yara a girl - 19 in Gujarati Adventure Stories by pinkal macwan books and stories PDF | યારા અ ગર્લ - 19

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

Categories
Share

યારા અ ગર્લ - 19

જે રસ્તે થી ફિયોના બધા ને મોસ્કોલા લઈ આવી હતી એજ રસ્તા થી એ લોકો પાછા વોસીરો આવી ગયા. તેઓ જ્યારે વોસીરો પહોંચ્યા ત્યારે સવાર થઈ ગઈ હતી.

ફિયોના હવે તમારે રૂપ બદલી લેવું જોઈએ, ઉકારીઓ એ કહ્યું.

હા ઉકારીઓ, ફિયોના બોલી અને પછી તેણે અને બુઓને વાનર રૂપ લઈ લીધું.

હા હવે બરાબર છે. તમે લોકો અમારા જેવાજ લાગો છો, ઉકારીઓ બોલ્યો.

અહીં થી આપણે મારા નિવાસ સ્થાને જઈશું. પછી ત્યાં થી રાજમહેલ જઈશું, ઉકારીઓ એ કહ્યું.

જેવી તમારી ઈચ્છા ઉકારીઓ, ફિયોના બોલી.

ત્રણેય જણ સાથે ઉકારીઓના નિવાસ સ્થાને ગયા. ત્યાં એમના બધાજ લોકો હાજર હતા. ઉકારીઓ એ તેમને ફિયોના અને બુઓન ની ઓળખ આપી. અમુક ખાસ લોકો ને મળી ને ઉકારીઓ એ શું યોજના છે અને તેઓ શું કરવાના છે તે સમજાવ્યું.

પણ, અત્યારે તો વોસીરોમાં વાર્ષિક રમતોત્સવ ની તૈયારીઓ ચાલે છે. કાલે આ રમતોત્સવ છે મહેલમાં, ઉકારીઓના વિશ્વાસુ સોનિમે કહ્યું.

ઓહ, આ બધામાં હું તો ભૂલી જ ગયો, ઉકારીઓ એ કહ્યું.

તો હવે કોઈ સમસ્યા થશે? બુઓને પૂછ્યું.

સમસ્યા થઈ શકે છે. રાજા મોરોટોસ ને રમતો પ્રત્યે ખૂબ લગાવ છે. તેઓ દર વર્ષે વોસીરોમાં વાર્ષિક રમતોત્સવ રાખે છે. જેમાં વોસીરોના લોકો ભાગ લે છે. એમાં થી ઘણીવાર સારા યોધ્ધા પણ મળે છે જે આગળ જતા વોસીરો માટે કામ કરે છે. રાજા મોરોટોસ તેમને પોતાના રાજ્ય માટે તૈયાર કરે છે, ફિયોના બોલી.

તો ઘણા બધા લોકો મહેલમાં આવશે ને? બુઓને પૂછ્યું.

હા, આ જ દિવસો હોય છે જ્યારે મહેલમાં ખૂબ ચહેલપહેલ હોય છે. મહેલના દરવાજા પ્રજા માટે ખુલ્લા કરી દેવામાં આવે છે, ઉકારીઓ બોલ્યો.

આ રમતોત્સવ બે દિવસ ચાલે છે, ફિયોના બોલી.

બુઓન કઈક વિચારવા લાગ્યો. એનું તેજ મગજ નવા વિચારો કરવા લાગ્યું.

ઉકારીઓ આપણે આ બે દિવસોનો ઉપયોગ રાજકુમારી કેટરીયલ ને કેદમાં થી છોડવા માટે કરીશું, બુઓને કહ્યું.

એ કેવી રીતે બુઓન? ફિયોના એ પૂછ્યું.

ઉકારીઓ આપણી પાસે એવા કેટલા લોકો છે જે આ રમતોત્સવમાં ભાગ લેવાના છે? બુઓને પૂછ્યું.

40 લોકો છે જે જુદી જુદી રમતોમાં ભાગ લેવાના છે, સોનિમે કહ્યું.

તો બસ ચાલો હું ત્યાં જઈને તમને સમજાવીશ કે શુ કરવાનું છે, બુઓને કહ્યું.

એ પછી બધા લોકો ને લઈને તેઓ રાજા મોરોટોસ ના મહેલમાં ચાલ્યા.

રાજા મોરોટોસ પોતાના સભાખંડમાં બધા ની સાથે બેસેલો છે. શરીર એકદમ કસાયેલું. ઉંમર ની કોઈ રેખા ચહેરા પર નહિ. ચહેરો એકદમ તેજ તલવાર જેવો ચમકતો. આંખો માં સળગતી આગ જેવા અંગારા. શરીર પર કિંમતી અને ચમકીલા આભૂષણો. મખમલ નો મુલાયમ ને આછા રંગનો આખા કોટ જેવું પહેરણ. હાથની આંગળીઓ માં રત્ન જડિત અંગૂઠીઓ ઝગારા મારી રહી હતી. જો ગુસ્સામાં કોઈ ની સામે જોવે તો એતો ત્યાં જ બીકનો માર્યો ઢળી પડે.

રાજા મોરોટોસ ઉકારીઓ અને તેમના સાથીઓ તમને મળવા આવ્યા છે....

રાજા મોરોટોસે ઉપર જોયું.

રાજા મોરોટોસ, ઉકારીઓ એ કહ્યું અને બધા એ માથું નમાવી તેમનું અભિવાદન કર્યું.

ઉકારીઓ ઘણા સમય પછી. બધું બરાબર છે? મોરોટોસે ઉત્સાહ થી આવકારતા પૂછ્યું.

હા રાજા મોરોટોસ, ઉકારીઓ એ અદબ થી જવાબ આપ્યો.
રાજા મોરોટોસે ઉકારીઓ અને તેમના મિત્રો ને બેસવાનો ઈશારો કર્યો.

રાજા મોરોટોસ, ક્લિઓપેટર ના મુખ્યા ઝીટને આવી રાજા નું અભિવાદન કર્યું.


ઝીટન ખૂબ આનંદ અને ઉત્સાહ થી રાજા મોરોટોસે તેને આવકર્યો.

રાજા મોરોટોસ રમતોત્સવની બધી તૈયારી થઈ ગઈ છે. કાલે આપણે સમયસર તેનો આરંભ કરી શકીશું, ઝીટને કહ્યું.

ખૂબ સરસ ઝીટન ખૂબ સરસ રાજા મોરોટોસ ખૂબ જ ઉત્સાહ થી બોલ્યો. તો આ વખતે કઈ નવું છે ઝીટન?

હા રાજા મોરોટોસ આ વખતે મલ યુદ્ધ ના દાવ રાખેલા છે. તમને પસંદ આવશે રાજા મોરોટોસ, ઝીટને માહિતી આપતા કહ્યું.

ઉકારીઓ આ વખતે તમારા સાથીદારો નો દેખાવ કેવો રહેશે? મોરોટોસે ઉકારીઓ સામે જોતા પૂછ્યું.

ઉકારીઓ એ ઉભા થઈ ને અદબ થી કહ્યું, રાજા મોરોટોસ મારા સાથીદારો નો દેખાવ સારો રહેશે.

ખૂબ સરસ ઉકારીઓ. ઝીટન તમારા સાથીદારો ની કેવી તૈયારી છે? રાજા મોરોટોસે પૂછ્યું.

ખૂબ સરસ રાજા મોરોટોસ. બધા ખૂબ ઉત્સાહમાં છે. વોસીરો ના લોકો આતુરતા થી આવતીકાલ ની રાહ જોઈ રહ્યા છે, ઝીટને કહ્યું.

ખૂબ સરસ. તો કરો તૈયારીઓ. કોઈ પણ અધૂરપ ના રહેવી જોઈએ આ ઉત્સવ માં. વોસીરોની પ્રજા વર્ષો સુધી યાદ રાખે તેવો રમતોત્સવ થવો જોઈએ, મોરોટોસે કહ્યું.

જી રાજા મોરોટોસ ઉત્સવમાં કોઈ અધૂરપ નહિ રહે. ઉત્સવ ખૂબ શાનદાર રહેશે અને વોસીરો ની પ્રજા પણ તેને વર્ષો સુધી યાદ રાખશે, ઝીટને કહ્યું.

ને પછી રાજા મોરોટોસ ત્યાં થી ચાલ્યા જાય છે.

ઝીટને ઉકારીઓ અને તેમના સાથીઓ નું અભિવાદન કર્યું. ઉકારીઓ આ વખતે અમે લોકો તમને જીતવા નહિ દઈએ, ઝીટને ઉકારીઓ ને કહ્યું.

ઉકારીઓ એ અભિવાદન ઝીલતા સામે ઝીટન નું અભિવાદન કર્યું ને કહ્યું, અમે પણ તમને જીતવા નહિ દઈએ ઝીટન.

હા એતો કાલે ખબર પડશે, આમ બોલી ઝીટન અને ઉકારીઓ હસતા હસતા એકબીજા ને ગળે લાગ્યા.

અમારી તૈયારીઓ ખૂબ સરસ છે ઉકારીઓ. ગયા વર્ષે તમે વધારે ઇનામ લઈ ગયા હતા. આ વખતે અમે એમ નહિ થવા દઈએ, ઝીટને હસતા હસતા કહ્યું.

કઈ વાંધો નહિ ઝીટન આ વર્ષે તમે લઈ લો જો જીતો તો....

ને બધા એક સાથે ખડખડાટ હસી પડ્યા. ને પછી છુટા પડ્યા.

ઉકારીઓ અને ઝીટન રાજા મોરોટોસ નો ડાબો જમણો હાથ. મોરોટોસ ને બન્ને પર ખૂબ વિશ્વાસ. ઉકારીઓ અને ઝીટન પણ ખૂબ સારા મિત્રો હતા. બન્ને ના સાથીઓ પણ ખૂબ હળીમળી ને રહેતા. કામ પણ ખૂબ ઈમાનદારી અને ચોખ્ખાઈ થી કરતા. બન્ને વચ્ચે ખૂબ જ ભાઈચારો.

પણ જ્યારે વોસીરોમાં રમતોત્સવ આવે ત્યારે બન્ને આમને સામને આવી જાય. બન્ને બે ભાગમાં વહેંચાય જાય. ને એકબીજાના પ્રતિસ્પર્ધી બની બે ટુકડીઓ માં વહેંચાઈ જાય. ને જીત માટે પુરી તાકાત લગાવી દે.

પણ આ સ્પર્ધા ક્યારેય તેમની મિત્રતા વચ્ચે નહોતી આવતી. આ બે ભાગ માત્ર રમતોત્સવ દરમિયાન જ રહેતા. પછી બધા હતા એવા થઈ જતાં. દર વર્ષે કોઈ એક ની ટુકડી વધારે ઇનામો લઈ બાજી મારી જતી. ને એકબીજા ને ચીડવતી રહેતી. ને એટલે વધારે ઇનામો જીતવાની હોડ દર વર્ષે લાગતી.

રાજા મોરોટોસ પણ આ બે ટુકડીઓ ની હોડ જોવામાં આનંદ અનુભવતો. તેને પણ ખૂબ મજા આવતી. વોસીરો ની પ્રજા પણ આ આનંદ ઉઠવતી. આ સિવાય વોસીરોના બીજા લોકો પણ આમાં ભાગ લેતાં હતાં.

પણ આ વખતે આ બે ટુકડીઓ સિવાય ત્રીજી ટુકડી પણ એક રમત રમવાની હતી. જેની કોઈ ને ખબર નહોતી. ને એ રમત હતી રાણી કેટરીયલ ને કેદમાં થી છોડવાની.

ત્યાં થી નીકળ્યા પછી ઉકારીઓ અને તેમના સાથીઓ પોતાના ઝુંડ પાસે ગયા. ને પછી બધા ને લઈ ને મહેલ જોવા નીકળ્યા. આ માત્ર એક બહાનું હતું. હકિકતમાં તો મહેલ નું નિરીક્ષણ કરવાની યોજના હતી. એ જગ્યા શોધવાની હતી જ્યાં રાણી કેટરીયલ ને કેદ કર્યા હતા. ને રસ્તા જોવાના હતા જે ઉપયોગ કરી શકાય. બધા લોકો સાથે હોય તો કોઈ ને શંકા પણ ના જાય.

ઉકારીઓ આ મહેલનો કોઈ નકશો હશે ને? બુઓને પૂછ્યું.

હા બુઓન છે સોનિમ પાસે, ઉકારીઓ એ જવાબ આપ્યો.

ફિયોના આપણે રાણી કેટરીયલ ના મહેલ તરફ જઈ શકીએ? બુઓને પૂછ્યું.

ના એ શક્ય નથી. રાજા મોરોટોસે રાજકુમાર ઓરેટોન અને રાણી કેટરીયલના મોત પછી એમનો મહેલ બંધ કરાવી દીધો છે. ત્યાં કોઈ ને પણ જવાની પરવાનગી નથી, ઉકારીઓ એ કહ્યું.

ઓહ.. પણ છતાં મારે એ જગ્યા જોવી છે, બુઓને કહ્યું.

ઉકારીઓ આપણે દૂર થી તો એ જગ્યા બતાવી શકીએ છીએ ને? ફિયોના એ પૂછ્યું.

હા ફિયોના આપણે બગીચાના આગળના ભાગ તરફ જઈએ ત્યારે તે બતાવી શકીશું, ઉકારીઓ એ કહ્યું.

બધા બગીચા તરફ આગળ વધ્યા. ત્યાં બધી તૈયારીઓ ચાલી રહી હતી. ઉકારીઓ માટે ત્યાં જવું મુશ્કેલ નહોતું.

બુઓન ત્યાં ઉત્તર ની તરફ આછા પીળા રંગનું જે ચણતર છે તે રાજકુમાર ઓરેટોન અને રાણી કેટરીયલ નો મહેલ વિસ્તાર છે. આ બગીચો પણ રાણી કેટરીયલે બનાવ્યો હતો. એમને ફૂલો ખૂબ ગમતાં હતા, ફિયોના એ કહ્યું.

બુઓન એ તરફ જોવા લાગ્યો. એ ધ્યાન રાખી રહ્યો હતો કે કોઈ તેને એમ કરતા જોઈ ના જાય. તે ધીરે ધીરે બગીચામાં ફરી ને મહેલ નું નિરીક્ષણ કરી રહ્યો હતો.

ફિયોના અને ઉકારીઓ પણ ચારેબાજુ જોઈ રહ્યા હતા.

પછી એ લોકો ત્યાં થી પાછા પોતાના રહેણાંકમાં આવી ગયા. ઉકારીઓ, બુઓન, સોનિમ અને ફિયોના ઉકારીઓના રહેણાંકમાં આવ્યા.

સોનિમ મને નકશો બતાવજે, બુઓને કહ્યું.

સોનિમ નકશો લઈ આવ્યો અને બુઓન ને આપ્યો.

બુઓન નકશા ને ધ્યાન થી જોવા લાગ્યો.

ફિયોના તું ઘણા વર્ષો રાજકુમારી કેટરીયલ સાથે રહી. તો એમના મહેલ ની કોઈ ખાસ ખાસિયત ખબર છે જે બીજા ને ખબર ના હોય? બુઓને પૂછ્યું.

ફિયોના વિચારવા લાગી.

કોઈ જગ્યા, કોઈ રસ્તો, કોઈ વસ્તુ કઈ પણ ફિયોના, બુઓને ફરી પૂછ્યું.

હા બુઓન એ મહેલનો જે ઝરૂખો છે તેના પગથિયાં નીચે એક છૂપો રસ્તો છે. જે વોસીરોની નદીના પાછળ જે પર્વત છે ત્યાં નીકળે છે, ફિયોના એ કહ્યું. પણ તું કેમ પૂછે છે?

ફિયોના મારુ મન કહે છે કે રાજકુમારી કેટરીયલ તેના પોતાના મહેલમાં જ ક્યાંક કેદ છે, બુઓને કહ્યું.

પણ તને કેમ એવું લાગે છે? ઉકારીઓ એ પૂછ્યું.

ઉકારીઓ તમે આ મહેલમાં ફર્યા છો? બુઓને પૂછ્યું.

હા મેં આ આખો મહેલ જોયો છે. ને હજુ પણ હું બધે જ જઈ શકું છું, ઉકારીઓ એ કહ્યું.

તો કહો હાલમાં આ મહેલમાં એવી કેટલી જગ્યા છે જ્યાં જવાની મનાઈ છે? બુઓને પૂછ્યું.

વિચારી ને ઉકારીઓ બોલ્યો, રાજકુમાર ઓરેટોન નો મહેલ.

તો વિચારો, ઉકારીઓ જુઓ એ મહેલ રાજકુમાર ઓરેટોન અને રાણી કેટરીયલના મોત પછી બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યાં કોઈ જતું નથી. રાજા મોરોટોસે લોકો ની લાગણીઓ સાથે રમત રમી હોય એવું લાગે છે. રાજા એ મહેલ બંધ કરી એવું બતાવાનો પ્રયત્ન કર્યો છે કે તેઓ રાજકુમાર અને રાણી ની યાદો ને સંભાળી ને રાખવા માંગે છે. તે યાદો ને ખોવા માંગતો નથી. એટલે ત્યાં કોઈ જતું નથી. પણ વાસ્તવમાં એણે રાણી કેટરીયલ ને ત્યાં બંધી બનાવી રાખ્યા છે. જેની કોઈ ને ખબર નથી. લોકો રાજા ની લાગણી ને માન આપે છે, બુઓને કહ્યું.

ઉકારીઓ અને ફિયોના વિચારમાં પડી ગયા.

તેમને વિચારતા જોઈ બુઓન બોલ્યો, ને જો કદાચ ત્યાં કોઈ છે નહિ તો એક બંધ મહેલ ને સાચવવા આટલી બધી કડક પહેરેદારી કેમ છે? તમે લોકો એ નોંધ્યું એ મહેલનો પહેરો કેટલો કડક છે? એક બંધ મહેલને આટલો બધો પહેરો શું કામ?

ફિયોના બુઓન ની વાતમાં દમ છે. હું કેટલાય વર્ષો થી જોવું છું રાજા મોરોટોસ એ મહેલની સુરક્ષા માં કોઈ કચાસ રાખતા નથી. તે એની દેખરેખ બરાબર રાખે છે, ઉકારીઓ બોલ્યો.

તો પછી બુઓન ની વાત પણ સાચી હોય શકે. રાજકુમારી કેટરીયલ પોતાના જ મહેલમાં નજરકેદ હોય? ફિયોના એ કહ્યું.

હોય શકે. પણ આપણે આ વાત સાચી છે કે નહીં તે જાણવું પડે. પછી જ આગળ વધાય, ઉકારીઓ બોલ્યો.

હા એટલે મેં વિચાર્યું છે કે ફિયોના મહેલ થી પૂરેપૂરી વાકેફ છે. તો રાત્રે ત્યાં કોઈપણ રૂપ બદલી ને જાય. ને જોવે કે આપણે જે વિચારીએ છીએ તે સાચું છે કે નહિ? બુઓને કહ્યું.

હા એ બરાબર છે બુઓન. હું જઈ ને જોઈ આવું કે ત્યાં શું છે? ને આ હું કરી શકીશ, ફિયોના એ કહ્યું.

તો પછી ચાલો ભોજન લઈ લઈએ. પછી આગળ કામ કરીએ. હું અને બુઓન ભોજન પછી લટાર મારવાના ઈરાદાથી બીજા ભાગમાં પણ જોઈ આવીએ. કદાચ ત્યાં કઈક હોય? ઉકારીઓ એ કહ્યું.

હા બરાબર છે. તમે એ કામ કરો હું આ કામ કરું, ફિયોના બોલી.

પછી બધા સાથે ભોજન માટે ગયા. ત્યાં ક્લિઓપેટર પણ હાજર હતા. આ ભોજન જે મહેમાનો રમતોત્સવ માટે આવ્યા હોય તેમના માટે હતું. બધા એ ખૂબ આનંદ થી સાથે ભોજન લીધું. ભોજન પછી બધા પોતાના રહેણાંક પર આવી ગયા.

ફિયોના તું જ્યારે મહેલમાં જાય અને ત્યાં જો રાજકુમારી કેટરીયલ હોય તો તું તારી પર કાબુ રાખજે. કોઈપણ સંજોગોમાં તેમની પાસે ના જતી. જો તું ભાવુક થઈ ને તેમને મળી તો તેમને એક આશા મળશે. ને એ એમના ચહેરા પર દેખાશે. કદાચ એ ભાવ એમના પર ચહેરા પર કોઈ એ જોઈ લીધા તો સમસ્યા સર્જાઈ શકે છે, બુઓને કહ્યું

ફિયોના એ અજબ રીતે બુઓન સામે જોયું.

બુઓન ફિયોના ને સમજી ગયો એટલે બોલ્યો, હું જાણું છે કે પરિસ્થિતિ વિકટ હશે. પણ હાલમાં આપણે કોઈ નવી સમસ્યાને જન્મ ના આપી શકીએ. ને આટલા વર્ષો પછી જો રાજકુમારી તને જોશે તો એ પળ ખરેખર ભાવુકતા, દુઃખ ફરિયાદો થી ભરેલી હશે. ને એ એમનાં માટે ઘાતક સાબિત થઈ શકે છે. બુઓન હજુ પણ ફિયોના ની સામે જોઈ રહ્યો હતો.

ફિયોના એ એને પરિસ્થિતિ સાચવી લઈશ એવું આંખો થી જ કહ્યું. પછી બન્ને છુટા પડ્યા

રાત્રે બધા સુઈ ગયા પછી ફિયોના ત્યાં થી ઘુવડ નું રૂપ લઈ નીકળી. તે સીધી મહેલના ઉપર જઈ ને બેઠી. ને ત્યાં થી ઝરૂખાના ભાગમાં એક થોડી ખુલ્લી જગ્યા હતી તેમાં થી એ મહેલની અંદર દાખલ થઈ. પછી તે પોતાના અસલી રૂપમાં આવી ગઈ. એણે રૂપ બદલ્યું હતું એટલે કોઈ ને ખબર ના પડી કે કોઈ મહેલની અંદર દાખલ થયું છે.

ફિયોના ધીરે ધીરે અંદર એક પછી એક જગ્યા ને જોવા લાગી. અંદર અંધારું હતું પણ ફિયોના ની પાસે તેની આંખો નું તેજ તે અંધારું કાપવામાં મદદ કરી રહ્યું હતું. તેણે જોયું કે કેટરીયલના શયનકક્ષમાં કઈક હલચલ છે. એણે તરતજ ઘુવડ નું રૂપ લઈ લીધું. પછી તે શયનકક્ષ તરફ આગળ વધી.

ને ત્યાં એની આંખો જડાઈ ગઈ. એક સ્ત્રી એકદમ સાદા કપડામાં ત્યાં બેસેલી હતી. તેનું શરીર દુબળું પાતળું થઈ ગયું હતું. વધેલી ઉંમર તેના ચહેરા ની કરચલીઓ દર્શાવી રહી હતી. ભોજન નો થાળ એમજ ઢાંકેલો પડ્યો હતો. કદાચ એણે હજુ સુધી ભોજન લીધું નહોતું. તેની આંખો નિસ્તેજ થઈ ગઈ હતી. ને એ રાજકુમારી કેટરીયલ હતી.

ફિયોના માંડ માંડ પોતાની જાત પર કાબુ રાખી શકી. તેની આંખો પાણી થી ભરાઈ આવી. પણ એ મજબૂર હતી. તેનો ગુસ્સો તેની આંખોમાં ઉતરી આવ્યો. તે ઘણા સમય સુધી ત્યાં જ બેસી ને રાજકુમારી ને જોતી રહી. પછી થોડી સ્વસ્થ થઈ ને ત્યાં થી નીકળી ને મહેલને અંદર થી જોવા લાગી. તે દરેક વસ્તુ નું ધ્યાન થી નિરીક્ષણ કરી રહી હતી.


ક્રમશ..............