અધ્યાય 6 " કાલ્પનિકતા ની દુનિયા માં આપનું સ્વાગત છે"
મંત્ર બોલવાની સાથે તે આ દુનિયામાંથી ગાયબ થઈ ગયો, કોઈ નામો નિશાન ના રહ્યું તેનું વાસ્તવિકતાની દુનિયામાં, અને તે પહોંચી ગયો સીધો કાલ્પનિકતાની દુનિયામાં.
કલ્પનાઓની દુનિયા જ્યાં અર્થ ના માનવા મુજબ બધુજ સુંદર હતું.અર્થ એક ખુલ્લા મેદાનમાં ઉભો રહી ગયો જ્યારે તેણે આંખ ખોલી ને જોયું ત્યારે ચારેબાજુ લીલું છમ ઘાસ હતું.તેણે આજુબાજુ જોયું તો ખબર પડી કે તે અહિયાં એકલો ઉભો હતો.પણ હજી તેને પાછળ વળીને નહોતું.તેણે પાછળ વળીને જોયું તો એક ઠીંગણો માણસ ઉભો હતો.તે તેટલો બધો પણ ઠીંગણો ના હતો પણ અર્થ એ કદાચ ઠીંગણા માણસો ખૂબ ઓછા જોયેલા હતા.તેની પાસે એક મોટરસાઇકલ હતી.જે બહુ જૂની લાગતી હતી.
ઠીંગણા માણસે પહેલ કરી અને તેને કહ્યું
"તારે ક્યાં જવું છે છોકરા"
અર્થ મોટરસાઇકલ જોવા માં વ્યસ્ત હતો.તે ઠીંગણા માણસે ફરીથી પૂછ્યું થોડા જોરથી "તારે ક્યાં જવું છે છોકરા."
અર્થે કીધું "ખબર નહીં પણ શું મારી કાલ્પનિકતા ની દુનિયા છે?"
ઠીંગણો માણસ બોલ્યો "તારી એકલાની થોડી છે મારી પણ છે બધા ની છે"
તમારી પણ છે પણ પેલા તેજસ્વી લાગતા મારા જેવા છોકરાએ કહ્યું તું કે હું મારી કલ્પનાઓ માં જઈશ.
ઠીંગણો માણસ બોલ્યો "અચ્છા તો તું ત્યાંથી આવ્યો છું"
અર્થે કહ્યું "ત્યાંથી મતલબ ક્યાંથી?"
ઠીંગણો બોલ્યો "વાસ્તવિકતા માંથી..અમારી દુનિયામાં તારું સ્વાગત છે. તું પહેલી વાર આવ્યો હોય તેવું લાગે છે. મેં પણ વાસ્તવિકતા માંથી આવેલ માણસ ને પહેલી વાર જોયો છે"
"હા, હું પહેલીવાર અહીંયા આવ્યો છું. પણ તમે કોણ છો?"
"મારુ નામ ત્રાટક છે, હું ન્યૂઝપેપર વાળા નો ખબરી છું."
"અચ્છા તો તમે પત્રકાર છો."
"નહીં નહીં નહીં હું તો માત્ર ખબરી છું,ખબર વહેંચી દઉં છું.નાની મોટી જયાં સામાન્ય માણસ પહોંચી પણ ના શકે.તેમાંથી પૈસા કમાઈ લઉં છું."
"તમે તમારું નામ શું કીધું હતું?"
"ત્રાટક,ત્રાટક નામ છે મારું."
ત્રાટક આતે વળી કેવું નામ મનમાં હસતો હતો.કારણકે તેણે આવું નામ પહેલા બહુ સાંભળેલું નહોતું કારણકે વાસ્તવિકતામાં તો કોઈનું નામ આવું નથી હોતું.
ત્રાટક ફરી બોલ્યો "હસીસ નહીં મારી મમ્મી એ બહુ પ્રેમથી રાખ્યું છે જોકે મને આજ સુધી આ નામ નો અર્થ નથી ખબર પણ મને તે જાણવામાં રૂચિ નથી."
ત્રાટક ભાવુક થઈ ગયો તેથી અર્થે તેમની માતા વિશે પૂછ્યું.ત્યારે ત્રાટકે કહ્યું તે બહુ પહેલાજ મૃત્યુ પામી છે.
અર્થ બોલ્યો "માફ કરજો મને આ વિશે ખબર નહતી.મારો ઈરાદો તમને દુઃખી કરવાનો ના હતો."
"અરે ઠીક છે.તેમાં કંઈ તારો વાંક નથી.આ બધુ તો કુદરત નક્કી કરે છે"
અર્થે આજુબાજુ જોયું અને કહ્યું "અહીંયા તો દૂર દૂર સુધી ઘાસ નજર આવે છે શું અહીંયા ક્યાંય મકાન કે બીજી કોઈ ચીજવસ્તુઓ કેમ દેખાતી નથી?"
"કારણકે આપણે શહેર થી બહુ દૂર છીએ એટલે તને અહીંયા કશુંજ દેખાતું નથી. બાકી તો કાલ્પનિકતા ની દુનિયા બહુ સુંદર છે. ચાલ તને બતાવું કાલ્પનિકતા ની દુનિયા બેસીજા મારા બાઈક ની પાછળ."
ત્રાટક અર્થ જેવો જ ભોળો હતો.
અર્થ અને કંઈ સુજ્યું નહીં તેણે ત્રાટક ની સાથે જવુજ ઠીક સમજાયું.તે ત્રાટક ની મોટરસાઈકલ માં બેસી ગયો ત્યાંજ ત્રાટક એ કહ્યું "અર્થ થોડુંક ફિટ પકડી લેજે."
"કેમ?"
"કારણકે મોટરસાઇકલ હવે ઉડવાની છે."
તેણે મોટરસાઇકલ ચાલુ કરી અને પ્રચંડધુમાડા સાથે મોટરસાઇકલ હવામાં ઉડી.
અર્થ એક દમ હેબતાઈ ગયો અને બોલ્યો "શુ અહીંયા મોટરસાઇકલ ઉડી શકે છે.?"
"અહીંયા બધુજ સંભવ છે જે વાસ્તવિકતામાં નથી.અર્થ હોવી બહુ સવાલ ના પૂછીશ માત્ર સવારી નો આનંદ લે."
અર્થ થોડીવાર બધું જોઈ રહયો હતો અને પછી ઠંડી હવાજે તેના વાળ ને સરસરાવતી હતી અહીં ઉપરથી દુનિયા બહુ સુંદર લાગતી હતી.વાદળો વચ્ચે પહેલીવાર કંઈક વિશિષ્ટ આનંદ થયો હતો. અર્થ જે કોઈ દિવસ અનાથાશ્રમની બહાર પણ બહુ ના નીકળતો તે આજે વાદળો સાથે બાથ ભરી રહ્યો હતો.થોડીકવારમાં ત્રાટક એક શહેરની દૂરના રોડ પાસે પોતાના મોટરસાઇકલ ને ચિવટતા થી ઉતાર્યું અને હવે મોટરસાઇકલ જમીન પર સામાન્ય રીતે ચાલવા લાગ્યું.
ત્રાટકે કહ્યું "જો આ પણ એક શહેર છે."
ઘીમે ધીમે શહેરની થોડીક નજીક આવ્યા.શહેરમાં થોડીક ભીડ હતી.દુકાનો બધી વાસ્તવિકતા જેવીજ હતી.પણ છતાંય કંઈક નવું લાગતું હતું.મોટરસાઇકલ ધીમે ધીમે ચાલી રહ્યું હતું.અર્થ બધું જોવામાં વ્યસ્ત હતો.એક કાગળ ની ચકલી જેવું કંઈક ઉડતું ઉડતું અર્થ ની પાસે આવી ગયું અર્થ ડરી ગયો અને તેને પકડી લીધું તે કાગળ ચકલી જેવું જ હતું તે હાથમાં તડફળિયા મારતું હતું. તેને ખોલી ને જોયું ત્યારેજ આગળ બેઠેલા ત્રાટકે કહ્યું તે હોટલ ના પ્રચાર માટે તેના જાદુગર માલિકે બનાવ્યું હશે.હા, તે કંઈક તેવું જ હતું જયારે અર્થે ખોલીને જોયું.
"તે કંઈક અલગ હતું તે કંઈ રીતે બન્યું હતું."
"તે જાદુગરી છે તે શીખવું પડે છે.આ રીત તો હું પણ નથી જાણતો."
અર્થે કહ્યું "જાદુક્યાંથી શીખાય છે?"
"તેની માટે તેની સ્કુલમાં ભણવું પડે છે."
"તો અહીંયા તેની સ્કુલ હોય છે.?"
"હા"
તને અહીંયા બહુજ બધું નવું નવું લાગશે.
"હા, મને અહીંયા બધું નવું જ લાગે છે તમે મને આ દુનિયા વિશે જાણવામાં મદદ કરશો.
"તું ચિંતા ના કર હું તને મદદ કરીશ.પણ તું અહીંયા કેવી રીતે આવ્યો?,વાસ્તવિકતા માંથી કાલ્પનિકતામાં તો કોઈ ભાગ્યે જ આવેછે."
અર્થે તે સમગ્ર વસ્તુ ત્રાટકને કહ્યું જે રીતે તે આવ્યો અને તે કેમ આવ્યો હતો.
"તું કોઈ ચિંતા ના કરતો હું તને મદદ કરીશ.અત્યારે તો તને ભૂખ લાગી હશે."
"ભૂખ તો ખૂબ લાગી છે,પણ મારી પાસે પૈસા બિલકુલ નથી."
"અરે તું પૈસા ની ચિંતા ના કરીશ."
ત્રાટકે મોટરસાઇકલ ઉભી રાખીને તેને પૈસા આપ્યા અને કહ્યું
"તું સામેની દુકાન માંથી કેળા લેતો આવ આપણી બંને માટે."
અહીંના સિક્કા કંઈક અલગ હતા બધાજ સિક્કા હતા નોટ્સ તો એક પણ હતી જ નહીં.
તેણે દુકાનદાર ને એક સિક્કો આપ્યો તેના બદલા માં તે દુકાનદારે તેને ડઝન કેળા આપ્યા અહીંના સિક્કાનું મોલ ખૂબ હતું તે તો અર્થ ને ખબર પડી ગઈ.
અર્થ મોટરસાઇકલ ની પાછળ બેસી ગયો અને કહ્યું " હવે આપડે ક્યાં જઈશું?"
"તને અહીંયા મારા શિવાય કોઈપણ ઓળખતું નથી તેથી જ્યાં સુધી આ દુનિયા જાણી ના લે ત્યાં સુધી મારી સાથે રહે આગળનું આપણે બાદ માં વિચારીશું."
"ઠીક છે."
ત્રાટકે મોટરસાઇકલ ને કિક મારી અને ચાલુ કર્યું અને તે જ્યાંસુધી ભરબજાર હતી ત્યાં સુધી જમીન પર ચાલ્યું બાદ માં હવામાં ઉડવા માંડ્યું પણ ત્રાટક નું ઘર અહીંયાંથી બહુ દૂર ના હતું.તે તેવા વિસ્તાર માં આવી ગયા જ્યાં દુકાનો બહુજ ઓછી હતી પણ બહુ બધા ઘર હતા.અર્થે આવો વિસ્તાર બહુજ ઓછો જોયો હતો કારણકે તે વાસ્તવિકતામાં પણ અનાથઆશ્રમમાં જ રહેતો હતો.ત્રાટક નું મોટરસાઇકલ જમીન પર આવી ગયું હતું અને તે એક સીધા રોડ ઉપર ચાલી રહ્યું હતું અને તેની બંને બાજુ સીધી તથા પહોળા રસ્તાવાળી સોસાયટી હતી.ત્રાટકે એક ગલી માં પોતાનું મોટરસાઇકલ વાળ્યું અને તે એક પહોળા અને બહુજ લાંબા રસ્તા પર જતાં હતાં જેની બંને બાજુ હરોળબંદ મકાન હતા જે બધાજ મકાન એક સરખા લાગતા હતા.માત્ર ગલીમાં બે અથવા એક મકાન હશે જે બે માળ ના હશે. ત્રાટકે બરોબર ગલીની વચ્ચે એટલેકે જ્યાંથી આવ્યા તેટલોજ રસ્તો હજી કાપવાનો બાકી હતો.ત્રાટકે એક ઘરની બહાર મોટરસાઇકલ ઉભી રાખી અને તે નીચે ઉતરી ગયો બાદ અર્થને કહ્યું આ મારુ ઘર છે.અર્થે આ રીતના ઘરમાં ક્યારેય ગયો ના હતો ઘર એક માળનું જ હતું પણ બહુ મોટું હતું તેની બહાર થોડી જગ્યા પણ હતી અને ત્યાં એક લોખંડનો ગેટ હતો જેને પસાર કરીને અર્થ અને ત્રાટક અંદર ગયા.અર્થ ઘર જોવામાં વ્યસ્ત હતો.
અર્થ હજી ઘરની અંદર નહોતો ગયો પણ તેને બહાર થીજ ઘર સારું લાગ્યું તેને તરતજ ત્રાટકનાં ઘરના વખાણ કર્યા. ત્યાં ઘરની બહારની જગ્યા માં ત્રાટકે ફૂલછોડ વાવેલા હતા.જ્યારે ત્રાટક દરવાજો ખોલી રહ્યો હતો ત્યારે એક પોપટ ઉડતો ઉડતો આવ્યો અને ત્રાટકે દરવાજો ખોલ્યો.પોપટ ને જોઈને ત્રાટક બોલ્યો
"આવી ગયો સુર(સુર એટલે અવાજ નો એક પ્રકાર)?"
સુર તીણા અવાજ માં બોલ્યો "જી,હા.."
તે એક કપડાં સુકવવાના તાર જે ઘરની બહાર લટકાવેલા હતા તેંજ ઉપર બેસી ગયો અને નાની ડોક વાળીને અર્થ સામે જોઈને બોલ્યો "આ ભાઈ કોણ છે?, ત્રાટક"
"તે અર્થ છે આપણી સાથે રહેશે તે વાસ્તવિકતા માંથી આવ્યો છે."
આમ પોપટ ને બોલતા જોઈને અર્થ આશ્ચર્યપામી ગયો.
અર્થ અને ત્રાટક ઘરની અંદર જાય છે,તે ઘરની લાઈટ ચાલુ કરેછે. અર્થ ચારે તરફ ઘર જુવે છે. ત્રાટક અર્થ ને કહેછે "આવ આવ અર્થ અહીંયા બેસ."અર્થ આવીને તે સોફા ઉપર બેસે છે ત્રાટક ના ઘરમાં સ્ત્રી (માતા કે બહેન કે પત્ની) ના હોવાના કારણે તેના ઘરે થોડું અસ્તવ્યસ્ત વસ્તુઓ પડી હતી.ઘર તેટલું ચોખ્ખું ના હતું કેટલીક વસ્તુ જેમકે ચોપડીઓ ટેબલ પર પડી હતી.તેના મેલા કપડાં સોફા ઉપર ઉપર પડ્યા હતા.
ત્રાટકે મેલા કપડા સોફા ઉપરથી ઉપાડ્યા અને બીજે મૂકી દીધા.અર્થ ત્યાં બેઠો અને ત્રાટકે અર્થ ને કહ્યું "તને ભૂખ લાગી હશે,તું કેળા ખા ત્યાં સુધી હું તારી તથા મારી માટે બ્રેડ અને દુધ લઈને આવું છું."
અર્થે એક કેળું લીધું અને ખાવાનું શરૂ કર્યું ત્રાટક રસોડામાં ગયો અને અર્થની નજર સામે બહાર બેઠેલા સુર પર પડી તે ઓસરી માં બહાર તાર પર બેઠો બેઠો ઝૂલતો હતો.
ત્રાટકે રેફ્રીઝરેટર માંથી દુધ તથા બ્રેડ કાઢી અને બ્રેડ ને તવા માં ગરમ કરી એટલેકે શેકીને એક કપ માં ગરમ દુધ પીરસ્યું અને બહાર અર્થ માટે લઈને આવ્યો.
આગળ રૂમમાં બેઠા બેઠા બંને એ ખાવાનું શરૂ કર્યું ત્યારે બંને જમતાં જમતાં વાતો કરવાની શરૂ કરી.ત્રાટકે અર્થને પૂછ્યું "તું અહીંયા આવ્યો તો છું પણ તું અહીંયા શું કરીશ?"
અર્થે વિચાર્યકર્યો પણ ત્રાટક ના આ સવાલ વિશે તેણે ક્યારેય પણ વિચાર્યું નહતું. અર્થે કહ્યું "તે હું જાણતો નથી કારણકે મને અહીંયાંની કંઈ ખાસ ખબર નથી"
"અચ્છા કોઈ વાંધો નહીં, તું વાસ્તવિકતા માં શું કરતો હતો?"
"ત્યાં તો હું ભણતો હતો ચોપડી વાંચતો હતો અને રમતો હતો કોઈકવાર."
"જો તું ઈચ્છતો હોય તો તું અહીંયા પણ ભણી શકીશ તને અહીંયા ચોપડી પણ વાંચવા મળશે રમવા પણ મળશે."
"હા,ઠીક છે મારે આમ પણ ભણવું છે તો તે સારું રહેશે કે હું ભણું."
"પણ તું અહીંયા શું ભણીશ? અહીંયા બે વસ્તુ ભણવામાં આવે છે એક બિનજાદુ શિક્ષણ અને જાદુગરી નું શિક્ષણ."
"તે શું છે મતલબ બિનજાદુગરી શિક્ષણ એટલે ?"
"બિન જાદુગરી એટલે જે તમને વાસ્તવિકતા માં ભણાવવામાં આવે છે તે બધુજ પણ આ દુનિયા માં જાદુગરી શિક્ષણનું બહુજ મહત્વ છે બિનજાદુગરી શિક્ષણ કરતા કંઈક ગણું વધારે.અહીંયા જાદુગરી શિક્ષણ પંદર વર્ષની ઉંમર થી ભણાવવામાં આવે છે ત્યાંસુધી જાદુગરી અને બિનજાદુગરી બંને નું શિક્ષણ એકજ સ્કૂલ માં થાયછે."
"હું જાદુગરી નું શિક્ષણ પસંદ કરીશ."
ત્રાટક બોલ્યો આપણી બાજુ માં રહેતા નિષાર્થ ભાઈના છોકરા પણ જાદુગરી ની સ્કૂલમાં જ ભણે છે તે દેખાવ માં તારી જેટલાજ લગે છે કદાચ ઉંમર પણ સરખી જ હશે. તારી ઉંમર શુ છે અર્થ?"
"પંદર વર્ષ "
"તે પણ પંદર વર્ષ નાં જ છે તેમની જાદુગરી ની સ્કુલ નું સત્ર હમણાં જ શરૂ થયું છે તેથી તને જરૂરથી પ્રિન્સિપાલ તે સ્કૂલમાં પ્રવેશ આપી દેશે. તે સ્કુલ ખૂબ જ મોટી છે અને તે સ્કુલનું નામ પણ બહુ છે આપના પ્રાંત ના પ્રમુખજ ત્યાંના પ્રિન્સિપાલ છે."
"અચ્છા પણ તે સ્કુલનું નામ શું છે?"
"તે સ્કુલનું નામ હું ભૂલી ગયો છું મને ખાસ યાદ નથી પણ મને યાદ આવતા કહીશ."
"ઠીક છે."
"હું સમય મળતા જ તને ત્યાં પ્રવેશ માટે લઈ જઈશ."
"ઠીક છે."
વાતો કરતા કરતા બંને એ ક્યાં જમી લીધું આજે તે ત્રાટકને ખબરજ ન પડી કારણકે રોજ તો એકલો જમતો હતો.
જમ્યા બાદ અર્થ સોફા ઉપર બેઠો હતો અને ત્રાટકે સુર ને ખાવા મરચું આપ્યું અને પાછો ઘરમાં આવી ગયો.તેણે અર્થ ની સામે જોઇને કહ્યું "તું ટીવી જોવું હોય તો જોઈ શકે છે અથવા જો તને થાક લાગ્યો હોય તો તું ત્યાં સુઈ પણ શકે છે જેવી તારી મરજી."
"હું સુવાનું પસંદ કરીશ મને એમ પણ થાક લાગ્યો છે."
ત્રાટક ઘરનો દરવાજો બંધ કરી દે છે.તે પણ બીજા સોફા ઉપર સુઈ જય છે. અર્થ ની આંખો ખુલી હોય છે અને તે પોતાના ધ્યેય વિશે વિચારતો હતો કારણકે તે તેજસ્વી બાળકે કહ્યું હતું કે અહીં તેને એક ધ્યેય મળશે જે તેને પૂરો કરવો પડશે.પણ પછી તેને વિચાર્યું કે હજી તેને અહીંયા એક દિવસ જ થયો છે દિવસો જતા તેને તે ધ્યેય મળી જશે.આ બધું વિચારતા વિચારતા તે ક્યાં સુઈ તેને પણ ખબર ના રહી કારણકે અત્યારે તો તેને થાક લાગ્યો હતો.આમ પણ તેનો કાલ્પનિકતા માં પ્રથમ દિવસ હતો.તે સૂતો હતો ત્યારે બહાર નિરંતર શાંતિ હતી અને બહાર માત્ર કુતરા ના ભસવા નો અવાજ આવી રહ્યો હતો અહીંનું વાતાવરણ પણ ઠંડુ હતું.ત્રાટકે તેને ઓઢવાનું આપ્યું અને બંને બાદ શાંતિ થી સુઈ ગયા.અર્થ તો ગોદડા માં બિલાડીની જેમ લપાઈને સુઈ ગયો.
ક્રમશઃ
આવતા સપ્તાહમાં વાર્તા સાથે જોડાઈ રહો તથા તમારા પ્રતિભાવો મને મોકલી આપો.