Aapni vaato in Gujarati Poems by Komal Mehta books and stories PDF | આપણી વાતો...

Featured Books
Categories
Share

આપણી વાતો...






કવિતા .૧


તું નથી, તો પણ છે... આ હ્ર્દયમાં
કેવો છે આ આપણો નાતો...

તારા હોવા નાં હોવા ની મારે જરૂર નઈ,
તે છતાં થાય એમ કે તું હોત તો શું હોય..
કેવો છે આ આપણો નાતો.

મન શોધતું નથી કારણ કે તું મનમાં જ તો છે,
કે પછી મારા હ્ર્દયમાં છે તારો વાસ,
કેવો છે આ આપણો નાતો.

નાં તને પામવાની ઝંખના, નાં તને ખોવાનો ડર,
કેવો છે આપણો નાતો...

તને બધી ખબર મારા લઘણીઓ ની..
છતાં બને તું અંજાન , કેવો છે આ આપણો નાતો.
તું નાં હોય ત્યારે,મારા મોઢે થી ફક્ત થાય તારા જ નામની વાતો,
કેવો છે આ આપણો નાતો,

તારા હૃદય પર રહે ફક્ત ને ફક્ત મારો રાજ,
કેવો છે આ આપણો આ નાતો.

નઈ અપનાવી શકાય તારા શિવાય બીજા કોઈને ,
આ જન્મમાં , કેવો છે આપણો આ નાતો...

નાં કદી મળ્યાં, નાં કદી છૂટા પડ્યાં...
નાં કદી થઈ મન ભરીને વાતો, તો
નાં કદી થઈ સામ સામે મુલાકાત આપણી...
કેવો છે આ આપણો નાતો.....

ભૂલતાં નાં ભૂલાય તું મને,
યાદ નાં કરતાં, યાદ આવે તું મને...
જાણતાં અજાણતાં કેવાં બંધાયા આ સંજોગ...
મળી ને પણ નાં મળ્યો તું મને...
કેવો છે આપણો આ નાતો...



કવિતા .૨

કેટલી અલગ છે આપણી દુનિયા કે તું સપનાં પાછળ ભાગે છે એના પૂરા કરવા...
અને મારે સપનાં થી કોઈ લેવા દેવા નથી...

હું વાસ્તવિકતા માં વિશ્વાસ રાખું છું, અને તારે વાસ્તવિકતા થી કોઈ લેવા દેવા નથી...
કેટલી અલગ છે આપણી દુનિયા....

તને શો ઓફ માં રસ છે અને મારે શો અોફ થી કોઈ લેવા દેવા જ નથી.
કેટલી અલગ છે આપણી દુનિયા...

કોઈ શું કે છે તને સતત એની ચિંતા...અને મને કદી એવો વિચાર સુધ્ધા નાં આવે...
કેટલી અલગ છે આપણી દુનિયા...

બાહરી સુંદરતા જ છે તારા જીવન નો હિસ્સો...અને મારે એના થી કોઈ નાં લેવા દેવા..
કેટલી અલગ છે આપણી દુનિયા....

તને હમેશાં બીજાં ને જતાવું કે કેટલો સુખી છે...તું...
અને મારે બીજા લોકો થી નાં કદી કોઈ લેવા દેવા...
કેટલી અલગ છે આપણી દુનિયા...

તું સતત લોકો ને ખોટું નાં લાગે એવું વર્તન કરતો રહે અને
હું જે મને યોગ્ય લાગે અે મારા માટે સત્ય..
કેટલી અલગ છે આપણી દુનિયા....

તું જીવે છે બીજા માટે અને હું જીવું છું મારા માટે...
કેટલી અલગ છે આપણી દુનિયા..




કવિતા .૩


ઊભી છું એ જગ્યા એ જ્યાં તારે મને ઊભી રાખવી હતી....

રાહ નથી હું જોતી તારી...તે છતાં પણ એમ અનુભવું છું....કે હું રાહ જોવું છું તારી.....


તારે જો જવા માટે જ આવાનું હતું મારા જીવનમાં, તો તું અવ્યોજ કેમ મારા જીવનમાં,

અે સવાલ નાં જવાબ માટે, રાહ જોવું છું હું તારી....


તું ને તારી વાતો, તું ને તારી યાદો, હવે થઈ રહી છે, ધૂંધળી...

તે છતાં પણ અધૂરાં સવાલો જે છોડ્યાં છે,તે મારા જીવનમાં, એનાં જવાબો માટે, રાહ જોવું છું હું તારી....


ગમવા નાં ગણવાના કોઈ સચોટ કારણ નથી હોતાં..

શું હતું કારણ મને અણગમા કરવાનું તારું, અે સવાલ નાં જવાબ માટે,

રાહ જોઉં છું હું તારી...


ક્ષણે ક્ષણે મને આભાસ થાય છે, તારો કે કદાચ, વળી રહ્યાં છે, તારા પગલાં

શું મારા તરફ પાછા. આવા નાદાન સવાલ નાં જવાબ માટે..

રાહ જોઉં છું હું તારી ..


નથી હક કોઈ તે છતાં પણ તારા પર હું સમજુ મારો હક, તારું ખોટું બોલવું કે છે કોઈ તારા જીવનમાં...

અે સવાલ નાં જવાબ માટે, રાહ જોઉં છું હું તારી...


મારા શબ્દો, શું ક્યારે પહોંચવાના તારા મન સુધી, કે પછી તારી આંખો સુધી,

કે તું વાંચી શકે એણે, અને સમજી શકે મને..

આવા નિર્દોષ મારા સવાલ નાં જવાબ માટે, રાહ જોઉં છું હું તારી..


કીધું હતું તે મને આદત થઈ જશે મને તારી, મને હતો એ ગમંડ કે.. કોઈની આજ સુધી નથી થઈ આદત મને.

તો તારી ક્યાંથી થવાની આદત મને...

શું કામ પડી મને આદત તારી અે સવાલ નાં જવાબ માટે, રાહ જોઉં છું હું તારી....


યાદો નો પોટલો મૂક્યો છે, મે બહું જ સાચવીને...કે કદાચ થાય એવું ... કે મારા ગયા પછી મળે તને મારી કોઈ ડાયરી..

એમાં લખેલા સવાલ નાં જવાબ કદાચ તું આપી શકે....!!!


આવશે કે પછી નઈ આવે એવો સમય ક્યારે ....તું કે પછી હું ક્યાં જાણે છે.... તે છતાં.....રાહ જોઉં છું હું તારી.. .