ન હોવું, તાપ વગરના સૂર્ય જેવું છે. તારા હોવાથી કશો ફર્ક પડ્યો નહીં. પણ તારું ન હોવું એ વિચાર સુદ્ધા કર્યો ન હતો.
તું પહેલી વાર મળેલો ત્યારે કંઇ ખાસ ન હતું. બસ, બધા લોકોની જેમ તને જોઈને ઈગ્નોર કર્યો હતો. હું ખૂબ શાંત અને તું ખળખળ વહેતું ઝરણું. હું લોકોથી દૂર રહેવા પહાડો પર આવતી. તું તારા બકેટ લિસ્ટમાં રહેલા સપનાઓ જીવવા...
બેજ કેમ્પના પહેલા દિવસે જ્યારે તે કહેલું, You want me to be my team. ત્યારે પહેલી વાર તને નોટિસ કર્યો.... કોઈએ આજ સુધી મારા પર હક જતાવ્યો ન હતો. અને આ વખતે મને ગુસ્સો પણ ન આવ્યો. બસ તારી આંખોમાં જોઈ રહી. અને તે કહેલું આપણે સાથે mountain Climb કરીશું. તું મને મારા જેવી લાગે છે.
એ વખતે હું શું વિચારતી હતી... સાચું કહું તો હું શૂન્યાવકાશ હતી. તારી એ કાળી ભમર આંખોમાં રહેલ દરીયો જોઇ રહી. તારી આંખોમાં આકષર્ણ હતુ, જે મને તારી સાથે રહેવા force કરી રહ્યું હતું. હું સતત ૫ મિનિટ તારી સામે તાકી રહી. આ બધું તુ નોટિસ કરી રહ્યો છે, આ ખ્યાલ મને ખુદ પર ગુસ્સો આવ્યો હતો. આ જોઈને તે વાત કહેલી... કોઇ વ્યક્તિ અગર ૧૫ સેકન્ડ સુધી કોઈને તાકી રહે એ ગંભીર ગુનો છે. હું કમ્પલેન કરી શકું છું. આ સાંભળીને હું પહેલી વાર હસી હતી.
કદાચ, તારો આ જ અંદાજ મને ગમ્યો હતો. પહેલી વાર તારા ગમ્યાનો અહેસાસ ખતરનાક હતો. આ એડવેન્ચર મારી લાઈફ નો બેસ્ટ experience હતો.
ઓળખાણ માટે લેવાયેલ મારો હાથ પકડીને તે કહેલું.. હું આ વાત પર બિલીવ નથી કરતો. અગર આપણે અજનબી બની રહીએ તો વધુ સારું રહેશે. હું આશ્ચર્ય સાથે જોઈ રહી. આ માણસ કરતા અલગ છે. શું છે? એક જવાબ માંગ્યો ત્યાં હજારો સવાલ બીજા થયા. કંઈક અલગ માટીથી બનેલો માણસ મને પસંદ આવી રહ્યો હતો.
Last day ના દિવસે એ ખુશ હતો. એણે આ ખૂબસુરત મંજર જોયું અને માણ્યું પણ ખરું. એ દિવસે એ મારી સાથે ૫ મિનિટ જેવું બેઠો હતો. તને ખબર નથી પણ તને જ્યારે પહેલી વાર જોઇ હતી ને ત્યારે તું ખાલી અને કશું શોધી રહી છે એવું લાગ્યું મને ... પણ આજે તું પુરો જમાનો જીવી રહી હોય તેવું લાગી રહ્યું છે. બસ, ક્યાંય સુધી બંને કંઈ બોલ્યું નહીં.
તો હવે આગળનો શું પ્લાન છે તારો? આખરે મૌન તોડીને પૂછયું.
ઢળતી સાંજે, ક્ષિતિજ તાકતો થોડી વાર ખામોશ રહ્યો.. વો જો સામે દેખાય છે ને ... ઊંચા પહાડો, ઠંડી હવા, લાંબા વૃક્ષો, સાંકડો રસ્તો, શબ્દોની ખામોશી, આ ખુલ્લું આકાશ.. ફરી ખામોશી.... એક એક શ્વાસમાં, લોહીમાં બસ આ જ વહી રહ્યું છે. આખીય દુનિયા જોવી છે.
ઘરે પરત નથી જવું? મેં પૂછ્યું.
જવાબમાં ખાલી, ના.
હવે અહીં બેસીને સંવાદ કરવો.. ના કરવા બરાબર લાગ્યો. હું ત્યાંથી ચાલતી થઈ... એ ચુપચાપ સાથે આવી ગયો. ઘણું બધું કહેવું હતું તને... ખબર નહીં, પણ કઈ જ ના શકી.
એના માટે મારા હોવા કરતા એના સપના મહત્વના હતા.
બસ, ત્યાર પછી ક્યારેય વાત પણ ના થઈ. એક યાદ બનીને રહી ગયો. ખબર નહીં શું કરતો હશે? ક્યાં હશે? મને યાદ કરતો હશે કે નહીં?
અહેસાસ થયો કે હું એક માણસને જીવી આવી છું. એક જીવતો જાગતો માણસ જે મારા કણેકણમાં વહી રહ્યો છે. જાણે કે એ અને હું એક જ હોઈએ. આજે ખુબ જ વધુ મહેસૂસ થઈ રહ્યું છે.
તારા ન હોવાનો અહેસાસ તૂં હોવાના અહેસાસથી વધુ અસરકારક છે. આજે એ જ જગ્યાએ બે વર્ષમાં બીજી વખત આવી છું. એ જ જગ્યાએ આવી બેઠી છું. બસ તારા હોવાના અહેસાસ ને જીવી રહી છું.