આર્યન અને મીરાં બન્ને ખુશ હતાં . નવો એહસાસ બન્ને અનુભવી રહ્યા હતાં...બન્ને એક બીજાથી નજર મિલાવી ન્હોતા શકતા બસ શરમાતા હતાં.. બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો... બારી માંથી મસ્ત ઠંડો પવન આવતો હતો.. બન્ને એ મૌસમને માણી રહ્યા... પછી આર્યન નીચે બેડસીટ એકસ્ટ્રા હતી એ પાથરી સૂવાની ગોઠવણ કરવા લાગયો એ મીરાંને ન ગમ્યું એને આર્યન પર વિશ્વાસ હતો કે એ એની જોડે સલામત જ રહેશે .. અને પ્રેમનો એકરાર કર્યા પછી પણ આર્યન એની મરજી વગર ક્યાંરેય આગળ નઈ વધે...એટલે મીરાંએ બેડસીટ નીચેથી લઈ જ્યાં હતી ત્યાં મૂકી ઓશીકા બેડ પર ગોઠવી દિધું .... આર્યન તો બોલતો જ રહ્યો પણ મીરાંએ એની એક વાત ન સાંભળી..આર્યનને બેડ પર બેસવાનો ઈશારો કરી પોતે પણ બેડની બીજીબાજુ જઈ બેઠી...
" કેમ આમ કર્યું... ? સૂવા તો દે... થાકી ગયો છું યાર.." આર્યને મીરાં સામે જોતા કહ્યું..
" તો સૂઈ જાવને મેં ક્યાં રોક્યા છે... "
" બેડ સીટ તો લઈ લીધી... હવે... ફરી પાથરુ...એમ.. તું હેરાન જ કર મને.. પેલા રીસાઈતી એટલું ઓછું ન્હોતું ."
" બેડ પર જ સૂઈ જાવ... રાતે હું હાથ પકડીને જ સૂઈ જઈશ નઈ તો મને ઉંઘ જ નઈ આવે .. "
" મીરાં... તને નઈ ફાવે... સૂતા હું અહીં જ છું ડર નઈ લાગે હું નીચે જ સૂતો છું..યાર... "
" તમે મારી સાથે સૂઈ જશો એ ગમશે મને... અને તમારા પર વિશ્વાસ છે... પ્લીસ.. સઈ જાવ.."
" ઓ...કે ગાલ પર મારી તી મને ત્યાંરે .. વિશ્વાસ ક્યાં હતો મેડમ.. "
" સાચું કહું તો હું પણ રડી હતી એ દિવસે... તમે બોલતા ન્હોતા એટલે જમવું પણ ન્હોતું ગમતું ... ખેતરે જઉં તોય તમને ખૂબ જ મીસ.. કરતી.. પછી સમજ પડી ગઈ કે તમારા વિના હું અધૂરી જ છું... " મીરાં બોલતા બોલતા શરમાઈ ગઇ..નીચું જોઈ ગઈ..
" સોરી મીરુ... મારો જ વાંક હતો.. "
" ના... એવુ નથી પેલા જ દિવસે તમારી પીઠ પર નિશાન જોયા એટલે કંઈક ગભરામણ થતી મને... પણ પછી તમે મારા ગોવાળીયા જેવા લાગ્યા... એને પણ આવો જ ઘા.. છે... પણ બઉ જ આછુ ં આછુ દેખાતું બટ હવે હું સ્યોર છું કે તમારી જોડે મારુ કંઈક કનેકશન છે.. જ "
" મને પણ પહેલેથી જ તારી તરફ આકર્ષણ હતું . પહેલા જ ડે જ્યારે તું છત પર ભટકાઈ હતી ત્યાંરે જ..પછી તને ઓળખી એટલે રોજ તારા પર વારી જતો... "
" તમને નથી લાગતું કે આપણે આપણું આ કંઈ પણ કનેક્શન છે એના વિશે જાણવું જોઈએ.... મને અમુકવાર મયુર ભાઈને જોઈને પણ રડુ આવી જાય છે... અમુક વાર ટેન્શન આવી જાય છે.. ??"
"ઓ.... ય... તું કઈ દુનિયામાં છે... રીલેક્શ... કંઈ ટેન્શન ના લઈશ ... લાઈફ છે... હલ બી મળી જશે... ચાલ હવે સૂઈ જા...પાછા હાથ પકડ્યા વિના ઉંઘશો નઈ તમે ફટટુ....."
"મારે... વાત જ નથી કરવી... હું ફટ્ટુ એમ.. અને પોતે.....?"ઓશિકુ મારી મીરાં એ કહ્યું..
" ઓ.કે.... ફટ્ટુ સૂઈ જા..... બસ.. "
" પાછુ .... તું નઈ સૂધરે નઈ.... રે.... તું... " મીરાં ઓશિકુ લઈ બીજી સાઈડ ફરી સૂવાનો ડોળ કરવા લાગી... એક ઓશિકુ છાતીએ લગાડી દિધું....
આર્યન મીરાં જોડે જઈ કાનમાં ધીમેથી બોલ્યો.... " આ ઓશિકા જગ્યાએ હું આવી જવ..નઈ ચાલે... માય... મીરુ.... "
મીરાં એની સામે જોઈ હસવા લાગી લઈને સૂતી હતી એ ઓશિકુ આર્યન પર ફેક્યુ... નખરા કર્યા વિના સૂઈ જા....પ્લીઝ...અને પાછી શરમાઈ ગઈ...
" સારુ ચલ સૂઈ જાઉ બસ... પણ તું વિચાર ને આપડા ટાબરીયા આમ.... આવશે કેવા.... ડરપોક તારા જેવા ... કે મારા જેવા.... "
" આર્યન ....... બસ કરીજા......?? હવે માર ખાઈશ તું....તારી સાથે ન્હોતી બોલતી એજ સારુ હતું.... બોલતો એ નતો .... દેવદાસ.... ?? બિલાડી જેવું મોં લઈ ફરતો... દવાખાને દર્દીઓને ગુસ્સામાં ન જોઈએ તોઈ ઈન્જેક્શન આપી દેતો....હે...ને... "મીરાં પણ એને ચિડાવા લાગી..
" ના... હો... આવા મોટા મોટા ટોટા નઈ ગળાવાના... બસ તું બોલતી નથી તો મારી દુનિયા જ સૂની થઈ જાય છે....બસ... ખુશ ઈમોશનલ કરીને.. સૂઈજા હવે.. "
" ઓ....કે.... સોરી.... બસ... "
બન્ને એક બીજાનો હાથ પકડી સૂઈ જાય છે.....
ક્રમશ:.........