marubhumi ni mahobbat - 14 in Gujarati Love Stories by Shailesh Panchal books and stories PDF | મરુભૂમી ની મહોબ્બત - 14

Featured Books
Categories
Share

મરુભૂમી ની મહોબ્બત - 14

ભાગ : 14

જેસલમેર થી નિમ્બલા વચ્ચે નો સમય મે ભારે તનાવ મા વીતાવ્યો હતો.હીના મારી સીનીયર ઓફિસર હતી.એનાં આદેશ નું પાલન કરવું એ મારી ફરજ હતી પરંતુ, એ બિચારી છોકરી ને કયાથી ખબર હોય કે મારો પગ કેવાં કુડાળા મા પડ્યો છે.

જે છોકરી ને હું દિલોજાનથી ચાહતો હતો એની ઉલટતપાસ કેવી રીતે કરી શકું..?

સાચે જ હીના એ મને ધર્મસંકટ મા મુકી દીધો હતો.

મારી સમસ્યા એ હતી કે હું હીના સમક્ષ સાચી હકિકત જણાવી શકું એમ નહોતો. અમારા ફિલ્ડમાં લાગણીઓ એટલે કમજોરીઓ... અને, કમજોરીઓ એટલે દુખતી નસ..

એ ટી એસ મા મારું સિલેક્શન થયું એની પાછળ મારો આ રેકોર્ડ ચકાસવામાં આવ્યો હતો. આ મુદે હું કઠોર હતો અને અચાનક જિંદગી મા એક યુવતીનો પ્રવેશ થયો અને હું મીણની માફક પીગળવા લાગ્યો.

હું નર્સરી મા મિતલ પાસે પહોચ્યો અને બધી હકિકતો જણાવી.મિતલે મને આશ્વસ્ત કર્યો.

અજાણ્યા ગામ ની કોઈ છોકરી ને બોલાવી ઈન્વેસ્ટીગેશન કરવું એ એટલું સરળ નહોતું. ખાલી ખોટો ઉહાપોહ મચી જાય અને અસંખ્ય જવાબો આપવા પડે.

હીના બચપણથી શહેરમાં ઉછરી હતી એટલે એને આ સમસ્યા સામાન્ય લાગતી હતી.

આખરે મિતલે વચલો રસ્તો નિકાળ્યો.

એણે મહેકને નર્સરી મા બોલાવી.

વાત ખાનગીમાં દબાઈ જાય અને કામ પુરૂ થાય.

મહેકે નર્સરી મા પ્રવેશ કર્યો અને મારી ધડકનો વધવા લાગી.

એણે કથ્થાઈ કલરનો ચણીયો અને વાદળી ટી શર્ટ પહેર્યું હતું. હું પહેલી વાર એને ટી શર્ટમાં જોઈ રહ્યો હતો. એના ઘાટીલી કાયા સાથે ટી શર્ટ ચપોચપ ચોટી ગયું હતું. ઝુલતા ચણીયા નો ફફડાટ સાજના પાચ વાગ્યા ના પવન સાથે કદમ મિલાવી રહ્યો. એનાં ભરાવદાર સ્તનયુગ્મ અને વિશાળ નિતંબ વચ્ચે નો ભાગ કદાચ ચોવીસ ઈચ નો હશે..! આટલી પરફેક્ટ પ્રતિમા રચીને કુદરતે કમાલ કરી હતી.

મે એનાં શ્યામલ ચહેરા ઉપર એક નજર ફેરવી.

મહેકના ગાલ અને ગળાના ભાગે બે મસમોટા તલ હતાં.

એનાં શરીર ની શોભા ગણો તો શોભા...જે ગણો તે એના તલ હતાં.એની બીજી મુલાકાત મા મે એનાં દેહમાં રહેલા તલનો આકડો માડ્યો હતો.આવાં કુલ અઢાર તલ એનાં શરીરમાં હતાં. પગની પીડીઓ ઉપર પણ તલ હતાં. એના એક એક અંગથી હું માહિતગાર હતો.મારી નજર મહેકના પગ ઉપર પડી.એણે પગ ઉપર કાળો દોરો બાધ્યો હતો.

" મહેક મોહિની કરી જાણે છે..." એવાં શબ્દો મને કોઈએ સંભળાવ્યા હતાં.

મિતલે મહેકનુ સ્વાગત કર્યું.

અમે ત્રણેય અંદર બેઠાં.

" જો...મહેક...તું એક સમજદાર યુવતી છે.આ ગામમાં તું બદનામ ન થાય એટલા માટે અમે ખાનગીમાં તારી ઉલટતપાસ કરીએ છીએ તો ખોટું ન લગાડીશ...જેતપાલ વિશે તું જે પણ જાણતી હોય એ જણાવી દે...હું તને આચ નહીં આવવા દ ઉ

મિતલે સરસ રજુઆત કરી ને વાત ની શરૂઆત કરી.

મહેક પહેલાં તો થોડી ગુસ્સે ભરાઈ. છેવટે, એણે સાથ આપવાની તૈયારી બતાવી.

મારા એક હાથમાં ટેપરેકોર્ડ હતું. મહેક બોલતી હતી.

" જેતપાલ ને આતંકીઓ સાથે શું કનેક્શન હતું એની મને ખબર નથી. હા..એ વાત સાચી છે કે જેતપાલે ખુબ જ નાની ઉંમરે મોટું નામ કાઢ્યું હતું. એ મહત્વકાંક્ષી માણસ હતો.એક સામાન્ય ગામમાં પૈદા દયો હતો પરંતુ, એના સપનાં આકાશ આબવાના હતાં. ગામમાં સૌથી પહેલી ગાડી એ લાવ્યો હતો. એની એક આદત હતી.એ જે ચીજ ને હાસલ કરવા માગતો હોય એની પાછળ પુરા ઝનુન થી મચી પડતો.પહેલા આ ગામમાં.. પછી બાળમેર... અને છેલ્લે.. જેસલમેર મા એણે પોતાની હોટલો બનાવી હતી. બચપણમાં એનાં મા બાપ ગુજરી ગયેલા. બાળમેર ના એક અનાથ આશ્રમમાં પ્રખ્યાત સેવાભાવી નેતા સત્યદેવજી ની છત્રછાયા હેઠળ ઉછર્યો હતો.એને એ નેતા સાથે છેક સુધી સારા સંબંધ રહેલા. ઘણીવાર સત્યદેવજી ની સાથે એ આ ગામમાં આવતો.એનાં વિશે મને આટલી જ ખબર છે.."

" ઓકે...તારા પ્રેમમાં એનું મોત થયું એ વાત મા સચ્ચાઈ કેટલી...? " મે પુછ્યુ.

મારા આકરા સવાલ થી મહેકની સુંદર આખોમા ગુસ્સો તરી આવ્યો. એને કદાચ આવી અપેક્ષા નહીં હોય.

" બિલકુલ વાહિયાત સવાલ કરો છો તમે....જેતપાલ જેવા હજજારો યુવાનો મને ચાહે છે. કારણ તો હું પણ નથી જાણતી.જેતપાલ નો એક્સિડન્ટ થયો હતો.." મહેક ઉચા સ્વરે બોલી.

" એ એક્સિડન્ટ પાછળ તારી ફેમિલી નો હાથ હતો "

" તમે મારા પરિવાર ઉપર કોઈ પુરાવા વગર આવો ખોટો આરોપ ના મુકી શકો..."

" મને પુરાવા ની જરૂર નથી.મારે તારા મોઢે સાભળવુ છે "

" જેતપાલ નો અકસ્માત થયો હતો...આ જ સત્ય છે "

" તારા ફેમિલી સાથે એને ઞઘડો ચાલતો હતો.."

" કોઈની દીકરી ઉપર ખરાબ નજર કરો એટલે પરિણામ ઝઘડામાં જ આવે..." મહેક દાત કચકચાવીને બોલતી હતી.હું સમજતો હતો. એ દાઢમાં બોલતી હતી.

" ઓકે...જેતપાલ સાથે તારો પરિચય કેવી રીતે થયો..? "

" એને મારા પિતા સાથે પરિચય હતો. "

" એ વાત સાચી છે કે એ વારંવાર તારા ઘેર આવતો જતો હતો.... આઈ મીન...."

" સ્પષ્ટ કહો ને....સાહેબ.."

" શુ તારી સાથે જેતપાલ નો પ્રેમ સંબંધ હતો..? " ખુબ જ મન મક્કમ કરી ને મે પુછી નાખ્યું.

" એ મારો દોસ્ત હતો.."
મહેકના ઉતરથી મારા પેટમાં સીસું રેડાયું.

" તમારી દોસ્તી વિશે સૌને ખબર હતી...? કેમ કે ગામડામાં એક છોકરી છોકરો કયારેય દોસ્ત નથી બની શકતાં "

" પણ,હું બીજાથી અલગ છું. તમને એ વાત ની ખબર હોવી જોઇએ કે આ આખાય ગામની હું એકમાત્ર ગ્રેજ્યુએટ યુવતી છું..."

" ઓકે...તો પણ મારે એ જાણવું જરુરી બને છે કે તમારી આ દોસ્તી કેટલી હદે આગળ વધી હતી..? "

" સોરી પણ,તમે એક છોકરી ને એની પર્સનલ લાઈફ વિશે પુછી રહ્યા છો... સાહેબ.. .હું નથી સમજતી કે મારે આનો જવાબ આપવો જોઇએ.."

" હું આશા રાખું છું કે તમે મને સહયોગ આપો...દેશમા ડરનો માહોલ છે.આતંકવાદીઓ એનાં મનસુબા પાર પાડી જશે તો સૌનું નુકસાન થશે.." મે અચાનક મારી ભાષામાં મીઠાશ ભેળવવાનો પ્રયત્ન કર્યો.

મને ખબર હતી કે ટેપરેકોર્ડ ચાલુ હતું. અહીં પર્સનલ વાતો ને કોઈ સ્થાન નહોતું. મહેકને પણ મારા સવાલ ઝેર જેવા કડવાં લાગતાં હશે પરંતુ, મારે હીના સમક્ષ સટીક રિપોર્ટ રજુ કરવાનો હતો.

આજેય મને નવાઈ લાગે છે કે હું મારી એ માસુમ પ્રેમિકા ઉપર આવો શાબ્દિક જુલમ કેમ કરી શક્યો...?

મારી બહેન મિતલ ઢાલ બનીને અમારી વચ્ચે ન ઉભી હોત તો હું બહેકી ગયો હોત.મે મહેકને પાગલની માફક ચુમી હોત.એનાં દેહમાંથી ફેલાતી વ્હાઈટ લંડન ના સ્પ્રે ની સુગંધ ને મે મારા અસ્તિત્વ સાથે ઓતપ્રોત કરી દીધી હોત..

હું એકદમ કઠોર બનીને મહેક પાસેથી માહિતી ઓકાવતો રહ્યો. આખરે એક કલાક બાદ એની ઉલટતપાસ પૂર્ણ થઈ. મે ટેપરેકોર્ડ બંધ કર્યું.

એણે મિતલ પાસેથી વિદાય લીધી.

મારી સામે જોયાં વગર જ એ નીકળી ગઈ.

એનાં વિશાળ નિતંબ નું હલનચલન અને નાગણની માફક ઞુલતા ચોટલા ને હું જોઈ રહ્યો.

આવી અપૂર્વ સુદરી ને કેમ ગુમાવી શકાય..?

મને યાદ આવ્યું કે આજે રાત્રે મારે જેતપાલ ના ઘરની તલાશ કરવાની હતી..

મે હીના ને ફોન જોડ્યો.