Be Pagel - 25 in Gujarati Love Stories by VARUN S. PATEL books and stories PDF | બે પાગલ - ભાગ ૨૫

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

બે પાગલ - ભાગ ૨૫

બે પાગલ ભાગ ૨૫
જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી.
આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત.
બીજો દિવસ સવારે. સૌની માટે આજે સવારે સુર્ય ઉગ્યો હતો પરંતુ આજે કદાચ જીજ્ઞા અને રુહાનની જીંદગીનો સુર્ય આથમી જવાનો હોય તેવુ બંનેને લાગી રહ્યું હતું. બંનેની સવાર આજે ફિકી હતી. જીજ્ઞાનો ગઈ કાલનો નશો જરૂર ઉતરી ગયો હતો પરંતુ દુઃખ અને હ્દય પર બોજો એટલો જ હતો.
ચાલ પુર્વી જાગ આજે બહુ કામ છે. ખરીદી કરવાની છે ખબર નહીં કેટ કેટલા ડ્રેસ સાડીઓ બધુ આપડા ઉપર છે ચાલ પુર્વી હવે તો સલાહ અને પ્રેમ આપવા વાળી મમ્મા પણ નથી જાગ... રડતા રડતા જીજ્ઞા બોલી.
જીજ્ઞા પોતાના પરનો કાબુ ખોઈ ચુકી હતી. તે શુ બોલી રહી હતી તેનુ તેને કોઈ ભાન જ નહોતુ.
પુર્વી જાગે છે અને જીજ્ઞાને સંભાળે છે.
શાંત જીજ્ઞા. સંભાળ પોતાની જાતને. તુ કેવી હતી અને કેવી બની ગઈ છે. પ્લીસ મારા ખાતર પોતાની જાતને સંભાળ... રડતી જીજ્ઞાને પોતાની બાહોમા લપેટીને તેનુ દુઃખ ઓછુ કરવાના પ્રયાસ કરતા પુર્વી બોલી.
જીજ્ઞા હાલ દરેક તરફથી તુટી ચુકી હતી. ગબ્બર જેવી બિન્દાસ જીજ્ઞા આજે ક્યા ખોવાઈ ગઈ હતી જાણે કઈ ખબર જ નહોતી. મમ્મીના ગયા બાદ તો જીજ્ઞા સાવ હારી ગઈ હતી. પહેલા તે ક્યારેક ક્યારેક તેના પિતાનો વિરોધ કરતી પરંતુ મમ્મીના ગયા બાદ જીજ્ઞાએ પોતાના પિતા અને સમાજ સામે હથિયાર જ નાખી દિધા હોય એમ લાગતું હતું. અને પોતાની જીંદગી હારી ચુકી હોય તેવુ તે દરેક ક્ષણ અનુભવતી હતી.
ચાલ હુ તૈયાર થઈ જાઉં પછી આપણે બધા ક્યાક બહાર બેસીએ જેથી તારૂ માઈન્ડ થોડુ રિલેક્સ થાય... પુર્વીએ જીજ્ઞાને કહ્યું.
થોડો સમય વિતે છે. દરેક મિત્રો વડોદરાના એક મોલમા મળે છે. મોલના એક કોફીશોપમાં દરેક ટેબલ પર બેસીને કોફી સાથે સંવાદ કરી રહ્યા હતા. આ સંવાદમાં અને આગળના કહાનીના દરેક સંવાદમા ફર્ક ખાલી એટલો જ હતો કે આ સંવાદમા દોસ્તોની મસ્તી, પ્રેમની મીઠાસ નહોતી. દરેક એકદમ શાંત બેઠા છે અને પોતાના કપમાથી થોડી થોડી કોફી પી રહ્યા છે.
આઈ થીંક જીજ્ઞા તારે હવે આ પરિસ્થિતિ સામે કાતો લડવુ જોઈએ અને કાતો ભગવાન પર મુકી દેવુ જોઈએ. આમ હતાસ થઈને ચોવીસ કલાક દુઃખી થવાનો કોઈ મતલબ નથી યાર... રુહાને કહ્યું.
હં સાચી વાત છે પણ જે આ જગ્યાએ હોયને એને જ ખબર પડે કે આનાથી બહાર નીકળવુ ખુબ જ મુશ્કેલ હોય છે રુહાન. લગ્ન તો પહેલેથી નક્કી કરી જ લીધા હતા. એક જ ખુશી બચી હતી ફાઈનલમા સંજયસરની સામે મારી લખેલી કહાની પર નાટકનુ પરફોર્મ કરવાની અને એ પણ ભગવાને મારી પાસેથી છીનવી લીધી. હવે હુ એના ઉપર શુ ભરોસો કરૂ તુ જ કે... જીજ્ઞાએ ભાવુક થઈને કહ્યું.
તુ તારી જગ્યાએ બિલકુલ ઠિક છે જીજ્ઞા...રવીએ કહ્યું.
અમે એમ કરીએ જીજ્ઞા તુ અને રુહાન અહી જ બેસો અમે ત્રણેય લોકો તારૂ બધુ જ સોપીંગ કરી લઈએ... પુર્વીએ જીજ્ઞાને કહ્યું.
આમ મહાવીર, પૂર્વી અને રવી જીજ્ઞાના લગ્નની તમામ વસ્તુઓ ખરીદવાની ચાલુ કરે છે.
ખબર નહીં પણ કેમ જીજ્ઞાની કિસ્મત જીજ્ઞાને આડે ઉતરી રહી હતી. જીજ્ઞા માટે એવી પરિસ્થિતિ ઉભી થઈ હતી કે એના જ લગ્નની ખરીદી થઈ રહી હતી અને એ જ ખુશ નહોતી.
થેન્ક યુ રુહાન તે મારો આપણી આ નાની જર્ની સમયે જે સાથ અને પ્રેમ આપ્યો એવો સાથ અને પ્રેમ મને મારા પિતાએ પણ ક્યારેય નથી આપ્યો... જીજ્ઞાએ રુહાનને કહ્યું.
ઈટ્સ ઓકે જીજ્ઞા તારા લગ્ન થઈ રહ્યા છે એનો મતલબ એમ થોડો છે કે આપણી દોસ્તીનો અંત થઈ જવાનો છે...રુહાને જીજ્ઞાને કહ્યું.
બંનેની અંદર હાલ એમ જ ચાલી રહ્યું હતું કે એકબીજાને ગળે લગાવીને ખુબ રડી લઈએ અને ખુબ પ્રેમ કરી લઈએ પરંતુ સંજોગો અને સમયવસ બંને હાલ એકબીજા સાથે વાતચીત પણ જોઈ વિચારીને કરી રહ્યા હતા.
અને હા કાલ રાતે મે તને દારૂ પીને કોઈ બકવાસ વાત કહી દિધી હોય તો તુ એને સીરીયસલી ના લેતો પ્લીસ... જીજ્ઞાને શંકા હતી કે એને રાતે દારૂ પીને રુહાનને ક્યાય આઈ લવ યુ ના કહી દીધું હોય એટલે જીજ્ઞા સ્પષ્ટતા કરતાં બોલી. કેમ કે જીજ્ઞા જાણતી હતી કે હવે એ શબ્દો રુહાનને ખાલી સતાવશે જ સમજાવસે નહીં... જીજ્ઞાએ કહ્યું.
તુ એવુ કાંઇ જ ના વિચાર જીજ્ઞા કેમ કે તુ દારૂ પીને ડાયરેક્ટ સુઈ ગઈ હતી તે અમને લોકોને કઈ કહ્યું જ નથી...
રુહાન જીજ્ઞાની ચિંતા દુર કરવા જાણી જોઈને જુઠ બોલ્યો.
તુ મારા લગ્નમાં આવીશને રુહાન...જીજ્ઞાએ કહ્યું.
આ વાક્ય બોલતી વખતે જીજ્ઞાના હ્દયના કેટલી વખત ટુકડા થયા હશે એ જીજ્ઞા અને રુહાન જ મહેસુસ કરી શકે અથવા એ લોકો જેને પણ પોતાનો પ્રેમ ખોયો છે અને એ એમના માટે કંઈ પણ નથી કરી શક્યાં.
રુહાન જવાબ આપે તે પહેલા જ મહાવીર, રવી અને પુર્વી બધી વસ્તુઓની ખરીદી કરીને આવી જાય છે.
જીજ્ઞા ઓલમોસ્ટ બધુ આમા આવી ગયુ છે. જો કઈ ઘટશે તો તે આપણે અમદાવાદથી લઇ લેશુ...પુર્વીએ કહ્યું.
ઓકે થેન્કસ... જીજ્ઞાએ સાદાઈથી કહ્યું.
કોઈ ને કઈ જ નહોતુ સમજાઈ રહ્યું કે આ પરિસ્થિતિમાં કંઈ રીતે વર્તવુ.
પુર્વી પાસેના બેગમા રુહાન લાલ કલરની લગ્નની સાડી જોઈ જાય છે અને કહે છે.
પુર્વી પ્લીસ આ સાડી લાલને બદલે કેસરી લઈ આવો કેમ કે આઈમ સોરી જીજ્ઞા હુ જે બોલવા જઈ રહ્યો છું તેના બદલ. કેમ કે મારી જીજ્ઞા કેસરી સાડીમા એકદમ મહારાણી લાગશે. ખુશ રહેજે જીજ્ઞા જ્યારે પણ જરૂર પડને આ રુહાનને યાદ કરજે. ગમે ત્યાં હશેને ફટાકથી તારી પાસે આવી જશે. કાલે મળીશુ બસ સ્ટેન્ડ પર... આખમા આસુ સાથે આટલુ બોલી રુહાન ત્યાથી પોતાના મિત્રો સાથે ચાલ્યો જાય છે.
જતા રુહાનની આખમા તો આસુ હતા જ પણ પાછળ ટેબલ પર બેઠેલી જીજ્ઞાની પણ આખમાથી આસુઓનો ઢગલો એવી રીતે સરી પડે છે જ્યારે ઘણા વર્ષાના આસુઓ એક સાથે વહેતા હોય.
આમ હાલ બંનેને કઈ જ નહોતુ સમજાઈ રહ્યું કે એમને શુ કરવુ અથવા તો એમની સાથે શુ થઈ રહ્યું છે.
આમને આમ આજનો દિવસ પસાર થાય છે. બીજા દિવસે સવારે. બસ સ્ટેન્ડ પર. જીજ્ઞા અને પુર્વી અમદાવાદની બસની રાહ જોઈ રહ્યાં હતાં. જીજ્ઞાની નજર અમદાવાદની બસ કરતા વધારે રુહાનને શોધતી હતી. રુહાન અને તેના મિત્રો હજુ સુધી બસ સ્ટેન્ડ પર આવ્યા નહોતા. જીજ્ઞાની હવે બસ એક જ ઈચ્છા હતી કે એ છેલ્લી વખત રુહાનને જોઈલે.
આ બાજુ રુહાન તો નહીં પરંતુ અમદાવાદની બસ જરૂર વડોદરાના બસ સ્ટેન્ડ પર આવી ચુકી હતી. બસ પ્લેટફોર્મ પર ગોઠવાય છે. પુર્વી બંનેનો સામાના બસની ડિક્કીમા ગોઠવે છે. જીજ્ઞાની નજર હજુ પણ બસ સ્ટેન્ડના ગેટ પર જ હતી. રુહાન ન આવતા અંતે જીજ્ઞા અમદાવાદની બસના દરવાજા તરફ આગળ વધે છે. પુર્વી બસની અંદર પ્રવેશ કરે છે અને તેની પાછળ જીજ્ઞા પણ બસના દરવાજાના પ્રથમ પગથીયા પર પગ મુકે છે અને જેવી જ જીજ્ઞા બસની અંદર જવા જાય છે ત્યા પાછળથી રુહાનનો અવાજ આવે છે.
મને છેલ્લી વખત બાય પણ નહીં કહે જીજ્ઞા... રુહાને કહ્યું.
જીજ્ઞા પાછળ ફરી રુહાનને જોઈને બસની નીચે ઉતરે છે.
મને પુરો વિશ્વાસ હતો કે તુ મને છેલ્લી ઘડીએ મળવા જરૂર આવીશ. તને બાય કહ્યા વગર મારૂ પણ મન અહીંથી જવાનુ નહોતું...જીજ્ઞાએ પોતાના અંદરનો દર્દ સંતાળીને રુહાનને ખોટી સ્માઈલ આપતા કહ્યુ.
કેટલી વખત ખોટુ બોલીશ જીજ્ઞા. હવે તો કહી દે કે તુ પણ મને પ્રેમ કરે છે... રુહાને કહ્યું.
હુ તને પ્રેમ કરૂ છું કે નહીં એનો હવે ક્યા કોઈ મતલબ છે રુહાન... જીજ્ઞાએ કહ્યું.
મતલબ છે જીજ્ઞા. મતલબ એટલા માટે છે કે તારા કહેવાથી કાતો મારો પ્રેમ ડબલ થઈ જશે અને કાતો પુરો થઈ જશે. તારા જવાબ પર આધાર રાખે છે. કમસે કમ કોઈ કન્ફયુજન તો નહીં રહે.
રુહાન શુ હુ આ જવાબ દેવા માટે બંધાયેલી છું... જીજ્ઞા હજુ પણ રુહાન દુઃખી ન થાય એના માટે સ્વીકાર કરવા તૈયાર નહોતી.
ના તુ બંધાયેલી નથી. તુ જઈ શકે છે... રુહાને કહ્યું.
તુ લગ્નમાં તો આવીશને...જીજ્ઞાએ કહ્યું.
નક્કી નહીં કેમ કે જો હુ લગ્નમાં આવીશ તો તારા પિતા તારા લગ્ન નહીં કરાવી શકે...રુહાને સામે જીજ્ઞાને જવાબ આપતા કહ્યું.
આટલુ બોલી રુહાન અને જીજ્ઞા છુટ્ટા પડે છે.
રુહાન અને જીજ્ઞાના મતે કદાચ બંને આજે છેલ્લીવાર મળી રહ્યા હતા. જીજ્ઞા પોતાની આત્માને વડોદરામાં મુકીને અમદાવાદ જવાના બસ મારફતે રવાના થાય છે.
જીજ્ઞા હજુ પણ સમય છે તારી પાસે. જો તુ કહીશ તો રુહાન જરૂર તને બચાવી લેશે... પુર્વીએ કહ્યું.
હુ પપ્પાની ઈજ્જત સમાજમાં ઉછાળીને દુનીયાનુ કોઈ પણ સુખ પામવા નથી માંગતી...જીજ્ઞાએ કહ્યું.
આમ જીજ્ઞા અને રુહાન છુટ્ટા પડે છે. આ એમની લવસ્ટોરીનો અંત હશે કે નહીં એતો ભગવાન જ જાણે પરંતુ આજે તો દ્રશ્ય જોતા અંત જ લાગી રહ્યો હતો.
બંને લોકો સામે બહારથી એકદમ શાંત હતા પરંતુ અંદરથી બંનેના હ્દય એકબીજાની યાદમા રડી રહ્યાં હતાં. શુ આમ જ ઘણી બધી લવસ્ટોરીની જેમ જ આ લવસ્ટોરીનો પણ અંત આવશે કે પછી ? ચાલો થોડો આઈડિયા આપુ. આ મારી એટલે કે વરૂણ પટેલની લખેલી કહાની છે આમ ફિકો અંત થોડો થવા દઈશ.
આગલા ભાગોની થોડિક ઝલક
સંજયસિહ અને તેના મિત્રો તેના ઘરે ભેગા થયા હતા. બધા વચ્ચે જીજ્ઞા અને રુહાન બાબતે ચર્ચા ચાલી રહી હતી.
ભાઈ હવે તો બંને છુટ્ટા પણ પડી ગયા હવે તો આપણે કંઈ પણ કરવાની જરૂર જ નથી. બંને આમેય એકબીજાની યાદમા હરરોજ મરવા ના જ છે...સંજયસિહના મિત્રને સંજયસિહને કહ્યું.
ના બકા ના એવી ભુલ ક્યારેય નહીં કરવાની કેમ કે જ્યા સુધી હુ રુહાનને ઓળખુ છુ એ જીજ્ઞાના લગ્નમાં જરૂર જશે અને જો એ લગ્નમાં પહોચ્યો તો લગ્ન નહીં જ થવા દે એની ગેરન્ટી હુ આપુ છું. કેમ કે એ તાકતવરની સાથે ચતુર પણ છે...સંજયસિહે કહ્યું.
મતલબ...સંજયસિહના બીજા મિત્રએ સવાલ કરતા કહ્યું.
મતલબ એમ કે રુહાન પર ભરોસો ન કરતા આપણે રુહાનને લગ્નમાં પહોચવા જ નથી દેવાનો. ચાહે એના માટે કંઈ પણ કરવુ પડે... હાથમાં તેના બાપુને ફોન લગાવતા લગાવતા કહ્યુ.
બોલ બેટા...બાપુએ ફોન ઉપાડીને કહ્યું.
બાપુ તમારા સૌથી ખતરનાક ચાર ગુંડાઓ મારે જોઈએ છે કેમ કે જો રુહાન વધુ પડતો ભારે પડે તો એનુ ખુન કરતા પણ ન અચકાય એવા લોકો હોવા જોઈએ... સંજયસિહે કહ્યું...
આવતા ભાગની થોડીક ઝલક. વિસ્તારમાં આવતા ભાગમાં.
આપણે લગ્નમાં જરૂર જઈશુ અને પ્રેમથી તો પ્રેમથી જીજ્ઞાની જીંદગી ડુબવા તો હુ નહીં જ દઉં... રુહાને કહ્યું.
અમે તારી સાથે છીએ... રવી અને મહાવીરે કહ્યું.
આ તરફ રુહાનના પિતાને ફોન દ્વારા તાત્કાલિક દિલ્લી જવાનો આદેશ મળે છે અને તે તાત્કાલીક જ દિલ્લી જવાના રવાના થાય છે...
રુહાનના પિતા વડોદરામાં ન હોવાથી સંજયસિહ અને તેના બાપુ ડબલ તાકાતવર થઈ ગયા હતા.
વિસ્તારમાં next part.
વાચતા રહો આપણી સફર બે પાગલ ના અંતના આવનારા ભાગો જેમા જીત કોની થશે. પ્રેમની, સમાજના રીતરીવાજોની કે બદલા માટે તળપી રહેલ અહંકારીની ?


। જય શ્રી કૃષ્ણ । । શ્રી કષ્ટભંજન દાદા સત્ય છે ।
BY:- VARUN S. PATEL
THANK YOU VERY MUCH FOR ALL READERS READING MY STORY.
PERSONAL REVIEW :- WN(6352100227)
FOLLOW MY INSTA ID:- varun_s_patel
NEXT STORY :- ' કબ તક રોકોગે '(ગુજરાતી)